મોડા
પણ સાર્વત્રિક વરસાદથી ખરીફ વાવેતરને ફાયદો : કપાસનો વાવેતર આંક ૨૮.૨૦ લાખ હેક્ટરે
જ્યારે મગફળીનો વાવેતર આંક ૧૨ લાખ હેક્ટરે પહોંચ્યો : સૌરાષ્ટ્રમાં મગફળીના પાકની સારી
સ્થિતિથી વાવેતરમાં ઘટ છતાં ઉતારા સારા રહેવાની સંભાવના : કપાસની સપ્ટેમ્બરમાં સ્થિતિ
સ્પષ્ટ થવાની શક્યતા : રાજ્યમાં ૫૪ ટકા વરસાદ વચ્ચે વાવેતર ૭૫ ટકા : કપાસ અને મગફળીનો
વાવેતર વિસ્તાર મુખ્યત્વે વરસાદ પર આધારિત : વરસાદ સારો રહેશે તો ઉત્પાદનમાં ખેડૂતોને
ફાયદો : સૌરાષ્ટ્રમાં ૧૯ લાખ હેક્ટરમાં કપાસની વાવણી
મોડા
પણ વરસેલા સાર્વત્રિક વરસાદે ખરીફ પાકોનું ચિત્ર બદલી નાખ્યું છે. ખરીફ પાકમાં સૌથી
વધુ ફાયદો કપાસ અને મગફળીના પાકને થયો છે. ગુજરાતમાં ૫૪ ટકા વરસાદ વચ્ચે પણ કપાસનું
વાવેતર ૨૮.૨૦ લાખ હેક્ટર અને મગફળીનું ૧૨ લાખ હેક્ટરે પહોંચ્યું છે. સમયસર વરસાદથી
પાક હાલમાં ઉત્તમ સ્થિતિમાં હોવાથી મગફળીમાં વાવેતરની ઘટ છતાં ઉતારા સારા રહે તેવી
શક્યતા છે. કપાસમાં પણ ઉજળા સંજોગોથી ઉત્પાદનનો આંક ૧૧૫ લાખ ગાંસડીને વટાવે તેવા ઉજળા
સંજોગો સર્જાયા છે. રાજ્યમાં વરસાદથીે મગફળીનું ૮૩ ટકા અને કપાસનું ૧૦૩ ટકા વાવેતર
થયું છે. દેશમાં મગફળીનું ૨૮.૪ લાખ હેકટર વાવેતર એટલે કે ગત સાલ કરતાં ૨૩ ટકા ઓછું
રહ્યું છે. ગુજરાતમાં વાવેતરમાં ઘટ છતાં ઉત્પાદન ૨૦ લાખ ટનની આસપાસ રહેવાની સંભાવના
છે. કપાસમાં પણ વાવેતરનો આંક દેશમાં ૧૧૦ લાખ હેક્ટરના આંકને વટાવી ગયો છે. દેશમાં કપાસનું
ઉત્પાદન ૪૦૦ લાખ ગાંસડીના આંકને વટાવે તેવી શક્યતા છે જ્યારે ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી
બોર્ડ ૩૫૨ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન થવાનો અંદાજ મૂકે છે.
ગુ
જરાતમાં અછતની સ્થિતિ વચ્ચે મોડા વરસેલા વરસાદથી વાવેતરનો આંક ઊંચકાવાની સાથે જૂનમાં
સિંચાઇની સુવિધા ધરાવતા ખેડૂતોએ વાવેતર કરેલા પાકો હાલમાં ઉત્તમ સ્થિતિમાં આવી ગયા
છે. ઓગસ્ટના અંતમાં સારો વરસાદ રહ્યો તો ખેડૂતોને પાકમાં ફાયદો રહેવાની સંભાવના છે.
રાજ્યમાં સૌથી વધુ ફાયદો કપાસના ખેડૂતોને થયો છે. રાજ્યમાં વરસાદની અછતની સ્થિતિ વચ્ચે
પણ ખેડૂતોએ ૪૦ ટકા વાવેતર સિંચાઈથી કરી દીધા બાદ સતત વરસાદ રહેતાં કપાસનો પાક ઉત્તમ
સ્થિતિમાં આવી ગયો છે. છેલ્લે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા સાબરકાંઠા, મહેસાણા અને મોરબીમાં
વાવેતર કરાયેલો પાક હાલ વાનસ્પતિક વૃદ્ધિની સ્થિતિએ ઉત્તમ હોવાનું કપાસ સંશોધન કેન્દ્રના
સંશોધન વૈજ્ઞાાનિક ડો. ખાનપરાએ જણાવ્યું હતું.
કપાસમાં
સપ્ટેમ્બરમાં ઉત્પાદનનો અંદાજ લગાવવો શક્ય બનશે, પરંતુ હાલમાં કપાસની વૃદ્ધિ સરસ છે.
કપાસનું ૨૦૧૩-૧૪માં ૩૬૬ લાખ ઉત્પાદન થયું છે. ૨૦૧૪-૧૫માં કપાસનું ઉત્પાદન ૪૦૦ લાખ ગાંસડી
વટાવે તેવા અંદાજો લગાવાઇ રહ્યા છે. જોકે, ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરીના મતે કપાસનું
ઉત્પાદન ૩૫૩ લાખ ગાંસડી રહેશે. આમ કપાસનું જુલાઇના અંતમાં રેકોર્ડબ્રેક વાવેતર વધતાં
ઉત્પાદનના અંદાજો પણ વધ્યા છે. કપાસનું સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્રમાં ૧૯ લાખ હેક્ટરમાં
થયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાવેતર ૩.૩૭ લાખ હેક્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં
થયું છે. ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન વધારવાના ભાગરૃપે દેશમાં કપાસનું વાવેતર કરતાં
રાજ્યોએ પ્રોજેક્ટ શરૃ કરતાં રૃનું ઉત્પાદન વધે તેવી સંભાવના છે. મગફળીમાં પણ ગત વર્ષે
રેકોર્ડબ્રેક ૯૦ લાખ ટનથી વધુ ઉત્પાદન થયું હતું. જેમાં ગુજરાતમાં ૧૭ લાખ હેક્ટરમાં
મગફળીનું વાવેતર થતાં ઉત્પાદન ૨૫ લાખ ટન થયું હતું. ચાલુ વર્ષે દેશમાં મગફળીના વાવેતર
વિસ્તારમાં ૧૦ લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. જેમાં
ગુજરાતમાં
જ પાંચ લાખ હેક્ટરમાં વાવેતર ઘટયું છે. આમ છતાં હાલમાં મગફળીમાં વાનસ્પતિક વૃદ્ધિ ઉત્તમ
હોવાની સાથે રોગ-જીવાતનું પ્રમાણ ઓછંુ હોવાનું તેલીબિયાં સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક
ડો. એલ. કે. ધડૂકે જણાવ્યું હતું.
મગફળીના
ભાવ રાજ્યમાં સ્થિર રહેશે : વિશ્વમાં
મગફળીના ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલા હિસ્સા સાથે ભારત બીજા નંબરનું સ્થાન ધરાવે છે. દેશમાં
ગત વર્ષ ૨૦૧૩-૧૪માં મગફળીનું વિક્રમજનક ઉત્પાદન અંદાજે ૯૪.૭૨ લાખ ટન જેટલું થયેલું
હતું. જે અગાઉના વર્ષ ૨૦૧૨-૧૩માં માત્ર ૪૬.૯૫ લાખ ટન જેટલું હતું. ગત વર્ષે ગુજરાતમાં
૧૭.૫૦ લાખ હેક્ટરમાં (ઉનાળુ સહિત) મગફળીનું વાવેતર થતાં અંદાજે ૨૫ લાખ ટન જેટલું ઉત્પાદન
મળ્યું હતું, જ્યારે અગાઉનાં વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૩ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન
૯.૬૦ લાખ ટન જ મળ્યું હતું. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને જૂનાગઢ કૃષિ અર્થશાસ્ત્ર
વિભાગ અને સંશોધન ટીમે ભાવનું વિશ્લેષણ કર્યું છે. જે વિશ્લેષણ મુજબ એવું અનુમાન છે
કે મોટી મગફળીનો ભાવ મણના ભાવ રૃ.૭૪૦થી ૮૨૦ અને ઝીણી મગફળીનો ભાવ મણના રૃ.૬૬૦થી ૭૬૦
રહેવાની શક્યતા છે. દૃ ( જૂનાગઢ કૃષિ યુનિ.ના અર્થશાસ્ત્ર વિભાગના રિપોર્ટને આધારે
)
મગફળીમાં
૨૦૧૪-૧૫માં વાવેતર અને વરસાદ
જિલ્લો વાવેતર સરેરાશ વરસાદ ટકા
રાજકોટ ૨,૨૪,૦૦૦ ૫૫૦ ૩૬૫ ૬૬.૪૪
જામનગર ૧.૩૯,૦૦૦ ૫૯૭ ૩૧૨ ૫૩.૨૩
જૂનાગઢ ૨.૨૪,૦૦૦ ૮૭૦ ૭૨૬
૮૩.૪૭
પોરબંદર ૬૭,૮૦૦ ૬૬૫ ૪૪૩ ૬૬.૫૮
અમરેલી ૭૦,૮૦૦ ૬૦૩ ૨૬૨ ૪૩.૪૬
સુરેન્દ્રનગર ૬૪,૦૦૦ ૫૫૦ ૩૬૫ ૬૬.૪૪
ગીર ૮૯,૩૦૦ ૮૬૪ ૬૮૪ ૭૯.૧૭
મોરબી ૩૯,૫૦૦ ૪૮૬ ૨૪૯ ૫૧.૫૫
દ્વારકા ૧.૫૫,૦૦૦ ૫૮૭ ૩૯૧
૬૬.૫૭
ભાવનગર ૬૨,૨૦૦ ૫૭૦ ૨૭૬ ૪૮.૪૬
સાબરકાંઠા ૨૯,૩૦૦ ૮૦૬ ૩૬૧ ૪૪.૭૪
બનાસકાંઠા ૪૮,૧૦૦ ૫૭૪ ૧૮૪ ૩૨.૦૮
કુલ ૧૧,૯૬,૮૦૦ ૭૯૭ ૪૩૦ ૫૪
નોંધ : વાવેતર લાખ હેક્ટરમાં, વરસાદ મિમી.માં છે.
મગફળીમાં ૨૦૧૩-૧૪ની ખરીફ સ્થિતિ
જિલ્લો વાવેતર ઉત્પાદકતા ઉત્પાદન
અમરેલી ૧.૩૮ ૧૫૦૦ ૨.૦૦
ભાવનગર ૧.૧૯ ૧૩૧૦ ૧.૬૦
જામનગર ૩.૫૭ ૧૬૨૫ ૫.૮૦
જૂનાગઢ ૩.૮૬ ૧૭૫૦ ૬.૭૬
પોરબંદર ૦.૮૫ ૨૦૫૦ ૧.૭૫
રાજકોટ ૩.૨૭ ૧૫૦૦ ૪.૯૦
સુરેન્દ્રનગર ૦.૨૬ ૮૭૫ ૦.૨૫
કચ્છ ૦.૭૦ ૧૫૦૦ ૧.૦૪
સાબરકાંઠા ૦.૮૩ ૧૨૫૦ ૧.૦૫
બનાસકાંઠા ૦.૫૨ ૧૧૨૫ ૦.૬૦
કુલ ૧૬.૬૦ ૧૫૬૦ ૨૫.૯૫
નોંધઃ
વાવેતર લાખ હેક્ટરમાં, ઉત્પાદકતા કિલોમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે. ( 'સી'ના સર્વે અંતર્ગત )
કપાસનો
ભાવ નવેમ્બર બાદ મણે રૃ.૧૦૦૦ રહેવાની સંભાવના : દેશમાં
છેલ્લા દાયકામાં કપાસનું ઉત્પાદન, વપરાશ અને કિંમતમાં મક્કમપણે વધારો થયો છે. વર્ષ
૨૦૧૩-૧૪માં સારા ચોમાસાને લીધે દેશમાં કપાસનું ઉત્પાદન અત્યાર સુધીનું સૌથી વધારે ૩૬૬
લાખ ગાંસડી (ત્રીજા આગોતરા અંદાજ મુજબ) થવાનો અંદાજ છે. જે ગત વર્ષે ૩૫૫ લાખ ગાંસડી
થયું હતું. દેશમાં કપાસનું સારું ઉત્પાદન થવા સાથે ૧૧૦ લાખ જેટલી ગાંસડી નિકાસ થવાને
લીધે કપાસના ભાવ મણના રૃ.૧૦૦૦ આસપાસ જળવાઇ રહેવા સાથે સને ૨૦૧૩-૧૪ના અંતે બિનવપરાશી
જથ્થો અંદાજે ૪૦ લાખ ગાંસડી રહેશે, જે અગાઉના વર્ષ કરતાં થોડો વધુ રહેશે. જૂનાગઢ કૃષિ
યુનિવર્સિટી, જૂનાગઢના કૃષિ અર્થશાસ્ત્ર વિભાગની સંશોધન ટીમે ગોંડલ માર્કેટયાર્ડના
ઐતિહાસિક આંકડાઓનું પૃથક્કરણ કરી તારણ મુજબ , આગામી નવેમ્બર, ૨૦૧૪થી જાન્યુઆરી, ૨૦૧૫
દરમિયાન (વીણી સમયે) કપાસનો ભાવ મણના રૃ.૯૬૦થી ૧૦૬૦ રહેવાની શક્યતા છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment