વર્ષ
૨૦૧૪-૧૫માં ચોખાનું વૈશ્વિક ઉત્પાદન ૪૭૭૩ લાખ ટન અને ચોખાનો વૈશ્વિક અંતિમ સ્ટોક ૧૦૪૦ લાખ ટન રહેવાની સંભાવના : ભારતમાં
ચોખાનું ૫૦થી ૮૦ લાખ ટન ઉત્પાદન ઓછું રહેવાનો યુએસડીએનો અંદાજ : વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝનમાં
૮ ઓગસ્ટ સુધીમાં ૨૭૩ લાખ હેક્ટરમાં વાવેતર : ૧૦૦૦ લાખ ટન ચોખાનું વર્ષ ૨૦૧૪-૧૫માં ઉત્પાદન
રહેવાનો અંદાજ : શ્રીલંકા ભારતમાંથી ૫૦,૦૦૦ ટન ચોખાની આયાત કરે તેવી સંભાવનાઓ : ગત
વર્ષે ૧૦૬૦ લાખ ટન ઉત્પાદન રહ્યું હતું : ગુજરાતમાં ખરીફ ડાંગરના વાવેતરનો આંક ૬.૩૦
લાખ હેક્ટરે પહોંચ્યો : ૭.૩૬ લાખ હેક્ટરમાં થતું વાવેતર
દેશમાં
ખરીફ સીઝનમાં ડાંગરની મોટાપાયે વાવણી થાય છે. વિવિધ રાજ્યના ચોખા પકવતા ખેડૂતો વરસાદ
વરસે ને ડાંગરની વાવણીનાં તુરંત મંડાણ કરતા હોય છે. જો કે આ વર્ષે વરસાદે ખેડૂતો સાથે
છેતરપિંડી કરતા ખરીફ સીઝનની અંદર ડાંગરની વાવણી મોડી પડતાં ઉતારાને પણ ફટકો પડે તેવી
સંભાવના છે. ૨૦૧૩-૧૪માં ૧૦૬૦ લાખ ટન ચોખા પાકતાં હાલમાં એન્ડિંગ સ્ટોક ૨૫૩ લાખ હોવાની
સાથે નવી સીઝનમાં ૧૦૦૦ લાખ ટન આસપાસ ચોખાનું ઉત્પાદન રહે તેવો અંદાજ છે. ગુજરાતમાં
ડાંગરના વાવેતરને વરસાદના અભાવે મોટો ફટકો પડયો છે. દેેશમાં સરેરાશ ૩૯૦ લાખ હેક્ટરમાં
વાવેતર થતું હોવાથી હજુ વાવેતર વધે તેવી સંભાવના હોવા છતાં ગત વર્ષની તુલનાએ ઘટાડો
રહેશે. ચોખાનો દેશમાં ર્વાિષક વપરાશ ૯૦૦ લાખ ટનથી પણ વધારે છે. ચોખાના ઉત્પાદનમાં ભારત
વિશ્વમાં અગ્રીમ હરોળનો દેશ છે. દેશમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં ૨૭૩ લાખ હેક્ટરમાં
વાવેતર થયું છે. યુએસડીએના એક અંદાજ અનુસાર ચોખાનું ઉત્પાદન દેશમાં ૫૦થી ૮૦ લાખ ટન
ઓછું રહેશે. હાલમાં પણ ચોખા પકવતા રાજ્યોમાં વરસાદની ઘટ છે.
દુ
નિયાની અડધી માનવજાતિ ખોરાક તરીકે ઉપયોગ કરતી
હોય તેવો મહત્ત્વનો પાક ડાંગર છે. એશિયામાં
ભારત, ચીન, થાઇલેન્ડ, વિયેતનામ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા સહિતના અનેક દેશોમાં ડાંગરનું
મોટા પાયે વાવેતર થાય છે. ચાવલ, ચોખા, પેડી અને ભાત જેવાં નામોથી ઓળખાતો આ ધાન્યપાક
કૃષિ ઉત્પાદન તથા કૃષિ અર્થકારણની દૃષ્ટિએ મહત્ત્વનો ધાન્ય પાક છે. એશિયા ખંડના ખેડૂતો
દુનિયાની જરૃરિયાતની ૯૦ ટકા ડાંગર પકવે છે. ભારત વિશ્વમાં ડાંગર ઉત્પાદનનો અગ્રણી દેશ
છે. અંદાજે ૪૦૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર અને ૧૦૦૦ લાખ ટન ઉત્પાદન થાય છે. દેશમાં
થતા કુલ વાવેતરનો ૩૦ ટકા જેટલો હિસ્સો ડાંગરનો છે. ડાંગરનું વાવેતર કરતાં રાજ્યોમાં
પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને કર્ણાટક રાજ્યનો
સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં પણ સરેરાશ ૭.૩૬ લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર થાય છે.
ચાલુ
વર્ષે ખરીફ ડાંગરના વાવેતરમાં ઘટાડો નોંધાવાની સાથે ૧૧ ઓગસ્ટ સુધીમાં ૬.૩૦ લાખ હેક્ટરમાં
વાવેતર થયું છે. ડાંગરનું ઉત્પાદન લેનારાં રાજ્યના જિલ્લાઓમાં અમદાવાદ, ખેડા, બનાસકાંઠા,
વડોદરા, ભરૃચ, વલસાડ તથા ગાંધીનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. એક માહિતી મુજબ દેશમાં
૭૧ લાખ ટનથી વધુ બાસમતી ચોખાનુંં ઉત્પાદન થાય છે. આ બાસમતી ચોખાની મધ્ય પૂર્વના દેશોમાં
ભારે ડિમાન્ડ રહે છે. સમગ્ર દેશમાં ડાંગર એ મહત્ત્વનો ખરીફ પાક હોવાથી ખાસ કરીને પાણી
ભરાઇ રહેતું હોય તેવી જમીનમાં ડાંગરની ચોમાસામાં મોટા પાયે વાવણી થાય છે. વર્ષ ૨૦૧૪-૧૫માં
૧૦૦૦ લાખ ટનની આસપાસ ચોખાનું ઉત્પાદન રહી શકે છે. જે ગત વર્ષે ૧૦૬૦ લાખ ટન રહ્યું હતું.
ખાદ્ય મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પંજાબમાં ૨૫ ટકાના વધારા સાથે
સૌથી વધારે ચોખાનું ઉત્પાદન થવાનો અંદાજ છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ખરીફ સીઝનમાં
ચોખાનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં ચોખાની ખરીદી માટે વિશેષ સેન્ટરો ઊભાં કરવા માટે સૂચન
પણ કરી દેવામાં આવ્યું છે. જો કે એક તરફ દેશનાં વિવિધ રાજ્યોમાં ખરીફ સીઝનમાં ડાંગરની
વાવણી સારી રહેતાં આ વર્ષે ઉત્પાદન સારંું આવવાના પણ અંદાજો લગાવાઈ રહ્યાં છે. વર્ષ
૨૦૧૩-૧૪માં ડાંગરની વાવણી સારી એવી થતા ઉત્પાદન ૧૦૬૦ લાખ ટન રહેવાનો પણ અંદાજો લગાવવામાં
આવી રહ્યો છે.
કટકસ્થિત રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના જણાવ્યા પ્રમાણે
ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને બિહારમાં સારા વરસાદને પગલે ડાંગરની વાવણીમાં
સુધારો જોવા મળ્યો છે. આ વર્ષે જુલાઈના અંતમાં વરસાદ વરસતા કેટલાંક ખેડૂતોએ નર્સરીમાં
ધરુઉછેર કરાવ્યું હતું અને ત્યારબાદ તેની રોપણી કરી હતી. જો કે ખાદ્ય મંત્રાલયના એક
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૪ના મુકાબલે આ વર્ષે ચોખાનું ૫૦થી ૮૦ લાખ
ટન ઓછું ઉત્પાદન રહેશે, જ્યારે મોટાં અનાજ અને કઠોળના ઉત્પાદનમાં પણ નજીવો ઘટાડો જોવા
મળશે. તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને ઉત્તરનાં
રાજ્યોમાં સિંચાઈની સુવિધા અને પંપ સેટની જોગવાઈને પગલે ડાંગરના પાકને વ્યાપક નુકસાન
નથી પહોંચ્યું, પરંતુ વરસાદની ઘટને પગલે વાવણી ઘટતાં આ વર્ષે ઉત્પાદન ઓછું આવવાની શક્યતાઓ
ચોક્કસ રહેલી છે.
ભારતમાંથી
ચોખાની નિકાસ ઘટવાનો યુએસડીએનો અંદાજ
અમેરિકાના
કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે ભારતમાંથી વર્ષ ૨૦૧૩-૧૪ (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) માર્કેટિંગ
વર્ષમાં ૧૦૦ લાખ ટન નિકાસ કરવામાં આવી હતી. જે ગત વર્ષ ૨૦૧૨-૧૩ના સમયગાળામાં ૧૦૮ લાખ
ટન રહી હતી. યુએસડીએના અંદાજ મુજબ વર્ષ ૨૦૧૪-૧૫ના માર્કેટિંગ વર્ષમાં ભારતમાંથી ૨૦
ટકાના ઘટાડા સાથે ૮૦ લાખ ટનની આસપાસ ચોખાની નિકાસ રહેશે. ખાસ કરીને ઉત્પાદન ઓછું આવવાને
પગલે અને સપ્લાય સિસ્ટમ પર ભારે અસર રહેવાને કારણે નિકાસમાં ઘટાડો જોવા મળશે. યુએસડીએના
અંદાજ પ્રમાણે ભારતમાં વર્ષ ૨૦૧૪-૧૫માં વાવણીમાં ઘટાડો થવાને પગલે ૬ ટકાના ઘટાડા સાથે ૯૯૫ લાખ ટન ચોખાનું ઉત્પાદન
રહેશે. યુએસડીએએ પોતાના અંદાજમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે વર્ષ ૨૦૧૪-૧૫માં ભારતમાં
ખરીફ સીઝનમાં ડાંગરની વાવણીમાં ગત વર્ષની તુલનાએ ૩ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
સરકાર
પાસે કુલ ૨૫૫ લાખ ટન ચોખાનો બચેલો સ્ટોક
ડાંગરનો
પાક આમ તો ૧૪૦થી ૧૫૦ દિવસની અંદર તૈયાર થતો હોય છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને
તેની કાપણી પણ મોડી થવાના અંદાજો વ્યક્ત કરાઈ રહ્યાં છે. જો કે હજુ પણ કેટલાંક રાજ્યોની
અંદર વાવણી પ્રક્રિયા યથાવત્ હોવાને કારણે ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી. એટલે ઓગસ્ટના
બીજા અને ત્રીજા અઠવાડિયા પછી આખી સ્થિતિ સ્પષ્ટ થઈ શકે તેમ છે. પંજાબ, હરિયાણા અને
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક તબક્કે પિયત વ્યવસ્થા પૂરી પાડીને ડાંગરની રોપણી કરવામાં
આવી હતી, પરંતુ એક તરફ વરસાદ ખેંચાતા ડાંગર પકવતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડયો
હતો. ત્યારે 'બ્રિંગ ગ્રીન રિવોલ્યુશન ટુ ઈસ્ટર્ન ઈન્ડિયા' હેઠળ કેન્દ્ર સરકારે ડાંગરનું
ઉત્પાદન વધારવા માટે ૧૦૦૦ કરોડ રૃપિયાની સહાયની પણ જોગવાઈ કરી છે. આ સહાય હેઠળ આસામ,
બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને આવરી લેવામાં
આવ્યા છે.
અત્રે
ઉલ્લેખનીય છે કે ૧ જુલાઈ, ૨૦૧૪ની સ્થિતિએ ભારત સરકાર પાસે કુલ ૨૫૫ લાખ ટન ચોખાનો સ્ટોક
બચેલો છે. જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં સરકાર પાસે ૩૧૫ લાખ ટન ચોખાનો સ્ટોક હતો.
જે ગત વર્ષ કરતાં ૧૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. નિષ્ણાતોના મતે વર્ષ ૨૦૧૪-૧૫માં ભારતમાંથી
૯૫ લાખ ટન ચોખાની નિકાસ થઈ શકે છે. ખાસ કરીને શ્રીલંકા ભારતમાંથી ૫૦,૦૦૦ ટન ચોખાની
આયાત કરે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. વળી વર્ષ ૨૦૧૪-૧૫માં શરૃઆતનો સ્ટોક અને ઉત્પાદન
બંને ઓછું રહેશે. જેની સીધી અસર વૈશ્વિક ઉત્પાદન પર પણ પડી શકે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં
ચોખાનું વૈશ્વિક ઉત્પાદન ૪૭૭૩ લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે વર્ષ ૨૦૧૪-૧૫માં ચોખાનો
વૈશ્વિક એન્ડિંગ સ્ટોક ૧૦૪૦ લાખ ટન રહેવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝનમાં ભારત,
ચીન, અને ફિલિપાઈન્સમાં એન્ડિંગ સ્ટોક ઓછો રહેવાનું અનુમાન છે જ્યારે બ્રાઝિલ, વિયેતનામ
અને અમેરિકામાં એન્ડિંગ સ્ટોક સમતોલ રહેશે.
ચોખાના
ઉત્પાદનમાં ટોપટેન રાજ્ય
રાજ્ય ઉત્પાદન ( % )
પશ્ચિમ
બંગાળ ૧૫.૮૦
આંધ્રપ્રદેશ ૧૨.૭૧
ઉત્તરપ્રદેશ ૧૧.૯૧
પંજાબ ૧૦.૮૬
ઓરિસ્સા ૭.૩૧
તામિલનાડુ ૭.૮
છત્તીસગઢ ૫.૪૦
બિહાર ૫.૩૪
કર્ણાટક ૩.૭૦
હરિયાણા ૩.૬૧
નોંધ :ઉત્પાદનનો હિસ્સો ટકામાં છે
ચાર
વર્ષમાં ચોખાનું ઉત્પાદન
વર્ષ ઉત્પાદન
૨૦૧૦-૧૧ ૯૫૯
૨૦૧૧-૧૨ ૧૦૫૩
૨૦૧૨-૧૩ ૧૦૫૪
૨૦૧૩-૧૪ ૧૦૬૨
૨૦૧૪-૧૫ ૧૦૦૦
નોંધઃ
ઉત્પાદનના આંક લાખ ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment