કેરીના
પાક માટે વાતાવરણ વિલન સાબિત થયું : કેસર કેરીમાં સૌથી વધુ નુકસાન : કેસરનો માત્ર ૩૦થી
૪૦ ટકા જ પાક બચ્યો ડિસેમ્બરના ફ્લાવરિંગની કેરી જ આંબા પર બચી : તાલાળામાં તો કેસરના
પાકને ૮૦ ટકા નુકસાન : વિસાવદર, ધારી અને વંથલીમાં ૬૦થી ૬૫ ટકા નુકસાન : કેરીનું ઉત્પાદન
સરેરાશ ૩૦થી ૩૫ ટકા ઓછું આવશેઃ ૨૦મી મે આસપાસ તાલાળા માર્કેટયાર્ડમાં કેરી આવે તેવી
સંભાવના : નિકાસ આંકમાં ૨૫થી ૩૦ ટકાનું ગાબડું પડશે : કેરીના ખરીદદારોએ ૧૦ કિલોના બોક્સે
રૃ.૧૦૦થી ૧૫૦ વધુ ચૂકવવાની તૈયારી રાખવી પડશે : ગોંડલમાં કેસર કેરીના ૧૦ કિલોના રૃપિયા
૭૦૦થી ૭૭૭ ભાવ પડયા
રાજ્યમાં
કેરીના પાક માટે વાતાવરણ વિલન સાબિત થતાં આ વર્ષે કેરીનો પાક મહિનો મોડો આવવાની સાથે
સરેરાશ ૩૦થી ૩૫ ટકા ઓછો આવશે. ગત વર્ષે ગુજરાતમાં ૧૧.૨૫ લાખ ટન કેરીનો પાક બજારમાં
આવ્યો હતો. આફૂસ, રાજાપુરી, તોતાપુરી અને કેસરની સરખામણીએ સૌથી વધુ વાતારવરણની અસર
કેસરના પાક પર થઇ છે. કેસર કેરીના પાકને સરેરાશ ૬૫થી ૭૦ ટકા નુકસાન છે. તાલાળામાં ૨૦મી
મે આસપાસ કેરી બજારમાં આવે તેવી સંભાવના છે. કેરીના ઓછા ઉત્પાદનની અસર નિકાસ ઉપર પણ
જોવા મળતાં નિકાસ આંકમાં ૨૫થી ૩૦ ટકાનું ગાબડું પડવાની સંભાવના છે. ગત વર્ષે કેરીની
નિકાસ પર પ્રતિબંધથી કેરીના ભાવ પાણી પાણી થઇ ગયા હતા. આ વર્ષે નિકાસ પરનો પ્રતિબંધ
હટતાં કેરીના ખેડૂતોને સારા ભાવ મળવાની આશા હતી પરંતુ પાક જ હાથમાં ન હોવાથી ખેડૂતોને
મોટાપાયે નુક્સાની થઇ છે. કેરી રસિકોએ પણ પ્રતિ રૃ.૧૦ કિલોના બોક્સે રૃ.૧૦૦થી ૧૫૦ વધુ
ચૂકવવાની તૈયારી રાખવી પડશે. ઇયુનો પ્રતિબંધ હટતાં નિકાસ માંગ સારી રહી તો ખેડૂતોને
ઉત્તમ ક્વોલીટીની કેરીના સારા ભાવ મળે તેવી આ વર્ષે ઉજળી શક્યતા છે.
રાજ્યમાં
કેરીના ખેડૂતોની સ્થિતિ સૌથી કફોડી
સૌરાષ્ટ્રમાં
કેસર અને દક્ષિણ ગુજરાતમાં આફૂસ, રાજાપુરી અને તોતાપુરી કેરીનો પાક થાય છે. જેમાં સૌથી
વધુ વાતાવરણનો ભોગ કેસર કેરી બની છે. જૂનાગઢ કૃષિ યુનિ.ના વૈજ્ઞાાનિક ડો. આર. આર. વિરડીયાએ
જણાવ્યું હતું કે, કેસરમાં સૌથી વધુ નુકસાન તલાલા પંથકમાં છે. જ્યાં માત્ર ૨૦થી ૨૫
ટકા જ પાક બચ્યો છે. વિસાવદર, ધારી અને વંથલી પંથકમાં ૩૦થી ૪૦ ટકા સરેરાશ નુક્સાની
છે. તાલાળામાં તો એ સ્થિતિ છે કે, કેટલાક ખેડૂતોને તો પોતાની વાડીની કેરી ખાવા નહીં
મળે. સરેરાશ વાતાવરણ જ ખરાબ રહેતાં ખેડૂતોએ મોટી નુક્સાની ભોગવવી પડી છે. બીજી તરફ
ખેડૂતો તો માત્ર ૧૦થી ૧૫ ટકા જ પાક હોવાની બૂમરાણ મચાવી સરકાર મદદ કરે તેવી માંગણી
કરી રહ્યા છે. આંબાનો પાક વીમા યોજના હેઠળ રાજ્યમાં ન હોવાથી ખેડૂતોને આ વર્ષે મોટાપાયે
નુક્સાન જવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ આફૂસ કેરીમાં ૨૫થી ૩૦ ટકાની સરેરાશ
નુક્સાની હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જોકે, બાગાયત વિભાગે ખેડૂતોને નુક્સાની શૂન્ય
હોવાનો રિપોર્ટ કરતાં ખેડૂતો ગાંધીનગર સુધી રજૂઆતો કરવાની તૈયારી આરંભી રહ્યા છે. ખેડૂતોને
ગત વર્ષે પણ આફૂસ કેરી પરના નિકાસ પ્રતિબંધથી ભાવ નહોતા મળ્યા. આ વર્ષે પણ ભાવ ન મળતા ખેડૂતો હવે આંબા કપાવવાની તૈયારીઓ
કરી રહ્યા છે.
રા
જ્યમાં ચાલુ વર્ષે કેરીના પાકે ઘણાં બધાં ગ્રહણોનો સામનો કરવો પડયો છે. રાજ્યમાં સૌથી
વધુ કેરીનું ઉત્પાદન અનુક્રમે નવસારી, જૂનાગઢ અને વલસાડ જિલ્લામાં થાય છે. રાજ્યમાં
ગત વર્ષે કેરીનું કુલ ઉત્પાદન ૧૧.૨૫ લાખ ટન રહ્યું હતું. પરંતુ આ વર્ષે સ્થિતિ તદ્ન અલગ છે. માર્ચ મહિનામાં
વરસેલા વરસાદ અને સરેરાશ ખરાબ વાતાવરણથી કેરીના પાકને મોટાપાયે નુક્સાન થયું છે. સૌરાષ્ટ્રમાં કેરીના પાકને વાતાવરણની અસરથી સૌથી
મોટો ફટકો પડયો છે. આફૂસ, રાજાપુરી અને તોતાપુરીમાં પણ નુક્સાન છતાં સરકારી સર્વેમાં
કેરીના પાકને નુક્સાન થયું હોવાનો રિપોર્ટ નીલ આવતાં વલસાડ જિલ્લાના ખેડૂતો ધૂઆપૂઆ
થયા છે. આફૂસમાં પણ વાતાવરણ અને માવઠાની અસર નડી છે. ખેડૂતોએ તો સરકારી સર્વે જ ખોટો
થયો હોવાનો આરોપ લગાવી રહ્યા છે અને ફરી સર્વે કરવા સરકારને રજૂઆત કરવાની પણ તૈયારીઓ
આરંભી છે. વલસાડ અને નવસારી જિલ્લામાં વાડીના માલિકો કેરીમાં ૩૫થી ૪૦ ટકાથી વધુ નુક્સાન
થયું હોવાનું જણાવી રહ્યા છે જ્યારે સરકારી તંત્ર કેરીનો પાક દક્ષિણ ગુજરાતમાં સારો
હોવાની સાથે સરેરાશ વાતાવરણની અસર થઇ હોવાનું સ્વીકારી રહી છે. જોકે, માવઠાથી કેરીના
પાકને સીધું ૫૦ ટકા નુકસાન થયું હોવાના તથ્યને સ્વીકારી ન શકાય તેમ અધિકારીઓ જણાવી
રહ્યા છે. કેરીનો પાક દક્ષિણ ગુજરાતમાં ત્રણ સ્ટેજે આવ્યો છે. જેમાં ડિસેમ્બર સમયે
ફ્લાવરિંગ થનારા પાકની સ્થિતિ હાલમાં સારી છે. વરસાદથી કેરીના પાકમાં આવેલી ફૂગ પણ
ધોવાઇ ગઇ હોવાનું બાગાયતના સૂત્રો જણાવી રહ્યા છે. આ સિવાય અન્ય સ્ટેજમાં થયેલા ફ્લાવરિંગમાં
નુક્સાનની અસર છે. સરેરાશ તથ્ય એ છે કે આફૂસ, રાજાપુરી અને તોતાપુરીનો પાક પણ દક્ષિણ
ગુજરાતમાં ગત વર્ષની તુલનાએ ઓછો ઉતરશે.
કેરીની
ગુણવત્તા પર ભાવનો
આધાર
કેરીમાં
સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રમાં થયું છે. જૂનાગઢ બાગાયત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર,
આ વર્ષે વાતાવરણ જ કેરીના પાક માટે વિલન સાબિત થયું છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં માવઠાથી
કેરીના પ્રથમ સ્ટેજમાં જ સમસ્યા સર્જાઇ હતી. હાલમાં કેરી વટાણાના સ્ટેજે છે. શિયાળો
પણ લાંબો ચાલતા કેરીના પાકને ફ્લાવરિંગના તબક્કામાંથી ફળના સ્ટેજે પહોંચવા ગરમીનું
યોગ્ય પ્રમાણ ન મળતાં કેરી નાની રહી ગઇ છે. શિયાળામાં ઝાકળ પડવાની સાથે ફેબ્રુઆરીના
અંત અને માર્ચના પ્રથમ સપ્તાહમાં પડેલા વરસાદથી પણ કેરીના પાકને મોટું નુક્સાન થયું
છે. તાલાળા અને વંથલીમાં કેરીના પાકને સમસ્યા છે. તાલાળામાં કેટલીક વાડીમાં આંબા ૫૦
વર્ષથી વધુ વયના હોવાથી ત્યાં પણ ઉત્પાદનમાં સમસ્યા સર્જાઇ છે. સરેરાશ કેસર કેરીના
પાકને વાતાવરણની અસરથી ૭૦ ટકા કરતાં પણ વધુ નુક્સાન થતાં કેરી આ વર્ષે મોંઘી થવાની
સંભાવના છે. જોકે, હવે કેરીની ક્વોલિટી પર ભાવનો આધાર છે.
કમોસમી
વરસાદે કેરીનો સ્વાદ 'કડવો'
બનાવ્યો
કમોસમી
વરસાદ અને વાવાઝોડાને કારણે સમગ્ર દેશમાં કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે. ફેબ્રુઆરી
અને માર્ચ મહિનામાં માવઠાને કારણે કેરીના પાકને નુકસાન તો થયું જ છે સાથે સાથે ઉત્પાદન
પર પણ માઠી અસર જોવા મળી છે. ફ્લાવરીંગ સમયે કરા અને વાવાઝોડાની સ્થિતીને કારણે દેશમાં
૩૦થી ૪૦ ટકા જેટલા કેરીના પાકને નુકસાન થયું છે. જેમાં સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર
અને ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાં અસર જોવા મળી છે. નુકસાનને કારણે આ વર્ષે કેરીનું
ઉત્પાદન ગત વર્ષ કરતાં ઓછું આવવાના અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે. ઓછા ઉત્પાદનને
કારણે નિકાસ પર પણ અસર થશે અને ૨૫થી ૩૦ ટકા જેટલી નિકાસ ઘટી શકે છે. કમોસમી વરસાદ પહેલાં
નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ દ્વારા તેના બીજા અંદાજમાં ભારતમાં કેરીનું કુલ ૧૯૨.૭ લાખ
ટન ઉત્પાદન રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો જ્યારે કે ગત વર્ષે ૧૮૪.૨ લાખ ટન ઉત્પાદન
રહ્યું હતું. આ વર્ષે વાતાવરણે કેરીના ઉત્પાદનના તમામ અંદાજો પર પાણી ફેરવી નાંખ્યું
છે. એનએચબીના મત પ્રમાણે કમોસમી વરસાદને કારણે ઉત્પાદન તો ઘટશે જ, સાથે સાથે નિકાસ
અને ભાવ પર પણ અસર વર્તાશે. ગત વર્ષ કરતા આ વર્ષે ઓછા ઉત્પાદનને કારણે ભાવમાં ૪૦થી
૫૦ ટકા જેટલો વધારો થઈ શકે છે. ભારત ખાસ કરીને પાકિસ્તાન તેમજ તાઈવાન જેવા દેશોની સાથે
હરીફ રહીને યુરોપીયન દેશો તેમજ મધ્ય પૂર્વના દેશોમાં કેરીની નિકાસ કરે છે. ભારતીય મૂળના
લોકો ખાસ કરીને આફૂસ, કેસર, બેંગાલ બેલી, સફેદા સહિતની વિવિધ વેરાયટીઓની ભારતીય માર્કેટમાંથી
ઉંચા ભાવે આયાત કરે છે. જો કે, આ વર્ષે વિદેશના લોકોને પણ કેરીનો મીઠો મધુરો સ્વાદ
ચાખવામાં રાહ જોવી પડી શકે છે. કારણ કે ભારતમાં ઉત્પાદન ઓછું રહેશે તો નિકાસમાં પણ
અછત વર્તાઈ શકે છે.
કેરીના
ભાવમાં ૫૦ ટકાનો વધારો
રહેવાના અંદાજ
દેશ
સહિત રાજ્યના વિવિધ વેપારીઓના મતે ગુજરાતના કચ્છ અને જુનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં કેરીના
પાકને નુક્સાનથી કારણે ભાવમાં સીધો જ ૫૦ ટકાનો
વધારો થઈ શકે છે અને આફૂસ કેરીના પ્રતિ ડઝનના ભાવ ૬૦૦થી ૧૫૦૦ રૃપિયા રહી શકે છે. આગામી
દિવસોમાં નિકાસ કેવી રહેશે તેના આધારે ભાવ વધારો પણ નક્કી થઈ શકે છે. પરંતુ વર્તમાન
સમયમાં કેરળ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાંથી સફેદા, ચૌસા, દશેરી સહિતની વિવિધ કેરીઓની
વેપારીઓ આયાત કરીને સ્થાનિક માંગને પુરી કરી રહ્યાં છે. જો કે ૫૦ ટકાથી વધુ ઉત્પાદન
ઘટવાને કારણે વેપારીઓ આગામી દિવસોમાં કેરીના ભાવ વધે તેવી આશા સેવીને બેઠા છે.
૧૫મી
મેના આસપાસ કેરી તાલાળામાં આવશે
આ વર્ષે
કેરીના પાકમાં વિલંબને પગલે કેરીનો પાક ૧૫મી મેની આસપાસ એટલે કે એક મહિનો મોડી આવશે.
વ્યક્તિગત ખેડૂતોને કેરીના અભાવથી નુક્સાન આવશે પણ કેરી બજારમાં આવશે. માંગ સામે પુરવઠો
ઓછો હોવાથી ખેડૂતોને કેરીના સારા ભાવ મળશે એ ચોકક્સ છે તેમ તાલાળા માર્કેટયાર્ડના સેક્રેટરી
હરસુખભાઇ જાસણિયાએ જણાવ્યું હતું. ફ
બજારમાં
કેરીનો પાક આવવાનો યોગ્ય સમયગાળો
રાજ્ય સીઝન કેરીની
જાતો
આંધ્રપ્રદેશ ફેબ્રુઆરી-મધ્ય જુલાઇ બંગનપાલી, તોતાપુરી,
સુવર્ણલેખા, નીલમ
ગુજરાત એપ્રિલ-જુલાઇ કેસર,
રાજાપુરી, હાફૂસ
કર્ણાટક એપ્રિલ-જુલાઇ બંગનપાલી,
તોતાપુરી, નીલમ,
મહારાષ્ટ માર્ચ-જુલાઇ આફૂસ,
કેસર, પૈરી
ઉત્તર
પ્રદેશ મે- ઓગસ્ટ બોમ્બે ગ્રીન, દશેરી, આમ્રપાલી,
ચૌસા
કેરી
ઉત્પાદનમાં ગુજરાત પાંચમા ક્રમે
રસ
મધૂરી કેરીની સીઝન પુર બહારમાં ચાલુ થશે. દેશ -વિદેશમાં કેરીની અનેક સારી જાતોનું વાવેતર
અને ઉત્પાદન થાય છે. જેમાં ઓછા રેસા અને વધુ મીઠાશ માટે ગુજરાતની કેસર કેરી પ્રખ્યાત
છે. આથી જ તો સૌરાષ્ટ્રની ખ્યાતનામ કેસર કેરીની યુરોપ તથા આરબ દેશોમાં દર વર્ષે સારી
માંગ રહે છે. ઘર આંગણે પણ કેસર કેરીનો જ સૌથી વધુ ઉપાડ રહે છે. રાજયમાં અમદાવાદ એરકાર્ગો
પરથી ૨૦૧૧-૧૨માં ૩૪૬ ટન કેરીની નિકાસ થઇ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પાકતી
કેસર કેરીનો મોટો ફાળો છે. એશિયા ખંડમાં ખાસ કરીને દક્ષિણ એશિયામાં દુનિયામાં થતી કુલ
કેરીનું ૯૦ ટકા જેટલું ઉત્પાદન થતું હોવાથી કેરીની સુધારેલી જાતો ઘણી બહાર પડી છે.
ભારત ઉપરાંત ચીન, થાઇલેન્ડ, પાકિસ્તાન અને ફિલિપાઇન્સ જેવા દેશો પણ ગુણવત્તાયુકત કેરીઓનું
ઉત્પાદન અને નિકાસ કરે છે. ભારત દુનિયામાં અગ્રણી કેરી ઉત્પાદક અને નિકાસકાર દેશ હોવા
ઉપરાંત તે કેરીનું મૂલ્યવર્ધન કરીને ર્વાિષક ૬૨૦ કરોડના મેંગો પલ્પની નિકાસ કરે છે.
વર્ષ ૨૦૧૧- ૧૨માં ૧૦૫ લાખ ટન મેંગો પલ્પની સાઉદી અરેબિયા અને નેધરલેન્ડ જેવા દેશોમાં
નિકાસ કરાઇ હતી. કેરીનું મૂલ્યવર્ધન કરીને તેના પલ્પની પણ નિકાસ કરવાથી સારા ભાવ મળે
છે. ગુજરાતમાં પણ ખાસ તો દક્ષિણ ગુજરાતમાં મેંગો પલ્પ તૈયાર કરીને નિકાસ કરવામાં આવે
છે. દુનિયામાં થતાં કુલ ઉત્પાદનના ૪૮ ટકા જેટલું ઉત્પાદન ભારતમાં થાય છે. કેરીના ઉત્પાદનમાં
આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર આગળ પડતા રાજયો છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ
પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા મુજબ ભારતના કેરી ઉત્પાદક રાજયોમાં ઉત્તરપ્રદેશ
૨૩.૮૬ ટકા સાથે પ્રથમ ક્રમ ધરાવે છે. જયારે ગુજરાત ૬ ટકા સાથે કેરી ઉત્પાદનમાં ૫ મો
ક્રમ ધરાવે છે. કેરીના કુલ નિકાસ પર દૃષ્ટીપાત કરીએ તો ૨૦૦૯-૧૦માં ભારતમાંથી કેરીની
નિકાસ રૃપિયા ૨૦૦ કરોડની રહી હતી. જે ૨૦૧૦- ૧૧માં નબળા ઉત્પાદનના પગલે ઘટીને નિકાસ
આવક ૧૬૨ કરોડ થઇ ગઇ હતી. ૨૦૧૧-૧૨માં કેરીની નિકાસ આવક ૨૦૯ કરોડની હતી. ૨૦૧૧-૧૨માં કેરીની
આવક એક મહિનો મોડી પડી હતી. આ વર્ષે પણ આ જ પ્રકારની સ્થિતિ રહે તેવી સંભાવના છે. દૃ
કેરીમાં
દેશની સ્થિતિ
વર્ષ વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
૨૦૦૭-૦૮ ૨૨.૦૧ ૧૩૯ ૬.૩૬
૨૦૦૮-૦૯ ૨૩.૦૮ ૧૨૭ ૫.૫૨
૨૦૦૯-૧૦ ૨૩.૧૨ ૧૫૦ ૬.૫૦
૨૦૧૦-૧૧ ૨૨.૯૬ ૧૫૧ ૬.૬૧
૨૦૧૧-૧૨ ૨૩. ૭૮ ૧૬૧ ૬.૮૦
૨૦૧૨-૧૩ ૨૫.૦૦ ૧૮૦ ૭.૨૦
૨૦૧૩-૧૪ ૨૫.૧૬ ૧૮૪ ૭.૩૧
નોંધઃ
વાવેતરના આંક લાખ હેક્ટરમાં
ઉત્પાદન
લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા
હેક્ટરદીઠ
ટનમાં છે.
કેરીમાં
રાજ્યની સ્થિતિ
વર્ષ વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
૨૦૦૯-૧૦ ૧.૨૧ ૮.૫૬ ૭.૦
૨૦૧૦-૧૧ ૧.૩૦ ૯.૧૧ ૭.૦
૨૦૧૧-૧૨ ૧.૩૬ ૯.૬૬ ૭.૧૦
૨૦૧૨-૧૩ ૧.૪૧ ૧૦.૦૩ ૭.૧૧
૨૦૧૩-૧૪ ૧.૪૨ ૧૧.૨૫ ૭.૯૨
ભારતીય
કેરીની નિકાસ ૨૫ ટકા ઘટવાનો અંદાજ
અપેડા
દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૩-૧૪ની સીઝનમાં ભારતમાંથી ૩૦૦ કરોડ રૃપિયાની
કુલ ૪૧,૨૮૦ ટન કેરીની નિકાસ થઈ હતી. જ્યારે
કે ગત વર્ષ ૨૦૧૨-૧૩ની સીઝનમાં ૨૮૮ કરોડ રૃપિયાના બજાર સાથે ૫૫, ૫૮૪.૯૮ ટન કેરીની નિકાસ
થઈ હતી. જો કે આ વર્ષે પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે કેરીની ક્વોલિટી, ઓછી
ઉત્પાદકતા અને ઉત્પાદન તમામ બાબતો પ્રભાવિત થઈ છે. જેની સીધી અસર નિકાસ પર પણ જોવા
મળી શકે છે. બીજી તરફ વૈશ્વિક માપદંડોને પુરા કરવા માટે અપેડા દ્વારા હોટ વોટર ઈમર્સન
ટ્રીટમેન્ટની ભલામણો કરતી એક સલાહ પણ જાહેર કરી છે. યુરોપીયન સંઘે ભારતમાંથી કેરીની
આયાત પર લાગેલો એક વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. પરંતુ ભારત સરકારે હવે નિકાસ
કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સિસ્ટમ (એસઓપી) જાહેર નથી કરી. જેને કારણે નિકાસકારો
માટે અનિશ્ચિતતાનો માહોલ ઉભો થયો છે અને યુરોપીયન સંઘને નિકાસ કરવાની મંજૂરી હશે કે
નહીં તે મુદ્દે અસમંજસની સ્થિતી ઉભી થઈ છે. એટલે
નિકાસકારોએ વર્તમાન સમયમાં ચાલી રહેલી ૩૦થી ૪૦ ટકા ટ્રાન્સપોર્ટ સબસિડીને વધારીને
૭૦ ટકા કરવાની માંગ કરી છે. જેને કારણે કેરીની નિકાસને વેગ આપી
શકાય.
No comments:
Post a Comment