ગુજરાતના ખેડૂતો પાસે જ ગુણવત્તાવાળું જીરું : ગુજરાતમાં જીરુંના પાકમાં માત્ર ૯ હજાર હેક્ટરમાં નુક્સાન : એપ્રિલ વાયદો ક્વિન્ટલે રૃ.૧૭ હજારને પાર : રાજસ્થાનમાં ૩.૩૯ લાખ હેક્ટર વાવેતર પૈકી ૨.૪૧ લાખ હેક્ટરમાં જીરુંના પાકને નુક્સાન : ચીનની માંગથી નિકાસમાં ૨૯ ટકાનો ઉછાળો : ગત વર્ષ કરતાં ૪૦ ટકા ભાવ વધ્યા : જીરુંમાં ૩૦થી ૪૦ ટકા વરસાદથી નુક્સાની : ગુજરાતના ખેડૂતોને ઉંચા ભાવ મળે તેવી શક્યતા : જીરુના વૈશ્વિક વિશ્વમાં વિશ્વમાં જીરુંના ઉત્પાદનમાં ભારતનો ફાળો ૭૦થી ૮૦ ટકા : સારા ગુણવત્તાવાળા જીરુંનો ભાવ મે માસ સુધીમાં ૧૮,૦૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલના સ્તરે પહોંચી શકે છે : માર્ચ ૨૦૧૪માં ગુજરાતમાં ૧,૦૩,૯૪૩ ટન જીરુંની આવક સામે માર્ચ ૨૦૧૫માં ૩૨,૧૫૭ ટન આવક થઇ : ચીનમાં નબળા પાકને પગલે ચીને ભારત પાસેથી વિપુલ પ્રમાણમાં જીરુંની ખરીદી કરી : રાજસ્થાનમાં આ વર્ષે ૩.૩૯ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું
મસાલાપાકોમાં
અગ્રેસર જીરુંના વાવેતરમાં ૩૦થી ૪૦ ટકાના ઘટાડા બાદ કમોસમી વરસાદથી પાકને ૨.૫૦ લાખ
હેક્ટરમાં નુક્સાનથી જીરુંના ભાવમાં લાલઘૂમ તેજી જોવા મળશે. ગત વર્ષ કરતાં હાલમાં ૪૦
ટકાનો ભાવ વધારો છતાં ક્વિન્ટલે ભાવ રૃ.૧૮,૦૦૦એ પહોંચે તેવી સંભાવના છે. વરસાદથી રાજસ્થાનમાં
૩.૩૯ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર પૈકી ૨.૪૧ લાખ હેક્ટરમાં નુકસાન છે. રાજ્યમાં પણ ૨.૬૪
લાખ હેક્ટરમાંથી ૯ હજાર હેક્ટરમાં નુકસાનીના આંકથી દેશમાં સારી કવોલિટીયુક્ત જીરું
ફક્ત ગુજરાતના ખેડૂતો પાસે જ છે. દેશમાં જીરુંનું ઉત્પાદન ૩ લાખ ટનથી પણ ઓછંુ થવાની
સંભાવના છે. દેશમાંથી ચીનની સારી નિકાસ માંગને પગલે નિકાસ ૨૯ ટકા વધીને ડિસેમ્બર સુધી
૧.૨૮ લાખ ટનના આંકને વટાવી ગઇ છે. હાલમાં ગુજરાતમાં જીરુંનો મણનો ભાવ નીચામાં રૃ.૨૨૦૦થી
લઇને ઉંચામાં રૃ.૩૮૦૦ સુધી ચાલી રહ્યા છે.
રાજસ્થાનમાં પણ જીરુંનો ભાવ પ્રતિ મણે રૃ.૨૪૦૦થી રૃ.૩૦૦૦ ચાલી રહ્યો છે. આ તમામ
પરીબળો દર્શાવે છે કે, જીરુંની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે સારા ભાવ મળશે તેવા ઉજળા
સંજોગો છે.
જીરુુંના
વાવેતર અને ઉત્પાદનમાં ભારત એ અગ્રેસર દેશ છે. ભારતમાં જીરુંનો ઉપયોગ હંમેશાં મસાલાપાક
તરીકે થાય છે. તુર્કી અને સીરીયામાં પણ જીરુંનો ઉપયોગ દવાઓ અને મસાલા તરીકે થાય છે.
મસાલા માર્કેટની કુલ નિકાસમાં જીરુંનો હિસ્સો હંમેશાં ૨૦થી ૩૦ ટકા હોય છે. દેશમાં સૌથી
વધુ જીરુંનું વાવેતર રાજસ્થાન બાદ ગુજરાતમાં થાય છે. રાજસ્થાન અને ગુજરાત મળી દેશનું
કુલ ૮૦ ટકા જીરું પકવે છે. જીરુંનું વાવેતર ગુજરાતમાં ઓક્ટોબર, નવેમ્બરમાં થતાં ઉત્પાદન
ફેબ્રુઆરીથી લઇને માર્ચ સુધી આવતું હોય છે. રાજસ્થાનમાં પણ નવેમ્બરના મધ્યથી લઇને ડિસેમ્બર
સુધી વાવેતર કરાતું હોય છે. જીરુંના વૈશ્વિક ઉત્પાદનમાં પણ ભારતનો ફાળો ૭૦થી ૮૦ ટકા
છે. ભારત બાદ તુર્કી, સીરીયા, ઇરાન, પાકિસ્તાન, ઇજિપ્ત, અફઘાનિસ્તાન અને ચીલીમાં જીરુંનું
વાવેતર થાય છે. સીરીયામાં ૨૫ હજાર ટન અને તુર્કીમાં ૧૫ હજાર ટન જીરુંનું ઉત્પાદન થાય
છે. દેશમાં પણ ગુજરાત અને રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ, પશ્વિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને
પંજાબમાં જીરુંનું આંશિક વાવેતર થાય છે. ભારતમાંથી સૌથી વધુ નિકાસ અમેરિકા, બ્રિટન,
જાપાન, બ્રાઝિલ, બાંગ્લાદેશ, સીંગાપુર અને ચીનમાં થાય છે. આ વર્ષે ચીનની માંગ વધતાં
નિકાસમાં ઉછાળો આવ્યો છે.
મે
માસથી જુલાઈ માસ સુધી જીરુંના ભાવમાં તેજી રહેશે : ફેબ્રુઆરીમાં આ વર્ષે કમોસમી વરસાદને
કારણે ગુજરાત
અને રાજસ્થાનમાં જીરુંની ખેતી પર માઠી અસર પડી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫ના શરૃઆતના
પહેલા ૯ મહિનાની અંદર જીરુંની નિકાસ ૨૮ ટકા વધીને ૧.૨૮ લાખ ટને પહોંચી ગઈ છે. જો કે
આ તરફ સ્પાઈસ બોર્ડ ઓફ ઈન્ડિયાએ વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝન માટે ૧ લાખ ટન જીરુંની નિકાસ થવાનો
લક્ષ્યાંક સેવ્યો હતો. માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદને કારણે લગભગ ૨.૫ લાખ હેક્ટરમાં
ફેલાયેલી જીરુંની ખેતીને નુકસાન પહોંચ્યું છે. જેને કારણે આ વર્ષે ઉત્પાદન ઘટવાની સંભાવનાઓ
વ્યક્ત કરવામાં આવી રહી છે. જીરુંના ઓછા ઉત્પાદનની સંભાવનાઓને કારણે આગામી ત્રણ ચાર
મહિનામાં ભાવમાં તેજીનો માહોલ સર્જાઈ શકે છે. સારા ગુણવત્તાવાળા જીરુંનો ભાવ મે માસ
સુધીમાં ૧૮,૦૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલના સ્તરે પહોંચી શકે છે. કારણ કે માર્ચ માસમાં
વરસાદને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં લગભગ ૨.૫ લાખ હેક્ટરમાં ફેલાયેલા જીરુંના પાકને
નુકસાન પહોંચ્યું છે. કૃષિ મંત્રાલયના આંક અનુસાર રાજસ્થાનમાં ૨.૪૧ લાખ હેક્ટરમાં જીરુંના
પાકનો સોંથ વળી ગયો છે. ગુજરાતના કૃષિ વિભાગના બીજા આગોતરા અંદાજ અનુસાર આ વર્ષે ગુજરાતમાં
જીરુંનું ઉત્પાદન ઘટીને ૧.૯૮ લાખ ટન થવાની સંભાવના છે. જ્યારે કે પાછલા વર્ષે રાજ્યમાં
૩.૪૭ લાખ ટન જીરુંનું ઉત્પાદન નોંધાયું હતું. આ બધી ઘટનાઓ વચ્ચે જીરુંના મુખ્ય ઉત્પાદક
દેશ એવા સીરિયા અને તુર્કીમાંથી પણ પુરવઠો ઘટયો છે અને ભારત મુખ્ય નિકાસકાર દેશ બની
ગયો છે. વર્તમાન સમયમાં ૨૮ ટકાના વધારા સાથે ચીનમાં સૌથી વધારે જીરુંની નિકાસ કરવામાં
આવી રહી છે. જેની સીધી અસર આગામી દિવસોમાં ભાવ પર જોવા મળી શકેે છે. અત્રે ઉલ્લેખનીય
છે કે વર્ષ ૨૦૧૩-૧૪માં ૧,૨૧,૫૦૦ ટન જીરુંની ભારતમાંથી નિકાસ કરવામાં આવી હતી. જેની
કુલ કિંમત ૧૬૦૦ કરોડ રૃપિયા હતી. માવઠાની અસર હાલમાં જીરુંની આવક પર જોવા મળી રહી છે.
માર્ચ માસ દરમિયાન ગુજરાતમાં જીરુંની આવકોમાં ઘટાડો નોંધાયો છે. માર્ચ ૨૦૧૪માં ગુજરાતમાં
૧,૦૩,૯૪૩ ટન જીરુંની આવક સામે માર્ચ ૨૦૧૫માં ૩૨,૧૫૭ ટન આવક થઇ છે. જોકે, રાજસ્થાનમાં
ચિત્ર ઉલટું છે. માર્ચ ૨૦૧૪માં જીરુંની માત્ર ૧૪૫૪ ટન આવક સામે આ વર્ષે માર્ચ ૨૦૧૫માં
૬૯૯૮ ટન એટલે કે પાંચ ગણી આવક વધી છે. આ વર્ષે જીરુંના ઉત્પાદનમાં ૪૦થી ૫૦ ટકા ઘટાડો
થવાની સંભાવનાથી જીરુંના ભાવમાં ગત વર્ષની સાપેક્ષે ૪૦ ટકા વધુનો ઉછાળો છે. આ વર્ષે નબળા વાવેતરની સામે માવઠાથી નબળા ઉત્પાદનના
કારણે જીરંુ બજારમાં લાલઘૂમ તેજી જોવા મળી રહી છે. મસાલા બોર્ડના અંદાજ કરતાં પણ જીરુંની
નિકાસમાં વધારો થયો છે. માવઠાને પગલે ગુજરાતમાં નવ હજાર હેક્ટરમાં અને રાજસ્થાનમાં
૨.૪૧ લાખ હેક્ટરમાં જીરુંના પાકને નુક્સાન થયું છે. આમ સરેરાશ પાકને નુક્સાનથી આ વર્ષે
ખેડૂતોને જીરુંના સારા ભાવ મળવાની સંભાવના છે. જેથી ગુણવત્તાયુક્ત જીરંુનો સંગ્રહ ખેડૂતો
માટે ફાયદાકારક સાબિત થશે.
રાજ્યમાં
જિલ્લાદીઠ જીરુંનું વાવેતર
જિલ્લો વાવેતર
કચ્છ ૫૧૦૦
બનાસકાંઠા ૬૮,૫૦૦
પાટણ ૩૫,૫૦૦
મહેસાણા ૩,૪૦૦
અમદાવાદ ૨૩,૬૦૦
સુરેન્દ્રનગર ૭૩,૩૦૦
રાજકોટ ૫,૬૦૦
પોરબંદર ૧૩,૫૦૦
જૂનાગઢ ૧૧,૭૦૦
મોરબી ૧૭,૭૦૦
નોંધ
ઃ વાવેતર હેક્ટરમાં છે.
ગુજરાતમાં
જીરુંના વાવેતરમાં મોટો ઘટાડો
ગુજરાતમાં
આ વર્ષે જીરુંના વાવેતરમાં ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં જીરુંનો સરેરાશ
વાવેતર વિસ્તાર ૩.૮૦ લાખ હેક્ટર છે. ગયા વર્ષે રાજ્યમાં જીરુંનું વાવેતર ૪.૫૫ લાખ હેક્ટરમાં
થયું હતું. જ્યારે આ વર્ષે માંડ ૨.૬૪ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જીરુંના ઓછા
મળતાં ભાવથી ખેડૂતોએ જીરુંનો વાવેતર વિસ્તાર કપાસને ફાળવી દેતાં જીરુંના વાવેતરમાં
ઘટાડો નોંધાયો હતો. રાજસ્થાનમાં પણ જીરુંના વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાન
અને ગુજરાતમાં દેશના કુલ ઉત્પાદનનું ૮૦ ટકા જીરું પાકે છે. રાજસ્થાનમાં ગત વર્ષે ૩.૯૦
લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું આ વર્ષે ૩.૩૯ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર
થયું છે.
ઊંઝા
માર્કેટયાર્ડમાં જીરુંના ભાવનું સરવૈયું
વર્ષ ૨૦૧૫ વર્ષ
૨૦૧૪
તારીખ નીચો ઉંચો તારીખ નીચો ઉંચો
૯ એપ્રિલ ૨૧૦૦ ૩૮૮૧ ૯ એપ્રિલ ૧૪૫૬ ૨૭૫૫
૭ એપ્રિલ ૧૯૦૦ ૩૭૫૧ ૭ એપ્રિલ ૧૪૫૭ ૨૭૫૦
૨ એપ્રિલ
૨૧૦૦ ૩૪૩૧ ૨ એપ્રિલ ૧૪૨૫ ૨૪૭૫
૨૬
માર્ચ ૨૦૫૦ ૩૩૯૦ ૨૬ માર્ચ ૧૪૧૧ ૨૪૫૫
નોંધ
ઃ પ્રતિ મણના ભાવ છે.
દેશ-વિદેશમાં
જીરુંના ભાવને અસર કરતાં પરિબળો : જી
રુંએ ભારતના મસાલા પાકોમાંનો એક મુખ્ય પાક છે. ભારતમાં ખાસ કરીને ઓક્ટોબરથી નવેમ્બર
માસ દરમિયાન તેની વાવણી કરવામાં આવે છે. જ્યારે ફેબ્રુઆરીથી માર્ચ માસ દરમિયાન તેની
કાપણી થતી હોય છે. તેવી જ રીતે સીરીયા, તુર્કી અને ઈરાનમાં નવેમ્બરથી ડિસેમ્બર માસ
દરમિયાન તેની વાવણી કરવામાં આવે છે અને જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન તેની કાપણી કરવામાં
આવે છે. ભારત બાદ સિરીયામાં જીરુંનો પાક મુખ્ય ગણવામાં આવે છે. અહીં મુખ્યત્વે ૨૦થી
૨૫ હજાર ટન જીરુંનું ઉત્પાદન થાય છે. જેમાંથી ૧૦થી ૧૫ ટકા જેટલો સ્થાનિક વપરાશ કરવામાં
આવે છે. જ્યારે કે મોટાભાગનો પાક સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા જેવા દેશોને
નિકાસ કરવામાં આવે છે.
ઈરાન : આ દેશ માટે પણ જીરુંનો પાક અતિ મહત્વનો ગણવામાં આવે છે. અહીના ખોરાસન વિસ્તારમાં
૪,૦૦૦ હેક્ટરની અંદર જીરુંની ખેતી કરવામાં આવે છે અને અંદાજે ૧૫,૦૦૦ હજાર ટન જેટલું
ઉત્પાદન કરવામાં આવે છે. જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન તેની કાપણી થતી હોય છે. સ્થાનિક
વપરાશ બિલકુલ સીમિત છે જ્યારે કે મોટાભાગની નિકાસ અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વના દેશોને
કરવામાં આવે છે. ઈરાની જીરુંનું ઉત્પાદન ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં મુખ્ય ભુમિકા
ભજવે છે. જો આ જીરુંનું ઉત્પાદન ઘટે તો સીધી જ માંગ પર અસર વર્તાય છે. જેને કારણે ઈરાની
જીરુંના ભાવ પણ વધી શકે છે. ઈરાન અને સિરિયામાં જીરુંના ઉત્પાદનમાં ૧૦થી ૧૫ હજાર ટનનો
ફરક જોવા મળે છે. પરંતુ તે પણ ભાવને અસર કરી શકે છે.
એપ્રિલથી
જુલાઈ : ભારતમાં
સામાન્ય રીતે ફેબ્રુઆરીથી માર્ચ માસ દરમિયાન કાપણી થતી હોય છે. જ્યારે કે આંતરરાષ્ટ્રીય
માર્કેટમાં મહત્વપૂર્ણ ગણાતા એવા સિરિયા અને તુર્કીમાં જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન
નવા પાકની આવકો શરૃ થતી હોય છે. એટલે આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઓછા
સ્ટોકની સામે માંગ વધારે રહેતા સીધી જ ભાવ પર અસર પડે છે. એટલે કે બન્ને દેશોની કાપણી
સીઝન અલગ અલગ હોવાથી ભારતીય જીરુંના ભાવ એપ્રિલથી લઈને ઓગસ્ટ માસના મધ્ય સુધીમાં ઊંચા
રહી શકે છે. એટલું જ નહીં વિદેશની સાથે સાથે ભારતીય જીરુંના ખાસ કરીને માર્ચ મહિના
સુધી ભાવ ઘટેલા રહે છે. પરંતુ જેવું કાપણી કાર્ય પૂર્ણ થાય છે ત્યારબાદ નવા જીરુંની
આવક અને માંગ બન્નેમાં વધારો જોવા મળે છે. ભારતની અંદર ખાસ કરીને ઉત્તર ભારતમાં ઉનાળાની
સીઝન દરમિયાન જીરુંની માંગ વધે છે જેને કારણે ભાવને બળ મળી જાય છે.
ઓગસ્ટથી
ઓક્ટોબર : જુલાઈ
માસના પ્રારંભથી જીરુંના માર્કેટમાં થોડો ઘટાડો જોવા મળે છે. ખાસ કરીને આ એવો સમયગાળો
છે જ્યારે તુર્કી અને સિરિયામાં જીરુંની કાપણી શરૃ થતી હોય છે. અને આ જીરુંના ભાવ ભારતીય
જીરું કરતા ઓછા હોય છે. નિકાસકારો પણ આ સમયે મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં સારા
વરસાદનો આધાર રાખીને બેઠા હોય છે. જો વરસાદ સારો થાય તો અન્ય પાકોની વાવણી પર નિકાસકારોનો
આધાર રહેલો હોય છે. એટલે સારો વરસાદ પણ બજારની ગતિવિધીઓ પર અસર કરે છે. કારણ કે જો
વરસાદ સારો થાય તો જમીનમાં ભેજનું પ્રમાણ વધે છે જેે આગામી મહિનાઓમાં થતી વાવણી અને
ઉત્પાદન બન્ને પર અસર કરે છે.
નવેમ્બરથી
માર્ચ : આ મહિના
દરમિયાન વાતાવરણ મુખ્ય ભૂમિકા ભજવે છે. ઓક્ટોબર મહિનામાં વાવણી પહેલા જો વરસાદ સારો
થાય તો તે ફાયદાકારક માનવામાં આવે છે. સાથેજ શિયાળાની સીઝનમાં તાપમાન પણ એટલું જ મહત્વનું
માનવામાં આવે છે. ઠંડુ વાતાવરણ જીરુંના પાકના ઉત્પાદનને અસર કરે છે. પરંતુ જો આ સમયગાળા
દરમિયાન વરસાદ પડે તો ઉભા પાકની સાથે સાથે જીરુંના પાકને પણ નુકસાન થાય છે. ખાસ કરીને
નવેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન અમેરિકા અને યુરોપીયન દેશોમાં નિકાસ માંગ વધે છે. જેને
કારણે ભાવને સપોર્ટ મળે છે. એટલે ઓવરઓલ વાતાવરણ વાવણી વિસ્તાર, ઉત્પાદન, પાકનો વિકાસ
અને કાપણી દરમિયાન અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેથી ખેડૂતોએ આ બાબતે ખાસ ધ્યાન
રાખવાની જરૃર છે.
જીરુંના
પાકની વાવણી અને કાપણીની સ્થિતિ : દેશ
અને વિદેશ સહિત રાજ્યમાં પણ જીરુંના પાકની વાવણી અને કાપણીની સ્થિતી બિલકુલ અલગ અલગ
હોય છે. દરેક વિસ્તારમાં વાતાવરણ એ જીરુંના પાકમાં મુખ્ય ભુમિકા ભજવતો હોવાથી ખેડૂતો
પણ અલગ અલગ સીઝનની અંદર આ પાકની વાવણી કરતા હોય છે. જીરુંમાં આ વર્ષે ઓછા ઉત્પાદન વચ્ચે
ઊંઝા માર્કેટયાર્ડમાં રાજસ્થાની જીરુંનો ગત સપ્તાહે ઉંચામાં ઉંચો ભાવ મણે રૃ.૪૧૦૦ પડયો
હતો. ભાવમાં વધારો થવાની સંભાવના હોવાથી ખેડૂતો પણ આ વર્ષે તક જોઇને વેપાર કરશે તો
સારી કમાણી કરી શકશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો અહીં ઓક્ટોબર માસના
મધ્યથી નવેમ્બર માસના મધ્યગાળા સુધીમાં જીરુંની વાવણી કરવામાં આવે છે. જ્યારે જાન્યુઆરી
અને ફેબ્રુઆરી માસના મધ્યગાળામાં કાપણી કરવામાં આવે છે. તેવીજ રીતે ઉત્તર ગુજરાતમાં
નવેમ્બર માસમાં વાવણી થાય છે. જ્યારે ફેબ્રુઆરીથી માર્ચ માસના મધ્યગાળા સુધીમાં કાપણી
કરવામાં આવે છે. તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં નવેમ્બરથી ડિસેમ્બર માસના મધ્યગાળામાં
વાવણી થાય છે અને માર્ચ મહિનામાં કાપણી કરવામાં આવે છે.
વિવિધ
દેશોમાં જીરુંની નિકાસના આંક
દેશ નિકાસ (ટકામાં)
વિયેતનામ ૧૩
અમેરિકા ૧૧
યુએઈ ૧૦
ઈજીપ્ત ૬
નેપાલ ૫
સ્પેન ૫
બ્રાઝિલ ૫
મલેશિયા ૩
સાઉદી
અરેબિયા ૪
પાકિસ્તાન ૪
બાંગ્લાદેશ ૨
મેક્સિકો ૨
તુર્કી ૨
અન્ય ૨૪
(નિકાસના
આંક વર્ષ ૨૦૧૨-૧૩ની સ્થિતીએ ગણવા)
જીરુંના
પાકની વાવણી અને કાપણીની સ્થિતિ
દેશ વાવણી સમય કાપણી સમય
ભારત ઓક્ટોબરથી નવેમ્બર ફેબ્રુઆરીથી માર્ચ
સિરીયા નવેમ્બરથી ડિસેમ્બર જૂનથી સપ્ટેમ્બર
તુર્કી નવેમ્બરથી ડિસેમ્બર જૂનથી સપ્ટેમ્બર
ઈરાન નવેમ્બરથી ડિસેમ્બર જૂનથી સપ્ટેમ્બર
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment