૩ વર્ષ અને ૧૫૬ અંક પૂર્ણ કરીને આજે ખેડૂતો માટે કટીબદ્ધ 'એગ્રો સંદેશ' કૃષિ સાપ્તાહિકનો ચતુર્થ વર્ષનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો. 'એગ્રો સંદેશ' એ ખેડૂતોનું ત્રણ વર્ષથી પથદર્શક બનતું આવ્યું છે. કૃષિક્ષેત્રના વિવિધ વિષયો પૈકી 'એગ્રો સંદેશે' ૨૪ પેજ થકી ખેડૂતો માટે વૈવિધ્યસભર માહિતીનો રસથાળ પીરસ્યો છે. ખેડૂતો સુધી સચોટ અને સમયસર માહિતી પહોંચાડવી એ 'એગ્રો સંદેશ' નું હંમેશાં લક્ષ્ય રહ્યું છે. ૯ વિશેષાંક અને કૃષિ વિશેષ થકી ખેડૂતો સુધી તદ્દન નાવિન્યસભર માહિતી હંમેશાં 'એગ્રો સંદેશે' પહોંચાડી છે. ખરીફ હોય, રવી કે પછી ઉનાળુ સીઝન ખેડૂતો સુધી પાકના વાવેતરની વૈજ્ઞાાનિક ખેત પદ્ધતિ આપવાની સાથે 'એગ્રો સંદેશે' પાકના ભાવો અંગે પણ સમયસર અને ઝીણવટપૂર્વકની સચોટ માહિતી પહોંચાડી છે. સાથે દૈનિક બજારોમાં વિવિધ પાકોના ભાવોની ઉથલ-પાથલ અંગે પણ ખેડૂતોને વાકેફ કર્યા છે. ખેડૂતોના સંતાનો કૃષિ અભ્યાસક્રમ અંગેની માહિતીથી વંચિત ન રહે માટે કૃષિ યુનિ.માં ચાલતા વિવિધ અભ્યાસક્રમો અંગે પણ ખેડૂતોનું 'એગ્રો સંદેશ' માર્ગદર્શક બન્યું છે. કૃષિમાં વધતો ઇન્ટરનેટનો વ્યાપ હોય કે કાયદાઓની આંટીઘૂંટી તેમજ ખેડૂતોએ કરવા પડતા સાપ્તાહિક કૃષિ કાર્યો આ તમામ વિગતો આપવામાં 'એગ્રો સંદેશ' હંમેશાં અગ્રેસર રહ્યું છે. દેશની હોય કે રાજ્યની, ખેતીની તમામ વર્તમાન સ્થિતિ અંગે 'એગ્રો સંદેશે' હંમેશાં ખેડૂતોનું ધ્યાન દોર્યું છે. ખેડૂતોને પજવતા ખેતીલક્ષી પ્રશ્નો અંગે પણ 'એગ્રો સંદેશ' હંમેશાં હામી બનીને ઉભર્યું છે. ખેડૂતોને રાજ્યલક્ષી સહાય યોજનાઓ અંગે પણ 'એગ્રો સંદેશે' ખેડૂતોને સમયસર માર્ગદર્શન પૂરું પાડયું છે. ખેતીમાં અવનવી ટેકનોલોજી અપનાવનારા ખેડૂતો માટે પણ 'એગ્રો સંદેશ'ની પ્રોત્સાહકની ભૂમિકા રહી છે. આજે ત્રણ વર્ષના અંતે 'એગ્રો સંદેશ' એ ખેડૂતોનું પોતીકું સમાચાર પત્ર બનવાની સાથે ખેડૂતો સાથે એક પારિવારિક સંબંધ પણ ધરાવે છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment