રાજ્યમાં
તલનું વેચાણ કરી નફો મેળવવાની ઉત્તમ તક
ગત
સપ્તાહે તલમાં મણે રૃપિયા ૩૮૦૦નો ઐતિહાસિક ભાવ બોલાયોઃ આવકના અભાવે તેજી જળવાશેઃ ફેબ્રુઆરી
મધ્યમાં તેજીના બીજા રાઉન્ડની શક્યતા
રાજ્યમાં તલના ઉત્પાદનના અંદાજોમાં મતમતાંતર વચ્ચે ગત સપ્તાહે
રાજ્યમાં તલના ઐતિહાસિક ભાવો ખેડૂતોને મળ્યા હતા. અમરેલી માર્કેટયાર્ડમાં મણના ભાવ રૃપિયા ૩૮૦૦ સુધી પહોંચ્યા હતા. દક્ષિણ કોરિયાના
તલનાં ટેન્ડરો રદ થઇ ગયા બાદ ૨૮મી નવેમ્બરે ખુલવાની ફરી જાહેરાત થઇ હતી. ગત સપ્તાહે
મોટાભાગના યાર્ડમાં ગુણવત્તાયુક્ત તલનું મણે રૃપિયા ૩૩૦૦થી ૩૬૦૦ના ભાવે વેચાણ થયું
હતું. અગાઉ તેજીના સમયે તલે ર૮૦૦થી ૩૦૦૦ની સપાટી બનાવી હતી. જેથી ખેડૂતોએ તલનું વેચાણ
કરી હાલમાં નફો મેળવી લેવો જોઇએ.
તલના
ભાવમાં હજુ પણ ફેબ્રુઆરીના મધ્યમાં વધારો થવાની શક્યતા હોવા છતાં ખેડૂતો હાલમાં ઉંચા
ભાવની તેજીનો લાભ લઇ તલનું વેચાણ કરી ફાયદો મેળવે તો લાભમાં રહેશે. તલનાં નિકાસકાર
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પાછોતરા ભારે વરસાદના કારણે તલના વાવેતરનું ધોવાણ
થતાં ઉત્પાદનનો અંદાજ ૭પ હજાર ટનની સામે કૃષિ વિભાગે ૫૨ હજાર ટનનો અંદાજ મુકતા અને
ઓક્ટોબરની શરૃઆતથી નવી આવકો પાંખી રહેતા તેજીનાં મંડાણ થયાં હતાં.
વેપારીઓ
તો ઉત્પાદનનો અંદાજ કૃષિ વિભાગના અંદાજ કરતાં ઓછો માંડી રહ્યા છે. શિયાળાની શરૃઆતે
ઘરેલુ માંગ વધતા તેજીને બળ મળ્યું છે. દેશમાં તલના ઓછા ઉત્પાદનના કારણે આ સાલ નિકાસની
ધારણા ર લાખ ટનની મુકાઈ છે. જ્યારે દેશનું ચોમાસુ ઉત્પાદન ર.પ૦ લાખનું છે.
જૂનો કેરી ફોરવર્ડ સ્ટોક માંડ ૮થી ૧૦ હજાર મણનો છે.
જોકે, વેપારીઓના અહેવાલ, પાછલાં વર્ષોના ભાવ, માસિક ભાવો વગેરે પાસાઓને ધ્યાને લઈને
તામિલનાડુ કૃષિ યુનિર્વિસટીની સલાહ મુજબ જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના અર્થશાસ્ત્ર ભવનની
સંશોધન ટીમે કરેલા વિશ્લેષણ અનુસાર નવેમ્બર-ડિસેમ્બર ર૦૧૩ દરમિયાન સફેદ તલના ભાવ રૃ.
ર૦૦૦થી રૃ.રર૦૦ સુધીના રહેશે તેમજ ગુણવત્તાવાળા તલનો ભાવ રૃ.ર૮૦૦ સુધી મળશે. ત્યારે
ખેડૂતોએ નબળા તલનો સંગ્રહ કર્યા વગર કાપણી પછી તરત જ બજાર ભાવે વેચી દેવા અને સારી
ગુણવત્તાના તલનો સંગ્રહ કરી જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦૧૪ની સેમી રવી સીઝનના નવા પાક પહેલાં
વેચાણ કરવાની ભલામણ કૃષિ વૈજ્ઞાાનિકો દ્વારા કરવામાં આવી છે. જોકે, હાલમાં જૂનાગઢ કૃષિ
યુનિ.ના અંદાજ કરતાં પણ ખેડૂતોને વધુ ભાવ મળી રહ્યા છે. દેશમાં તલનું વાવેતર ખરીફ સીઝનમાં
૧૪.૯૩ લાખ હેક્ટરમાં થયું છે જે ગત ખરીફમાં ૧૪.૩૨ લાખ હેક્ટર હતું.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment