- ટામેટાં વનસ્પતિશાસ્ત્રની દ્રષ્ટિએ સામાન્ય રીતે ફળ તરીકે જ ઓળખાય છે. પરંતુ ૧૮૬૩માં ટામેટાં ફળ નહીં પણ શાક હોવાનો વિવાદ જાગતા સુપ્રિમ કોર્ટે એવો ચૂકાદો આપ્યો હતો કે ટામેટાં ફળ નહીં પણ શાક છે. પરિણામે ૧૫૦ વર્ષથી ટામેટાં શાક તરીકે ઓળખાય છે. આ એક માત્ર એવું શાકભાજી છે જે માટે સુપ્રિમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો.
- ટામેટાં દુનિયાનું સૌથી પ્રસિદ્ધ શાક છે જેનું ઉત્પાદન વિશ્વમાં ૬ કરોડ ટન છે.
- ૧૮૨૦ પહેલાં અમેરિકન લોકો ટામેટાં ને ઝેરી ફળ જ માનતા હતા. તેમની ગેરસમજ રોબર્ટ ગીબસન્સ જોહન્સન નામના વ્યકિતએ દૂર કરી હતી.
- ૧૯૭૮માં જ્યોર્જ કલોની નામના હીરોને લઈને જાન લેવા ટામેટા નામની એક ઓછા બજેટની ફિલ્મ પણ બની હતી.
- અમેરિકાના એગ્રીકલ્ચર ડિપાટર્મેન્ટના અંદાજ મુજબ દર વર્ષે એક અમેરિકન ૨૨થી ૨૪ પાઉન્ડ ટામેટાં ખાય છે. અમેરિકાના માર્કેટમાં ટામેટાં ચોથા નંબરનું સૌથી લોકપ્રિય શાક છે. અમેરિકામાં સૌથા વધું વેચાણ થતા શાકમાં બટાકા, ભાજી અને ડુંગળી છે.
- ટામેટાંના સૌથી મોટા ઉત્પાદકોમાં ચીન, અમેરિકા, તુર્કી, ભારત અને ઈજિપ્ત છે. જ્યારે સૌથી વધુ ટામેટાંનું ઉત્પાદન કરનારા શહેર પણ અમેરિકાનું ફલોરિડા શહેર છે.
- સૌથી મોટા અને વજનદાર ટામેટાંનો રેકોર્ડ ૧૯૮૬માં નોંધાયો હતો. ઓક્લાહામા શહેરના ગાર્ડન ગ્રેહામ નામના ખેડૂતે ૩.૫૧ કિલોના ટામેટાંનું ઉત્પાદન કર્યું હતું. જે ટામેટાંનો ગાર્ડને સેન્ડવીચ બનાવતા ઘરના ૨૧ સભ્યોએ નાસ્તો કર્યેા હતો.
- 2૦૦૦માં સૌથી મોટા ટામેટાંના છોડનો રેકોર્ડ ઈંગ્લેન્ડના લેન્કેશાયર શહેરમાં નોંધાયો હતો. જેમાં છોડનો ઘેરાવો ૬૫ ફૂટ હતો.
- ગીનીઝ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ મુજબ ટામેટાંનો સૌથી મોટો છોડ ડિઝની વર્લ્ડ વોટર રિસોર્ટમાં આવેલા પ્રયોગાત્મક ગ્રીનહાઉસમાં છે. તેેના પરથી વર્ષે ૩૨ હજાર નંગ ટામેટા ઉતરે છે. આ ટામેટાંનો ઉપયોગ વોટર વર્લ્ડ રિસોટર્માં આવતા મુલાકાતીઓના ભોજન માટે થાય છે. ટામેટાંના છોડની વિશાળતા જ એ સાબિત કરે છે કે, છોડ પરથી ઉતરતા ટામેટાંનું વજન ૫૨૨ કિલો હોય છે જે માટે તેને છોડને બદલે એક ઝાડ કહેવું યથાર્થ રહેશે. ચીનના બૈજિગમાંથી એપ્કોટ ખેત વિજ્ઞાાનના મેનેજર યૂંગ હૂંગ આ છોડના બીજ લાવ્યા હતા જે બીજનું ડિઝની વર્લ્ડ વોટર રિસોર્ટના પ્રયોગાત્મક ગ્રીનહાઉસમાં વાવેતર કરાયું હતું.
- ઓહાયો રાજ્યમાં ટામેટાંના સૂપને રાજ્યના સત્તાવાર પીણાં તરીકે દરજ્જો અપાયો છે.
- ૨૦૦૮માં ન્યૂજર્સી રાજ્યની વિધાનસભામાં ટામેટાંને રાજ્યના સત્તાવાર શાક તરીકે દરજજો આપવા માટે ખરડો રજૂ કરાયો હતો, જો કે પાછળથી આ પ્રસ્તાવ કોઈક કારણોસર પાસ થયો ન હતો.
- આર્કન્સાસ રાજ્યમાં ટામેટાંને રાજ્યના સત્તાવાર ફળ અને સત્તાવાર શાક તરીકે દરજ્જો અપાયો છે.
- આર્કન્સાસ રાજ્યમાં ૧૯૫૪થી એક સપ્તાહનો ટામેટાં ઉત્સવ મનાવામાં આવે છે જેમાં મનોરંજન માટે અવનવી પ્રવૃતિઓ રખાય છે. એે જોવા ૩૦ હજારથી વધારે મુલાકાતીઓ આવે છે.
- ટામેટાંની સૌથી મોટી લોકિપ્રયતા એ છે કે, વિશ્વના ૧૯ રાજ્યોમાં ટામેટાં ઉત્સવ ઉજવવામાં આવે છે.
- published in Gujarat leading agriculture news paper Agro sandesh..
Saturday, 15 February 2014
ટામેટાં અંગે અવનવી અને અજાણી વિગતો ......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment