ચણાના
ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૩૪૦૦થી વધુ થવાની શક્યતા ઓછીઃ વિશ્વમાં ચણાનું ૭૦ ટકા ઉત્પાદન
કરતો દેશ ભારત
દેશમાં
રવી સીઝનના વાવેતરની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રવી વાવેતર વધવાના સંજોગો વચ્ચે
ચણાનું વાવેતર ૧૦ ટકા વધવાના અંદાજથી ભાવમાં છેલ્લા પખવાડિયાથી ઘટાડો નોંધાયો છે. ચાલુ
વર્ષે રવીમાં સારા હવામાનને પગલે ચણાના ઉત્પાદનમાં પણ વધારો થવાનો અંદાજ મૂકાયો છે.
ચણાના વાયદા બજારમાં ૧૬મી નવેમ્બરના રોજ રૃ.૩૨૪૦ની સપાટી હતી જે ઘટીને ૩૦ નવેમ્બરના
રોજ ૩,૦૬૫ થઇ ગઇ હતી. આમ, નવેમ્બરમાં પંદર દિવસમાં જ ચણાના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં ૨૦૦થી
૩૦૦ રૃપિયાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં ચણાનો વાવેતર વિસ્તાર ૮૨ લાખ હેક્ટર સરેરાશ
છે. ૫મી ડિસેમ્બર સુધીમાં દેશમાં ચણાનું ૮૨.૦૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેે
૨૦૧૨માં ૭૬.૬૭ લાખ હેક્ટર હતું. દેશમાં ચણાનું સૌથી વધુ વાવેતર મધ્યપ્રદેશમાં ૩૫ લાખ
હેક્ટરમાં થાય છે. જ્યાં ચાલુ સીઝનમાં ૩૨ લાખ હેક્ટરમાં થઇ ચૂક્યું છે. ત્યારબાદ રાજસ્થાનમાં
સરેરાશ ૧૩.૫૭ લાખ હેક્ટરમાં થતા વાવેતર સામે હાલમાં ૧૩.૩૧ લાખ હેક્ટરમાં વાવેતર થઇ
તૂક્યું છે.
ચાલુ
વર્ષે રાજસ્થાન સરકારે ચણાનું વાવેતર ૧૫ લાખ હેક્ટર થવાનો આગોતરો અંદાજ લગાવ્યો છે.
જ્યાં ૨૯મી નવેમ્બર સુધીમાં ચણાનું ૧૩.૩૧ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. રાજસ્થાનમાં
૨૦૧૨માં ૧૧.૧૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ગુજરાતમાં પણ ૨ ડિસેમ્બર સુધી ૧.૬૨
લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર નોંધાયું હતું. દેશમાં ૨૦૧૨માં ચણાના વાવેતરમાં મધ્યપ્રદેશ,
છત્તીસગઢ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યનો દબદબો રહ્યો છે. વિશ્વમાં ચણાનું
૭૦ ટકા ઉત્પાદન એકમાત્ર ભારતમાં થાય છે. ત્યારબાદ ઇરાનમાં ૩ ટકા, તુર્કીમાં ૩ ટકા અને
પાકિસ્તાનમાં ૩ ટકા ચણાનું ઉત્પાદન થાય છે. આમ છતાં ભારત દર વર્ષે ૩૦ લાખ ટન કઠોળની
આયાત કરે છે. પી. ચિદમ્બરમે લોકસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે,
ભારતે ૨૦૧૧-૧૨માં ૮,૭૬૭ કરોડ રૃપિયાના કઠોળની આયાત કરી હતી. મધ્યપ્રદેશમાં ચણાના વાવેતરમાં
નજીવો વધારો થઇ શકે છે. સોયાબીનના વધુ વાવેતર અને ઘઉંના ઊંચા ભાવથી ખેડૂતો ચણાના વાવેતર
તરફ વળ્યા છે. ચણાની સીઝનમાં અંતે ૩ લાખ ટનનો સ્ટોક રહે તેવી ધારણા છે. ચણામાં શરૃઆતમાં
તેજીની શક્યતાના અંદાજો હતા જેમાં વાવેતર વધવાના અંદાજોથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો
છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment