સરકારે
સબસિડી મુલત્વી રાખતાં ખેડૂતો માથે કપાસનું ૨.૫ ટકા પાક વીમા પ્રીમિયમ ઝીંકાયું : ઓનલાઇન
અરજી પ્રક્રિયામાં લાખોની સંખ્યામાં ખેડૂતો રહી જાય તેવી સ્થિતિથી તારીખ લંબાવતી સરકાર : ૧૦મી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
પાકવીમો એ ગુજરાતમાં હંમેશાં ચર્ચાનો મુદ્દો બનતો આવ્યો છે. પાકવીમો ન ચૂકવાતોે હોવાની
ખેડૂતોની હંમેશાં બૂમરાણ ચાલુ રહેતી હોવા છતાં આ બાબતે કોઇ નક્કર પગલાં ભરાતાં નથી.
ગત ૧૧મી જુલાઇએ રાજ્ય સરકારે પાક વીમા અંગે પરિપત્ર બહાર પાડી કપાસના પાક વીમાનું પ્રીમિયમ
લટકાવી રાખ્યું હતું. અંતે હોબાળો થતાં કપાસના પાકનું જાહેર થયેલા પાકવીમાના પ્રીમિયમમાં
સરકારે સબસિડી ના આપતાં ૨.૫ ટકાનો વધારો થઈ ગયો છે. ગત વર્ષે કપાસનું ખેડૂતોએ પાક વીમા પ્રીમિયમ ૩.૫
ટકાના દરે ભર્યું હતું. રાજ્યમાં અંદાજિત ૨૦ લાખ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો છે.
રાજ્ય
સરકારે પાક વીમા પ્રીમિયમ માટેની અરજી પ્રક્રિયા ઓનલાઇન કરી દેતાં છેલ્લી તારીખ ૩૦મી
જુલાઇ સુધીમાં સર્વરની સમસ્યા અને ઓનલાઇન પ્રક્રિયાને પગલે લાખો ખેડૂતો રહી જાય તેવી
સ્થિતિ ઊભી થતાં સરકારે ઓનલાઇન અરજી પ્રક્રિયા ૧૦મી ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. ખરીફ
સીઝનમાં ૧૧થી ૧૨ લાખ ખેડૂતો પાક વીમો લેતા હોય છે. હવે સરકારે કપાસમાં પ્રીમિયમ વધારતાં
માંડ કપાસમાં સાચો વીમો લેનારા ખેડૂતો હવે સરકારી ચોપડે કપાસને બદલે મગફળીનું વાવેતર
બતાવી ઓછું પ્રીમિયમ ભરવાની પેરવી કરશે. આખરે જ્યારે નુકસાન થશે ત્યારે પાકવીમો ન મળતો
હોવાની ફરી એ જ બૂમરાણ શરૃ થશે.
યુપીએ
સરકારે ચાલુ ખરીફ સીઝનથી નવી કૃષિ વીમાયોજના શરૃ કરવાનો નિર્ણય લીધો હતો. જે સામે ખેડૂતોમાંથી
વિરોધનો સૂર ઊઠયો હતો. ચૂંટણીનાં પરિણામો બાદ સરકાર બદલાતાં અંતે ગુજરાતમાં એક વર્ષ
સુધી નવી પાકવીમા યોજનાનો અમલ મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ૧૧મી જુલાઇએ
રાજ્ય સરકારે ખરીફ ૨૦૧૪ પાક વીમા યોજના અંગેના બહાર પાડેલા પરિપત્રમાં કપાસના પાકના
પ્રીમિયમનો ઉલ્લેખ ન હોવાથી આખરે હોબાળા બાદ કપાસના પાકનું પ્રીમિયમ ૬ ટકા જાહેર કરાયું
હતું. જે ગત વર્ષની તુલનાએ ૨.૫ ટકા વધારે છે. આ અંગે અધિકારિક સૂત્રો એ જણાવે છે કે,
કપાસના પાકનું પ્રીમિયમ ૮ ટકા જ હતું, પરંતુ સરકારે ખાસ કપાસ માટે વીમા સહાય યોજના
જાહેર કરી બજેટમાં રૃપિયા ૨૦ કરોડની ફાળવણી કરી પાંચ ટકા સબસિડી અપાતાં ખેડૂતો છેલ્લાં
બે વર્ષથી કપાસના પાકવીમાનું પ્રીમિયમ ૩.૫ ટકાના દરે ભરતા હતા. હવે નવી સરકાર આ સબસિડી
આપવાના મૂડમાં ન હોવાથી ખેડૂતોએ ૨.૫ ટકા પ્રીમિયમ વધારે ભરવું પડી રહ્યું છે. આમેય
સરકારે પાક વીમાની અરજી કરવાની ઓનલાઇન સિસ્ટમ દાખલ કરતાં ખેડૂતોમાં કચવાટ બહાર આવી
રહ્યો છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment