પાકમાં ખાતર આપવા સમયે જ ખેડૂતોને ખાતર ન મળતાં ખરીફ ઉત્પાદન પર અસર થશે : રેકોર્ડબ્રેક ૧૦.૧૧ લાખ ટન ખાતરનો સપ્લાય કરાયો હોવાનો
કૃષિ વિભાગનો દાવો : રાજ્યની સહકારી મંડળીઓના ધરમધક્કા ખાતા ખેડૂતો : ગુજકોમાસોલ પાસે
જ ૨ લાખ ટનની ડિમાન્ડ : અછતથી યુરિયાના દોઢા પૈસા ચૂકવવા પણ ખેડૂતો તૈયાર : ઓક્ટોબરમાં
માંગ નીકળતાં પુરવઠો પહોંચાડવામાં તંત્ર અસમર્થ : ખાતરનો પુરવઠો એલોટમેન્ટના આધારે
જ મળતો હોવાથી ખાતરની સમસ્યા વધુ જટિલ બની : યુરિયાના અભાવે મંડળીઓને ફાળવાતા સ્ટોકમાંથી
લાઇનો લગાવી લઈ જતા ખેડૂતો : એમોનિયમ સલ્ફેટ ડેપો પર જ મળતું હોવાનો બળાપો
ખરીફ
સીઝનમાં યુરિયાના પુરવઠા સામે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં માંગ વધુ રહેતાં રાજ્યભરમાં યુરિયા
ખાતર ન મળતું હોવાની ખેડૂતો બૂમરાણો પાડી રહ્યા છે. સહકારી મંડળીઓ પાસે પણ સ્ટોક ન
હોવાથી ખેડૂતો દોઢા ભાવે યુરિયા ખરીદવા તૈયાર હોવા છતાં ખાતર મળતું નથી. રાજ્યમાં ચાલુ
સીઝનમાં અત્યાર સુધી રેકોર્ડબ્રેક ૧૦.૧૧ લાખ ટન યુરિયા ખેડૂતો સુધી પહોંચાડાયું હોવાના
કૃષિ વિભાગના દાવા વચ્ચે ખેડૂતો સુધી ખાતર પહોંચ્યું ન હોવાની પણ હકીકત
છે. રાજ્યમાં સહકારી મંડળીઓ થકી ખાતર પહોંચાડતી ગુજકોમાસોલ પાસે પણ ૨ લાખ ટન યુરિયાની
ડિમાન્ડ છે. ગત વર્ષે ઓક્ટોબર માસમાં ગુજકોમાસોલે માત્ર ૮૭ હજાર ટન ખાતરનો પુરવઠો પૂરો
પાડયો હતો. યુરિયા ખાતર ન મળતું હોવાની બૂમરાણો વચ્ચે હવે ખેડૂતોએ પણ સ્ટોક કરવા લાગતા
યુરિયાનો કકળાટ હવે વધી રહ્યો છે.
રાજ્યમાં ઓક્ટોબરમાં ખરીફ સીઝનમાં ર્પૂિત ખાતર તરીકે અપાતું યુરિયા ખાતર ન મળતું હોવાની
રાજ્યભરના ખેડૂતો બૂમરાણ પાડી રહ્યા છે. ખરીફ સીઝનમાં હાલમાં પાકમાં ખાતર આપવાનો યોગ્ય
સમય છે ત્યારે જ ખાતર ન મળતા તેની સીધી અસર ઉત્પાદન પર પડવાની સંભાવના છે. સહકારી મંડળીઓમાં
જ ખાતર ન હોવાથી ખેડૂતો મંડળીઓના રોજેરોજ ધક્કા ખાઈ રહ્યા છે. ખાતરની બૂમરાણ અંગે કચ્છ
જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વિશ્રામભાઇ રાબડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં
ખાતરની માંગ છે. કચ્છમાં ખાતરના અભાવે ખાતરની પૂર્તતા કરવા અમે માગણીઓ કરી કરીને થાકી
ગયા છીએ. દરેક સંઘની યુરિયાની માંગ છે પણ પુરવઠો પૂરો પડાતો નથી. એમોનિયમ સલ્ફેટ પણ
ખેડૂતોને માત્ર ડેપો પર જ મળી રહ્યું છે. જેની
સીધી અસર ખરીફ ઉત્પાદન પર પડશે.
૧૦.૧૧
લાખ ટન યુરિયા ખાતર ખેડૂતોને અપાયું
ગુજરાતમાં
ખરીફ સીઝનમાં સૌથી વધુ ખાતરની માંગ હોય છે. રાજ્યમાં ખરીફ સીઝનમાં ૮૫ લાખ હેક્ટરમાં
વાવેતર થાય છે. ખેડૂતો પાકમાં ખાતર શરૃઆતમાં વાવેતર સમયે બાદમાં ર્પૂિત ખાતર તરીકે
આપતા હોય છે. ચાલુ સીઝનમાં વરસાદની અનિયમિતતાને પગલે વાવેતર બે તબક્કામાં વહેંચાઈ જતાં
ખાતરની માંગ પણ બે તબક્કામાં વહેંચાઇ ગઇ હતી. ઓક્ટોબરમાં ખાતરની માંગમાં વધારો થયો
છે.ગુજરાતમાં
૨૦૦૩-૦૪માં સારા વરસાદને પગલે રેકોર્ડબ્રેક ખાતરની માંગ રહેતાં રાજ્યમાં ૧૦.૬૨ લાખ
ટન યુરિયા ખાતર સપ્લાય થયું હતું. આ વર્ષે પણ ખાતરની માંગમાં જબરદસ્ત વધારો થયો છે.
કૃષિવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગત સપ્તાહ સુધી ૧૦.૧૧ લાખ ટન ખાતરનો સપ્લાય
પૂરો પડાયો છે. આ વર્ષે માંગ વધારે છે. જેમાં ખેડૂતો પણ ઓછું ખાતર હોવાની અફવાઓથી ખાતરનો
સ્ટોક કરતા હોવાથી ડિમાન્ડ ઘટતી જ નથી. રાજ્યમાં ૯.૮૯ લાખ ટન ખાતરની જરૃરિયાતના અંદાજ
કરતાં પણ બજારમાં વધુ ખાતર ઠલવાયું હોવા છતાં ખાતરની માંગ જારી છે. જેમાં અફવાઓ પણ
જવાબદાર છે. ગત વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સારો વરસાદ રહેતાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં
ખાતરની માંગ વધુ રહી હતી. આ વર્ષે ખાતરની માંગ હોવાથી ખાતરનો સપ્લાય અત્યાર સુધીના
તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. ખાતરની બૂમરાણમાં સ્થાનિક સહકારી મંડળીઓની બેજવાબદાર
નીતિ હોવાનું પણ કૃષિ વિભાગના અધિકારીઓએ કબૂલ્યું હતું. હવે સહકારી મંડળીઓ પણ ખાતરનો
સ્ટોક કરવા લાગી છે. રાજ્યમાં રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા જેવા જિલ્લામાં ખાતરનો પુરવઠો
મંડળીઓએ જાળવ્યો હોવાથી ખાતરની બૂમરાણ ન હોવાનું કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
ડિમાન્ડ
ખેડૂતોની બે ગણી
રાજ્યમાં
ખરીદ વેચાણ સંઘ મારફતે ચેનલ થકી ખાતર પૂરુંુ પાડતા ગુજકોમાસોલના એમ એમ પટેલે જણાવ્યું
હતું કે, ડિમાન્ડ સામે ઓછા પુરવઠાને પગલે ખેડૂતોને સમયસર ખાતર મળી શકતું નથી. હાલમાં
ખેડૂતોની ડિમાન્ડ પુરવઠા કરતાં ડબલ છે. ગુજકોમાસોલ એ રાજ્યના ખેડૂતોની ૫૦થી ૬૦ ટકા
ખાતરની જરૃરિયાત પૂરી પાડે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ખાતરનું વેચાણ માત્ર ૮૭ હજાર ટન
હતું. ૨૦૧૨-૧૩માં ઓક્ટોબરમાં ૭૦ હજાર ટન ખાતરનું વેચાણ થયું હતું. હાલમાં ડિમાન્ડ જ
૨ લાખ ટન ખાતરની છે. માટે પુરવઠાને અભાવે ખેડૂતોને સમયસર ખાતર મળી શકતું નથી. ખાતર
આયાત કરાયું હોવા છતાં સમય લાગતાં ખેડૂતોમાંથી બૂમરાણ ઊઠી રહી છે.
દેશમાં
જૈવિક ખાતરની માંગ વધી
ગુજરાતમાં
ખેડૂતો હવે રાસાયણિક ખાતરોની સાથે બાયોર્ફિટલાઇઝરની પણ ડિમાન્ડ કરવા લાગ્યા છે. સજીવ
ખેતીના વધતા વ્યાપ વચ્ચે ખેડૂતો હવે જૈવિક ખાતરોનો વપરાશ વધારી રહ્યા છે. એઝેટોબેક્ટર,
બ્લૂ ગ્રીન આલ્ગી, રાઇઝોબિયમ, એઝોસ્પાઇરિલિયમ વગેરે નામથી જાણીતાં આ જૈવિક ખાતરોનો
૨૦૧૧-૧૨માં વપરાશ ૪૦,૩૨૪ ટન હતો જે ૨૦૧૩-૧૪માં વધીને ૬૫,૫૨૮ ટન થયો છે. સજીવ ઉત્પાદનના
ખેડૂતોને સારા મળતા ભાવથી ખેડૂતો પણ હવે સજીવ ખેતીમાં ઝંપલાવી રહ્યા છે. હાલમાં કુલ
ખાતરના વપરાશ સામે જૈવિક ખાતરના વપરાશની તુલના ઘણી ઓછી હોવા છતાં જૈવિક ખાતરોની ધીમેધીમે
દેશમાં માંગ વધી રહી છે.
રવી
સીઝનમાં પણ ખાતરોની માંગ વધશે
દેશમાં
રવી સીઝનમાં ૬૦૦ લાખ હેક્ટરથી વધુમાં ખેતી થાય છે. જેમાં મુખ્ય પાક તરીકે ખેડૂતો ઘઉંની
વાવણી કરતા હોય છે. દેશમાં ૨૦૧૩-૧૪માં ખાતરના વેચાણના આંક જોઇએ તો યુરિયાના ૧૫૩ લાખ
ટન વેચાણ સામે ૨૦૧૪-૧૫માં જરૃરિયાત ૧૬૪ લાખ ટન રહેવાની સંભાવના છે. ખાતરમાં સૌથી વધુ
વપરાશ યુરિયાનો રહેતો હોવાથી ભારત દર વર્ષે યુરિયા ખાતરની આયાત કરતું હોય છે. રવી સીઝનમાં
યુરિયા સિવાયનાં તમામ ખાતરોની માંગ વધે તેવો અંદાજ કૃષિ વિભાગે મૂક્યો છે. ૨૦૧૩-૧૪માં
ડીએપીના ૩૬.૭૩ લાખ ટન વેચાણ સામે ૨૦૧૪-૧૫માં ૪૭.૮૭ લાખ ટન જરૃરિયાત રહેવાનો અંદાજ મુકાયો
છે. દેશમાં યુરિયા ખાતર સબસિડાઇઝડયુક્ત વેચાણને પગલે ખેડૂતોની યુરિયાની માંગ વધુ રહે
છે.
ગુજરાતમાં
ખરીફ સીઝનમાં જ ખેડૂતોને ખાતર ન મળતાં ખેડૂતો તાલુકાના ધક્કા ખાઈ રહ્યા છે. યુરિયાનો
સ્ટોક મંડળી પર આવતાં જ ખલાસ થઇ જાય છે. ખાતર એ એલોટમેન્ટના આધારે મળતું હોવાથી ખાનગી
કંપનીઓ પણ માંગ મુજબ જ ખાતરનો સપ્લાય કરતી હોય છે એટલે ખાતરની માંગ વધુ જટિલ બની છે.
રવીમાં
ખાતરનો વપરાશ અને જરૃરિયાત
૨૦૧૩-૧૪ ૨૦૧૪-૧૫
ખાતર જરૃરિયાત વેચાણ જરૃરિયાત
યુરિયા ૧૭૧.૯ ૧૫૩.૫૫
૧૬૪.૦૮
ડીએપી ૪૫.૨ ૩૬.૭૩ ૪૭.૮૭
એમઓપી ૧૪.૮૭
૧૦.૯૩ ૧૫.૪૧
એનપીકે ૫૨.૫૩ ૪૨.૫૫
૫૦.૨૧
એસએસપી
૪૨.૮૫ ૨૦.૯૫ ૩૫.૦૮
નોંધ : આંક લાખ ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment