- કૃષિ સહાય વ્યવસ્થા પણ ઓનલાઈન બનશે
- ઈ - ધરા અંતર્ગત ખેડૂતોએ માહિતી અપલોડ કરાવવી પડશે
- ખેડૂતોને ખાતર, પાણીથી લઈ ભાવ અને દવા અંગેની પણ ઓનલાઇન પંચાયતમાં બેઠા બેઠા માહિતી મળશે
- કૃષિ વિભાગનો પાયલોટ પ્રોજેક્ટ
- એપ્રિલની શરૃઆતમાં જ પ્રોજેક્ટ અમલમાં મૂકવાના કૃષિ વિભાગના પ્રયત્નો
કેન્દ્ર
તેમજ રાજ્યના કૃષિ મંત્રાલય તરફથી છાશવારે ખેડૂતોને કૃષિલક્ષી આપવામાં આવતી સહાયમાં
પારર્દિશતા જળવાઈ રહે અને ખેડૂતોને ખેતી અંગે ઘેરબેઠા જાણકારી માહિતી મળી રહે તેવા હેતુથી કૃષિ વિભાગ ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પાયલોટ
પ્રોજેક્ટ લઇને આવી રહ્યું છે. રાજ્યના ૫૫ લાખ ખેડૂતોને એક સાથે જોડવાના આ પ્રયાસમાં
ઈ-ધરા અંતર્ગત યોજાનારી આ કામગીરીમાં તાલુકા કક્ષાએ આવતીકાલથી કર્મચારીઓને તાલીમ આપવાની
કામગીરી શરૃ થશે. રાજ્યના ખેડૂતોને પાક, પાણી, ખાતર અને રોગ-જીવાત અંગેનું ઓનલાઇન માર્ગદર્શન
આપવાનો આ પાયલોટ પ્રોજેકટ સફળ રહ્યો તો રાજ્યનો કૃષિ વિભાગ એક નવુંં સીમાચિહ્ન અંકિત
કરશે. દેશમાં સૌ પ્રથમ વાર રાજ્યના તમામ ખેડૂતોેને ઓનલાઇન એક પોર્ટલ પર લાવવાનો પ્રયાસ
હાથ ધરાયો છે. સાથે જ કૃષિ વિભાગના આ હેતુમાં સહાયની વ્યવસ્થા પણ ઓનલાઇન કરાઇ છે. જેમાં
ખેડૂતો ઈ-ધરા અંતર્ગત ઘેરબેઠા સહાયની ઓનલાઇન કામગીરી કરી શકશે અને ઓફિસોના ધક્કા ખાવાથી
છુટકારો મળશે. સહાય ખેડૂતોને ઓનલાઇન બેન્ક એકાઉન્ટમાં મળવાની શરૃઆત થશે તો રાજ્યના
ખેડૂતો માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ હશે. આગામી દિવસોમાં તમામ ખેડૂતોનું ઈ-રજિસ્ટ્રેશન
કરવા જિલ્લા કક્ષાએ સૂચના આપી દેવામાં આવી છે. આ માટે તબક્કા પ્રમાણે સીમાંત, નાના
તેમજ મોટા ખેડૂતોનું ઈ-રજિસ્ટ્રેશન કરવાની સલાહ અપાશે.
ખેડૂતોને
કયા પ્રકારના લાભ થશે
હાલમાં ડુંગળી અને મગફળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે. ખેડૂતો સૌરાષ્ટ્રમાં ડુંગળીને રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવી રહ્યા છે. ૧૦૦ રૃપિયે કિલો વેચાતી ડુંગળીનો હાલમાં ભાવ પણ ગગડી ગયો છે. ઈ-રજિસ્ટ્રેશનથી ખેડૂતોને ફાયદો એ થશે કે રાજ્યમાં ડુંગળીના વાવેતરનો યોગ્ય તબક્કો કૃષિ વિભાગ પાસે હોવાની સાથે કયા સમયગાળામાં ખેડૂતોની ડુંગળી બજારમાં જથ્થાબંધ આવશે. તે સંજોગોને આધીન અગાઉથી રેકની યોગ્ય કાર્યવાહી થઇ શકશે. હાલમાં રેક ન હોવાથી ખેડૂતોની ડુંગળી રૃપિયા ૮૦થી લઇને રૃ.૧૦૦ના ભાવે મણ વેચાઇ રહી છે. આમ, કૃષિ વિભાગ પાસે રાજ્યના તમામ ખેડૂતોએ કયા સમયગાળામાં કયા પાકનું વાવેતર કર્યું તેની ચોક્ક્સ માહિતી હોવાથી ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવાનો પ્રયાસ કરાશે અને ખેડૂતો પણ પોતાના પાકની પૂરતી માહિતી સાથે બજારમાં વેચાણ કરી શકશે અને પૂરતો ભાવ મેળવી શકશે તેમ ખેતીવાડી વિભાગનાં અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું.
હાલમાં ડુંગળી અને મગફળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે. ખેડૂતો સૌરાષ્ટ્રમાં ડુંગળીને રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવી રહ્યા છે. ૧૦૦ રૃપિયે કિલો વેચાતી ડુંગળીનો હાલમાં ભાવ પણ ગગડી ગયો છે. ઈ-રજિસ્ટ્રેશનથી ખેડૂતોને ફાયદો એ થશે કે રાજ્યમાં ડુંગળીના વાવેતરનો યોગ્ય તબક્કો કૃષિ વિભાગ પાસે હોવાની સાથે કયા સમયગાળામાં ખેડૂતોની ડુંગળી બજારમાં જથ્થાબંધ આવશે. તે સંજોગોને આધીન અગાઉથી રેકની યોગ્ય કાર્યવાહી થઇ શકશે. હાલમાં રેક ન હોવાથી ખેડૂતોની ડુંગળી રૃપિયા ૮૦થી લઇને રૃ.૧૦૦ના ભાવે મણ વેચાઇ રહી છે. આમ, કૃષિ વિભાગ પાસે રાજ્યના તમામ ખેડૂતોએ કયા સમયગાળામાં કયા પાકનું વાવેતર કર્યું તેની ચોક્ક્સ માહિતી હોવાથી ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવાનો પ્રયાસ કરાશે અને ખેડૂતો પણ પોતાના પાકની પૂરતી માહિતી સાથે બજારમાં વેચાણ કરી શકશે અને પૂરતો ભાવ મેળવી શકશે તેમ ખેતીવાડી વિભાગનાં અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું.
ખેડૂતોને
સહાય પણ ઓનલાઇન ચૂકવાશે
ખેડૂતોના ઈ-રજિસ્ટ્રેશન બાદ ખેડૂતોના તમામ ડોક્યુમેન્ટ ઓનલાઇન
થઇ જશે. દરમિયાન સહાયની વ્યવસ્થા પણ ઓનલાઇન કરવાના કૃષિ વિભાગના નિર્ણયથી ખેડૂતોને
ઘણાબધા ફાયદાઓ થશે. વર્તમાન સમયમાં જેમ ખેડૂતો ખેત ઓજારની ખરીદી માટે ઓનલાઈન ફોર્ર્મ
ભરી રહ્યા છે તેવી જ રીતે તમામ સહાય માટે પણ ઓનલાઈન ફોર્મ ભરી સહાયની અરજી કરવાની રહેશેે.
જે ઓનલાઇન સહાયની ખેડૂતની માંગણી અંતર્ગત કૃષિ વિભાગ ખેડૂતના ડોક્યુમેન્ટની ચકાસણી
કરશે અને જે ખેડૂતો સહાયને લાભકર્તા હશે તેવા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન સહાયની
રકમ પણ જમા થઈ જશે.
વિલેજ
ગ્રામમિત્રોની મદદ લેવાશે
ખેડૂતો ગ્રામપંચાયતમાં આવી ઓનલાઇન ઈ- રજિસ્ટ્રેશન કરાવે
તે માટે ગ્રામસેવક અને વિલેજ ગ્રામ મિત્ર દ્વારા આ કામગીરીમાં સહયોગ લેવાશે. જેઓ ખેડૂતોમાં
જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે. જે તે ગામના ગ્રામમિત્રો ખેડૂતોને ઈ-ધરા સુધી લાવી ખેડૂતો
માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન લાભદાયી હોવાનું સમજાવશે. આ કામગીરીમાં રાજ્યના કૃષિ વિભાગ
સાથે સ્થાનિક ખેતીવાડી અધિકારી અને પંચાયતના કર્મચારીઓનો પણ સહયોગ લેવાનો નિર્ણય લેવાયો
છે. જેથી ખેડૂતોને પૂરતી મદદ મળી રહે અને દસ્તાવેજી કાર્યવાહીમાંથી છુટકારો મળે.
રોગ-જીવાત
સમયે ખેડૂતોને ઓનલાઇન માર્ગદર્શન આપી શકાશે
રાજ્યમાં વરસાદ અને પાકોમાં રોગ-જીવાત
સમયે ખેડૂતોએ કયા ઉપચારો કરવા તેના માર્ગદર્શનનો અભાવ હોય છે. પરિણામે ખેડૂતોએ નુકસાન
ભોગવવું પડતું હોય છે. આ નુકસાન અટકાવવા જે તે પંથકમાં રોગચાળાના વાવડ હોય તે ગામોના
પ્રગતિશીલ ખેડૂતોને પંચાયતમાં બોલાવી ખેતીવાડી
અધિકારી સહિત કૃષિ નિષ્ણાતો માર્ગદર્શન આપી શકશે. આમ, ઓનલાઇન કામગીરી બાદ ખેડૂતોએ
માહિતી લેવા ખેતીવાડી અધિકારી, કે.વી. કે અથવા કૃષિ યુનિ.ના ધક્કા ખાવાના ઓછા થઈ જશે.
ડુપ્લિકેટ બિયારણ હશે તો પણ ખેડૂતોનો પુરાવો ઓનલાઈન રહેશે
ઘણી વાર ખાનગી બિયારણ કંપનીઓ ડુપ્લિકેટ બિયારણનું વેચાણ કરતી હોય છે અને સસ્તા ભાવની લાલચે અને ઉત્પાદન વધુ મેળવવાની આશાએ જે તે ખેડૂત બિયારણની ખરીદી પણ કરી લેતા હોય છે, પરંતુ બિયારણની વાવણી કર્યા બાદ પાક નિષ્ફળ જતા ખેડૂતોને રડવાનો વારો આવે છે અને ખેડૂતો ડુપ્લિકેટ બિયારણ વેચતી કંપની સામે ઉચ્ચ રજૂઆતો કરે છે. ઘણી વાર ખેડૂતો તલાટી, મામલતદાર કે કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા હોય છે. પરંતુ જો સરકારી દસ્તાવેજોમાં ખેડૂતોએ લીધેલા પાકને ૭ -૧૨ના ઉતારામાં કપાસની જગ્યાએ બાજરી કે ટામેટાંની જગ્યાએ મરચાંનો પાક લીધો છે તેમ દર્શાવ્યું હોય તો ખેડૂતો કેસ કરે તો પણ ખોટા ઠરતા હોય છે અને કેસ હારી જવાનો વારો આવે છે, પરંતુ જો હવે ખેડૂતો પોતાના પાક કે જે બિયારણ લીધું છે કે વાવ્યું છે તે અંગે ઓનલાઈન માહિતી પૂરી પાડશે તો જે તે કંપની સામે કેસ કરીને પણ પોતાનું વળતર મેળવી શકશે. એટલું જ નહીં ખેડૂતોએ કૃષિ વિભાગને આપેલી માહિતી સરકારી અધિકારીઓ કે કોર્ટ જ્યારે મંગાવે ત્યારે પુરાવા તરીકે ખેડૂતો તે રજૂ પણ કરી શકશે. આમ, ઓનલાઈન પ્રક્રિયાને કારણે ખેડૂતો ખાનગી કંપનીઓનાં ડુપ્લિકેટ બિયારણથી દંડાતા બંધ થશે.
આત્મા પ્રોજેક્ટનો પણ સહયોગ રહેશે
રાજ્યમાં
આત્મા પ્રોજેક્ટ સાથે ખેડૂતોનાં જૂથો સંકળાયેલાં છે. ખેડૂતોને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની
આ કામગીરીમાં આત્મા પ્રોજેક્ટનો પણ સહયોગ લેવાશે, કારણ કે આત્મા પ્રોજેક્ટ સાથે પ્રગતિશીલ
ખેડૂતોનાં મોટા ગ્રૂપ જોડાયેલાં હોવાથી એક સાથે ઘણા ખેડૂતોને ઓનલાઇન જોડી શકાશે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment