માવઠાને
પગલે ઠંડી ઘટી જતાં ફ્લાવરિંગમાં વધારો
કેરી
ખેડૂતોને ફાયદો કરાવશે
- રાજ્યમાં ૨૦૧૨-૧૩માં થયેલા રેકોર્ડબ્રેક ૧૦.૦૩ લાખ ટનના ઉત્પાદનના આંકથી વધુ ઉત્પાદન થશેઃ
- ફેબ્રુઆરીના અંત સુધી ગરમીનું પ્રમાણ જળવાઈ રહ્યું તો કેરીના ખેડૂતોને બખ્ખાં જ બખ્ખાં
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફલાવરિંગ ઉત્તમ તબક્કામાં
કે
રીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર એ છે કે આંબામાં ફ્લાવરિંગનો તબક્કો હવે પૂર્ણ થવાને
આરે છે અને કેરી એપ્રિલના અંત સુધી બજારમાં ંઆવી જશે. આંબામાં ડિસેમ્બરમાં થતું ફ્લાવરિંગ સમયસર રહેતાં કેરી જૂનના અંત સુધી ચાલશે.
જાન્યુઆરીમાં રાજ્યમાં માવઠું પડતાં ફ્લાવરિંગમાં
૧૦ ટકાની નુકસાની છતાં માવઠા બાદ ઠંડીનું પ્રમાણ ઘટી જતાં ફ્લાવરિંગમાં વધારો નોંધાયો
છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ગરમી ૩૦ ડિગ્રી
સુધી જળવાઇ રહી તો કેરીના ઉત્પાદનમાં રાજ્યમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના
છે. દેશમાં ૨૦૧૨-૧૩માં ૨૫ લાખ હેક્ટરમાં આંબાનું વાવેતર રહેતાં ઉત્પાદન ૧૮૦ લાખ ટન
થયું હતું. ગુજરાતમાં પણ ગત વર્ષે ૧.૪૧ લાખ
હેક્ટરમાં આંબાનું વાવેતર રહેતાં ઉત્પાદન ઊંચકાઇને ૧૦.૦૩ લાખ ટન થયું હતું. દેશની કેસર
અને આલ્ફાન્ઝોની માંગ અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત આરબના દેશોમાં સારી હોવાથી નિકાસઆંકમાં
પણ વધારો થવાની શક્યતા છે. કેરીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમનું અગ્રણી
રાજ્ય છે. રાજ્યમાં કેરીના ઉત્પાદનમાં જૂનાગઢ, તાલાલા, વિસાવદર, વંથલી અને વલસાડ તેમજ
નવસારી પંથક મોખરે છે. આંબામાં ફ્લાવરિંગ સારા તબક્કામાં હોવાથી હાફૂસ અને કેસર કેરી
એપ્રિલના અંતમાં બજારમાં આવે તેવી શક્યતા છે. કેરી એ રોકડિયો પાક હોવાની સાથે ખેડૂતોને
સારા ભાવ મળતાં કેરીની ખેતી રાજ્યમાં વધી રહી છે. ચાલુ સીઝનમાં અનુકૂળ હવામાન બાદ ભાવ સારા રહ્યા તો ખેડૂતોને કેરી
સીઝનમાં કમાણી કરાવશે. ફળપાકોના
રાજા ગણાતા કેરીનું ગુજરાત સહિત દેશભરમાં વાવેતર વધતું જાય છે. કેરીની સારી માંગ અને
સારા ભાવને પગલે ખેડૂતો પણ વાવેતર વધારી રહ્યા છે. શિયાળાનો અંતિમ તબક્કો અને ગરમીની
શરૃઆત થાય કે તુરંત જ કેરીના રસિકો કેરીની બજારમાં રાહ જોવા લાગે છે. આંબામાં આ વર્ષે
ફ્લાવરિંગ ઉત્તમ તબક્કામાં હોવાથી કેરીનું ઉત્પાદન વધે તેવી સંભાવના છે. કેટલાક ખેડૂતો
આંબામાં કલ્ટાર પિવડાવી ઉત્પાદન એપ્રિલમાં લેવાનો પ્રયત્ન કરતા હોય છે. જે કેરીની ગુણવત્તા
માટે હાનિકારક છે. બાગાયતના અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલમાં આવતી કેરીની ગુણવત્તા
સારી ન હોવાથી મેના અંતમાં આવતી કેરી જ ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. મે મહિનો જ કેરીના
ઉત્પાદનનો ઉત્તમ મહિનો છે.
દક્ષિણ ગુજરાતમાં કેરીની મોટાપાયે ખેતી થાય છે. જેમાં
નવસારી અને વલસાડ જિલ્લો મુખ્ય છે. આંબામાં ફ્લાવરિંગ અંગે વલસાડ જિલ્લાના નાયબ બાગાયત
નિયામક સી.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં માવઠા બાદ ફ્લાવરિંગમાં વધારો
થયો છે. હાલમાં વલસાડમાં ૯૦ ટકા આંબામાં ફ્લાવરિંગ પૂર્ણ થઇ ગયું છે. ૨૦૧૩ કરતાં પણ
આ વર્ષે ફ્લાવરિંગ સારું હોવાથી કેરીનું ઉત્પાદન વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં
૬૫ હજાર હેક્ટરથી વધુમાં આંબાનું વાવેતર કરાયેલું છે. આ વર્ષે ઠંડી સપ્રમાણ રહેતાં
ખેડૂતોને ફાયદો થાય તેવી શક્યતાઓ છે. જ્યારે વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક નિકુંજભાઇ
પટેલે જણાવ્યું હતું કે, વલસાડમાં ફ્લાવરિંગ ઉત્તમ તબક્કામાં છે. હાલમાં ૮૦થી ૯૦ ટકા
વિસ્તારમાં ફ્લાવરિંગ થયું છે.
ફેબ્રુઆરીમાં
ગરમીના પ્રમાણ પર ઉત્પાદનનો આધાર
આંબામાં
હાલમાં ફ્લાવરિંગનો તબક્કો ચાલી રહ્યો છે. સારા હવામાનને પગલે ફ્લાવરિંગમાં વધારો થતાં
ખેડૂતોને મોટો ફાયદો થવાની હાલમાં શક્યતા છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ. ના ડો. આર.આર.
વીરડિયાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં સૌરાષ્ટ્રમાં ૫થી ૧૦ ટકા ફલાવરિંગ થયું હતું.
છેલ્લે જ્યારે ઠંડીનું પ્રમાણ વધતાં ખેડૂતોને ફ્લાવરિંગમાં નુકસાન થવાની સમસ્યા સર્જાઇ
હતી, પરંતુ ત્યારે ૨૦થી ૨૫ ટકા જ ફ્લાવરિંગ થયું હતું. હાલમાં ૯૦ ટકાથી વધુ આંબામાં
ફ્લાવરિંગ થઇ ચૂક્યું છે. ધારી, વંથલી, તલાલા જૂનાગઢ, વિસાવદરમાં ફ્લાવરિંગ સારા તબક્કામાં
છે. ઠંડી ઓછી રહેતાં ફ્લાવરિંગનું પ્રમાણ વધ્યું છે. હાલમાં ફ્લાવરિંગનો તબક્કો પૂર્ણ
થવાને આરે છે. ફેબ્રુઆરીમાં ગરમીનું પ્રમાણ ૩૦ ડિગ્રીની આસપાસ રહેશે તો ખેડૂતોને કેરીના
પાકમાં ફાયદો થવાની આશા છે. ગરમીના પ્રમાણ પર ફ્લાવરિંગનો આધાર હોવાથી આ મહિનો કેરી
માટે મુખ્ય રહેશે.
કેરીમાં રાજ્યની સ્થિતિ
વર્ષ વાવેતર ઉત્પાદન
ઉત્પાદકતા
૨૦૦૮-૦૯ ૧.૧૫ ૨.૯૯ ૨.૬
૨૦૦૯-૧૦ ૧.૨૧ ૮.૫૬
૭.૦
૨૦૧૦-૧૧ ૧.૩૦ ૯.૧૧ ૭.૦
૨૦૧૧-૧૨ ૧.૩૬ ૯.૬૬ ૭.૯
૨૦૧૨-૧૩ ૧.૪૧ ૧૦.૦૩ ૭.૧૧
નોંધઃ વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા અંદાજિત હેક્ટરદીઠ ટનમાં છે
દેશમાં રાજ્યદીઠ કેરીના ઉત્પાદનની સ્થિતિ ૨૦૧૧-૧૨ ૨૦૧૨-૧૩
રાજ્ય વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા વાવેતર
ઉત્પાદન ઉત્પાદકતા
ઉત્તર
પ્રદેશ ૨.૫૮ ૩૮.૪૦ ૧૪. ૯ ૨.૭૪ ૪૩.૮૬ ૧૬.૦૦
કર્ણાટક ૧.૭૨ ૧૮.૬૮ ૧૧.૦ ૧.૭૮ ૧૭.૯૫ ૧૦.૦૮
બિહાર ૧.૪૭ ૧૨.૪૧ ૮.૫ ૧.૪૭ ૧૩.૬૩ ૦૯.૨૭
તમિલનાડુ ૧.૫૧ ૮.૮૯ ૫.૮ ૧.૫૨ ૭.૧૪ ૦૪.૬૯
ઓરિસ્સા ૧.૯૭ ૭.૧૫
૩.૭ ૧.૯૭ ૭.૫૩ ૦૩.૮૨
મહારાષ્ટ્ર ૪.૮૨ ૫.૦૩ ૧.૧ ૪.૮૨ ૬.૩૩
૦૧.૩૧
નોંધઃ
વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા અંદાજિત હેક્ટરદીઠ
ટનમાં છે
કેરીમાં દેશની સ્થિતિ
વર્ષ વાવેતર ઉત્પાદન
ઉત્પાદકતા
૨૦૦૬-૦૭ ૨૧.૫૩ ૧૩૭ ૬.૩૮
૨૦૦૭-૦૮ ૨૨.૦૧ ૧૩૯ ૬.૩૬
૨૦૦૮-૦૯ ૨૩.૦૮ ૧૨૭ ૫.૫૨
૨૦૦૯-૧૦ ૨૩.૧૨ ૧૫૦ ૬.૫૦
૨૦૧૦-૧૧ ૨૨.૯૬ ૧૫૧ ૬.૬૧
૨૦૧૧-૧૨ ૨૩. ૭૮ ૧૬૧ ૬.૮૦
૨૦૧૨-૧૩ ૨૫.૦૦ ૧૮૦ ૭.૨૦
નોંધઃ
વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા હેક્ટરદીઠ ટનમાં
છે.
બજારમાં
કેરીનો પાક આવવાનો યોગ્ય સમયગાળો
રાજ્ય સીઝન કેરી
આંધ્રપ્રદેશ ફેબ્રુઆરી-મધ્ય જુલાઇ બંગનપાલી, સુવર્ણલેખા, નીલમ
ગુજરાત એપ્રિલ-જુલાઇ આલ્ફાન્ઝો,
કેસર અને રાજાપુરી, હાફૂસ
કર્ણાટક એપ્રિલ-જુલાઇ બંગનપાલી,
તોતાપુરી, નીલમ,
મહારાષ્ટ્ર માર્ચ-જુલાઇ આલ્ફાન્ઝો,
કેસર, પૈરી
ઉત્તર
પ્રદેશ મે- ઓગસ્ટ બોમ્બે ગ્રીન, દશેરી, આમ્રપાલી,
ચૌસાpublished in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment