- જાન્યુઆરી સુધી બટાટાના ભાવમાં ઘટાડાની શક્યતા નહીંવત્
- રાજ્યમાં ૧૫ લાખ કટ્ટાં બટાટાનો સ્ટોક
- વાવેતર ૬૫થી ૭૦ હજાર હેક્ટરે પહોંચશે
- હોલસેલ ભાવ કિલોએ રૃ.૨૫ થવાની સંભાવના ખાતર અને બિયારણના ભાવ દોઢા થયા
દેશમાં ટામેટાં, ડુંગળી અને લસણના
ભાવમાં તેજી આવ્યા બાદ બટાટાનો ભાવ પણ હોલસેલમાં કિલોએ રૃપિયા ૨૦થી ૨૧ સુધી પહોંચ્યો
છે. રાજ્યમાં બટાટાના એક મહિનાના અપૂરતા જથ્થા વચ્ચે ડિસેમ્બરમાં બટાટાનો ભાવ હોલસેલમાં
રૃપિયા ૨૫ એટલે કે રેકર્ડબ્રેક પહોંચવાની સંભાવના છે. ગત વર્ષે વહેલી ઠંડીને પગલે દિવાળી
પૂર્વે ખેડૂતોએ બટાટાનું વાવેતર કરી દીધું હતું, પરંતુ ચાલુ વર્ષે બટાટાની વાવેતર સીઝન
૧૫ દિવસ મોડી ચાલી રહી છે. રાજ્યમાં બટાટાના બિયારણ અને ખાતરનો ભાવ પણ દોઢો થતાં બટાટાના
સારા ભાવ છતાં રાજ્યમાં વાવેતર સરેરાશ રહેવાની સંભાવના છે. સમગ્ર દેશમાં અપર્યાપ્ત
સ્ટોક અને વધતી જતી માંગ વચ્ચે પશ્ચિમ બંગાળે બટાટાની નિકાસ પર બ્રેક લગાવી દેતાં બટાટાના
ભાવમાં તેજી આવી છે. રાજ્યમાં હાલમાં ૧૫ લાખ કટ્ટાં બટાટા હોવા છતાં જાન્યુઆરી સુધી
બટાટાના ભાવમાં મંદી આવે તેવી કોઈ શક્યતા નથી
રાજ્યભરમાં બટાટાના વાવેતરમાં
મોખરે રહેતા ડીસામાં ગત વર્ષે દિવાળી અગાઉ બટાટાનું વાવેતર ૨૫ ટકાથી વધુ થઇ ગયું હતું.
જ્યારે ચાલુ વર્ષે પાછોતરા વરસાદના કારણે વાવેતર મોડું શરૃ થયું છે. ડીસામાં વાવેતર
૩૫ હજાર હેક્ટરની આસપાસ અને સમગ્ર રાજ્યમાં ૬૫થી ૭૦ હજાર હેક્ટર આસપાસ વાવેતર થવાનો
અંદાજ છે. રાજ્યમાં બટાટાના વાવેતર પર બિયારણ અને ખાતરના ભાવની અસર રહેવાનો અંદાજ છે.
હાલમાં બટાટાના ભાવમાં ઓલટાઇમની તેજી જોવા મળી રહી છે. જેનાં કેટલાંક કારણો પણ છે.
જેમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ફેલીન વાવાઝોડાંની અસરથી બટાટાના પાકને
અસર પહોંચી છે. આ ઉપરાંત અનેક જગ્યાએ વરસાદના કારણે મોટાભાગની લીલી શાકભાજી બગડી જવાના
કારણે બજારમાં ડુંગળી સહિતની શાકભાજીઓના ભાવની તુલનાએ બટાટા સૌથી સસ્તા હતા, પરંતુ
મોડું વાવેતર અને વાવાઝોડાના પગલે બહારની આવક બંધ થતા બટાકાના ભાવ અત્યાર સુધીના સૌથી
વધુ થયા છે. ગત સપ્તાહે ડીસામાં બટાટાના હોલસેલ માર્કેટમાં પ્રતિમાસ રૃ. ૪૦૦ એટલે કે
પ્રતિ કિલોના રૃ. ૨૦ જ્યારે છૂટક માર્કેટમાં બટાટામાં પ્રતિ કિલોના રૃ. ૩૦થી ૩૫ બોલાઈ
રહ્યા છે. જો કે ઉત્તર ભારતથી ૧૫ ડિસેમ્બર આજુબાજુ બટાકાની આવકો શરૃ થશે ત્યારે બટાકાના
ભાવ નીચા આવશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. ડીસામાં ચાલુ વર્ષે બટાટાનું વાવેતર મોડું
શરૃ થયું છે જેનું ઉત્પાદન આગામી ફેબ્રુઆરી - માર્ચ માસમાં બજારમાં આવશે.
લસણ, ડુંગળી અને ટામેટાંના ભાવોમાં
પણ જબરદસ્ત તેજી
લસણનું રાજ્યમાં ગત વર્ષે ૯૫૦૦
હેક્ટરમાં વાવેતર થયું હતું. જે તેના અગાઉના વર્ષે ૩૯,૨૦૦ હેક્ટરમાં હતું. લસણમાં નવા
વાવેતર માટે બિયારણમાં માંગ નીકળતાં લસણમાં પણ નવી તેજી જોવા મળી રહી છે. દેશભરમાં
લસણના ઉત્પાદનમાં ૩૦ ટકાના ઘટાડાથી ભાવોમાં ઉછાળો આવ્યો છે. ૨૦૧૧-૧૨માં દેશમાં લસણનું
ઉત્પાદન ૧૨ લાખ ટન રહ્યું હતું. જે ચાલુ વર્ષે ૭.૫થી ૮.૫ લાખ ટન રહેવાની શક્યતા છે.
૨૦૧૨માં લસણની ખેતીમાં રડનાર ખેડૂતોને આ વર્ષે ચાંદી થઇ ગઇ છે. ચોમાસામાં વરસાદ સારો
રહેતાં લસણનું નવું વાવેતર વધવાની શક્યતા છે. મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્ર સિવાય અત્યારે
લસણનો સ્ટોક એક પણ સેન્ટરમાં નથી. દેશમાં લસણનો સ્ટોક જ નથી ત્યારે ૧૫ ડિસેમ્બર કે
તેની આસપાસ એકથી દોઢ મહિનામાં લસણની પાલાખાદ્ય સર્જાય તેવી શક્યતા છે. ગત સપ્તાહે ગોંડલ
અને ડીસા માર્કેટયાર્ડમાં લસણના ભાવમાં તેજી જોવા મળી હતી. લસણનો નવો પાક ફેબ્રુઆરીમાં આવતો હોવાથી લસણના ભાવમાં
પણ તેજી રહે તેવી શક્યતા છે. ડુંગળીનો ભાવ પણ રૃપિયા ૧૦૦ની આસપાસ જઇને આવ્યો છે. હાલમાં
દેશમાં ડુંગળીના ભાવ ઊંચા ચાલી રહ્યા છે. ટામેટાંમાં પણ ભાવની અસર જોવા મળી છે. ઓક્ટોબરમાં
ટામેટાંના ભાવમાં ૧૨૨ ટકાનો ઉછાળો આવ્યો છે. જે ગત વર્ષે ૮૭ ટકા જેટલો જ હતો. અત્યારે
ટામેટાં ૬૦થી ૭૦ રૃપિયા પ્રતિકિલો વેચાઇ રહ્યા છે. ડુંગળીના ભાવમાં પણ ૨૭૮ ટકાનો વધારો
જોવા મળ્યો છે.
પશ્ચિમ બંગાળે બટાટાની નિકાસ
પર મૂકેલા પ્રતિબંધથી ભાવ સળગ્યો
દેશમાં બટાટાના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ ત્રીજા ક્રમે
છે. જ્યાંથી મોટા ભાગનો સ્ટોક કર્ણાટક, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં જાય
છે, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે ૩૦મી ઓક્ટોબરના રોજ એક બેઠક બોલાવી નિકાસ પર પ્રતિબંધ
મૂકી દેતાં બટાટાના ભાવોમાં ઉછાળો આવ્યો છે. દેશમાં અનિયમિત વરસાદને પગલે લીલા શાકભાજીના
પાકોમાં નુકસાન થતાં તેના ઉત્પાદનમાં ઘટાડાથી ચાલુ વર્ષે બટાટાની માંગ વધુ રહી છે.
પરિણામે બટાટાનો સ્ટોક ઓછો રહેતાં હવે બટાટાના ભાવો પણ ઊંચકાય તેવી શક્યતા છે. પશ્ચિમ
બંગાળના સૌથી વધુ બટાટા ઓરિસ્સામાં જાય છે. ઓરિસ્સાની બટાટાની ર્વાિષક જરૃરિયાત ૯ લાખ
ટન છે જ્યારે ઉત્પાદન માત્ર ૨ લાખ ટન થાય છે. આમ ઓરિસ્સા દર વર્ષે ૭ લાખ ટન બટાટાની
આયાત કરે છે. ચાલુ વર્ષે ઓરિસ્સા પર ફેલિન વાવાઝોડાએ ખેતીમાં કેર વર્તાવતાં શાકભાજીનો
પાક નાશ થતાં બટાટાની માંગ વધી છે, પરંતુ ઓરિસ્સા બટાટાની આયાત પર નિર્ભર હોવાથી ઓરિસ્સામાં
હાલમાં બટાટાની ભારે માંગ ચાલી રહી છે. ખુદ ઓરિસ્સાના મુખ્યમંત્રી પણ બટાટાની તેજી
પર નજર રાખી રહ્યા છે. પશ્ચિમ બંગાળે બટાટાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સૌથી મોટી
અસર ઓરિસ્સા રાજ્યને થઈ છે. ઉત્તરપ્રદેશના આગ્રાના સ્ટોક પણ ઓરિસ્સા, કર્ણાટક, તામિલનાડુમાં
આવેલી શોર્ટેજમાં પીવાઈ જતાં હવે દેશભરમાં બટાટાના પાકની અછત સર્જાય તેવી શક્યતાઓ ઊભી
થઈ છે. પશ્ચિમ બંગાળનાં ૪૧૬ કોલ્ડ સ્ટોરેજમાં હાલમાં ૧૩.૭ લાખ ટન બટાટાનો સંગ્રહ કરાયેલો
છે. જે સ્ટોક આગામી દોઢ માસ સુધી પૂરો પાડવા માટે પર્યાપ્ત હોવા છતાં માલદામાં શાકમાર્કેટમાં
થયેલી શાકભાજીની લૂંટને પગલે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો.
રાજ્યમાં બટાટાના બિયારણનો ભાવ
દોઢો થઈ ગયો
ગત વર્ષે ખેડૂતોએ દિવાળી પહેલાં
બટાટાનું વાવેતર ચાલુ કરી દીધું હતું પરંતુ ચાલુ વર્ષે પાછોતરા વરસાદને કારણે વાવેતર
મોડું થયું છે તેમજ ચાલુ વર્ષે બિયારણના ભાવ પણ ખૂબ જ ઊંચા છે. ગત વર્ષે બિયારણની બોરીનો
ભાવ ૬૦૦થી ૭૦૦ રૃપિયા હતો. પંજાબથી આવતું બિયારણ ચાલુ સાલે બિયારણના વેપારીઓ દ્વારા
રાબેતા મુજબ મંગાવાયું તો છે, પરંતુ આ વખતે વેપારીઓ દ્વારા કર્ટન કરી લઈ ભાવ બમણો કરી
દીધો છે. એટલે કે ચાલુ સાલે ૧૧૦૦થી ૧૨૦૦ રૃ. રોકડાનો ભાવ છે અને જો ઉધાર લેવું હોય
તો ૨૦૦ રૃ. વધારાના ખેડૂતોને ચૂકવવા પડે છે. પરિણામે બિયારણ મોંઘું પડી રહ્યું છે.
ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ૧૦ લાખ કટ્ટાંનો સ્ટોક
રાજ્યમાં હાલમાં બટાટાનો ઓલટાઇમ
હાઇ ભાવ ચાલી રહ્યો છે. દેશમાં ૧૫ વર્ષ પૂર્વે બટાટાનો ભાવ રૃપિયા ૧૬ સુધી પહોંચ્યો હતો. હાલમાં હોલસેલનો ભાવ કિલોએ રૃપિયા
૨૦થી ૨૨નો રહ્યો છે. જે રાજ્યમાં ઓલટાઇમ હાઈ ભાવ છે. ડીસામાં હાલમાં માત્ર ૧૦ લાખ કટ્ટાં
જ બચ્યાં હોવાથી માર્કેટમાં બટાકાની શોર્ટેજ
છે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસો.ના પ્રમુખ ગણપતલાલ કચ્છવાએ જણાવ્યું હતું કે, અત્યાર
સુધી બટાટા સૌથી સસ્તા શાકભાજી તરીકે હતા પરંતુ વાવાઝોડાં -વરસાદના કારણે અન્ય શાકભાજીઓ
બગડી જતા માર્કેટમાં બટાટાની માંગ અચાનક વધતા ભાવો ઊંચકાચા છે. ડિસેમ્બરમાં પાલાખાધની
સ્થિતિ સર્જાવાની શક્યતા છે. રાજ્ય પાસે એક મહિનાનો સ્ટોક ઓછો હોવાથી તેજી હાલમાં અટકે
તેવી શક્યતા નથી.
રાજ્યમાં બટાટાનો ઓલટાઇમ હાઈ
ભાવ
રાજ્યમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ
ધરાવતા ડીસામાં ગત સીઝનમાં ૨.૫૦ કરોડ ઉપરાંત કટ્ટાં બટાકાનો સંગ્રહ થયો હતો. ગત વર્ષે
ડિસેમ્બરમાં રાજ્યમાં ૨૦ લાખ ઉપરાંત કટ્ટાં કોલ્ડ સ્ટોરેજમાં હતા, પરંતુ હાલમાં રાજ્ય
પાસે ૧૫ લાખ કટ્ટાં એટલે કે ૫ લાખ કટ્ટાંની ઘટ છે. બટાટાનો દેશભરમાં સ્ટોક ઓછો હોવાથી
બટાટાનો ભાવ કિલોએ રૃપિયા ૨૫ હોલસેલ પહોંચવાની પણ સંભાવના છે. બટાટાના ભાવ ઊંચકાયા
તો ડુંગળી, લસણ અને ટામેટાં બાદ મોંઘવારીમાં પિસાતી પ્રજાએ બટાટાના ભાવ પણ વધુ ચૂકવવાની
તૈયારી રાખવી પડશે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment