ગુજરાતમાં
એક સપ્તાહમાં જ રવી વાવેતરમાં આઠ લાખ હેક્ટરમાં વધારો નોંધાયો છે. ૧૮મી નવેમ્બરના રોજ વાવેતરનો
આંક ૭.૩૨ લાખ હેક્ટર હતો. ૨૫મી નવેમ્બરે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા વાવેતરના
આંક અનુસાર રાજ્યમાં ૧૫.૪૦ લાખ હેક્ટરમાં રવી વાવેતર નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ
વાવેતર ઘઉંનું ૧૨ લાખ હેક્ટરમાં થાય છે. ૨૫મી નવેમ્બર સુધીમાં રાજ્યમાં ઘઉંનું ૪.૪૯ લાખ હેક્ટરમાં
વાવેતર થયું છે.
ઘઉંનું
સૌથી વધુ વાવેતર જૂનાગઢ જિલ્લામાં ૧.૨૫ લાખ હેક્ટરમાં થયું છે. ચણાના વાવેતરમાં રાજ્યનો દાહોદ જિલ્લો
હાલમાં અગ્રેસર છે. ચણાના ૧.૧૮ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર સામે દાહોદમાં ૩૪ હજાર હેક્ટરમાં
વાવેતર થયું છે. રાઇના વાવેતરમાં ચાલુ વર્ષે ગુજરાતમાં વધારો નોંધાયો છે. બનાસકાંઠા
જિલ્લામાં રાયડાનું સૌથી વધું ૧.૪૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાઇના કુલ ૨.૪૩ લાખ
હેક્ટર વાવેતર પૈકી એકમાત્ર ઉત્તર ગુજરાતમાં ૨.૦૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. લસણમાં
પણ કુલ ૧.૮૮ લાખ હેક્ટર વાવેતર પૈકી સૌરાષ્ટ્રમાં ૧.૭૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
જેમાં રાજકોટમાં ૬૨ હજાર હેક્ટર અને જૂનાગઢમાં ૫૭ હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.
જીરામાં પણ સુરેન્દ્રનગર એક માત્ર જિલ્લામાં ૪૦ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. પરિણામે
સૌરાષ્ટ્રમાં વાવેતરનો આંત ૯૧ હજાર હેક્ટરે પહોંચ્યો છે. રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં
પણ વધારો નોંધાયો છે.
રાજ્યમાં
બટાટાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. બટાટાના વાવેતરમાં ડીસા પંથક અગ્રેસર ગણાય છે. બટાટાના કુલ ૩.૦૯ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર પૈકી
ઉત્તર ગુજરાતમાં ૨.૯૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૧.૮૪
લાખ હેક્ટરમાં વાવેતર વધ્યું છે. રાજ્યમાં
ડુંગળીના વાવેતરમાં પણ વધારો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ હાલમાં ડુંગળીના સારા ભાવ
છે. ડુંગળીનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. જ્યાં ૧.૭૦ લાખ હેક્ટરમાં
ખેડૂતોએ વાવેતર કર્યું છે.
પાક
પ્રમાણે રાજ્યમાં દબદબો ધરાવનાર જિલ્લા
પાક જિલ્લો વાવેતર
ઘઉં જૂનાગઢ ૧.૨૫ લાખ
જુવાર પોરબંદર ૬.૯૦૦
મકાઇ દાહોદ ૨.૦૦ લાખ
ચણા દાહોદ ૩.૪૨ લાખ
રાઇ બનાસકાંઠા ૧.૪૧ લાખ
શેરડી સુરત ૨.૨૧ લાખ
તમાકુ આણંદ ૧.૫૬ લાખ
જીરું સુરેન્દ્રનગર ૪૦,૦૦૦
વરિયાળી મહેસાણા ૨,૩૦૦
ડુંગળી ભાવનગર ૧.૭૦ લાખ
બટાટા બનાસકાંઠા ૧.૮૪ લાખ
નોંધ : વાવેતર હેક્ટરમાં છે.
રાજ્યમાં
૨૫મી નવેમ્બર સુધી નોંધાયેલું રવી વાવેતર
પાક ૨૦૧૨ ૨૦૧૩
ઘઉં ૨.૩૮ લાખ ૪.૪૯ લાખ
જુવાર ૧૪,૪૦૦ ૧૨,૬૦૦
મકાઇ ૪૬.૫૦૦ ૫૦,૯૦૦
ચણા ૧.૦૯ લાખ ૧.૧૮
લાખ
રાઇ ૧.૬૬ લાખ ૨.૪૩
લાખ
શેરડી ૮0,300 ૫૬,૮૦૦
તમાકુ ૩૦,૭૦૦ ૨૨,૪૦૦
જીરું ૧.૫૭ લાખ ૧.૬૭
લાખ
લસણ ૪,૯૦૦ ૧૮,૮૦૦
સુવા ૩,૭૦૦ ૩,૯૦૦
ઇસબગુલ ૩૦૦ ૪,૩૦૦
વરિયાળી ૭,૬૦૦ ૧૨,૯૦૦
ડુંગળી ૬,૬૦૦ ૨૮,૭૦૦
બટાટા ૩૯,૭૦૦ ૩૦,૯૦૦
શાકભાજી ૭૨,૨૦૦ ૯૮,૦૦૦
ઘાસચારો ૧.૬૨ લાખ ૧.૬૨
લાખ
કુલ ૧૧.૮૫ લાખ ૧૫.૪૦ લાખ
નોંધઃ વાવેતરના આંક હેક્ટરમાં છે.
ઝોન
પ્રમાણે રવી વાવેતર
ઝોન સરેરાશ વાવેતર
ઉ.ગુજરાત ૧૧.૧૬ લાખ ૫.૨૪ લાખ
મ.ગુજરાત ૧૦.૧૭ લાખ ૨.૮૭ લાખ
સૌરાષ્ટ્ર ૯.૪૬ લાખ ૪.૯૨ લાખ
દ.
ગુજરાત ૩.૬૬ લાખ ૧.૧૬ લાખ
કચ્છ
૧.૨૭ લાખ ૧૨.૦૦૦
નોંધઃ
વાવેતરના આંક હેક્ટરમાં
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment