ખેડૂતોએ ફરજિયાત ૧૫ દિવસની તાલીમ
લેવી પડશે
ગ્રીનહાઉસ માટે ધારાધોરણોમાં નવા ફેરફાર કરવામાં આવશે
અરજી કરનાર ખેડૂતોની
મંજૂરી પણ અટવાઈ હોવાની બૂમરાણ
વિશ્વમાં રક્ષિત ખેતીનો ઉત્તરોત્તર
વ્યાપ વધી રહ્યો છે. દેશમાં પણ ઉચ્ચ ટેક્નોલોજી ધરાવતી ગ્રીનહાઉસ ખેતીનો વ્યાપ વધ્યો
છે રાજ્યમાં હાલમાં નેટહાઉસ, પોલિહાઉસ અને ગ્રીનહાઉસનો આંક ૫,૦૦૦થી વધી ગયો છે. સરકાર
આ ખેતીમાં ખેડૂતોને સૌથી વધુ સબસિડી આપી રહી છે. છેલ્લા દાયકામાં ગ્રીનહાઉસની ખેતી
સતત વધી છે. રાજ્યમાં ગ્રીનહાઉસનાં સ્ટ્રક્ચર બનાવતી ૧૦૦થી વધુ કંપનીઓ આવેલી છે. સરકારે
આ રક્ષિત ખેતીમાં એમ્પેનલ લાગુ કરી સબસિડી આપવાનો નિર્ણય કર્યા બાદ ગ્રીનહાઉસ બનાવવાની નવી અરજી સ્વીકારવા પર બ્રેક
લગાવી દેતાં ગ્રીનહાઉસની આ પ્રક્રિયા પર નવેસરથી એકડો ઘૂંટવાની નોબત આવી છે. સરકારે
એમ્પેનલ પ્રક્રિયામાં સુધારો કરી નવા ધારાધોરણો અમલમાં મૂકવાનો નિર્ણય લેતાં હાલમાં નવા ગ્રીનહાઉસ માટે અરજી સ્વીકારાતી નથી.
બાગાયત વિભાગના અધિકારિક સૂત્રોના
જણાવ્યા અનુસાર રક્ષિત ખેતી ગણાતી ગ્રીનહાઉસની ખેતીનો વધતો વ્યાપ દર્શાવી રહ્યો છે
કે આ ખેતીમાં ખેડૂતોને ચોક્કસ ફાયદો છે, પરંતુ રાજ્યમાં ગ્રીનહાઉસ ફક્ત સ્ટ્રક્ચરનાં
માળખાં બની ગયાં છે.
ગ્રીનહાઉસ બનાવનારા મોટાભાગના
ખેડૂતોએ ગ્રીનહાઉસની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાને બદલે ફક્ત સબસિડીનો લાભ લેવાનું શરૃ
કરતાં ગ્રીનહાઉસનાં ધારાધોરણોમાં ફરી ચેન્જ કરવાનો નિર્ણય લેવાયો છે. ગ્રીનહાઉસ એટલે
રક્ષિત ખેતીનો મૂળભૂત હેતુ મરી ન પરવારે માટે સરકારના આદેશ અનુસાર રાજ્યમાં ગ્રીનહાઉસમાં
સબસિડી માટે નવી એક પણ અરજી સ્વીકારાઈ નથી અને નવાં ધારાધોરણો અનુસાર ખેડૂતોએ ગ્રીનહાઉસ
બનાવતા પૂર્વે ૧૫ દિવસની તાલીમ લેવાનું ફરજિયાત બને તેવી શક્યતાઓ છે. જેથી ગ્રીનહાઉસ
બનાવતા ખેડૂતો આ રક્ષિત ખેતીમાં સફળતા મેળવી શકે. ગ્રીનહાઉસના સ્ટ્રક્ચરમાં પણ એનસીપીએએચ
(નેશનલ કમિટી ઓફ પ્લાસ્ટિક એગ્રીકલ્ચર, ર્હોિટકલ્ચર) નાં ધારાધોરણો લાગુ કરવાનો નિર્ણય
લેવાયો છે.
હાલમાં રાજ્યમાં ગ્રીનહાઉસનાં
સ્ટ્રકચર ઊભાં થઇ ગયા બાદ એગ્રોનોમી ર્સિવસ જ વિસરાઇ જતાં અમુક ખેડૂતોએ ગ્રીનહાઉસ નિષ્ફળ
જઇ રહ્યાં હોવાની બૂમરાણ મચાવતાં સરકારે નવાં પગલાં ભર્યા છે.
રક્ષિત ખેતીની આ ટેક્નોલોજીમાં
સરકારે લાખો રૃપિયાની ખેડૂતોને સબસિડી આપી છે. પરિણામે બાગાયત વિભાગ પણ હવે સતર્ક બની
ગયો છે.સરકારની સપ્ટેમ્બરથી ગ્રીનહાઉસની
મંજૂરી ન આપવાની નીતિથી ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. અત્રે નોંધવું એ પણ ઘટે
કે, રાજ્યમાં ખેડૂતોએ ગ્રીનહાઉસ તો બનાવી દીધાં છે, પરંતુ એગ્રોનોમી ર્સિવસના અભાવે
હવે આ ખેડૂતો ટેકનોલોજીના ઉપયોગથી અજાણ હોવાથી
બેન્ક લોનના હપતા ભરવા ગ્રીનહાઉસ ભાડે આપી રહ્યા હોવાના પણ દાખલાઓ બહાર આવ્યા છે.રાજ્યના ખેડૂતો પ્રતિ ગ્રીનહાઉસ
ર્વાિષક દરે સાડા ત્રણથી ચાર લાખ રૃપિયામાં ભાડે આપી રહ્યા છે. આમ સરકારનો ઉદ્દેશ્ય
ફળીભૂત થતો ન હોવાથી ગ્રીનહાઉસની મંજૂરી પર બ્રેક લાગી હોવાની વિગતો પણ બહાર આવી છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment