૧૨૦
લાખ ટન
કઠોળનું
ઉત્પાદન રવી સીઝનમાં થવાનો અંદાજ, કઠોળના વાવેતર માટે રવી સીઝન એ મુખ્ય ગણાય છે.
૧૪૦
લાખ ટન
ચોખાનું
ઉત્પાદન થવાનો કૃષિ વિભાગનો અંદાજ, ડાંગરના
વાવેતર માટે ખરીફ સીઝન મુખ્ય.
૪૪
લાખ ટન
મકાઈનું
ઉત્પાદન રવી સીઝનમાં થવાની શક્યતા, મકાઈનો વાવેતર વિસ્તાર દેશમાં વધવા લાગ્યો.
રાજ્યમાં
રવી સીઝનના વાવેતરની ખેડૂતો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. સારા વરસાદને પગલે પાણીની
ઘટ નહીંવત્ હોવાની સાથે જમીનમાં ભેજનું પ્રમાણ સારું હોવાથી ચાલુ વર્ષે રવીનું વાવેતર
વધવાની સાથે ઉત્પાદનમાં પણ વધારો થવાનો કૃષિ વિભાગને અંદાજ છે. રવીમાં મુખ્ય પાક ગણાતા
ઘઉંનું વાવેતર ૨૯૫ લાખ હેક્ટરમાં થવાની શક્યતા વચ્ચે ઉત્પાદન ૯૨૫ લાખ ટન થવાની ગણતરીઓ
મુકાઈ છે. આ ઉપરાંત રવી સીઝનમાં કઠોળનું ૧૨૦
લાખ ટન, ચોખાનું ૧૪૦ લાખ ટન અને મકાઈનું ૪૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે.
૨૦૧૨-૧૩માં ઘઉંનું ઉત્પાદન ૯૪૮ લાખ ટન અને ૨૦૧૩-૧૪માં ૯૨૪ લાખ ટન ઉત્પાદન થયું હતું.
ચાલુ વર્ષે પણ ઘઉંનું સરેરાશ ઉત્પાદન થશે.
રાજ્યમાં
સારા વરસાદને પગલે ખરીફ સીઝનના ઉત્પાદનના પ્રથમ અંદાજો ઊંચા બહાર આવ્યા છે. સપ્ટેમ્બરના અંતમાં અને જૂનમાં સમયસર
વરસેલા વરસાદને પગલે ચાલુ ખરીફ સીઝનમાં ખેતીના પાકને ફાયદો થયો છે. જો કે આ વરસની શરૃઆતમાં
વરસાદની તાસિર રાજયની ખરીફ ખેતીને માફક આવે તે પ્રકારની થવાથી ૧૦૦ ટકા ખેત વિસ્તારમાં
સમયસર વાવણી થઇ શકી હતી. બાજરી, મકાઇ, ડાંગર, કપાસ અને મગફળી જેવા પાકોની વાવણી પછી
ધીમી ધારે સમયાંતરે વરસતા વરસાદના પગલે ખરીફ ખેતી પુરબહારમાં ખીલી છે. વ્યાપક વરસાદના
પગલે કૃષિભૂમિ પર ભેજનો સંગ્રહ પણ સારો થયો છે. આથી રવી સિઝનના રાજ્જા ગણાતા ઘઉંના
પાકને ફાયદો થશે. પરિણામે ઉત્પાદન અને ઉત્પાદકતા બંનેમાં વધારો થાય તેવા અંધાણ મળી
રહયા છે. દેશમાં પિયત વિહોણી વરસાદ આધારિત સૂકી ખેતીનો પણ વિસ્તાર ૫૦ ટકાથી પણ વધારે
છે. ગુજરાતમાં પણ સુકી ખેતીનો બહોળો વિસ્તાર છે. જેમાં પિયતના ટાંચા સાંધનો ઉભા કરીને
ખેડૂતો ઘઉં, જીરું અને ચણા અને રાયડો જેવા રવીપાકનું વાવેતર કરે છે. ઓણ સાલ જમીનમાં
જળવાઇ રહેલા કુદરતી ભેજનો લાભ લઇને ખેડૂતો રવી ખેતી તરફ ધ્યાન આપે તો ઉત્પાદનના બખ્ખા
થઇ જાય તેમ માનીએ તો પણ ખોટું નથી. રવી સીઝનમાં પણ ભેજ અને પાણીનો પાકને ફાયદો મળવાની
સંભાવનાથી કૃષિ વિભાગે રવી સીઝનના આગોતરા અંદાજમાં પાકનું સારું ઉત્પાદન થવાના અંદાજો
મૂક્યા છે. ગુજરાતમાં પણ ઘઉંએ રવી સીઝનનો મુખ્ય પાક છે. રાજ્યમાં ભાલ વિસ્તારમાં પાકતા
ઘઉંની વિશ્વભરમાં માંગ છે. ઘીમેઘીમે ઘઉંની માંગ વધતાં તેની ખેતી પણ દેશમાં વધી રહી
છે.
ઘઉંના
ટેકાના ભાવમાં રૃપિયા ૫૦નો વધારો
કેન્દ્ર
સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવમાં ઉત્તરોત્તર વધારો કરાયો છે. ૨૦૧૦-૧૧માં ઘઉંના ટેકાના
ભાવ રૃપિયા ૧૧૦૦ હતા. તેમાં વધારો કરાતાં ૨૦૧૪-૧૫ સુધીમાં ટેકાના ભાવ રૃપિયા ૧૪૦૦ સુધી
પહોંચ્યા છે. સરકારે ઘઉંના વાવેતર ખર્ચ સામે ટેકાના ભાવ સ્વરૃપે ખેડૂતોને વળતર આપ્યું
છે. ૨૦૧૧-૧૨માં ઘઉંનો ટેકાનો ભાવ રૃપિયા ૧૧૨૦, ૨૦૧૨-૧૩માં રૃ. ૧૨૮૫ અને ૨૦૧૩-૧૪માં
ઘઉંનો ટેકાનો ભાવ રૃપિયા ૧૩૫૦ થયો હતો.
વિશ્વમાં
ઘઉંના ઉત્પાદનમાં ૬ ટકાનો વધારો નોંધાશે
વિશ્વમાં
ઘઉંનું ઉત્પાદન વધે તેવા અહેવાલો બહાર આવી રહ્યા છે. ૨૦૧૦-૧૧માં ઘઉંનું ઉત્પાદન ૬૯૬૪
લાખ મેટ્રિક ટન થયું હતું. જ્યારે ૨૦૧૧-૧૨માં ઘઉંનું ઉત્પાદન ૬૫૫૧ લાખ મેટ્રિક ટન થયું
હતું. ૨૦૦૭-૦૮થી ઘઉંનું ઉત્પાદન ૬૧૨૦ લાખ ટનથી ૬૯૬૦ લાખ ટન જળવાઇ રહ્યું છે. ૨૦૦૮-૦૯માં
ઘઉંના ઉત્પાદનમાં ૫૫ લાખ મેટ્ર્કિ ટનનો ઘટાડો નોંધાયો હતો જ્યારે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન
કૃષિ વિભાગના અંદાજ અનુસાર ઘઉંના ઉત્પાદનમાં ૬.૪ ટકાનો વધારો થઇ ઉત્પાદન ૬૯૫૦ લાખ ટન
રહેશે.
દેશમાં
ઘઉંનું સમીકરણ
વર્ષ
વાવેતર વપરાશ ઉત્પાદન
૨૦૧૦ ૨૮૪ ૮૧૭ ૮૦૮
૨૦૧૧ ૨૯૦ ૮૧૪ ૮૬૮
૨૦૧૨ ૨૯૮ ૮૩૮ ૯૪૮
૨૦૧૩ ૨૯૪ ૮૯૦ ૯૨૪
નોંધઃ
વાવેતર લાખ હેક્ટરમાં, વપરાશ અને ઉત્પાદન લાખ ટનમાં છે.
પાણીના
સ્ટોરેજે ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો
દેશમાં
જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ૬ ટકા વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ફાયદો પશ્ચિમ ભારતને
થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વરસાદથી રવી સીઝનને ફાયદો થયો છે. દેશના
૬૨૨ જિલ્લાઓ પૈકી ૧૮૪ જિલ્લામાં વધુ વરસાદ, ૨૬૪ જિલ્લામાં સરેરાશ અને ૧૫૬ જિલ્લામાં
વરસાદની અછત રહી છે જ્યારે ૧૮ જિલ્લામાં વરસાદને અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ રહી હતી.
રવી સીઝનમાં સરેરાશ વધુ વરસાદને પગલે દેશમાં પાણીનો સંગ્રહ કરતાં ૮૫ મોટાં જળાશયોમાં
૧૫૫.૮૮ બિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. જે જળાશયોમાં ૩ ઓક્ટોબર સુધીમાં
૧૩૩. ૪૮ બિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ છે. જે ગયા વર્ષે ૧૧૫.૨૬ બિલિયન ક્યુબિક
મીટર હતો. આ જળાશયોની સરેરાશ સ્ટોરેજ કેપેસિટી ૧૧૩.૫૨ બિલિયન ક્યુબિક
મીટર
છે.
ઘઉંની
નિકાસમાં ઘટાડો નોંધાયો
વિશ્વ
બજારમાં રશિયા, કેનેડા અને લાલ સમુદ્રના દેશોમાં ઘઉંના ઓછા ઉત્પાદનને પગલે ભારતને વિશ્વબજારમાં
૨૦૧૨-૧૩માં નિકાસની મુખ્ય તક મળી હતી. આમ છતાં ભારત તેનો લાભ ઉછાવી શક્યું નથી. ચાલુ
વર્ષે અપેડાના જણાવ્યા અનુસાર ૪૫ લાખ ટન ઘઉંની નિકાસ થવાની શક્યતા છે. જે ગયા વર્ષે
૬૫ લાખ ટન થઇ હતી. ભારતમાં હાલમાં ઘઉંનો જથ્થો સરકારી ગોદામોમાં રિઝર્વ પડયો છે, જ્યારે
ભારતનો કુલ વપરાશ ૨૦૧૩માં ૮૯૦ લાખ ટન થયો હોવાથી ભારત નિકાસ બજારમાં પોતાનો સિક્કો
જમાવી શકે છે. દેશમાં ૨૦૧૨-૧૩નું વર્ષ ઘઉં માટે સારું રહેતાં ૯૪૮ લાખ ટન ઘઉંનું ઉત્પાદન
થયું હતું. અત્રે ઉલ્લેખવું ઘટે કે, એક સમયનો ઘઉંનો આયાતકાર દેશ ભારત હાલમાં વિશ્વના
નિકાસ બજારમાં પગદંડો જમાવી રહ્યો છે. ૨૦૧૧-૧૨માં ભારતે ૮ લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી.
૨૦૧૨-૧૩ના વર્ષમાં ભારતે ૫૫ લાખ ટન ઘઉંની નિકાસ કરીને વિશ્વમાં સાતમા નંબરનો નિકાસકાર
દેશ બની ગયો છે. આ વર્ષે ૪૫ લાખ ટનની નિકાસ
થઇ છે. આમ ભારત પાસે સરેરાશ રવી સીઝનમાં ઉત્પાદન છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં ૯૦૦ લાખ
ટનની આસપાસ થતાં દેશ માટે રિઝર્વ સ્ટોક રહેતાં દેશ ઘઉંની નિકાસ કરી શકે તેવી સ્થિતિમાં
પહોંચી ગયો છે.
ઘઉંના
વાવેતરનો આંક રાજ્યમાં ૧૩ લાખ હેક્ટરે પહોંચશે
રાજ્યમાં
ઘઉંનો પિયત વાવેતર વિસ્તાર ૧૨ લાખ હેક્ટર છે. ગુજરાતની વાત કરીએ તો વર્તમાન ૨૦૧૨-૧૩ના
વર્ષની ગત સીઝનમાં ૯.૯૪ લાખ હેકટરમાં પિયત ઘઉં તથા ૫૪ હજાર હેકટર જમીનમાં બિનપિયત ઘઉંની
વાવણી થઈ છે. જ્યારે ૨૦૧૧-૧૨ વર્ષની સીઝનમાં ૧૩.૦૮ લાખ હેકટરમાં વાવેતર થયું હતું.
ગત વર્ષે ઓછા વાવેતર માટે રાજ્યમાં નબળું અને અનિયમિત રહેલું ચોમાસું જવાબદાર હતું,
પરંતુ આ વર્ષે સ્થિતિ જુદી છે. રાજ્યમાં ઓછાવત્તા પ્રમાણમાં બધા જ જિલ્લાઓમાં ઘઉંનુ
વાવેતર થાય છે. સૌથી વધુ વાવેતર કરતા જિલ્લાઓમાં અમદાવાદ, જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા,
સુરેન્દ્રનગર, પાટણ અને રાજકોટ જિલ્લાઓનો સમાવેશ થાય છે. નર્મદા, ડાંગ, નવસારી તથા
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં મકાઇના વાવેતરનો મહિમા વધારે હોવાથી ઘઉંનું વાવેતર
ઓછું થાય છે. આમ છતાં ચાલુ વર્ષે સારા વરસાદને પગલે વાવેતરનો આંક પિયત અને બિનપિયત
મળી ૧૩ લાખનો આંક વટાવે તેવી સંભાવના છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment