૧૧૪
લાખ ટન શાકભાજીનુંં ગુજરાતમાં ઉત્પાદન થવાનો અંદાજ : ૫.૭૧ લાખ હેક્ટરમાં શાકભાજીનું રાજ્યમાં થતું વાવેતર : ૨૦૧૩-૧૪માં રૃ.
૫૪૬૨ કરોડની શાકભાજીની નિકાસ : ૨૦ કિલો પરવળનો ભાવ રૃપિયા ૧૦૦૦થી ૧૨૦૦ : વરસાદથી શાકભાજીના
ભાવમાં ઉછાળો આવ્યો : ગુજરાતમાં ખેડૂતો સજાગ બનતાં છેલ્લા દાયકામાં શાકભાજીના ઉત્પાદનમાં
ત્રણ ગણો વધારો : દેશમાં ૯૫ લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર : બટાટાના ભાવ પ્રતિ મણે
રૃ.૩૮૦થી ૪૪૦ : ગ્રીનહાઉસમાં શાકભાજીની ખેતી ફાયદાનો સોદો
વરસાદની
અછત વચ્ચે શાકભાજીની ખેતી કરનાર ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી ગઇ છે. ગત વર્ષ કરતાંં
ચાલુ સીઝનમાં ડુંગળી અને ટામેટાંને બાદ કરતાં તમામ શાકભાજીના ખેડૂતોને ઊંચા ભાવ મળી
રહ્યા છે. વર્ષ ૨૦૧૩-૧૪માં રાજ્યમાં ૫.૭૧ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૧૧૪ લાખ
ટન થવાનો બાગાયત વિભાગને અંદાજ છે. રાજ્યમાં ગ્રીનહાઉસ ઉપરાંત ખુલ્લામાં પણ મોટાપાયે
શાકભાજીની ખેતીનો વાવેતર વિસ્તાર વધવાની સાથે એક દાયકામાં ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો
નોંધાયો છે. એક માત્ર અમદાવાદના જમાલપુર માર્કેટમાં જ હાલમાં દરરોજ ૨૫ હજાર ક્વિન્ટલ
શાકભાજીના ઉતારામાંથી સારી આવક મળતાં ખેડૂતોના ચહેરા હરખાઇ રહ્યા છે.
દુ
નિયાના ૨૦૦ દેશોમાં શાકભાજીના થતા ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજા ક્રમે છે.
વિશ્વના કુલ શાકભાજીના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૧૫ ટકા છે. દેશમાં શાકભાજીનું વાવેતર
૯૫ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં અને ઉત્પાદન ૧૬૮૧ લાખ ટન જેટલું રહે છે. ૨૦૧૧-૧૨માં
૮૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૧૫૬૩ લાખ ટન થયુંં હતું. દેશમાં સૌથી વધુ શાકભાજીનું ઉત્પાદન બટાટા,
ડુંગળી, ટામેટાં, કોબીજ અને ફ્લાવરનું થાય છે. રાજ્યમાં પણ સાડા પાંચ લાખ હેક્ટરમાં
શાકભાજીનું વાવેતર થતાં શાકભાજીનું ઉત્પાદન ૧૦૦ લાખ ટનની આસપાસ રહે છે. દેશમાં વત્તા
ઓછા પ્રમાણમાં ૧૦૮ પ્રકારના શાકભાજીનું વાવેતર થાય છે. ગુજરાતમાં ખેડૂતો સજાગ બનતાં
છેલ્લા દાયકામાં શાકભાજીના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. દેશમાંથી ૨૦૧૩-૧૪માં
૫,૪૬૨ કરોડના શાકભાજીની નિકાસ પાકિસ્તાન, સાઉદી અરબ, યુ.કે. અને નેપાલ જેવા દેશોમાં
કરાઇ છે. આ વર્ષે વરસાદની અસમાનતાને પગલે શાકભાજીના ભાવો પર સીધી અસર જોવા મળી રહી
છે. બટાટા, ડુંગળી અને ટામેટાંના ભાવોના ઉછાળ બાદ હાલમાં તમામ શાકભાજીના ભાવ ખેડૂતોેને
ગત વર્ષની તુલનાએ ઊંચા મળતા હોવાથી હાલમાં ખેડૂતો શાકભાજીનો સ્ટોક ખાલી કરવાના પ્રયત્નોમાં
લાગ્યા છે.
રીંગણના
ભાવ જ્યાં ખેડૂતોને માંડ ચારથી પાંચ રૃપિયા કિલોએ મળતા હતા ત્યાં આ વર્ષે કિલો રીંગણ
રૃ.૩૦થી ૩૫ના ભાવે વેચાઇ રહ્યા છે. કાકડીનો પણ કિલોનો ભાવ ખેડૂતોને રૃપિયા ૨૫થી ૩૦
રૃપિયા મળી રહ્યો છે. છૂટકમાં ઊંચા ભાવે તો શાકભાજીનું વેચાણ થતું હોય છે, પરંતુ હોલસેલ
અને છૂટકના ભાવમાં ત્રણથી ચાર ગણો ફર્ક હોવાથી ખેડૂતોને દર વર્ષે લાભ થતો ન હતો. આ
વર્ષે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને પણ ઊંચા ભાવનો લાભ મળી રહ્યો છે. માવઠાથી શાકભાજીમાં
બગાડ છતાં ખેડૂતો પણ સારા ભાવ મેળવવા શાકભાજીનાં ખેતરો ખાલી કરવાની ઉતાવળ કરી રહ્યા
છે. રાજ્યમાં મધ્ય ગુજરાતમાં મોટાપાયે શાકભાજીની ખેતી થાય છે. શાકભાજીના મોટા માર્કેટયાર્ડ
ગણાતા અમદાવાદના જમાલપુર માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક જોઇએ તો ૧૫મી સપ્ટેમ્બરે ૩૬
હજાર ક્વિન્ટલ, ૧૬મીએ ૨૭ હજાર ક્વિન્ટલ અને ૧૭મી સપ્ટેમ્બરે ૨૪,૮૬૫ ક્વિન્ટલ રહી હતી. હવે ખેડૂતો મોટાપાયે ગ્રીનહાઉસમાં પણ શાકભાજીની
ખેતી કરતા હોવાથી ઓફ સીઝનમાં પણ હવે શાકભાજીની આવક રહેવા લાગી છે. વધતી જતી વસતી સામે
શાકભાજીની જરૃરિયાત વધતાં રાજ્યમાં પણ શાકભાજીની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હાલમાં
ખેડૂતોને રવૈયાં, રીંગણ, ગોલર મરચાં, ભીંડા, પરવળ, ગવાર અને ફલાવર, કોબીજના વેચાણમાં
સારા ભાવ મળી રહ્યા છે.
છેલ્લા
ત્રણ મહિનામાં ભાવમાં ઉછાળો નોંધાયો
રાજ્યમાં
શાકભાજીના ભાવમાં છેલ્લા ત્રણ માસમાં જ ઉછાળો આવ્યો છે. હાલમાં રીંગણના ભાવ દેશમાં
સૌથી વધુ ગુજરાતમાં છૂટકમાં ૫૦૦૦ રૃપિયા ક્વિન્ટલે ચાલી રહ્યા છે. રીંગણની ખેતી કરતા
ખેડૂતો માટે તો આ સીઝન ફળી છે. જ્યાં ખેડૂતોને રીંગણના માંડ ૫થી ૭ રૃપિયા કિલોએ મળતા
હતા ત્યાં આજે ખેડૂતોને રીંગણના કિલોના ભાવ રૃપિયા ૩૦થી ૩૫ મળી રહ્યા છે. આ સિવાય કાકડી,
ટિંડોરા અને પરવળના ભાવ પણ સારા મળતાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે આ સીઝન તેમના
માટે ફાયદાકારક સાબિત થઇ રહી છે. જૂનમાં રાજ્યમાં શાકભાજીના ભાવ જોઇએ તો રીંગણના પ્રતિ
મણે રૃપિયા ૨૦૦થી ૩૬૦, રવૈયાંના ૨૬૦થી ૭૦૦, ટામેટાંના ૧૪૦થી ૨૬૦ અને કાકડીના ભાવ રૃ.૩૦૦થી
૬૦૦ હતા. આ ઉપરાંત મરચાં રૃ.૧૬૦થી ૩૬૦માં વેચાતાં હતાં. જ્યારે પરવળ ૫૦૦થી ૮૦૦માં અને
ભીંડા ૨૦૦થી ૪૦૦માં વેચાતા હતા. આમ, સપ્ટેમ્બરમાં સારા ભાવથી હાલમાં શાકભાજીની ખેતી
ખેડૂતો માટે ફાયદેમંદ સાબિત થઇ રહી છે. ગુજરાતમાં ૧૧૪ લાખ ટન શાકભાજીનું ઉત્પાદન થવાનો
એનએચબીએ અંદાજ લગાવ્યો છે. દૃ
જમાલપુરમાં
રોજની ૨૫ હજાર ક્વિન્ટલ આવક
૨૦૧૪ ૨૦૧૩
શાકભાજી ભાવ મણના ભાવ મણના
બટાટા ૩૮૦થી
૪૪૦ ૨૦૦થી ૨૮૦
ડુંગળી ૨૦૦થી ૩૦૦ ૮૫૦થી
૯૦૦
રીંગણ ૪૦૦થી ૮૦૦ ૮૦થી
૧૮૦
રવૈયા ૪૦૦થી ૮૦૦ ૧૦૦થી ૨૦૦
કોબીજ ૨૦૦થી ૨૬૦ ૧૦૦થી
૧૬૦
ફુલાવર ૨૦૦થી ૪૪૦ ૨૦૦થી
૪૦૦
ટામેટાં ૩૦૦થી ૬૦૦ ૨૦૦થી
૪૦૦
દૂધી ૩૦૦થી ૫૦૦ ૮૦થી
૧૬૦
કાકડી ૩૦૦થી ૮૦૦ ૨૦૦થી
૩૬૦
ગિલોડા ૪૦૦થી ૧૦૦૦ ૧૦૦થી
૬૦૦
મરચાં ૨૦૦થી ૫૦૦ ૧૨૦થી
૩૦૦
ગોલર ૪૦૦થી ૮૦૦ ૨૪૦થી
૬૦૦
કોથમીર ૨૦૦થી ૫૦૦ ૨૫૦થી
૬૦૦
કારેલા ૩૦૦થી ૬૦૦ ૧૦૦થી
૨૦૦
ભીંડા ૩૦૦થી ૬૦૦ ૧૦૦થી
૨૬૦
ગવાર ૫૦૦થી ૯૦૦ ૧૦૦થી
૫૦૦
ચોળી ૫૦૦થી ૯૦૦ ૧૬૦થી
૩૫૦
પરવળ ૧૦૦૦થી ૧૨૦૦ ૪૦૦થી
૮૦૦
ગલકા ૩૦૦થી ૪૪૦ ૬૦થી
૧૬૦
નોંધ : ભાવ અમદાવાદ એપીએમસીના છે.
ગુજરાતમાં
શાકભાજીની મોટાપાયે થતી ખેતી
શાકભાજી વાવેતર ઉત્પાદન
રીંગણ ૭૬,૦૦૦ ૧૩,૪૧,૦૦૦
કોબીજ ૩૦,૦૦૦ ૬,૬૩,૦૦
ફ્લાવર ૨૮,૦૦૦ ૫,૩૨,૦૦૦
ભીંડા ૬૫,૦૦૦ ૭,૨૩,૦૦૦
ડુંગળી ૬૯,૦૦૦ ૧૮,૧૭,૦૦૦
બટાટા ૭૪,૦૦૦ ૨૩,૦૦,૦૦૦
ટામેટાં ૪૪,૦૦૦ ૧૧,૫૬,૦૦૦
અન્ય ૧,૮૧,૦૦૦ ૨૮,૯૯,૦૦૦
કુલ ૫,૭૧,૦૦૦ ૧,૧૪,૩૩,૦૦૦
નોંધઃ
વાવેતર હેક્ટરમાં અને ઉત્પાદન ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment