ગુજરાતમાં
છેલ્લાં ત્રણ વર્ષમાં બાગાયતી પાકનું વાવેતર ૧૨.૬૯ લાખ હેક્ટરથી વધીને ૧૪.૮૭ લાખ હેક્ટર
અને ઉત્પાદન ૧૫૨.૭૪ લાખ ટનથી વધીને ૧૯૧ લાખ ટને પહોંચ્યું
દેશના
કૃષિ બજારમાં સૌથી વધુ પ્રગતિ કરતું બજાર એ બાગાયત બજાર છે. ૨૦૧૦-૧૧માં
દેશમાં ૨૧૮ લાખ હેક્ટરમાં બાગાયતી પાકનું વાવેતર થતાં ઉત્પાદન વધીને ૨૪ કરોડ ટન થયું
હતું. ૨૦૧૧-૧૨માં પણ વાવેતરનો આંક ૨૩૨ લાખ હેક્ટર થતાં
ઉત્પાદન ૨૫ કરોડ ટન થયું હતું. આ જ પ્રકારે ૨૦૧૨-૧૩માં ૨૩૫ લાખ હેક્ટરમાં દેશમાં વાવેતર
થતાં ઉત્પાદન ૨૬ કરોડ ટન થવાનો અંદાજ લગાવાયો છે. જેમાં ફળોનું ઉત્પાદન ૭૯૩ લાખ ટન,
શાકભાજીનું ૧૫ કરોડ ટન અને ફૂલોનું ૭૬૦ લાખ ટન ઉત્પાદન થશે.ગુજરાતમાં છેલ્લાં ત્રણ
વર્ષમાં બાગાયતી પાકનું વાવેતર ૧૨.૬૯ લાખ હેક્ટરથી વધીને ૧૪.૮૭ લાખ હેક્ટર અને ઉત્પાદન
૧૫૨.૭૪ લાખ ટનથી વધીને ૧૯૧ લાખ ટને પહોંચ્યું છે. વિશ્વમાં બાગાયતમાં અગ્રણી ગણાતા
ભારતનું ૨૦૧૧માં નિકાસ બજાર ૧૪ હજાર કરોડ રૃપિયા રહ્યું હતું.
બાગાયતી પાકની નિકાસ માંગ બાંગ્લાદેશ, યુએઈ, પાકિસ્તાન,
મલેશિયા, યુ.કે, અમેરિકા અને દુબઈમાં વધતાં ભારતનું નિકાસ માર્કેટ ગ્રોથ કરી રહ્યું
છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment