- મરચાંની માંગ યથાવત્ રહી તો એક મહિના સુધી ભાવ ઊંચા રહેશે
- વાવેતરમાં પાંચથી ૧૦ ટકાનો ઘટાડોઃ
- મધ્યપ્રદેશમાં વરસાદથી મરચાંના પાકને ભારે નુક્સાન
- ગુજરાતમાં પણ સુકારો અને વરસાદ પાકને નડયો
- કેરી ફોરવર્ડ સ્ટોક ૨.૪૦ લાખ બેગ
દેશમાં
મરચાંના વાવેતરમાં ઘટાડો અને જુલાઇથી ઓક્ટોબર દરમિયાન મધ્યપ્રદેશમાં પાકને નુકસાનથી
કુલ ઉત્પાદનમાં ૨૦ ટકા ઘટાડો થવાના અંદાજ વચ્ચે હાલમાં મરચાંના ભાવમાં ઉછાળો આવ્યો
છે. દેશમાં મરચાંના ૭થી ૮ લાખ હેક્ટરમાં વાવેતર વચ્ચે ઉત્પાદન ૧૨થી ૧૩ લાખ ટન થાય છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં
૪૩ હજાર હેક્ટરમાં મરચાંનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે દેશમાંથી મરચાંની નિકાસમાં પણ
૧૯ ટકાનો વધારો થવાની સાથે હાલમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ૨.૪૦ લાખ બેગ કેરી ફોરવર્ડ
સ્ટોક છે. બાંગ્લાદેશ અને શ્રીલંકામાં હાલમાં મરચાંની માંગ સારી હોવાથી ગંટુર માર્કેટયાર્ડમાં
પણ ભાવ ઊંચકાયા છે. તામિલનાડુ કૃષિ યુનિ. દ્વારા
બહાર પડાયેલા અંદાજ અનુસાર ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૪ દરમિયાન પ્રતિ ક્વિન્ટલ મરચાંનો
ભાવ રૃપિયા ૫,૫૦૦થી ૬,૦૦૦ રહેશે
દેશમાં
૧૩થી ૧૪ લાખ ટન મરચાંના ઉત્પાદન સાથે ભારત વિશ્વના મોટા ઉત્પાદક દેશોમાંનો એક છે. વિશ્વનાં
કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૪૦ ટકા આસપાસ છે. દેશમાં વિવિધ વેરાઇટીનાં મરચાંનું ખેડૂતો
ઉત્પાદન કરે છે. ભારત મરચાંના વપરાશ અને નિકાસ માર્કેટમાં પણ અવ્વલ છે. દેશમાં મરચાંનાં સૌથી મોટાં ઉત્પાદક રાજ્યોમાં આંધ્રપ્રદેશ,
કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાત મુખ્ય છે. દેશના કુલ ઉત્પાદનના ૫૦ ટકા મરચું આંધ્રપ્રદેશના
ખેડૂતો પેદા કરે છે. આંધ્રપ્રદેશમાં ગંટુર, વારંગલ, ખમ્મામ, ક્રિષ્ણા અને પ્રકાશમ જિલ્લામાં
મોટાપાયે મરચાંનું વાવેતર થાય છે. મરચાંના સૌથી મોટા વેચાણ માર્કેટમાં આંધ્રપ્રદેશનું
ગંટુર, વારંગલ, ખમ્મામ, કર્ણાટકના રાયચુર અને બરેલી તેમજ તામિલનાડુના ઇરોડ માર્કેટયાર્ડનો
સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશના ગંટુર યાર્ડનાં મરચાં તેની તીખાશ અને અલગ-અલગ વેરાઇટી
માટે પ્રખ્યાત છે. અહીંયાંથી બહાર પડતા ભાવના વર્તારાની અસર સમગ્ર દેશ અને વિશ્વબજાર
પર અસર કરતી હોય છે.
દેશમાં
મરચાંનું ૭થી ૮ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશમાં તાજેતરમાં
પડેલા ભારે વરસાદથી મરચાંના નવા પાક ઉપર જોખમ ઊભું થયું છે. મધ્યપ્રદેશમાંથી નવા પાકની
આવક ધીમી રહી છેે. હાલ છેલ્લા થોડા દિવસથી
મરચાંના ભાવ સુધર્યા છે અને આગામી દિવસોમાં પણ વધારા તરફી રહેશે. ર૦૧૧-૧૨ના અંદાજ કરતાં
દેશમાં ર૦ ટકા ઓછું ઉત્પાદન એટલે કે ૧૧થી ૧૧.૫૦ લાખ ટન થવાની સંભાવના છે. મધ્ય પ્રદેશમાં
પાક ઉપર આવેલા મરચાંના સમયે જ ભારે વરસાદ થતા માઠી અસર થઈ છે. જ્યારે આંધ્રપ્રદેશમાં
વરસાદના સમયે પાક નાનો હોય તેને બહુ ખરાબ અસર થઈ નથી.
મધ્યપ્રદેશમાં
ઓછો પાક થવાની શક્યતા છે. આગામી એક માસ કે તેથી વધારે સમય માટે મરચાંના ભાવ ઊંચા રહેશે.
પિયત જમીનવાળા વિસ્તારોમાં મરચાંનું વાવેતર ૧પથી ર૦ ટકા જેટલું વધ્યું છે. જ્યારે વરસાદ
આધારિત વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મરચાંના ભાવની વધઘટને લીધે ખેડૂતો પ્રમાણમાં
સ્થિર ભાવ આપતા કપાસના પાક તરફ વળ્યા છે જેથી એ વિસ્તારોમાં મરચાંના વાવેતરમાં પથી
૧૦ ટકાનો ઘટાડો થયો છે. મરચાંનો જથ્થો હાલમાં ઓછો છે, વળી નવેમ્બર માસ બાદ મરચાંના
કુલ ઉત્પાદનનો અંદાજ આવી જતા ભાવ વધવાની શરૃઆત થશે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે
એપ્રિલથી જૂન સુધીના સમયમાં મરચાંની નિકાસમાં ૧૯ ટકાનો વધારો થયો છે. નિકાસમાં વધારો
થાય એટલે ઓછા માલ કે મર્યાદિત સ્ટોક, ઉત્પાદનને લીધે ઘરઆંગણાના ભાવમાં વધારો થાય તે
સ્વાભાવિક છે. ચાલુ નાણાકીય વર્ષે ર,૮૧,૦૦૦
ટન મરચાંની નિકાસ થઈ હતી એટલે કે રૃ. ર,ર૬૧.૪૪ કરોડની થઇ છે. જે ગત વર્ષ કરતાં જથ્થાના
પ્રમાણમાં ૧૭ ટકા વધારે અને ભાવની દૃષ્ટિએ પ ટકા વધારે હતી. ર૦૧રમાં મરચાંની નિકાસ
ર,૪૧,૦૦૦ ટનની, રૃ.ર,૧૪૪.૦૮ કરોડની હતી. દેશમાં મરચાંના કુલ ઉત્પાદનમાંથી ૭૦થી ૮૦ ટકા
મરચાંનો વપરાશ થાય છે અને ૧૦થી ૧૨ ટકા મરચાંની નિકાસ કરાય છે. હાલમાં તામિલનાડુમાં
૨ લાખ બેગ અને આંધ્રપ્રદેશમાં ૪૦ લાખ બેગ (૧ બેગ એટલે ૩૫ કિગ્રા) કેરી ફોરવર્ડ સ્ટોક
છે. તામિલનાડુના વિદ્યુંતનગર યાર્ડમાં ગત સપ્તાહે ભાવ પ્રતિ ક્વિન્ટલ ૬,૫૦૦થી ૭,૦૦૦ ભાવ ખેડૂતોને અપાયો હતો. તામિલનાડુ એગ્રીકલ્ચર યુનિ.
દ્વારા બહાર પડાતા અંદાજો અનુસાર ફેબ્રુઆરી-માર્ચ
૨૦૧૪ દરમિયાન પ્રતિ ક્વિન્ટલ મરચાંનો ભાવ ૫,૫૦૦થી ૬,૦૦૦ની આસપાસ રહેશે.
રાજ્યમાં
મરચાંના પાકને સુકારો અને વરસાદ નડયો
છેલ્લે
ભારે વરસાદ અને સુકારાનો તેમજ ફૂગનો રોગ લાગુ પડતાં આ વર્ષે મરચાંના ઉત્પાદન પર ઘટ
આવવાની દહેશત સેવાઈ રહી છે. જેના કારણે ભાવ વધુ ચૂકવવા પડશે. ગત સાલ મરચાંની સીઝન દરમિયાન
મરચાંની આવકમાં ૨૦૧૨ સાલની સરખામણીએ ૨૦૧૩ની ગત સીઝનમાં ૩૨૫૬ ક્વિન્ટલની આવકમાં ઘટાડો
નોંધાયો હતો. આ વખતે વાવેતર થોડું વધ્યું હતું પણ ભારે વરસાદના કારણે અને વાવાઝોડાંની
અસરના કારણે મરચી આડી પડી ગઈ હતી તેમજ મરચાંમાં સુકારાનો રોગ આવતા અનેક ખેડૂતો મરચી
કાઢીને ડુંગળી અને ચણા વાવી દીધા છે. ગત સાલ કરતાં પણ આ સાલ મરચાંનો પાક ઓછો મળે એવી
દહેશત જોવાઈ રહી છે.
વૈજ્ઞાાનિક ઢબથી મરચાંની દર વર્ષે ખેતી કરતાં અમિતભાઈ
હાંસલિયાના જણાવ્યા મુજબ, ગોંડલ વિસ્તારમાં રેશમ પટ્ટા જાતનાં મરચાંની મોટા પ્રમાણમાં
ખેતી થાય છે. કેટલાક લોકો તો એમના પરિવારમાં દર વર્ષે મરચાંનું અચૂક વાવેતર કરે જ છે.
ગોંડલ તાલુકામાં કોલીથડ, વેજાગામ, ત્રાકુડા, અનીડા ભાલોડી એ ચાર ગામમાં સવિશેષ વવાય
છે. એ ઉપરાંત મોવિયા, ગોમટા, જામવાડી ગરનાળા
તેમજ અન્ય ગામોમાં પણ ખેડૂતો વાવે છે. જામકંડોરણા તાલુકામાં ચિત્રાવડ, ખજુરડા, જામકંડોરણા,
જામટીંબડી, રોઘેલ, બોરિયા, પીપરડી, બરડિયા તેમજ અમરેલી જિલ્લાનાં કેટલાંક ગામોમાં મરચાંનું
વાવેતર વિશેષ છે. રોકડિયા પાકના કારણે ખેડૂતોને મરચાંના વાવેતર પ્રત્યે આકર્ષણ રહે
છે. મરચાંમાં ત્રણ વાર વીણી (ક્રોપ) આવે છે. ૨૦૧૨માં
ખેડૂતોને મરચાંના પાકમાં ૨૦ કિલોએ સરેરાશ રૃ.૪૬૦૦થી ૯૪૦૦ રૃપિયા સુધી ભાવો મળ્યા હતા.
જ્યારે ઘોલર બ્રાન્ડના મરચાંના ભાવ સરેરાશ ૪,૫૦૦થી ૧૨,૦૦૦ મળ્યા હતા. ૨૦૧૩માં સૌથી
ઊંચા ભાવ તા. ૯મી એપ્રિલે અને ૧૦મી એપ્રિલે નીચામાં રૃ.૨,૭૫૫ અને ઊંચામાં રૃ.૧૭,૨૫૫
સુધી બોલાયા હતા અને એવરેજ ભાવ રૃ.૧૩,૨૫૫ બોલાયા હતા. જ્યારે યાર્ડમાં વેપાર ચાલુ થયો
અને આવકનો પહેલો દિવસ હતો ત્યારે ક્વિન્ટલના ભાવ નીચામાં ૪,૪૦૫થી ઊંચામાં ૧૬,૨૫૫ બોલાયા
હતા અને એવરેજ ૧૨,૨૬૫ ભાવ બોલાયા હતા. ગત ૨૦૧૨ના વર્ષમાં સીઝન પૂરી થઈ ત્યારે રેશમપટ્ટાની
આવક ગોંડલ યાર્ડમાં ૧૩,૨૫૬ ક્વિન્ટલની થઈ હતી. જ્યારે આ સાલ સીઝન પૂરી થતા સુધીમાં
૧૦ હજાર ક્વિન્ટલ સુધી જ આવકો રહેવાની ધારણા છે. આમ ગત સીઝન કરતાં ઘટ પડશે. એમાંયે
હજુ જો શિયાળામાં હિમ પડશે તો પાકનું ચિત્ર વધુ વણસી જશે.
૨૦૧૨-૧૩માં
દેશમાં મરચાંના ઉત્પાદનના આંક
રાજ્ય વાવેતર ઉત્પાદન
આંદામાન ૦.૪૦ ૦.૬૧
આંધ્રપ્રદેશ ૨૧૦.૦૨ ૬૮૫.૧૫
અરુણાચલ ૨.૬૦ ૫.૫૦
આસામ ૨૦.૫૯ ૧૫.૯૬
બિહાર ૨.૯૦ ૩.૦૦
છત્તીસગઢ ૫.૫૬ ૨.૭૬
ગુજરાત ૪૩.૪૦ ૬૮.૫૩
હરિયાણા ૧.૦૫ ૮.૯૩
હિમાચલ ૦.૭૧ ૦.૨૮
જમ્મુ ૦.૫૬ ૦.૫૪
કર્ણાટક ૧૦૦.૦૦ ૧૦૭.૦૦
કેરલ ૧.૯૧ ૩.૧૦
મધ્યપ્રદેશ ૫૪.૪૧ ૯૩.૫૭
મહારાષ્ટ્ર ૯૯.૫૦ ૪૫.૬૦
મણિપુર ૬.૫૦ ૩.૯૦
મેઘાલય ૧.૮૫ ૧.૪૧
મિઝોરમ ૯.૦૨ ૮.૨૧
નાગાલેન્ડ ૦.૮૦ ૧.૦૦
ઓરિસ્સા ૭૫.૬૦ ૭૦.૦૦
પોંડીચેરી ૦.૦૧ ૦.૦૧
પંજાબ ૧૦.૬૦ ૧૭.૭૦
રાજસ્થાન ૨.૨૧ ૧૭.૭૧
તામિલનાડુ ૫૦.૬૭ ૨૩.૦૬
ત્રિપુરા ૨.૩૬ ૩.૭૦
ઉત્તર
પ્રદેશ ૧૩.૨૮ ૧૧.૦૩
ઉત્તરાખંડ ૨.૦૦ ૭.૨૦
પ.
બંગાળ ૬૩.૬૦ ૧૦૦.૦૦
કુલ ૭૯૨.૧૧ ૧૩૦૫. ૪૬
નોંધઃ
વાવેતર હેક્ટરમાં અને ઉત્પાદનના આંક ટનમાં છે (૦૦૦ ઉમેરવા)
( વરસાદ
પૂર્વેનો બાગાયતનો બીજો અંદાજ)
ગોંડલ
યાર્ડમાં મરચાંની થયેલી કુલ આવકના આંક
વર્ષ જાત આવક ભાવ
૨૦૧૧ રેશમપટ્ટો ૧૫૦૧૩ ૧૧૦૦૦
૨૦૧૧ ઘોલર ૪૪૪ ૧૩૦૦૦
૨૦૧૨ રેશમપટ્ટો ૧૩૫૯૨ ૪૬૦૦થી
૯૪૦૦
૨૦૧૨ ઘોલર ૩૨૯ ૪૫૦૦થી
૧૨૦૦૦
૨૦૧૩ રેશમપટ્ટો ૯૯૫૮ -
નોંધઃ
મરચાંની આવક ક્વિન્ટલમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment