દેશમાં
બટાટાનું ૧૮થી ૧૯ લાખ હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજઃ ગત ફેબ્રુઆરીમાં વરસાદથી બટાટાના
બિયારણમાં નુક્સાન
દેશમાં
બટાટાના ભાવ હાલમાં ઓલટાઇમ હાઇ ચાલી રહ્યા છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વરસાદને પગલે લીલા
શાકભાજીના પાકોમાં નુક્સાનથી બટાટાની ખપત વધતાં સર્જાયેલી ઘટથી હાલમાં બટાટાના ભાવમાં
ઉછાળો આવ્યો છે. દેશમાં ૨૦૧૩માં ૧૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૪૫૦ લાખ ટન થયું
હતું. ચાલુ વર્ષે પણ વાવેતર ૧૮થી ૧૯ લાખ હેક્ટર થવાનો કૃષિ યુનિ.ને અંદાજ છે. દેશમાં
ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ, બિહાર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઝારખંડ દેશના
કુલ વપરાશ પૈકીના ૮૫ ટકા બટાટાનું ઉત્પાદન કરે છે. દુનિયામાં બટાટાના ઉત્પાદનમાં ભારત
એ બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે.
ફેબ્રુઆરી
૨૦૧૩માં બટાટાની સીઝનમાં વરસાદથી બટાટાના બિયારણને નુક્સાન પહોંચતાં ચાલુ વર્ષે બટાટાના
ઉત્પાદનમાં આંશિક ઘટાડો આવી શકે છે. ખેડૂતો
માટે સારા સમાચાર એ છે કે બટાટાની કાપણી સમયે પણ બટાટાના ભાવ દેશમાં પ્રતિક્વિન્ટલ
રૃપિયા ૪૫૦થી ૫૫૦ વચ્ચે રહેવાનો અંદાજ પંજાબ કૃષિ યુનિ.એ મૂક્યો છે. દેશમાં મેથી ઓક્ટોબર દરમિયાન બટાટાનો ભાવ પ્રતિક્વિન્ટલ
૫૦૦થી ૭૦૦ રહ્યો છે. સીઝન દરમિયાન ઓછી ઠંડીથી બટાટાના વાવેતરને અસર પહોંચી શકે તેમ
છે.
બટાટાનું
બનાસકાંઠા જિલ્લામાં ૧૮ હજાર હેક્ટરમાં વાવેતર
રાજ્યમાં
બટાટાના વાવેતરમાં ચાલુ રવી સીઝનમાં ઘટાડો નોંધાયો છે. ગત રવી સીઝનમાં ૨૫મી નવેમ્બર
સુધીમાં ૩૯ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. ચાલુ સીઝનમાં ૩૦ હજાર હેક્ટરમાં વાવેતર
થયું છે. જેમાં સૌથી વધુ બટાટાનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં ૧૮ હજાર હેક્ટરમાં થયું
છે. બટાટાના વાવેતરમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર
રાજ્યમાં મોખરે છે. જ્યાં ૨૯,૩૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment