- મિલીબગના ઉપદ્રવને રોકવામાં સફળતા મળે તો પપૈયાંના ઉત્પાદનમાં વધારો કરી શકાય
- રાજ્યમાં ફળપાકોના ઉત્પાદનમાં પપૈયાં બીજા નંબરે
- દેશમાં ૧.૩૨ લાખ હેક્ટરમાં થતા વાવેતરમાંથી ૫૩ લાખ ટન ઉત્પાદન
- મિલીબગનો શાકભાજી, ફળપાક અને કપાસમાં પણ મોટો ઉપદ્રવ
- મિલીબગ જીવાતે ૨૦૦૬માં ભારતમાં પ્રવેશ બાદ ઉત્પાત મચાવ્યો
મે
ક્સિકોના સૈન્ટ માર્ટીન ટાપુ પર ૧૯૯૫માં મિલીબીગ તરીકે ઓળખાયેલી જીવાતે ૨૦૦૬માં ભારતમાં
પ્રવેશ બાદ ઉત્પાત મચાવ્યો છે. ફળપાક, શાકભાજી પાક અને કપાસમાં મોટાપાયે ઉપદ્રવ મચાવતી
આ જીવાતને રોકવા દેશમાં કૃષિ વિભાગના પ્રયત્નો અપૂરતા થઇ રહ્યા છે. દેશને વર્ષે કરોડો રૃપિયાનો ફટકો પહોંચાડતી આ જીવાતને પપૈયાંના
પાકમાં આગળ વધતી રોકવા અમેરિકાની ર્વિજનીયા યુનિ. અને ભારત સરકારે પ્રયત્નો હાથ ધર્યા
છે. એક માત્ર પપૈયાંના પાકમાં વર્ષે મિલીબગથી ૧૨૦૦ કરોડ રૃપિયાનું ખેડૂતોને નુક્સાન
જાય છે. દેશમાં પપૈયાંનો સરેરાશ વાવેતર
વિસ્તાર ૧.૩૨ લાખ હેક્ટર છે. જેમાંથી ૫૩ લાખ ટન પપૈયાંનું ઉત્પાદન થાય છે. પપૈયાંના
ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ બાદ ગુજરાત બીજા ક્રમે છે. રાજ્યમાં પપૈયાની ખેતીને અનુકૂળ
હવામાન હોવાથી પપૈયાંની ખેતી રાજ્યમાં સતત વધી રહી છે. ગુજરાતમાં પપૈયાંનો વાવેતર વિસ્તાર
૧૯ હજાર હેક્ટર છે જેમાંથી ૧૧.૮૯ લાખ ટન પપૈયાંનું ઉત્પાદન થાય છે.
ભારતીય
ખેડૂતો ફળપાકની ખેતીમાં ધીમે ધીમે વધારે રસ ધરાવતા થયા છે. દેશના વિવિધ રાજ્યોમાં કેળા,
ચીકુ, દાડમ, કેરી અને પપૈયાંની ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને દેશના વિવિધ રાજ્યોમાં
પપૈયાની ખેતી અગ્રેસર છે અને એમાંય ગુજરાતમાં પપૈયાની ખેતીનો વાવેતર વિસ્તાર ખૂબ મોટો
છે. દેશમાં ૧.૩૧ લાખ હેક્ટર વિસ્તારમાં થતા પપૈયાંના વાવેતર થકી કુલ ૫૩.૮૧ લાખ ટન જેટલું
ઉત્પાદન થાય છે.
પપૈયાં
ઓછા ખર્ચે વધુ કમાણી આપતો પાક હોવાથી તેનું વાવેતર સતત વધી રહ્યું છે. પપૈયાં રોકડિયો
પાક હોવાથી તેમાં ખેતી ખર્ચ પણ ઓછો થાય છે. દેશ સહિત ગુજરાતમાં
પણ ફળપાકોની ખેતી કરતા ખેડૂતોમાં પપૈયાંની ખેતી લોકપ્રિય થઇ રહી છે. પપૈયાંના ફળોની
ઔષધિય અને ઔદ્યોગિક રીતે પણ ઉપયોગિતા વધી છે. પપૈયાંમાં વિટામીન-એ નું પ્રમાણ સવિશેષ
જોવા મળતું હોય છે. રાજ્યમાં ખેડા, અમદાવાદ અને જામનગર સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો
દ્વારા પપૈયાંની મોટાપાયે ખેતી કરવામાં આવે છે. પપૈયાંના પાકમાં મુશ્કેલીરૃપ હોય તો
તે મિલીબગ છે. ફળપાકમાં મિલીબગનો સૌથી વધુ ઉપદ્રવ થતો હોવાથી ખેડૂતોને દવાઓ પાછળ જ
ખેતી ખર્ચ વધવાની સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. આમ આ જીવાત ખેતી ખર્ચ વધારવાની
સાથે કમાણી પણ ઘટાડે છે. કૃષિ વિભાગ દ્વારા મિલીબગને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે આમ
છતાં દિવસેને દિવસે મિલીબગનો જુદા -જુદા પાકોમાં ઉપદ્રવ વધી રહ્યો છે. પપૈયાંમાં આ
જીવાતનો ઉપદ્રવ ઘટે તો ઉત્પાદનમાં વધારો કરી શકાય.
ભારતમાં
મિલીબગનો ઉપદ્રવ વર્ષ ૨૦૦૬થી થઇ રહ્યો છે
અમેરિકાની
ર્વિજનીયા ટેક યુનિર્વિસટીએ જાહેર કરેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં લેવાતા પપૈયાંના
પાકમાં મિલીબગના ઉપદ્રવને કારણે પાંચ વર્ષમાં ૬,૦૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થાય છે અને
એક વર્ષમાં અંદાજે ૧૨૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થઈ રહ્યુ છે. આ નુુકસાનને અટકાવવા માટે
અમેરિકન યુનિર્વિસટીએ પ્રયાસો હાથ ધર્યા છે અને ઉપદ્રવને રોકવા કેટલાંક પગલાં લીધાં
છે. ર્વિજનીયા ટેક યુનિર્વિસટીમાં ભારતીય અને અમેરિકન વૈજ્ઞાાનિકોએ મિલીબગના ભયંકર
ઉપદ્રવને અટકાવવા માટે સૌ પ્રથમ દક્ષિણ ભારતમાં સફળ પ્રયોગ હાથ ધર્યો છે. જો કે આ વૈજ્ઞાાનિકોએ
મિલીબગના ઉપદ્રવને કારણે ભારતમાં દર વર્ષે ૧૨૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થતું હોવાનો
અંદાજ મુક્યો છે અને પાંચ વર્ષમાં આ નુકસાન અંદાજે ૬,૦૦૦ કરોડ રૃપિયા સુધીનું થયું
હશે તેવો રિપોર્ટ જાહેર કર્યો છે. ર્વિજનિયા ટેક યુનિર્વિસટીએ જાહેર કરેલા રિપોર્ટમાં
એ પણ જણાવાયું છે કે પપૈયાંના પાકમાં મિલીબગના ઉપદ્રવને કારણે કરોડો રૃપિયાનું નુકસાન
થાય છે તેની પાછળ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વૈજ્ઞાાનિક માહિતીનો અભાવ હોવાનું પણ માનવામાં
આવે છે. ર્વિજનીયા ટેક યુનિર્વિસટીમાં ભારતીય- અમેરિકન વૈજ્ઞાાનિકના જણાવ્યા પ્રમાણે
ભારત દ્વારા મિલીબગના ઉપદ્રવને અટકાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જો કે
તે નિષ્ફળ રહ્યા હતા. જો કે હવે આ ઉપદ્રવને અટકાવવા માટે ર્વિજનીયા ટેક યુનિર્વિસટી
જીવાત નિયંત્રણ માટે વિકાસશીલ દેશોને ભંડોળ પુરું પાડે છે અને ખેડૂતોના પાકને બચાવવામાં
મદદરૃપ થશે. સાથે જ ખેડૂતોની આવક વધારવામાં પણ મદદરૃપ થશે. યુનિર્વિસટી દ્વારા પપૈયાંની
ખેતી કરતા ભારતીય ખેડૂતોને જંતુનાશક દવાઓનો વપરાશ ઓછો કરવા માટે માહિતગાર કરાશે અને
મિલીબગનો ઉપદ્રવ કેવી રીતે અટકાવી શકાય તે અંગે માર્ગદર્શન પુરું પાડશે. તો આ તરફ ર્વિજનીયા
ટેક યુનિર્વિસટીએ જાહેર કરેલા રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સરકાર અને ખેડૂતો દ્વારા પપૈયાંના પાકમાં મિલીબગના
ઉપદ્રવને અટકાવવા માટે દવાઓનો છંટકાવ કરવાનું શરૃ કરાયું હતું પરંતુ ખેડૂતોને પાકમાં
ખાસ્સું એવું નુકસાન પહોંચ્યુ હતું.
ર્વિજનીયા
ટેક યુનિર્વિસટીના રિપોર્ટ અનુસાર વૈજ્ઞાાનિકોએ સૌ પ્રથમ મેક્સિકોમાં મિલીબગની જીવાતને
ઓળખી હતી. આ જીવાત વર્ષ ૧૯૯૫માં સૈન્ટ માર્ટીન
ટાપુ પર જોવા મળી હતી. આ મિલીબગ લાર્વાની અંદર પોતાના ઈંડા મુકે છે અને બાદમાં તેમાંથી
બચ્ચાં પેદા થાય છે અને આ જીવાત અંદરનો લાર્વા આરોગે છે જેને કારણે પપૈયાંના પાકમાં
ખાસુ એવું નુકસાન પહોંચે છે. મિલીબગનો ઉપદ્રવ વર્ષ ૨૦૦૦ સુધીમાં ફ્લોરિડા, મધ્ય અને
દક્ષિણ અમેરિકામાં ફેલાયો હતો. આ જીવાતના ઉપદ્રવની ત્યારબાદ પણ આગેકૂચ રહી હતી અને
વર્ષ ૨૦૦૨માં ગુઆમ દેશ અને વર્ષ ૨૦૦૪માં આઈલેન્ડમાં પણ તેનો ઉપદ્રવ રહ્યો હતો. અમેરિકન
વૈજ્ઞાાનિકોના મત મુજબ ભારતમાં મિલીબગનો ઉપદ્રવ વર્ષ ૨૦૦૬થી જોવાઈ રહ્યો છે પરંતુ તેને
કાબૂમાં લઈ
શકાય
છે.
પપૈયાંમાં ચીક્ટો (મિલીબગ) નામની જીવાતથી બચવાના ઉપાય
પપૈયાંમાં ચીકટો (મિલીબગ)ના બચ્ચાં અને પુખ્ત માદા કીટક ચપટાં અને લંબગોળાકાર હોય છે. જેના પર સમય જતાં મીણના તાંતણાઓ વિકાસ થતાં આખું શરીર રૃ જેવા ભાગોથી ઢંકાયેલું જોવા મળે છે. આ જીવાતનાં બચ્ચાં તેમજ માદા કીટક કુમળાં પાન, કુમળી ડાળીઓ તથા ફળ પર ચોંટી જઈ રસ ચૂસે છે. રસ ચૂસવાને લીધે પાન અને ડાળીનો વિકાસ અટકી જાય છે. ફળનો વિકાસ પણ અટકાવી દે છે. તેમજ ફળ પર મિલીબગ લાગવાથી ફળની ગુણવત્તા તેમજ ઉત્પાદન પર માઠી અસર પડે છે.
ઝાડની ફરતે જમીન પર મિથાઈલ પેરાથીઓનની ૨ ટકાની ભૂકી થડની ફરતે ગોડ કર્યા બાદ ભભરાવવી તેમજ ઝાડના થડની ફરતે જમીનથી એક મીટર ઊંચે પ્લાસ્ટિકનો પટ્ટો લગાડીને તેની બંને ધારો પર ગ્રીસ અથવા કોઈ ચીકણો પદાર્થ લગાડવાથી બચ્ચાંને ઝાડ પર ચઢતાં રોકી શકાય છે. મિલીબગના રાસાયણિક નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી ૨૫ મિલી. અથવા પ્રોેફેનોફોસ ૫૦ ટકા ઈસી ૧૨ મિલી. અથવા એસીફેટ ૭૫ ટકા સોલ્યુબલ પાવડર ૧૫ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ જીવાતનું શરીર મીણના પાઉડરથી ઢંકાયેલું હોવાથી જંતુનાશક દવા સાથે સારી ગુણવત્તાવાળો સાબુનો પાઉડર ૧થી ૨ ગ્રામ અથવા પ્રવાહી સાબુ જેવા કે સેન્ડોવીટ, ટીપોલ કે પાવર એક્ટિવેટર ૧થી ૨ મિલી. પ્રતિ લિટર પાણીમાં ઉમેરવાથી જંતુનાશક દવાની અસરકારકતા વધારી શકાય છે.
દેશમાં
પપૈયાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્ય
જિલ્લો
વાવેતર ઉત્પાદન
આંધ્રપ્રદેશ ૨૦,૦૦૦ ૧૬.૫૧ લાખ
આસામ ૮,૦૦૦ ૧.૭૪
લાખ
બિહાર ૧,૦૦૦ ૪૪,૦૦૦
છત્તીસગઢ ૧૧,૦૦૦ ૨.૮૯ લાખ
ગુજરાત ૧૯,૦૦૦ ૧૧.૮૯
લાખ
કર્ણાટક ૬,૦૦૦ ૪.૬૯
લાખ
કેરલ ૧૬,૦૦૦ ૯૬,૦૦૦
મધ્યપ્રદેશ ૧૨,૦૦૦ ૪.૧૩
લાખ
મહારાષ્ટ્ર ૧૦,૦૦૦ ૩.૬૩
લાખ
ઓરિસ્સા ૩,૦૦૦ ૮૨,૦૦૦
ત્રિપુરા ૨,૦૦૦ ૨૭,૦૦૦
પ.
બંગાળ ૧૧,૦૦૦ ૩.૩૧લાખ
કુલ ૧.૩૨ લાખ ૫૩.૮૧
લાખ
નોંધઃ
વાવેતર હેક્ટરમાં, ઉત્પાદન ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment