Monday, 28 April 2014

કૃષિ યંત્રોનું ખાનગીકરણ અને ખેડૂતોનું આધુનિકરણ


દુનિયામાં સૌથી વધુ ટ્રેક્ટરનું વેચાણ ભારતમાં : વર્ષ ૨૦૧૩-૧૪માં ટ્રેક્ટરના વેચાણમાં ૨૦ ટકાનો વધારો : ચીનમાં ૪.૨૦ લાખ ટ્રેક્ટર અને અમેરિકામાં ૨ લાખ ટ્રેક્ટરનું વેચાણઃ દેશનાં ખેતઓજારમાં સૌથી મોટું બજાર ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીઝનું :૧૯૬૧-૬૨માં ટ્રેક્ટર બનાવવાની શરૃઆત છતાં આજે સૌથી વધુ ટ્રેક્ટરનું ઉત્પાદન કરતો દેશ ભારત  : ગુજરાતમાં ૧૦૦૦ હેક્ટરે માત્ર ૧૨ ટ્રેક્ટર : આગામી વર્ષમાં પણ વેચાણમાં ૮થી ૧૦ ટકાનો વધારો રહેશે  : વર્ષ ૨૦૧૫માં ૮૧ લાખ બિલિયન ડોલરનું બજાર થવાની શક્યતાઃ ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં ખેત ઓજારોનો વપરાશ વધ્યો

  
દેશમાં કૃષિક્ષેત્રના વ્યાપની સાથે દેશનું ખેતઓજારોનું બજાર પણ ઝડપથી વિકસી રહ્યું છે. વિશ્વમાં વર્ષ ૨૦૧૫માં ખેતઓજારોનું બજાર ૮૧ લાખ બિલિયન ડોલરનું થઇ જશે. દેશમાં ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં ખેત ઓજારોનો વપરાશ વધ્યો છે. સરકારે પ્લાન્ટ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ, પાવર થ્રેસર, મલ્ટિ ક્રોપ થ્રેસર, રોટાવેટર, સીડ કમ ર્ફિટલાઈઝર ડ્રીલ, કલ્ટિવેટર અને ટ્રેક્ટર સહિતનાં સાધનોમાં સબસિડી વધારી છે. દેશના ખેતઓજારોના વેચાણમાં આજે સૌથી મોટો હિસ્સો ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીઝનો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ટ્રેક્ટરોના વેચાણમાં ૨૦ ટકાનો ઉછાળો નોંધાવાની સાથે ૬.૩૩ લાખ યુનિટ ટ્રેક્ટરનું વેચાણ થયું છે સામે ચીનમાં ૪.૨૦ લાખ અને અમેરિકામાં ૨ લાખ ટ્રેક્ટરનું વેચાણ થયું છે. કૃષિક્ષેત્રમાં ૫૦ લાખ ટ્રેક્ટર અને ૧૯૦ લાખ પંપનો રૃટિન વપરાશ સીઝન દરમિયાન થાય છે. દેશના કૃષિક્ષેત્રમાં ઝડપી  પ્રગતિ માટે અત્યાધુનિક ખેતઓજારોનો પણ ફાળો એટલો છે. અહીં આપણે વાત કરી રહ્યા છે દેશમાં અને ગુજરાતમાં વધી રહેલા કૃષિ યંત્રોના ખાનગીકરણની અને ખેડૂતોના આધુનિકી કરણની.

દે શમાં જે રીતે કૃષિનો વ્યાપ વધી રહ્યો છે તે જોતાં એ વાત સ્પષ્ટ છે કે ખેડૂતો પણ હવે કૃષિ ઓજારો અને યાંત્રિકોનો ઉપયોગ વધારતા થયા છે. ખેડૂતો ખેતીમાં કોઈ કસર ન રહી જાય તે માટે વિવિધ ટેકનોલોજીની સાથે સાથે ઈજનેરી સાધનોનો વપરાશ પણ પુરજોશમાં વધારી રહ્યા છે. ખેતી થકી સારી કમાણી કરવી હોય તો હવે આધુનિકીકરણ તરફ વળવું પણ જરૃરી બન્યું છે. જો કે આજના સમયમાં કેટલાંક ખેડૂતો જે આર્િથક રીતે સધ્ધર નથી તેઓ હળ અને બળદથી ખેતી કરતા પણ જોવા મળે છે. ભારતમાં એક હજાર હેક્ટરે ૧૬ ટ્રેક્ટર છે. જ્યારે વિશ્વમાં આ ટકાવારી ૧૯ ટ્રેક્ટરની છે. 

ગુજરાતમાં ૨૦૧૨માં ૫૬ હજાર ટ્રેક્ટરનું વાર્ષિક વેચાણ થયું હતું. દેશમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ટ્રેક્ટરનું વેચાણ થયું છે. દેશમાં ૫૦ લાખ ટ્રેક્ટર અને ૧૯૦ લાખ દવા છંટકાવના પંપનો હાલમાં ખેતીમાં ઉપયોગ થઇ રહ્યો છે. ૧૯૬૧-૬૨માં ટ્રેક્ટર બનાવવાની શરૃઆત છતાં આજે સૌથી વધુ ટ્રેક્ટરનું ઉત્પાદન કરતો દેશ ભારત  છે. ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો હવે પોતાની ખેતીમાં વિવિધ સાધનોનો ઉપયોગ કરીને સમૃદ્ધ બની રહ્યા છે. જે તે કંપની દ્વારા જે સાધનો વેચવામાં આવે છે તેનું ખાનગીકરણ પણ પુરજોશમાં વધી રહ્યું છે. હાલમાં દેશમાં ટ્રેક્ટર ઉદ્યોગ વિકસતા તેના વેચાણમાં પણ ૨૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. મજૂરોની સામે ટ્રેક્ટર બમણું કામ કરી આપે છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં રેકોર્ડબ્રેક ૬,૩૩, ૬૫૬ ટ્રેક્ટરનું વેચાણ થયું છે.  ટ્રેક્ટરના વેચાણના  આંકે કારના વેચાણને પણ પાછળ પાડી દીધો છે.  વિવિધ પાકમાં મજૂરોનો અભાવ, સારો વરસાદ અને યાંત્રિકીકરણમાં થયેલા વધારાને કારણે તેમજ ખેતીમાં વધી રહેલી વિવિધ પ્રવૃત્તિઓને કારણે ટ્રેક્ટરના વેચાણમાં વધારો થયો હોવાનું ટ્રેક્ટર ઈન્ડસ્ટ્રીના લોકોનું માનવું છે. સારો વરસાદ રહેવાને કારણે ખેતરમાં અન્ય પાકો લેવાનું પણ ખેડૂતો વિચારતા હોય છે એટલે ખેતી કરવા માટે ટ્રેક્ટર પર પહેલી પસંદગી ઊતરતી હોય છે. ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે તો ટ્રેક્ટરના વેચાણમાં વધારો થયો છે, પરંતુ આગામી વર્ષમાં પણ ૮થી ૧૦ ટકાનો વધારો રહેશે. ઉદ્યોગકારોના મતે ટ્રેક્ટર ઈન્ડસ્ટ્રી આગામી પાંચ વર્ષની અંદર બમણો વિકાસ કરશે. 

 દેશમાં વર્ષવાર ટ્રેક્ટરનું વેચાણ

વર્ષ               વેચાણની સંખ્યા         
૨૦૦૯               ૩,૪૫,૮૨૭
૨૦૧૦               ૪,૪૧,૧૭૪
૨૦૧૧               ૫,૪૫,૧૨૮
૨૦૧૨               ૬,૦૭,૬૫૮
૨૦૧૩               ૫,૯૦,૯૧૫
૨૦૧૪               ૬,૩૨,૨૭૯



ગુજરાતમાં ૨૦૧૨-૧૩માં ૭૫ હજાર ઓજારો પર સબસિડી અપાઇ

દે શના અર્થતંત્રમાં એગ્રીકલ્ચર મશીનરીનો ફાળો વધતો જાય છે.   છેલ્લા કેટલાંક સમયથી કૃષિકારો સામે જે પડકારો વધ્યા છે તેનો સામનો મશીનરી અને ટેકનોલોજીથી કરી શકાય તેમ છે. ટ્રેક્ટર અને તેને આનુસંગિક ખેત ઓજારોનો વપરાશ પણ વધતો જાય છે.  જેનો સીધો ફાયદો કૃષિ ક્ષેત્રના ઉત્પાદન પર જોઈ શકાય છે.  ટ્રેક્ટર ઉપરાંત પ્લાન્ટ પ્રોટેક્શન સાધનો માટે પણ સરકારે અલગ સબસિડીની જોગવાઈ કરી છે. ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા પણ સબસિડીની જોગવાઇમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૦-૧૧માં ૬૭,૬૭૩ જેટલાં સાધનો માટે સબસિડી ફાળવવામાં આવી હતી તેવી જ રીતે વર્ષ ૨૦૧૧-૧૨માં સાધનોના વપરાશનો આંક ઊંચે પહોંચ્યો છે અને કૃષિ વિભાગેે કુલ ૮૩,૨૯૯ સાધનો માટે સબસિડી ફાળવી હતી. જ્યારે વર્ષ ૨૦૧૨-૧૩માં કુલ ૭૫,૦૧૯ સાધનો પર સબસિડી આપવામાં આવી હતી. પાવર થ્રેસરની જો વાત કરીએ તો વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૦૮ સાધનો પર સબસિડી આપવામાં આવી તેવી જ રીતે વર્ષ ૨૦૧૧-૧૨માં ૨૧૧ અને ૨૦૧૩-૧૪માં ૧૯૮ સાધનો પર સરકારે સબસિડી પૂરી પાડી હતી. એટલે કે વિવિધ સાધનોની ખરીદી અને તેનો વપરાશ પણ વધ્યો હતો. પાવર થ્રેસરની જેમ મલ્ટિ ક્રોપ થ્રેસર માટે પણ સરકારે સબસિડીની જોગવાઈ કરી છે અને તેના વપરાશમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે.
રાજ્ય સહિત દેશની વાત કરીએ તો કુલ ૫૦ લાખ જેટલાં ટ્રેક્ટર અને કુલ ૧૯૦ લાખ જેટલા પંપનો વિવિધ ખેતીમાં ઉપયોગ થાય છે. ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં ખેતીમાં ખેત ઓજારોનો વપરાશ ધીમે ધીમે વધતો જાય છે. આમ થવાને કારણે ભારતમાં કૃષિ મશીનરી અને ઈન્ડસ્ટ્રીઝનું ભાવિ ઉજ્જવળ છે. જો કે આ ક્ષેત્રને પણ બેન્કિંગ અને ફાઈનાન્સને લગતા કેટલાંક પ્રશ્નો નડે છે. ઘરેલું કૃષિ મશીનરીના ઉત્પાદકોને નાણાકીય કટોકટીનો સામનો પણ કરવો પડે છે. તેમાં સરકાર સહાય કરે તે પણ જરૃરી બની જાય છે. હાલના કૃષિ બજારની સામે વર્ષ ૨૦૧૫માં ૮૧ લાખ બિલિયન ડોલરનું બજાર થવાની શક્યતાઓ પણ રહેલી છે. આ સિવાય એગ્રીકલ્ચર ક્ષેત્રમાં પણ નાનાં મોટાં ઓજારોનું માર્કેટ ઊભું કરાયું છે. જાપાન પણ ખેત ઓજારના ઉત્પાદન અને વેચાણ માટે ઉત્સુક છે. ભવિષ્યમાં થનારા આ ગ્રોથ માટે વાતાવરણમાં પલટો, વસ્તીવધારો તથા ખોરાકની વધતી જતી માંગ મુખ્ય પરિબળો બની રહેશે. 

પાવર ટિલરનું વધતું વેચાણ અને વપરાશ

૨૦૧૨-૧૩માં ૧૪,૨૫૦ ખેડૂતોએ સરકારી સહાયથી રોટાવેટરની ખરીદી કરી

જમીન તૈયાર કરવા હળ, દાંતી અને રાંપથી ત્રણ વખત જે ખેડ કરવી પડે છે એ ખેડ રોટાવેટરથી એકજ વખતમાં થઈ શકે છે. આ સાધનથી ૧૫ સેમી. સુધીની સારી ખેડ થઈ શકે છે જેને કારણે જમીન ભરભરી થઈ જાય છે અને વાવેતર માટે ઉત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને શેરડી, ઘઉં, બાજરી જેવા પાકોની કાપણી પછી બીજો પાક લેવો હોય ત્યારે જમીન તૈયાર કરવા માટે ખૂબ જ ઓછો સમયગાળો મળતો હોય છે. એટલે રોટાવેટરનો ઉપયોગ કરવામાં આવે તો ખેતીમાં સરળતા રહે છે. વર્ષ ૨૦૧૧-૧૨ની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૯૧૬૨ જેટલા રોટાવેટરની ખરીદી કરવામાં આવી હતી તે વધીને વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૪,૨૫૦ ખેડૂતોએ રોટાવેટરની ખરીદી કરી હતી. એનો સીધો મતલબ એ થયો કે રાજ્યમાં ખેતીનો વ્યાપ વધી રહ્યો છે તેની સામે કૃષિ ઓજારોનો ઉપયોગ પણ વધી રહ્યો છે. તેવીજ રીતે સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલનો પણ ખેતીમાં ખાસ્સો એવો ઉપયોગ થાય છે.  વર્ષ ૨૦૧૧-૧૨માં ૧,૩૪૭ સાધનોની ખરીદી થઈ હતી તે વર્ષ ૨૦૧૨-૧૩માં ૧,૩૨૯ સાધનો ખરીદાયા હતા. 

ટ્રેક્ટરની જેમ પાવર ટિલરનો પણ ખેતીમાં ખાસ્સો એવો વપરાશ રહે છે. આ યંત્ર બાગાયતી ખેતી, દ્રાક્ષના બગીચામાં તથા શાકભાજીની ખેતીમાં ઉપયોગી રહે છે. આ સાધનની મદદથી જમીનમાં ૧૫ સેમી સુધી ઊંડાઈની ખેડ કરી શકાય છે. આ સાધન કપાસ, તુવેર, દિવેલા, શેરડી, કેળ, તમાકુ જેવા પાકોની આંતરખેડ માટે બિલકુલ ઉત્તમ માનવામાં આવે છે. ભારતમાં પણ પાછલા એક દાયકાની અંદર પાવર ટિલરના વેચાણ અને વપરાશમાં વધારો નોંધાયો છે. કૃષિ ઓજારોમાં જેમ જેમ આધુનિકતા આવતી ગઈ છે તેમ તેમ તેનો વપરાશ પણ વધી રહ્યો છે. વર્ષ ૨૦૦૪-૦૫માં ૧૭,૪૮૧ પાવર ટિલરનું વેચાણ થયું હતું. વર્ષ ૨૦૧૦-૧૧માં વેચાણનો આ આંકડો ૫૫,૦૦૦ને પાર કરી ગયો હતો. એટલે કે વેચાણ અને વપરાશમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ યંત્ર એટલા માટે ઉપયોગી છે, કારણ કે તેની સાથે એક ત્રીજંુ પૈડું પણ જોડી શકાય છે. આ સિવાય આ સાધનની મદદથી વોટર પંપ, થ્રેસર, ઘંટી, જનરેટર, જંતુનાશક દવા છાંટવાના પંપ વગેરે પણ ચલાવી શકાય છે. એટલે ખેડૂતો પોતાની ખેતીમાં મહેનત ઓછી અને ઉત્પાદન વધારે મેળવી શકે છે. ખેડૂતો માટે હાલમાં આ ઉત્તમ સાધન ગણાય છે. 

દેશમાં પાવર ટિલરનું વેચાણ
વર્ષ               વેચાણની સંખ્યા
૨૦૦૪-૦૫         ૧૭૪૮૧            
૨૦૦૫-૦૬         ૨૨,૩૦૩
૨૦૦૬-૦૭         ૨૪,૭૯૧
૨૦૦૭-૦૮         ૨૬,૧૩૫                       
૨૦૦૮-૦૯         ૩૫,૨૯૪
૨૦૦૯-૧૦         ૩૮,૭૯૪
૨૦૧૦-૧૧         ૫૫,૦૦૦
૨૦૧૧-૧૨         ૩૯,૯૦૦       
    

ગુજરાતમાં ખેતઓજારોનું ખાનગીકરણ

પાવર વીડર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ઝડપી નીંદણનો નાશ કરી શકાયો : ખેડૂતો એમ્પેનલમાં સમાવિષ્ટ કંપનીઓ પાસેથી ખરીદી કરશે તો જ સબસિડીનો લાભ મેળવી શકશે

કૃ ષિના ક્ષેત્રમાં જેટલા ઊંડા ઊતરો એટલું ઓછું. જેમ જેમ કૃષિનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ તેનાં સાધનોનો વપરાશ પણ બમણો થઈ રહ્યો છે. આજકાલ ખેડૂતો સમયના અભાવે વિવિધ હાઈ ટેકનોલોજીયુક્ત સાધનોનો ઉપયોગ કરવામાં પણ પાછીપાની નથી કરી રહ્યા. ખેડૂતોને વિવિધ કૃષિ સાધનોનો ઉપયોગ કરી ખેતીમાં બમણું ઉત્પાદન પણ મેળવવું હોય છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખેતીના વ્યાપને વિસ્તારવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગી એવાં વિવિધ ખેત ઓજારોના વપરાશ માટે વિવિધ સબસિડીની પણ જોગવાઈ કરવામાં આવે છે.  જોકે, રાજ્યમાં ખેતીવાડી વિભાગે સબસિડીથી અપાતાં તમામ ખેત ઓજારોમાં એમ્પેનેલ લાગુ કર્યું છે. જેમાં ઓજારની ખરીદી પર ખેડૂતો સબસિડી મેળવવા માગતા હોય તો એમ્પેનેલમાં સમાવેશ કંપનીઓનાં જ ખેત ઓજારોની ખેડૂતોએ ખરીદી કરવી પડશે. આમ, રાજ્યમાં ખેત ઓજારોનું ખાનગીકરણ થઇ ગયું છે. ખેત ઓજારોની આજની તાતી જરૃરિયાત વચ્ચે ખાનગી કંંપનીઓને પણ બખ્ખાં થઇ ગયાં છે. એમ્પેનલનો ફાયદો એ છે કે ખેત ઓજારોના ભાવ ફિક્સ થઇ જતાં ખેડૂતો છેતરપિંડીનો ભોગ બનતા અટકે છે.
 અગાઉ ખેડૂતો પાસે એક જ પ્રકારનાં ખેત ઓજારોના જુદા જુદા શહેર પ્રમાણે ભાવ અલગ અલગ લેવાતા હતા. કંપનીઓ પણ મનફાવે તેવા ભાવ ખેડૂતો પાસે વસૂલતી હોવાથી હવે એમ્પેનલથી ખેડૂતોને એક જ ભાવે ઓજાર મળી શકશે. સાથે એ પણ અત્રે નોંધવું ઘટે કે સબસિડી વિના ખેત ઓજારોનુંં ત્રણ ગણું વેચાણ રાજ્યમાં થાય છે. પૈસાપાત્ર ખેડૂતો ખેત ઓજારોની સબસિડી વિના પણ ખરીદી  કરે છે. ખાનગી કંપનીઓ પણ બારોબાર ખેડૂતોને ખેત ઓજારોની સબસીડીમાં ધરમધક્કા ન ખાવાની સલાહ આપી બારોબાર ખેડૂતને ઓજાર ખરીદવાની સલાહ આપતી હોય છે. પરિણામે સબસીડી વિનાના ખેતઓજારોનું મોટાપાયે વેચાણ થાય છે. રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા સબસિડી અપાતા તમામ ખેત ઓજારો પર એમ્પેનલ લાગુ કરી દેતાં હવે સબસિડીનો લાભ મેળવવા ઇચ્છતા ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે એમ્પેનલમાં કઈ કઈ કંપનીઓનો સમાવેશ કરાયો છે. 


રાજ્યમાં સબસીડીથી ખેડૂતોએ ખરીદેલા ખેતઓજાર
ખેત ઓજાર                          ૨૦૧૦-૧૧         ૨૦૧૧-૧૨         ૨૦૧૨-૧૩
સુધારેલાં ઓજાર                    ૧૭૨૯૩             ૨૭,૪૮૫            ૨૧૭૩૯
રોપાની જાળવણીનાં ઓજાર       ૬૭,૬૭૩            ૮૩,૨૯૯            ૭૫,૦૧૯
પાવર થ્રેસર                              ૧૦૮                 ૨૧૧                ૧૯૮    
મલ્ટિક્રોપ થ્રેસર                        ૮૧૯                   ૧૫૭૪             ૧૪૨૭
રોટાવેટર                               ૫૮૭૭                  ૯૧૬૨            ૧૪,૨૫૦
લેસર લેન્ડ લેવલર                        ૦                     ૭૫                ૨૨૦
સીડ કમ ર્ફિટલાઇઝર ડ્રીલ          ૮૬૨                  ૧૩૪૭              ૧૩૨૯
ડિસ્ક કમ એમ. બી. પ્લાઉ        ૧૮૫                   ૭૫૯                 -
કલ્ટિવેટર                               ૪૨૨                 ૧૧૭૨                ૧૨૪૦
રોટરી પાવર ટિલર                       ૩                          ૦                 ૦

કમ્બાઇન હાર્વેસ્ટર                     ૦                          ૨૯                 ૧૯

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Thursday, 24 April 2014

બોરડીના ખેડૂતે એકરમાં ૯૦ ટન ટામેટાં પકવ્યાં

એકરે ખેડૂતને રૃ.પ લાખની ચોખ્ખી આવક મેળવી : ખેડૂતની ૧૨ એકરમાં ટામેટાંની ખેતી: અનુભવને આધારે વાતાવરણ પ્રમાણે ખાતર, દવા અને પાણી આપી ખેડૂતે લાંબો સમય સુધી છોડને ટકાવી રાખ્યો 
સામાન્ય રીતે અઢીથી ત્રણ મહિના સુધી ચાલતો ટામેટાંનો પાક આઠ મહિના સુધી ટકાવીને બોરડીના ખેડૂતે એકરે ૯૦ ટન જેટલું અધધ ઉત્પાદન મેળવ્યું છે. ગત ૧પમી ઓગસ્ટથી શરૃ થયેલું ઉત્પાદન આજે પણ તેઓ મેળવી રહ્યા છે. છોડવા જોઈને વાતાવરણ પ્રમાણે અનુભવને આધારે ખાતર, દવા અને પાણી આપી લાંબા સમય સુધી ટામેટાંનું ઉત્પાદન મેળવી ખેડૂતે એકરે રૃ.પ લાખની ચોખ્ખી કમાણી કરી છે.
ટામેટાંની સફળ ખેતી કરનાર અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોરડી ગામના મધુભાઈ સાવલિયા નામના આ ખેડૂતે ગત ૧પ જૂન આસપાસ પોતાના ૧ર એકર ખેતરમાં ટામેટાંનું વાવેતર કર્યું હતું. પાક અંગે જણાવતાં તેઓ કહે છે કે, ધરુ તૈયાર કર્યા પછી એક મહિને ફેરરોપણી કરી હતી અને તેના પછી અઢી મહિને ધીમે ધીમે ઉત્પાદન આવવાની શરૃઆત થઈ હતી. શરૃઆતમાં ૧ર એકરમાંથી વીણી કરવામાં આવતી ત્યારે પ૦૦થી ૬૦૦ મણ જેટલું ટામેટાંનું ઉત્પાદન મળતું હતું. અત્યારે પણ વીણીમાં ૪૦૦ મણ જેટલું ઉત્પાદન મળી રહ્યું છે. વરસાદને લીધે દિવાળીના સમયમાં એકાદ મહિના સુધી ઉત્પાદન બંધ રહ્યું હતું. બાકીના સમયમાં સતત ઉત્પાદન આવી રહ્યું છે. કિલો ટામેટાંના ર.પ રૃપિયાથી ૧૮ રૃપિયા સુધીના ભાવ મળ્યા હતા. શરૃઆતથી લઈને આજ સુધીમાં સરેરાશ કિલોના રૃ. ૯ જેટલો ભાવ ઉપજ્યો છે અને એકરે ૮૫થી ૯૦ ટન જેટલું ઉત્પાદન લઈ લીધું છે. હજુ પંદરેક દિવસ સુધી ઉત્પાદન મળવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.

ટેલિફોન પદ્ધતિથી તેઓએ ટામેટાંનું વાવેતર કર્યું હતું. જેમાં બિયારણ, ખાતર, દવા, પાણી, મજૂરી વગેરે મળી એકરે કુલ રૃ. અઢીથી ત્રણેક લાખ જેટલો ખર્ચ થયો હતો. જેની સામે આશરે રૃ. આઠ લાખનું વેચાણ થતાં એકરે રૃ. પ લાખનો ચોખ્ખો નફો થયો છે. તેઓ જણાવે છે કે, સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો પ્રતિ વીઘે ર૦થી રપ ટન સુધી ઉત્પાદન મેળવે છે. બહુ બહુ તો ૩૦-૩પ ટન ઉત્પાદન થાય છે અને ખેડૂતો અનુભવને અભાવે ત્રણથી સાડા ત્રણ મહિના સુધી જ પાકને ટકાવી શકે છે, પરંતુ તેઓના ખેતરમાં આજ સુધી સતત ઉત્પાદન લઈ રહ્યા છે. છોડને લાંબો સમય ટકાવી રાખવાના રહસ્ય વિશે આ ખેડૂતના મત પ્રમાણે ખાતર, દવા અને પાણી વાતાવરણને જોઈને જરૃરિયાત પ્રમાણે આપવામાં આવે તો કોઈ પણ ખેડૂત લાંબા સમય સુધી પાકને ટકાવી શકે છે.

   સંંપર્ક : ૯૮૭૯૯ ૯૩૬૯૦

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 21 April 2014

ચોમાસામાં ડુંગળીની ચમક વધશેઃ ખેડૂતો સંગ્રહ કરે


ડુંગળીની આવક ઘટવા છતાં ભાવ સ્થિર : ઉત્પાદન ૧૭૫ લાખ ટન રહેશે : કમોસમી વરસાદથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડુંગળીના પાકને મોટું નુક્સાનઃ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ ઊંચા રહેશે : મે માસથી દેશમાં ડુંગળીનો થતો સંગ્રહ : ડુંગળીની સૌથી વધુ મલેશિયા, દુબઈ, કુવૈત, કતાર, સિંગાપોર, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં નિકાસ : ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં રવી સીઝન દરમિયાન ડુંગળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું રવી સીઝનમાં વાવેતર વધતાં દેશમાં ૧૯૫ લાખ ટન ડુંગળી પાકવાના અંદાજોને કમોસમી વરસેલા વરસાદે ખોટા પાડયા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડુંગળીના પાકમાં ૧૫ ટકા નુક્સાની છતાં ઓછી નિકાસ માંગ  અને વધુ સ્ટોકથી ડુંગળીના ભાવ હાલમાં ૮૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચી ગયા છે. છતાં પણ ખેડૂતો મે માસમાં ડુંગળીનો સંગ્રહ કરે તો જૂનથી સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ ઊંચકાવાની શક્યતાથી રાજ્યના ખેડૂતો માટે ડુંગળીનો સંગ્રહ જ એકમાત્ર ઉત્તમ વિકલ્પ છે. અલનીનોની અસરને પગલે ચોમાસુ સામાન્ય રહ્યું તો ડુંગળીના ભાવમાં મોટો
કડાકો થાય તેવી પણ શક્યતાઓ છે. ડુંગળીની આવકમાં ઘટાડાની વચ્ચે હાલમાં ઓછા ભાવથી ખેડૂતોના ચહેરા નિસ્તેજ બની ગયા છે ત્યારે ખેડૂતો સંગ્રહ કરી સારા ભાવ મેળવવાની આશા રાખી શકે છે. ગ રીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવે વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં સામાન્ય માનવીને રાતા પાણીએ રોવડાવ્યા હતા અને સરકારના અથાગ પ્રયાસ બાદ ભાવને કાબૂમાં લેવાયા હતા. ત્યારે ૧૦૦ રૃપિયે કિલો પહોંચેલી ડુંગળી ધીરે ધીરે ૩૦, ૨૦ અને ૧૦ રૃપિયે કિલો વેચાતી થઈ ગઈ. જો કે હવે ફરી એક વાર ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશના કેટલાંક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ડુંગળીના પાકને અસર થતા હવે બજારમાં પણ ભાવ સારા રહેવાની અસર જોવાઈ રહી છે. હાલ દેશના મુખ્ય બજારોમાં ડુંગળીની આવક ઓછી થઈ રહી છે.

ડુંગળીનું ઉત્પાદન ૩૦ ટકા ઘટવાની શક્યતાઃ  દેશના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં રવી સીઝન દરમિયાન ડુંગળીનું ઉત્પાદન લગભગ ૩૦ ટકા ઘટવાની શક્યતા છે. જેને કારણે નાના વેપારીઓ અને ખેડૂતો હાલ ડુંગળીનું વેચાણ નથી કરી રહ્યા અને વિવિધ બજારોમાં ડુંગળીની આવક ઘટી રહી છે. જો કે ડુંગળીના ભાવમાં કોઈ ફેર નથી પડયો, પરંતુ ઓછી આવકને કારણે ડુંગળીના ભાવ સારા રહેવાની શક્યતાઓ રહેલી છે
મહુવામાં રોજની ૧૭૦૦થી ૧૮૦૦ ટન લાલ ડુંગળીની આવકઃ જો ખેડૂતો વેચાણમાં સંયમ રાખે તો આગામી દિવસોમાં ભાવ સારા મળી શકે છે. ડુંગળીની સૌથી વધુ નિકાસ મલેશિયા, દુબઈ કુવૈત, કતાર સિંગાપોર, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં કરવામાં આવે છે. ગુજરાતમાં કુલ ૭૫,૦૦૦ હેક્ટરમાં ડુંગળીનું વાવેતરમાંથી ૨૧ લાખ ટન ડુંગળી પાકવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં ૩.૪૨ લાખ હેક્ટર, કર્ણાટકમાં ૧.૬૪ લાખ, મધ્યપ્રદેશમાં ૧.૧૭ લાખ હેક્ટર અને આંધ્રપ્રદેશમાં ૮૯ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં દેશ અને રાજ્યના વિવિધ બજારોમાં નવી ડુંગળીની આવક આવી રહી છે. ડુંગળી માટે રાજ્યના સૌથી મોટા યાર્ડ ગણાતા ભાવનગરના મહુવા માર્કેટયાર્ડમાં રોજની ૧૭૦૦થી ૧૮૦૦ ટન લાલ ડુંગળીની આવક થઈ રહી છે અને ભાવ ૯૧થી ૧૯૯ રૃપિયા પ્રતિ મણેે ચાલી રહ્યા છે. જો ખેડૂતો મે માસમાં ડુંગળીનો સંગ્રહ કરે અને ત્યારબાદ વેચાણ કરે તો ભાવ સારા મળી શકે છે.
ડુંગળીના સંગ્રહથી ભાવ સારા મળશે : ખાસ કરીને નવેમ્બરથી એપ્રિલ સુધીના સમય માટે બજારમાં આવતી ડુંગળીની સેલ્ફ લાઈફ ૧૫થી ૨૦ દિવસથી વધારે હોતી નથી, કારણ કે ડુંગળી બગડી જાય છે.  આ ડુંગળી પાકે એટલે ખેડૂતોએ ખેતરમાંથી સીધા બજારમાં જ તેનું વેચાણ કરવું પડે છે અને જે ભાવ મળે તે ભાવે વેચાણ કરી દેવું પડે છે અને વેપારીઓ પણ બે ત્રણ દિવસમાં અન્ય મોટા વેપારીઓને ડુંગળી વેચી મારે છે. પરંતુ મે માસમાં નીકળતી ડુંગળી ટકી શકે તેવી એટલે કે સંગ્રહલાયક હોય છે. આ ડુંગળી ખાસ કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પાકે છે અને ખાસ કરીને સંગ્રહ કરી શકાય તેવી ડુંગળી જ નીકળતી હોય છે એટલે કે બગડેલી ડુંગળી નીકળે તો તેનો સંગ્રહ પણ ન કરી શકાય. સમગ્ર મે માસમાં સંગ્રહ થતી ડુંગળી આપણને ચોમાસામાં ખાવા મળે છે. એટલે મે માસમાં જો ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે અને માંગ હોય ત્યારે વેચાણ કરીએ તો ભાવ પણ  સારા મળે છે.  કારણ કે ગુજરાતની ડુંગળી બાદ ચોમાસા દરમિયાન  એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કર્ણાટક અને તામિલનાડુનો થોડો નવો પાક બજારમાં આવે છે. જે દક્ષિણનાં રાજ્યોને પુરવઠામાં ટેકો આપે છે. ત્યારબાદ નવેમ્બર માસમાં મહારાષ્ટ્રનો નવો પાક ઉત્પાદન થાય છે. આમ, મે માસમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોને સંગ્રહ કરેલી ડુંગળીના ભાવ સારા મળી શકે છે.  વેપારીઓના મતે માર્કેટમાં ડુંગળીની ઓછી આવકો થતા ડુંગળીના ભાવ ફરી વાર ઊંચકાવાની શક્યતા રહેલી છે. જો કે વર્તમાન સમયમાં ડુંગળીની મધ્યમ આવક છે તો તેની સામે માંગ પણ સ્થિર રહી છે એટલે કિંમતોમાં કોઈ ફેરફાર નથી જોવાઈ રહ્યો પરંતુ વિવિધ માર્કેટમાં બજારભાવમાં આંશિક ફેરફાર સર્જાયા છે. 
           
 ડુંગળીની નિકાસમાં ભારતની સામે ચીનની ચેલેન્જ
ચીન પણ હવે ભારતની લાલ ડુંગળીના નિકાસ બજારને ચેલેન્જ કરી રહ્યું છે. ચીન દ્વારા પાછલા કેટલાંક સમયથી ભારતીય ક્વોલિટીની લાલ ડુંગળીની જાત ઉગાડવામાં આવી રહી છે અને જે દેશોમાં ભારતીય ડુંગળીની નિકાસ થાય છે ત્યાં આ ડુંગળીને પ્રમોટ કરવામાં આવી રહી છે. અપેડાના આંકડાઓ પ્રમાણે ભારતમાંથી ર્વાિષક ૧૬થી ૧૮ લાખ ટન ડુંગળીની નિકાસ થાય છે,  પરંતુ હવે ચીને પણ લાલ ડુંગળીની વૈશ્વિક બજારમાં નિકાસ ચાલુ કરી છે તેમ છતાં ભારતીય નિકાસકારો નિશ્ચિંત છે, કારણ કે ચીન અને ભારતની ડુંગળી વચ્ચે ઘણો ફરક છે. ચીનની ડુંગળીમાં ટેસ્ટ અને આકાર જુદી જાતનો છે, કારણ કે બંને દેશોની જમીન અને જમીનના ગુણધર્મો પણ જુદા જુદા છે.  કારણ કે બન્ને દેશોની જમીન અને જમીનના ગુણધર્મો પણ જુદા જુદા છે. એટલે આયાતકાર દેશ બને ત્યાં સુધી ભારતીય ડુંગળી પર પસંદગી ઉતારી શકે છે. જેને કારણે બન્ને દેશોની ડુંગળી વચ્ચે ૧૦૦ ડોલર પ્રતિ ટનના ભાવનો પણ ફરક રહેશે. વળી ભારતીય ડુંગળીની નિકાસ જે દેશમાં થાય છે એ દેશોમાં ચીન માત્ર જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન જ પગપેસારો કરી શકે છે. કારણ કે આ સમયગાળામાં ભારતીય ડુંગળી મોંઘી થઈ જતી હોય છે. ભારતીય ડુંગળીની કાપણી જૂન મહિનામાં પુરી થઈ જાય છે. જ્યારે ચીન દ્વારા જૂન મહિનાની શરૃઆતમાં કાપણી થાય છે એટલે નિકાસ સીઝન પુરજોશમાં હોય ત્યારે ચીન પુરા ઓર્ડર પણ લઈ શકે તેમ નથી.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં માવઠાથી ડુંગળીનું ઉત્પાદન ૧૫ ટકા ઘટશે
દેશના કેટલાંક વિસ્તારોમાં ફેબ્રુઆરી-માર્ચ માસમાં થયેલા વરસાદને કારણે ડુંગળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જેને કારણે મહારાષ્ટ્રમાં રવી સીઝનમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું થવાની પણ આશંકા રહેલી છે. મહારાષ્ટ્રમાં કુલ ૪૭,૦૦૦ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું જેમાંથી ૪૧,૦૦૦ હેક્ટરમાં ડુંગળીનો પાક વરસાદને કારણે પ્રભાવિત થયો છે.  કમોસમી વરસાદને કારણે હેક્ટર દીઠ ઉત્પાદન પણ ઓછું નોંધાયુ છે.  ડુંગળીના પાકને નુકસાન પહોંચતા પ્રતિ એકર દીઠ ૫૦થી ૬૦ ક્વિન્ટલ ઉત્પાદન નોંધાઈ રહ્યું છે. એનએચઆરડીએફના રિપોર્ટ અનુસાર આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન ઓછું રહેશે. રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન ૧૫ ટકા ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે શરૃઆતી અનુમાનોને આધારે વર્ષ ૨૦૧૩-૧૪માં લગભગ ૧૯૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થવાની આશા હતી, પરંતુ ત્યારબાદ નુકસાન થતા ઉત્પાદનમાં ૧૦ ટકાના ઘટાડો થવાની શક્યતા છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૭૫.૧ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થવાનો નવો આંક બહાર આવ્યો છે. એપ્રિલ માસમાં લાસલગાંવમાં ડુંગળીના ભાવ ૮૫૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે જે વર્તમાન સમયમાં પણ સ્થિર છે. જો કે આ તરફ મુંબઈમાં જથ્થાબંધ ભાવમાં ૨૦૦ રૃપિયાનો ઘટાડો થઈ ગયો છે. મુંબઈમાં ૧૦૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે ભાવ ચાલી રહ્યો હતો જે આ સમયે ઘટીને ૮૦૦ રૃપિયા થઈ ગયો છે. મુંબઈનાં વિવિધ માર્કેટમાં ભાવમાં ઉતાર-ચઢાવને પગલે વેપારીઓ અને ખેડૂતોનું માનવું છે કે જો એક મહિના સુધી ડુંગળીનો સંગ્રહ કરી રાખવામાં આવે તો આગામી સમયમાં સારા ભાવ મળી શકે તેમ છે. આ સમયે ખેડૂતો ડુંગળીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાને બદલે પોતાના ઘરમાં સંગ્રહ પણ કરી શકે છે અને એક બે મહિના બાદ સારા ભાવ મેળવી શકે છે. 

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 14 April 2014

ગુજરાતના ખેડૂતોને ઘઉંના ભાવમાં સરકારનો ઠેંગો


મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારે ટેકાના ભાવ પર ખેડૂતોને રૃ. ૧૫૦ બોનસ જાહેર કર્યું  : રાજ્યમાં હવે ઘઉંના ભાવમાં ઘટાડાની શક્યતા  : એફસીઆઇ અને પુરવઠા નિગમનાં સેન્ટરો દ્વારા ઘઉંની થતી ખરીદી : રાજ્યમાં રવી સીઝનનો ઘઉં એ મુખ્ય પાક :૧૫ લાખ હેક્ટરમાં રેકોર્ડબ્રેક વાવેતર 

ગુ જરાતમાં રવી સીઝનના મુખ્ય પાક ગણાતા ઘઉંના રેકોર્ડબ્રેક વાવેતર અને ઉત્પાદન વચ્ચે ઘઉંના ભાવ હવે ધીમેધીમે ઘટી રહ્યા છે. એક તબક્કે રૃપિયા ૫૦૦ મણે પહોંચેલા ભાવમાં હવે ઘટાડાની શરૃઆત થઇ છે. દેશમાં ગુજરાતના ખેડૂતો સાથે સૌથી મોટો અન્યાય એ છે કે,  પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતોની તુલનાએ તેઓને ઘઉંના ઓછા ભાવ મળે છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ટેકાના ભાવ રૃપિયા ૧૪૦૦ પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે.
ગત સપ્તાહના આંક મુજબ એફસીઆઇએ ૫ એપ્રિલ સુધીમાં ૮.૩૦ લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જે ગયા વર્ષે ૧૧.૨૦ લાખ ટન હતી. આ ખરીદી એફસીઆઇએ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી કરી છે. દેશનાં વિવિધ યાર્ડોમાં ઘઉંની આવકનું પ્રેશર હવે વધવા લાગતાં ભાવ  ઘટવા લાગ્યા છે. પરિણામે ગુજરાતના ખેડૂતોને ફરજિયાત ટેકાના ભાવે વેચાણ કરવું પડશે.
રાજ્યમાં એફસીઆઇ દ્વારા ૨૯થી વધુ સેન્ટરો અને પુરવઠા નિગમનાં સેન્ટરો દ્વારા ઘઉંની ખરીદી થાય છે. હાલમાં ખેડૂતો સીધા વેચાણમાં વધુ ભાવ મળતાં હોવાથી ટેકાના ભાવથી ઘઉંનું વેચાણ કરવા તૈયાર નથી છતાં રાજ્યના ખેડૂતોને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે. ગુજરાતમાં રવી સીઝનનો ઘઉં મુખ્ય પાક હોવા છતાં રાજ્યના ખેડૂતોને સરકાર દ્વારા આજદિન સુધી બોનસ જાહેર કરાઇ નથી જ્યારે મધ્યપ્રદેશ ખેડૂતો માટે દર વર્ષે ઘઉં પર બોનસ જાહેર કરે છે.

રાજ્યમાં રાઈની ખરીદી માટે ગોડાઉનની બૂમરાણ થવાની સંભાવના

રાજ્યમાં મગફળી, રાઈ અને ચણાની ખરીદી ગુજકોમાસોલ દ્વારા થાય છે. મગફળીની ખરીદી સમયે ગોડાઉનોની સમસ્યા સર્જાતાં મગફળીની ખરીદી એક લાખ ટને પણ પહોંચી ન હતી. હાલમાં રાઇના ભાવ પણ ટેકાના ભાવની આસપાસ ચાલી રહ્યા હોવા છતાં પણ ગોડાઉનના અભાવે રાઇની પણ ટેકાના ભાવે નહીંવત્ ખરીદી થવાની સંભાવના છે. સરકારી ગોડાઉનોમાં મગફળીનો સ્ટોક હોવાથી હવે રાઈની ખરીદી માટે ખાનગી ગોડાઉનો ભાડે રાખવાં પડે તેવી સ્થિતિ વચ્ચે ગોડાઉનોનો મામલો અધ્ધરતાલ લટકતાં ખેડૂતોને નુક્સાન જવાની શક્યતા છે. ચણામાં પણ ટેકાના ભાવે ખરીદી નહીં બરાબર છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

ખેતીનું ભવિષ્ય: ઓર્ગેનિક અને બાયોટેક્નોલોજી

૧.૫૦ લાખ કરોડ રૃપિયાનું ઓર્ગેનિક બજાર : ૨૦૧૭માં કૃષિમાં બાયોટેક્નોલોજીનો વેપાર રૃ.૫૦ હજાર કરોડે પહોંચશે : સજીવ ખેતીનો આંક ૫૨ લાખ હેકટરે પહોંચ્યો : ૨૦૧૨-૧૩માં ૧૩૪ લાખ ટન સજીવ પ્રોડક્ટનું ઉત્પાદન :દેશમાં સજીવ ખેતીમાં મધ્યપ્રદેશ ટોચ પરઃ બાયોટેક્નોલોજીનો ખેતીમાં વધતો વ્યાપ ઃ દેશમાં આગામી દાયકો ઓર્ગેનિક પ્રોડક્ટનો રહેશે :દેશની ઓર્ગેનિક પ્રોડક્ટસની યુરોપિયન યુનિયન, સ્વિત્ઝર્લેન્ડ, અમેરિકા, કેનેડા, સાઉથ ઈસ્ટ એશિયન દેશો અને સાઉથ આફ્રિકામાં સારી એવી માગ :નિકાસ વૃદ્ધિમાં ૪.૩૮ ટકાનો વધારો 

કૃષિક્ષેત્રની સાથે દેશમાં ઓર્ગેનિક અને બાયોટેક્નોલોજી સેક્ટરનો વિકાસ જેટ ગતિએ વધી રહ્યો છે. ઓર્ગેનિક પ્રોડક્ટની માંગમાં ઉછાળો આવતાં ખેડૂતોએ ઓર્ગેનિક ખેતીમાં રસ વધાર્યો છે. દેશમાં ૫૨ લાખ હેક્ટરમાં (વન્ય સાથે) થતી ઓર્ગેનિક ખેતીમાંથી ૧૩૪ લાખ ટન સજીવ પ્રોડક્ટનું ઉત્પાદન થઇ રહ્યું છે અને નિકાસ થકી દેશ વર્ષે ૨૨૪૪ કરોડ રૃપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઇ રહ્યો છે. આજે મધ્યપ્રદેશ એ સજીવ પ્રોડક્ટસના ઉત્પાદનમાં દેશભરમાં મોખરે છે. ખેતીમાં બાયોટેક્નોલોજીનો વ્યાપ પણ ઓર્ગેનિકની જેમ વધી રહ્યો છે. દેશની ૩૦૦ લેબોરેટરી અને રિસર્ચ સેન્ટરમાં નિતનવાં સંશોધનો થકી આજે બાયોટેક્નોલોજી એ ખેતીનું અભિન્ન અંગ બની ગયું છે. દેશમાં બાયોટેક્નોલોજી સેક્ટરમાં કૃષિનો હિસ્સો ૧૪ ટકા થઇ ગયો છે

ભા રતમાં ધીરે ધીરે સજીવ ખેતીનો વિસ્તાર વધી રહ્યો છે. આ જ પ્રકારે બાયોટેક્નોલોજીનો પણ ખેતીમાં વપરાશ વધી રહ્યો છે. ભારતમાં ૨૦૧૨-૧૩માં ઓર્ગેનિક ખેતીમાંથી ૧૩૪ લાખ ટન માન્યતા પ્રાપ્ત કરેલી સજીવ પ્રોડક્ટ્સનું ઉત્પાદન થયું છે. આ સજીવ પ્રોડક્ટ્સમાં શેરડી, કોટન, બાસમતી ચોખા, કઠોળ, ચા, મસાલા, કોફી, તેલીબિયાં અને ફળ પાકોનો સમાવેશ  કરાય છે. જેમાંથી ૧.૬૫ લાખ ટન ઓર્ગેનિક વસ્તુઓની નિકાસ થકી દેશને કુલ રૃપિયા ૨,૨૪૪ કરોડ રૃપિયાનું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થયું છે. સજીવ ખેતીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે તેને જોતાં વિશ્વમાં ભારતે સજીવ ખેતીમાં ૧૦મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ભારતમાં કુલ ૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં સજીવ ખેતી કરવામાં  આવે છે. જેમ જેમ સજીવ પ્રોડક્ટ્સની માંગ વધી રહી છે તેમ સજીવ ખેતીનો વ્યાપ અને વેપાર પણ  વધ્યો છે. સાથે જ ખેડૂતો સજીવ ખેતી અંગે જાણતાં સજીવ ખેતીનો વ્યાપ વિસ્તર્યો છે તેની સામે બાયોટેકનોલોજીનો પણ ખેતીમાં વ્યાપ વધ્યો છે. જેને કારણે  વર્ષ ૨૦૧૭ સુધીમાં બાયોટેકનોલોજીનો વેપાર ૫૦ હજાર કરોડે પહોંચે તેવી સંભાવનાઓ રહેલી છે. બાયોટેકનોલોજીની જો વાત કરવામાં આવે તો ભારતમાં બાયોટેક ઉદ્યોગ ૩૦૦ પ્રયોગશાળા અને યુનિર્વિસટીઓ ધરાવે છે. જેમાં વિવિધ રિસર્ચ કરવામાં આવે છે અને ઉદ્યોગને આગળ ધપાવવામાં આવે છે. બાયોટેક ઉદ્યોગના વધતા જતા ગ્રોથને કારણે વર્ષ ૨૦૧૩માં કૃષિમાં બાયોટેક સેક્ટર ૨૦૦૦ કરોડ રૃપિયાએ પહોંચ્યું છે. આ વિકાસ પાછળ બાયોટેક પ્રોડક્ટ્સની વધતી માંગ, રિસર્ચ અને વિવિધ પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટ જવાબદાર માનવામાં આવે છે. ખાસ કરીને કૃષિ, બાગાયત, પોલ્ટ્રી, ડેરી ઉદ્યોગ, ફળ અને શાકભાજીનાં ઉત્પાદનો બાયોટેકનોલોજી પર ખાસ્સા એવા નિર્ભર રહે છે અને વેપારને આગળ ધપાવવામાં અસ્તિત્વ ધરાવે છે.
સજીવ ખેતીનો વ્યાપ વધારવા માટે ભારત સરકારે 'નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન' (એનપીઓપી) નામની યોજના પણ અમલમાં મૂકી છે. દેશના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર ૨૦૦૯-૧૦માં ગુજરાતમાં ૫૩,૫૯૬ હેક્ટરમાં સજીવ ખેતી થતી હતી અને આ ખેતી સાથે ૧૯,૩૫૩ ખેડૂતો સંકળાયેલા હતા. આજે તેમાં વધારો નોંધાયો છે. એનપીઓપી દ્વારા ઓર્ગેનિક પ્રોડક્ટ્સનાં ધારાધોરણો, ગુણવત્તા, ઉત્પાદન વગેરે અંગે ધ્યાન આપવામાં આવે છે. વળી એનપીઓપી દ્વારા માન્યતા આપવામાં આવેલી પ્રોડક્ટ્સનું યુરોપિયન કમિશન અને સ્વિત્ઝર્લેન્ડ દ્વારા તેમના દેશની પ્રોડક્ટ્સની સમકક્ષ ગણાતી પ્રોડક્ટ્સને માન્યતા આપવામાં આવે છે. જેને કારણે ભારતીય વસ્તુઓની નિકાસ વધે છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે. આ જ પ્રકારે યુએસડીએ દ્વારા પણ ભારતના અધિકૃત ર્સિટફિકેટ ધરાવતી સંસ્થાઓમાંથી પ્રમાણિત થયેલાં ઉત્પાદનોને આયાત કરવાની પરવાનગી આપવામાં આવે છે જેને કારણે નિકાસ બજાર સતત ધમધમતું રહે છે.
સજીવ ખેતીમાં દેશનાં વિવિધ રાજ્યો પૈકી મધ્યપ્રદેશ રાજ્ય ટોચ પર છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન બાદ મધ્યપ્રદેશમાં સૌથી વધારે વિસ્તારમાં સજીવ ખેતી કરવામાં આવે છે. જેને કારણે સજીવ પ્રોડક્ટ્સનો મોટાભાગનો હિસ્સો મધ્યપ્રદેશનો રહેતો હોવાનું પણ માનવામાં આવે છે. ભારતમાંથી વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૩૫ સજીવ પ્રોડક્ટની કુલ ૧,૬૫,૨૬૨ લાખ ટનની કુલ ૨૨૪૪ કરોડ રૃપિયાની નિકાસમાં  ઓર્ગેનિક ટેક્સટાઈલનો પણ સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓની નિકાસ ખાસ કરીને યુરોપિયન યુનિયન, સ્વિત્ઝર્લેન્ડ, અમેરિકા, કેનેડા, સાઉથ ઈસ્ટ એશિયન દેશ અને સાઉથ આફ્રિકામાં કરવામાં આવે છે.  

ગુજરાતમાં પાંચ હજાર હેક્ટરમાં ઓર્ગેનિક ખેતી
ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધતો જાય છે. હાલમાં ૫૦૦થી ૭૦૦ ખેડૂતો ૫૦૦૦ હેક્ટરમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. આ આંકમાં ઘાસચારો અને જંગલોની જમીનનો સરવાળો થતો નથી તેમ રાજ્યમાં સજીવખેતી ક્ષેત્રે અનેક વર્ષોથી કામગીરી કરતાં વડોદરાના કપિલભાઇ શાહે જણાવ્યું હતું. આજે રાજ્યમાં સજીવ ખેતીનો વ્યાપ વધવાનું કારણ ઓર્ગેનિક અંગે જાગૃતિ અને પ્રોડક્ટની માંગ જવાબદાર છે. ખેતીમાં ખર્ચ વધતો જતો હોવાની સાથે જમીન, પાણી અને પર્યાવરણનો બગાડ થતો હોવાનું પણ હવે ખેડૂતો સમજી ચૂક્યા છે અને આગામી દાયકો ઓર્ગેનિક પ્રોડક્ટનો હોવાનો તેમાં શંકાને પણ સ્થાન નથી. 


બાયોટેક્નોલોજી : છોડ કેે નવી જાતના ઉદ્ભવ માટેે વપરાતી વૈજ્ઞાનિક પદ્ધતિ

 બાયોટેક્નોલોજી એટલે કે કોઈ પણ છોડ કેે કોઈ નવી શંકર જાતના ઉદ્ભવ માટેે વપરાતી એક વૈજ્ઞાાનિક પદ્ધતિ છે.  કૃષિક્ષેત્રમાં બાયોટેક્નોલોજી ઘણાં લાંબા સમય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એક ઉદાહરણ અંગે વાત કરીએ તો હાલ ઘઉંની વિવિધ જાતો રહેલી છે જેમાં વિવિધ જાતોનું ક્રોસ બ્રિડિંગ કરીને નવી જાતને વિકસાવવામાં આવે છે. ઘઉંની કોઈ પણ એક જાતના બીજી જાત સાથે ડીએનએ મેચ કરીનેે નવી જાત તૈયાર કરવી હોય તો તેમાં બાયોટેક્નોલોજીનો ઉપયોગ કરવો જરૃરી બની જાય છે. દેશમાં બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝના અંદાજ અનુસાર હાલમાં દેશમાં બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝનો વેપાર ૨૮,૫૦૦ કરોડનો છે. જેમાં એગ્રીકલ્ચર સેક્ટરનો હિસ્સો ૧૪ ટકા છે. જ્યારે દિનપ્રતિદિન આ સેક્ટરની વધતી જતી માંગને પગલે બાયોટેક્નોલોજીનો વેપાર ૨૦૧૭માં ૧૧.૬ બિલિયન ડોલર થવાનો અંદાજ છે. બાયોટેક્નોલોજીમાં વિવિધ રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરી નવી જાત તૈયાર કરવામાં આવે છે. આ જાતના વિકાસ પાછળ મુખ્ય કારણ એ હોય છે કે બાયોટેકનોલોજીથી વિકસાવેલા પ્લાન્ટ કે બિયારણની જાતમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે જેને કારણે પાકની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં સુધારો રહે છે અને ઉત્પાદન વધુ મળે છે. વૈજ્ઞાાનિકોે બાયોટેક્નોલોજીને 'જિનેટિક એન્જિનિયરિંગ' તરીકે પણ ઓળખાવે છે. વૈજ્ઞાાનિકો ખાસ કરીને છોડ, બિયારણ, પ્રાણીઓ, બેક્ટેરિયા અથવા કોઈ એક વાઇરસમાંથી ચોક્કસ જનીનો લે છે અને અન્ય સજીવમાં આ જનીનો દાખલ કરે છે. ત્યારબાદ બાયોટેક્નોલોજીના માધ્યમથી તૈયાર થતી જાતને ટ્રાન્સજેનિક સજીવ અથવા અનુવંશિક સજીવ તરીકે જાહેર કરે છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 9 April 2014

બી.એસસી એગ્રીકલ્ચરઃ આઠ સેમેસ્ટરનો અભ્યાસ


બી.એસસી. ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ વિવિધ ખાનગી સંસ્થાઓ કે પછી સરકારના વિવિધ વિભાગોમાં પણ નોકરી મેળવી શકે : એડમિશનમાં જાતિ આધારે ટકાવારીમાં પણ છૂટછાટ : ૧૨ વિજ્ઞાાનપ્રવાહમાં ઓછામાં ઓછા ૪૦ ટકા સાથે પરીક્ષા પાસ કરેલી હોવી છાત્રો માટે ફરજિયાત 

ખે તી અને ખેડૂતને સમૃદ્ધ બનાવવા માટે ચાલતા વિવિધ પ્રકારના અભ્યાસક્રમો પૈકીનો એક અભ્યાસક્રમ બી.એસસી. (એગ્રી) છે. ધો.૧ર સાયન્સ બી-ગ્રૂપ સાથે પાસ કર્યા બાદ આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકાય છે. સંપૂર્ણ અંગ્રેજી માધ્યમનો આ અભ્યાસક્રમ ચાર વર્ષ અને આઠ સેમેસ્ટરનો હોય છે. જેમાં ખેતીને લગતાં તમામ પાસાંઓને આવરી લેવામાં આવે છે. બાગાયત વિભાગમાં ફળ, શાકભાજી અને ફૂલ તેમજ ખેતીના જુદા જુદા પાકો અંગે પ્રાથમિક કક્ષાની તમામ બાબતો આ અભ્યાસક્રમમાં શીખવવામાં આવે છે.  બી.એસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરવા શું જરૃરી? કોઈ પણ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે સૌ પ્રથમ એડમિશન કેવી રીતે મળે તે જાણવું જરૃરી હોય છે. જેને અનુસરીને વિદ્યાર્થી એગ્રીકલ્ચર ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડી શકે છે. જો કોઈ વિદ્યાર્થીએ બી.એસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરવો હશે તો તેમણે ૧૨મું ધોરણ વિજ્ઞાાન પ્રવાહ સાથે પાસ કરેલું હોવું જોઈશે. વિજ્ઞાાન પ્રવાહની અંદર બી ગ્રૂપ (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી)ના વિદ્યાર્થીઓ બી. એસસી ઈન એગ્રીકલ્ચરમાં એડમિશન મેળવી શકે છે. એડમિશન મેળવવા માટે બી ગ્રૂપની સાથે સાથે અંગ્રેજી વિષય પણ ફરજિયાત પાસ કરેલો હોવો જરૃરી છે.
એડમિશન માટે કેટલા માર્ક્સ અને ટકા જરૃરીઃ જે વિદ્યાર્થીઓ બી.એસ.સી. ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કરવા ઈચ્છતા હશે તેમણે ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૪૦ ટકા સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે. જો કે વિવિધ યુનિર્વિસટી દ્વારા જાતિ આધારે ટકાવારીમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
 અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ ૩૫ ટકા સાથે ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહ પાસ કરેલું હોવું જોઈએ. તેવી જ રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓએ (sebc) ૪૦ ટકા સાથે ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જોઈએ. જ્યારે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે યુનિર્વિસટી દ્વારા ૪૦ ટકા ગુણ સાથે પરીક્ષા પાસ કરેલી હોય તેને એડમિશન આપવાની જોગવાઈ કરી છે. જે વિદ્યાર્થીઓએ ગુજકેટ (GUJCET) જેઈઈની પરીક્ષા પાસ કરી હશે તેમને જ એડમિશન માટે લાયક ઠેરવવામાં આવશે. વિવિધ એગ્રીકલ્ચર યુનિર્વિસટીઓ દ્વારા ખેડૂત પુત્રો માટે વધારાના ૫ ટકા પણ આપવાની જોગવાઈ કરી છે. યુનિર્વિસટી દ્વારા જો કોઈ વિદ્યાર્થીનાં પિતા, માતા, ભાઈ, બહેન કે કાકા જો જમીન ધરાવતાં હશે અને ખેડૂતનો હક્ક ધરાવતા હશે તો તેમને એડમિશનમાં વધારાના ૫ ટકા ગુણ ઉમેરાશે.

અભ્યાસ બાદ ક્યાં નોકરી મળે? બી.એસસી ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ વિવિધ ખાનગી સંસ્થાઓ કે પછી સરકારના વિવિધ વિભાગોમાં પણ નોકરી મેળવી શકે છે. આમ તો મોટાભાગના વિદ્યાર્થીઓ બી.એસસી કર્યા બાદ એમ.એસસીનો અભ્યાસ કરતા હોય છે, પરંતુ જો કોઈ વિદ્યાર્થીને બી.એસસી કર્યા બાદ તુરંત જ નોકરી મેળવવી હોય તો કોલેજ દ્વારા કેમ્પસ ઈન્ટવ્યૂનું પણ આયોજન કરવામાં આવે છે. બી.એસ.સી એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ જીએસએફસી, જીએનએફસી, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક સહિત કૃષિ ક્ષેત્રમાં ધીરાણનું કામ કરતી વિવિધ ખાનગી બેંકોમાં પણ નોકરી મેળવી શકે છે. આ સિવાય પેસ્ટીસાઈડ કંપનીઓ, ઇરિગેશન કંપનીઓ, કૃભકો, ઈફ્કો સહિત વિવિધ ખાતર અને બિયારણ કંપનીઓ, દવાઓની કંપનીઓમાં  પણ વિદ્યાર્થીઓને નોકરી મળી રહેે છે. આ સિવાય ખેતીવાડીને લગતી અન્ય ખાનગી સંસ્થાઓ, જુદી જુદી એનજીઓ, ગ્રામ્ય વિકાસ એજન્સીઓમાં ફરજ બજાવી શકે છે. 

 અભ્યાસક્રમ અને ફી અંગેની વિગતો : બી.એસસી ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસક્રમ કુલ ૪ વર્ષનો અને ૮ સેમેસ્ટરમાં હોય છે. પહેલા સેમેસ્ટરમાં જે તે વિદ્યાર્થી કે વિર્દ્યાિથનીએ ૧૨,૦૦૦ રૃપિયા જેટલી ફી ભરવાની રહે છે ત્યારબાદ બાકીનાં ૭ સેમેસ્ટરમાં દરેક સેમેસ્ટર દીઠ ૮,૦૦૦ જેટલી ફી ભરવાની રહે છે. જે વિદ્યાર્થીઓ પેમેન્ટ સીટ પર એડમિશન મેળવ્યું હોય તેમણે દરેક સેમેસ્ટર દીઠ ૨૫,૦૦૦ રૃપિયા જેટલી ફી ભરવાની રહે છે. પ્રથમ વર્ષમાં પેમેન્ટ સીટમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ૫૦,૦૦૦ જેટલી ફી ભરવી પડે છે જ્યારે બાકીનાં સેમેસ્ટરની રૃપિયા ૨૫,૦૦૦ લેખે ફી ભરવાની રહે છે. જે તે વિદ્યાર્થીને ખાસ કરીને યુનિર્વિસટી તરફથી હોસ્ટેલમાં રહેવા-જમવાની પણ સુવિધા આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ યુનિર્વિસટીની આસપાસના ગામમાં રહેતા હોય તો તે અપડાઉન પણ કરી શકે છે. તેના માટે યુનિર્વિસટી કે જે તે કોલેજ તરફથી વિદ્યાર્થીઓએ પરવાનગી લેવાની રહેતી હોય છે. 

એડમિશન લેવા ઈચ્છતા છાત્રો ઓનલાઇન ફોર્મ ભરી શકે : બી.એસસી. ઈન એગ્રીકલ્ચરમાં અભ્યાસ માટે પ્રવેશપરીક્ષા લેવામાં આવતી ન હોવાથી ધોરણ ૧૨ની ટકાવારી મહત્ત્વની બી.એસસી ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહનું રિઝલ્ટ આવે ત્યારબાદ વિવિધ દૈનિક સમાચારપત્રમાં એડમિશન અંગેની જાહેરાત આપવામાં આવે છે. મે મહિનામાં ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવી જાય છે. ત્યાર બાદ જૂન માસના પ્રથમ કે બીજા અઠવાડિયાની અંદર બી.એસસી એગ્રીકલ્ચરના અભ્યાસ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરૃઆત થઈ જાય છે. જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છતા હોય તે જે તે યુનિર્વિસટીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટે પહેલાં જે તે બેંકનું ચલણ ભરવું પડે છે ત્યારબાદ તે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ૧૦થી ૧૫ દિવસની અંદર એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે તે યુનિર્વિસટી દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે અને મેરિટ લિસ્ટના આધારે જે તે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. એન્ટ્રન્સ એક્ઝામ ન હોવાથી ૧૨ સાયન્સના ટકાને આધારે મેરિટ તૈયાર થતું હોય છે.


કયા કયા વિષયો ભણાવવામાં આવે છેઃ બી. એસસી એગ્રીકલ્ચરમાં વિવિધ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. ખાસ કરીને ખેત પદ્ધતિમાં પાકનું વાવેતર, જાળવણી, ઉત્પાદન વગેરે બાબતોની માહિતી આપવામાં આવે છે. જ્યારે વિસ્તરણ વિભાગમાં નવાં બિયારણો અને સંશોધનો ખેડૂતો સુધી કેમ પહોંચાડવાં ? રોગ-જીવાત અંગેનું નિયંત્રણ કેવી રીતે કરવું ? વગેરે પાસાઓને આ અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવે છે. એગ્રોનોમી વિષય દ્વારા સુધારેલી ખેત પદ્ધતિઓ, પાકને ખાતર પાણી કેટલું આપવું તે અંગે પણ વૈજ્ઞાાનિક ખેત પદ્ધતિનો અભ્યાસ કરાવવામાં આવે છે. જમીનના અલગ અલગ પ્રકારના વિષયો, વિવિધ પાકોના બિયારણ અને નવી નવી જાતોનાં સંશોધન અંગેની પણ વિદ્યાર્થીઓને માહિતી પુરી પાડવામાં આવે છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 8 April 2014

મત્સ્યપાલનમાં રૃ.૩૫ લાખ કમાતો નહારનો ખેડૂત


ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર યુવકે નોકરી છોડીને ૨૦૦૫ની સાલમાં જંબુસર તાલુકાના નહાર ગામનું પાંચ હેક્ટરનું ગામતળાવ લીઝ પર લીધું હતું : ૫ લાખના ખર્ચે રિનોવેશન કરી મજબૂત પાળા બનાવી તળાવ સમતળ કરાવ્યું  : ૫ હેક્ટરના તળાવમાંથી પ્રતિ હેક્ટર દીઠ ૭ ટન મત્સ્યનું ઉત્પાદન મેળવતો ખેડૂત :એક કિલો મત્સ્યનો ભાવ રૃપિયા સો
રા જ્યમાં ૧૬૦૦ કિલોમીટર દરિયા કિનારાને પગલે મત્સ્યઉદ્યોગના વિકાસની સારી તકો છે. રાજ્યમાં મત્સ્યઉદ્યોગ દિવસે ને દિવસે વિકાસ પામતો જાય છે. માછીમારી હવે ફક્ત દરિયાકિનારે વસતા માછીમારોનો ઇજારો રહ્યો નથી. રાજ્યમાં યુવા ખેડૂતો હવે મત્સ્યપાલનમાં ઝંપલાવી રહ્યા છે તેનું મુખ્ય કારણ મત્સ્યપાલનમાં સારી આવક છે.  મત્સ્યપાલન માટે સૌથી મોટું કોઇ અવરોધરૃપ પરિબળ હોય તો દરિયાની ખારાશ છે. અરબી સમુદ્રના કેટલાક વિસ્તારોમાં ઝીંગા સહિતની અનેક માછલીઓનો ઉછેર કરવામાં ઘણાં પરિબળો નડી રહ્યાં છે ત્યારે ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામના એક ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર યુવકે નોકરી છોડીને ૨૦૦૫ની સાલમાં ગામનું પાંચ હેક્ટરનું તળાવ લીઝ પર લઇ મત્સ્યપાલનનો વ્યવસાય શરૃ કર્યો હતોે. જેમાં ખેડૂત દર વર્ષે રૃપિયા ૩૫ લાખની કમાણી કરે છે. બીજી તરફ લીઝથી તળાવ ભાડે જતાં પંચાયતને પણ નવી આવક ઊભી થઇ છે. આણંદ જિલ્લામાં આ પ્રમાણે તળાવો મત્સ્યપાલન માટે લીઝ પર આપી પંચાયતો સારી એવી આવક મેળવી રહી  છે.

અરબી સમુદ્રના કિનારે આવેલા ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામના ૩૫ વર્ષીય રઘુવીરકુમાર રૃપસિંહ મોરીએ ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. જેને પગલે ૧૯૯૯માં રઘુવીરકુમાર મોરીને દહેજની એક ખાનગી કંપનીમાં નોકરી મળી ગઇ હતી. જેમાં માત્ર ૧૫ દિવસ નોકરી કરી રઘુવીરકુમારે ખેતીના ક્ષેત્ર સાથે ટ્રાવેલ્સનો વ્યવસાય શરૃ કરી દીધો હતો. ૫૦ એકર જમીન હોવાથી ખેતીમાં જોડાઇ ગયા બાદ ખેડૂત ડ્રિપ ઇરિગેશનથી કપાસ, તુવેર, ઘઉં અને ચણાના પાકનું વાવેતર કરતા હતા. દરમિયાન રઘુવીરભાઇને મત્સ્યપાલનમાં પણ સારી આવક મળી રહેતી હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. આ વિચારને અમલી બનાવવા માટે ૨૦૦૫ની સાલમાં નહાર ગામના સાડા બાર એકરના ગામ તળાવને વર્ષેદહાડે રૃ.૪૦,૦૦૦ના ભાડે લીઝ પર લીધું હતું. તળાવમાં મીઠું પાણી હોવાથી તેમાંં કટલા, મ્રિગલ, ઝીંગા જેવી ઇન્ડિયન મેજર કાર્પ પાણીમાં નાખીને તેની દેખરેખ ચાલુ કરી હતી. ત્યારબાદ રઘુવીરભાઇએ ૨૦૦૯ની સાલમાં આ ગામતળાવને અંદાજે રૃપિયા ૫ લાખના ખર્ચે રિનોવેશન કરાવી મજબૂત પાળા બનાવ્યા હતા. ઇનલેટ અને આઉટ લેટ પણ મજબૂત બનાવ્યા. ૨૦૦૬ની સાલમાં પહેલું વર્ષ હોવાથી અંદાજે ૨ લાખનો ખર્ચ કર્યા બાદ ૫,૦૦૦ કિલોગ્રામ મત્સ્યનું ઉત્પાદન મળતા ખેડૂતને માત્ર રૃ.૫,૦૦,૦૦૦ની માતબર આવક મળી હતી. જેમાં દર વર્ષે ઉત્પાદનમાં નિરંતર વધારો થતાં ૨૦૦૯ની સાલથી આજ સુધીમાં પ્રતિ હેક્ટર ૭ મે. ટન મત્સ્યનું ઉત્પાદન મળતું થઇ ગયું છે. તળાવ ૫ હેક્ટરનું છે. જેમાં માછલીઓને ખાધા ખોરાક માટે તળાવના મીઠા પાણીમાં ૫ લાખનો માતબર ખર્ચ થતો હતો. જેમાં ઉત્પાદનમાં ભરપૂર વધારો થતાં વર્ષેદહાડે ૩૫,૦૦,૦૦૦ ની માતબર આવક મળતી થઇ ગઇ છે. માછલીઓમાં ખેડૂતને રવ, કટલા તેમજ ઝિંંગાનું માતબર ઉત્પાદન મળે છે.   બાબતે રઘુવીરકુમાર મોરી મત્સ્યઉદ્યોગ માટે કહે છે કે, એક નહાર ગામના તળાવમાં મત્સ્યઉધોગ માટે જે  સફળતા મળી છે તે જોતાં સમગ્ર રાજ્યના ગામડાઓના તળાવોમાં લીઝ દ્વારા તળાવ ભાડે અપાય તો ગામને આવક મળે અને કેટલાક યુવાનોને આવકનું નવું સાધન ઉભું થઇ જાય. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..




Monday, 7 April 2014

કૃષિક્ષેત્રના વિકાસ સાથે આયાત-નિકાસમાં ઉછાળો


આયાત અને નિકાસ પર જ પાક ઉત્પાદનના ભાવનો મદાર : દેશમાં ડુંગળી, કપાસ, મગફળી, ખાંડ, તલ અને મસાલા પાકોના ભાવમાં નિકાસના આંકના આધારે થતી વધઘટ : ૨૬,૩૯૨ કરોડ  રૃ.ની આયાતમાં વધારો : 4૨,૫૩૨ કરોડ રૃપિયાની નિકાસ વધી : ૨.૩૦ લાખ કરોડ રૃપિયાની નિકાસ થઈ : કોટન સંલગ્ન વસ્તુઓની નિકાસ થકી ૧૯,૮૧૨ કરોડ રૃપિયાની આવક મેળવતું ભારત ઃ ૨૦૧૨-૧૩માં ૮,૫૭૬ કરોડ રૃપિયાની ૨૭ લાખ ટન ખાંડની નિકાસ કરાઈ : દેશમાં પાકનો ભાવ નક્કી કરતો નિકાસનો આંક

દેશમાં આયાત અને નિકાસ કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલું અભિન્ન અંગ છે. નિકાસ આંક પર જ પાક ઉત્પાદનના ભાવનો આધાર રહેલો હોવાથી પાકની નિકાસમાં વધારો થતાં ખેડૂતોને ઊંચા ભાવ મળતા હોય છે. દેશમાં કૃષિક્ષેત્રના વિકાસની સાથે આયાત-નિકાસના આંક પણ ઊંચકાઇ રહ્યા છે. ૨૦૧૧-૧૨માં ૮૨,૮૧૯ કરોડ રૃપિયાની ખેતીસંલગ્ન વસ્તુઓની આયાત અને ૧.૮૭ લાખ કરોડ રૃપિયાની નિકાસ થઇ હતી.  જ્યારે ૨૦૧૨-૧૩માં ૧.૦૯ લાખ કરોડ રૃપિયાની આયાત અને ૨.૩૦ લાખ કરોડ રૃપિયાની ખેતીસંલગ્ન ચીજવસ્તુઓની નિકાસ થઇ છે. દેશમાં ડુંગળી, કપાસ, મગફળી, ખાંડ, તલ અને મસાલા પાકોના ભાવો પર નિકાસનો આંક જ મુખ્ય આધાર રાખે છે. પરિણામે કૃષિવિભાગ પણ નિકાસ વધે તેવા પ્રયત્નો કરતો હોય છે
   
દે શમાંથી ખેતીસંલગ્ન ચીજવસ્તુઓની આયાત-નિકાસનો ગ્રાફ સતત ઊંચકાતો જાય છે. નિકાસ એ આજે પાક ઉત્પાદનના ભાવ પર મુખ્ય અસર કરે છે. જ્યારે ગુણવત્તાયુક્ત પાકના ઉત્પાદન અને ઓછા ઉત્પાદન વચ્ચે ખેતીસંલગ્ન ચીજવસ્તુઓની આયાત એ દર્શાવે છે કે કૃષિક્ષેત્રે પ્રગતિ હજુ અધૂરી છે. આયાત અને નિકાસ એ એક સિક્કાની બે બાજુ છે. નિકાસ કૃષિક્ષેત્રનો વિકાસ અને આયાત કૃષિક્ષેત્રની પડતી દર્શાવે છે. દેશમાં ખાંડ, ઘઉં, કપાસ, મસાલા અને ચાનું રેકોર્ડબ્રેક ઉત્પાદન છતાં કરોડો રૃપિયાના ખર્ચે વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. દેશમાંથી સૌથી વધુ કરોડોનું હૂંડિયામણ સરકાર વેજિટેબલ ઓઇલની ખરીદીમાં ૬૧ હજાર કરોડ રૃપિયા અને કઠોળની આયાત પાછળ ૧૨,૭૩૮ કરોડ રૃપિયાનો ખર્ચ કરે છે. દેશમાં તેલીબિયાં પાકોનું ૩૩૦ લાખ ટન ઉત્પાદન થાય છે. આમ છતાં પામ ઓઇલ સહિતના વેજિટેબલ ઓઇલની ખરીદી માટે ૬૧ હજાર કરોડ રૃપિયાનો ખર્ચ થાય છે. આ ઉપરાંત કઠોળ પાકોના ઉત્પાદન માટે કૃષિવિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરૃ કર્યો છતાં વધતી જતી વસતીને પગલે કઠોળની જરૃરિયાત વધતાં કઠોળની માંગને પહોંચી વળવા વર્ષે ૧૨,૭૩૮ કરોડ રૃપિયાના કઠોળની આયાત થાય છે.
     કૃષિક્ષેત્ર માટે નિકાસ દેશની પ્રગતિનો ચિતાર રજૂ કરે છે. કપાસ, મગફળી, ખાંડ, મસાલાપાકો, ગુવાર, જીરું અને તલ સહિતના પાકોમાં નિકાસનો આંક પાકના ભાવને અસર કરતો હોવાથી નિકાસ વધે તો સ્થાનિક માર્કેટમાં પાકના ભાવ ઊંચકાતા હોય છે. દેશમાં નિકાસ માટે પ્રયત્નોને પગલે નિકાસ આંક ૨૦૧૨-૧૩માં ૨.૩૦ લાખ કરોડ રૃપિયાએ પહોંચ્યો છે. ૨૦૧૧-૧૨માં ૧.૮૭ લાખ કરોડ રૃપિયાની ખેતી સંલગ્ન વસ્તુઓની નિકાસ થઇ હતી. જેમાં ચાલુ વર્ષે ૪૨,૮૦૫ કરોડ રૃપિયાનો વધારો નોંધાયો છે.  આમ, કૃષિક્ષેત્ર વિકાસ કરી રહ્યું છે. ૨૦૧૧-૧૨માં ઘઉંની નિકાસ ૧,૦૨૩ કરોડ રૃપિયા હતી. જ્યારે ૨૦૧૨-૧૩માં ૧૦,૪૮૮ કરોડ રૃપિયાના ઘઉંની નિકાસ કરાઇ છે. સૌથી વધુ નિકાસ આંક ટકાવારીમાં ઘઉંમાં વધ્યો છે. બાસમતી ચોખાની નિકાસમાં પણ રૃપિયા ૪,૦૦૦ કરોડ રૃપિયાનો વધારો નોંધાયો છે. ભારતમાંથી ૩૪ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરાય છે. ઘઉંમાં પણ ૭ લાખ ટન નિકાસ સામે ચાલુ વર્ષે ૬૫ લાખ ટન ઘઉંની નિકાસ કરાઇ છે. ચાના ઉત્પાદનમાં પણ ભારત મોખરે હોવાથી ૪,૬૭૭ કરોડ રૃપિયાની ૨.૬૭ લાખ ટન ચા ની નિકાસ થઇ છે.
આ સિવાય ૨.૫૩ લાખ ટન કોફીની નિકાસમાં પણ દેશને ૪,૭૧૨ કરોડ રૃપિયાનું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે. દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેડૂતોમાં પ્રિય બનેલા ગુવારની નિકાસમાં પણ ભારતને ૨૧,૧૯૦ કરોડ રૃપિયાની આવક થાય છે. દરિયાઇ પ્રોડક્ટસની નિકાસ થકી પણ ૧૮,૮૩૩ કરોડ રૃપિયાની આવક મેળવે છે.  દૃ

દેશમાંથી આ વસ્તુઓની નિકાસ થઈ
કોમોડિટી                ૨૦૧૧-૧૨       ૨૦૧૨-૧૩
                        જથ્થો     રૃપિયા     જથ્થો     રૃપિયા
કઠોળ                 ૧૭૪     ૧૦૬૫    ૨૦૧     ૧૨૭૯
બાસમતી           ૩૧૭૮   ૧૫૪૪૯  ૩૪૫૬   ૧૯૩૯૧
ચોખા                 ૩૯૯૭   ૮૬૫૯    ૬૬૬૩   ૧૪૪૧૬
ઘઉં                    ૭૪૦     ૧૦૨૩    ૬૪૭૧   ૧૦૪૮૮
મસાલા               ૯૩૫     ૧૩૨૨૦  ૯૯૪     ૧૫૩૧૮
તલ                    ૩૮૯     ૨૬૪૧    ૨૯૯     ૨૮૮૧
મગફળી              ૮૩૨     ૫૨૪૬    ૫૩૫     ૪૦૬૫
ખાંડ                   ૨૭૪૧   ૮૭૬૬    ૨૭૯૪   ૮૫૭૬
મરી                   ૯૭૨     ૧૬૫૮૪  ૯૬૪     ૧૮૮૩૩
કપાસ                 ૨૦૦૩   ૨૧૬૨૪  ૨૦૧૪   ૧૯૮૧૨
કુલ                    -           ૧૮૭૬૦૯   -         ૨૩૦૪૧૪          
નોંધઃ જથ્થામાં ૦૦૦ ઉમેરવા, જથ્થો ટનમાં, રૃપિયા કરોડમાં છે.

ભારતમાં આયાત થતી ખેતી સંલગ્ન વસ્તુઓ
કોમોડિટી               ૨૦૧૧-૧૨       ૨૦૧૨-૧૩
                        જથ્થો     રૃપિયા     જથ્થો     રૃપિયા
કઠોળ                 ૩૩૬૪   ૮૯૩૧   ૩૮૩૭   ૧૨૭૩૮
ધાન્ય                  ૧૫        ૩૦        ૪૫        ૧૧૦
દૂધ                    ૬૩.૦૮  ૧૦૩૭   ૫.૩૪    ૧૦૭
કાજુ                   ૮૦૯     ૫૩૩૮   ૮૯૨     ૫૩૩૧
મસાલા               ૧૨૮     ૨૧૯૦   ૧૫૩     ૨૫૮૯
ખાંડ                   ૯૯        ૩૧૩     ૧૧૧૪   ૩૦૭૧
વેજિટેબલ           
ઓઇલ              ૮૪૪૫    ૪૬૨૫૫  ૧૧૦૧૨  ૬૧૧૦૬
કપાસ                 ૭૭        ૧૦૫૯   ૨૩૧     ૨૪૬૪
શણ                   ૧૮૧      ૪૪૯     ૧૪૮     ૩૭૦
કુલ                    -           ૮૨૮૧૯   -          ૧૦૯૨૧૧
નોંધઃ જથ્થામાં ૦૦૦ ઉમેરવા, જથ્થો ટનમાં, રૃપિયા કરોડમાં છે.

રાજ્યમાંથી ૨૧ દેશોમાં થતી નિકાસ

ગુજરાતમાંથી થતી નિકાસના ઉલ્લેખમાં ખેતી સંલગ્ન વસ્તુઓમાં કેસર કેરી, કપાસ, તલ, કેળાં અને જીરુંનું નામ અગ્રેસર છે. આ પાકો રાજ્યને કરોડો રૃપિયાનું વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે. રાજ્યમાંથી સૂકવેલી ડુંગળી સહિત તેલીબિયાં પાકોની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે. ઉપરાંત ગુજરાત ૨૬ દેશોમાંથી ચીજવસ્તુઓની આયાત અને ૨૧ દેશોમાં ચીજવસ્તુઓની નિકાસ કરે છે. ઘી, રૃ, તેલીબિયાં, અનાજ વગેરેની બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, કોરિયા, હોંગકોંગ, હંગેરી, મલેશિયા, શ્રીલંકા, તાઇવાન, ચેકોસ્લોવિયા, ઇજિપ્ત અને જાપાન તેમજ ઇરાની અખાતના દેશો સિંગાપુર, થાઇલેન્ડ, ઇરાન, બેલ્જિયમ, જર્મની, રૃમાનિયા, રશિયા, કેનેડા સહિત થાઇલેન્ડ વગેરે દેશોમાં રાજ્યમાંથી ચીજવસ્તુઓની નિકાસ કરાય છે. રાજ્યમાંથી ગલ્ફ દેશોમાં પણ કેળાંની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે. 

દેશની આયાત-નિકાસની તુલના
વર્ષ          આયાત            નિકાસ
૧૯૯૦-૯૧  ૧,૨૦૫      ૬,૦૧૨
૨૦૦૦-૦૧  ૧૨,૦૮૬    ૨,૦૧,૩૫૬
૨૦૧૦-૧૧  ૫૭,૩૩૪    ૧,૧૭,૪૮૩
૨૦૧૧-૧૨  ૮૨,૮૧૯    ૧,૮૭,૬૦૯
૨૦૧૨-૧૩  ૧,૦૯,૨૧૧  ૨,૩૦,૧૪૧

નોંધ : આંક કરોડમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Thursday, 3 April 2014

ખજૂરીનાં બીજમાંથી નહીં, પાંદડાંના અવશેષોમાંથી તૈયાર થતો પ્લાન્ટ


સૂક્ષ્મ પ્રજનન ટેક્નોલોજીથી ખજૂરીના છોડ વિકસાવવામાં સફળતા મેળવતી આણંદ કૃષિ યુનિ. : ડીએનએ પરીક્ષણ થી ખજૂરીનો છોડ નર છે કે માદાની નક્કી કરાતી ઓળખ

કચ્છની ખારેકની આજે વિશ્વભરમાં નામના છે. કચ્છની મધમીઠી ખારેકની ગલ્ફ દેશોમાં માંગ વધતાં ખેતીનો વ્યાપ વધાવાની સાથે ખેડૂતોને હવે સારા ભાવ મળવા લાગ્યા છે.  બાગાયતી ખેતીમાં આવતા ખજૂરના પાકમાં ટિસ્યૂકલ્ચર રોપાના પ્રવેશથી પાક ઉત્પાદનની સાથે ઉત્પાદનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.  પરંતુ  લેબોરેટરીમાં સૂક્ષ્મ પ્રજનન ટેક્નોલોજીથી ખજૂરીના છોડને વિકસાવવામાં આણંદ કષિ યુનિ.એ સફળતા મેળવી છે. સૂક્ષ્મ પ્રજનન ટેક્નોલોજી એક એવી વિશેષ ટેક્નોલોજી છે કે જેમાં ખજૂરીનાં બીજ નહીં પરંતુ છોડનાં પાંદડાંના કેટલાંક અપરિપક્વ અવશેષો લેવામાં આવે છે અને લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરી કોષ સમૂહ બનાવવામાં આવે છે. જેને ટેકનિકલ ભાષામાં કેલસ કહેવામાં આવે છે. આ કેલસને (પાંદડાંને) ૨૧-૨૧ દિવસ સુધી અલગ અલગ રીતે પ્રજનન માટે મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક ભ્રૂણ તૈયાર થાય છે અને આ ભ્રૂણ બન્યા બાદ તેમાં નર અને માદા ટાઈપના બે અલગ અલગ છોડ તૈયાર થાય છે. હવે તમને થતું હશે કે નર અને માદા છોડની ઓળખ કેવી રીતે કરી શકાય તો તેના માટે પ્લાન્ટ ટિસ્યૂકલ્ચર લેબોરેટરીની અંદર ડીએનએ પરીક્ષણ કરવામાં આવે છે અને ત્યારબાદ ખજૂરીનો જે તે છોડ નર છે કે માદા તે નક્કી કરવામાં આવે છે.
આણંદ કૃષિ યુનિર્વિસટીએ સૂક્ષ્મ પ્રજનન ટેકનોલોજી અપનાવીને આજથી સાત આઠ વર્ષ પહેલાં આ ખજૂરીના છોડ રોપ્યા હતા. યુનિર્વિસટીએ ગુજરાતના વિવિધ પ્રાંતમાં થતી ખજૂરીના છોડનાં પાંદડાં લઈને ડીએનએ ટેસ્ટ કર્ર્યા હતા. બાદમાં ખજૂરીના પાનમાં સૂક્ષ્મ પ્રજનન પ્રક્રિયાથી ભ્રૂણ તૈયાર કર્યા બાદ છોડ રોપ્યા હતા. આણંદ કૃષિ યુનિર્વિસટી પાસે વર્તમાન સમયમાં ૧૮૦ જેટલા છોડ છે અને કેટલાંક છોડ મુન્દ્રાસ્થિત કૃષિ યુનિર્વિસટીમાં પણ રોપાણ કર્યું છે. લાલ અને પીળી ખારેકના આ છોડ પર ૮ વર્ષ બાદ ફળ આવવાનાં શરૃ થાય છે અને એક છોડ પર અંદાજે ૮૦થી ૧૨૦ કિલોગ્રામ ખજૂરનાં ફળ આવી શકે છે. જો ખેડૂત ખજૂરીના છોડની સારી માવજત કરે તો અંદાજે ૧૫૦ કિલોગ્રામ જેટલું એક છોડ પરથી ઉત્પાદન મેળવી શકે છે. હાલ એક કિલો ખજૂરનો ભાવ ૧૦૦ રૃપિયાની આસપાસ ચાલી રહ્યો છે. જો કોઈ ખેડૂત ખજૂરીના એક ઝાડ પરથી ૧૦૦ કિલોગ્રામ જેટલાં ફળનું ઉત્પાદન મેળવે તો ખેડૂતને એક ઝાડ પરથી અંદાજે ૧૦,૦૦૦ રૃપિયા જેટલી આવક મળી શકે છે.


ખજૂરીના પાક માટે અનુકૂળ વાતાવરણ જરૃરી


સૂક્ષ્મ પ્રજનન ટેક્નોલોજીથી વિકસાવેલા ખજૂરીના છોડ માટે સોલ્ટવાળી જમીન એટલે કે ક્ષારવાળી જમીન, સખત ગરમી અને પાણીની ઉપલબ્ધતા જરૃરી છે. કચ્છ, ખંભાત અને ભાલ વિસ્તારમાં આવેલી જમીનો ખજૂરીના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે. ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ તેની ખેતી થઈ શકે છે. જો ખજૂરીના પાક માટે સીઝનની વાત કરવામાં આવે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ખજૂરીના છોડને રોપવામાં આવે છે અને આ છોડ રોપ્યા બાદ આઠ વર્ષ બાદ તેના પર ફળ આવવાનું શરૃ થાય છે. જે અન્ય ખજૂરીનાં ફળ કરતાં ઉત્તમ પ્રકારના ફળ મેળવી શકાય છે. આણંદ કૃષિ યુનિર્વિસટીના પ્લાન્ટ ટિશ્યૂકલ્ચર લેબોરેટરી વિભાગમાં આ તમામ છોડને ડીએનએ ટેસ્ટ કરેે છે. હવે જો કોઈ ખેડૂત સૂક્ષ્મ પ્રજનન ટેક્નોલોજીથી વિકસાવેલા ખજૂરીના છોડથી પાક લેવા ઈચ્છતા હોય તો તેમના માટે આ પાક ઉત્તમ ગણી શકાય છે. આણંદ કૃષિ યુનિર્વિસટી દ્વારા આ સિવાય કંકોડાં, પરવળ, બટાટા, વાંસના રોપા પણ બનાવવામાં આવ્યા છે

published in Gujarat leading agriculture news paper Agro sandesh..