ડાંગરના
ખેતરની માટીમાંથી મિથેન વિઘટક બેકટેરિયાનું અલગીકરણ કરવામાં સફળતા : ૧૨% સુધી નુક્સાનકારક
મિથેન ગેસનું ઉત્પાદન ડાંગરના ખેતરમાંથી થાય છે : બેક્ટેરિયાના સંશોધનથી પાકને પણ ફાયદો : આણંદ કૃષિ યુનિ.ને સફળતા
હા
લના સમયમાં વૈશ્વિક પર્યાવરણમાં ઘણી મોટી ઉથલપાથલ થઈ રહી છે જેના માટે જવાબદાર કારણોમાં
ગ્લોબલ ર્વોિંમગ મુખ્ય છે. ગ્લોબલ ર્વોિંમગના કારણે તાપમાનમાં વધારો અને વરસાદના પ્રમાણમાં
નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે જેની સીધી અસર ખેતી ઉપર જોવા મળે છે. પર્યાવરણમાં થતા
આ નકારાત્મક ફેરફારો માટે માનવર્સિજત ગ્રીનહાઉસ ગેસ જેવા કે કાર્બન ડાયોકસાઈડ, મિથેન,
નાઈટ્રેસ ઓકસાઈડ તથા ક્લોરો કાર્બન જવાબદાર છે. પૃથ્વીના વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ
વધતા તે પૃથ્વીની સપાટી ઉપરથી પરાર્વિતત થઈને પાછા બ્રહ્માંડમાં જતાં ગરમ કિરણોેને
રોકી લે છે જેના કારણે વાતાવરણનું તાપમાન વધે છે. ઉપરોક્ત જણાવેલ બધાં ગ્રીનહાઉસ ગેસમાં
ગ્લોબલ ર્વોિંમગમાં મિથેનનો ફાળો સૌથી મહત્ત્વનો ગણવામાં આવે છે. વૈશ્વિક સ્તરે ઉત્પન્ન
થતાં મિથેનમાંથી ૫૦% કરતાં પણ વધુ માનવર્સિજત હોય છે. જેમાંથી ૧૨% સુધી મિથેન ગેસનું
ઉત્પાદન ડાંગરના ખેતરમાંથી થાય છે. પરંતુ કુદરતે મિથેન વાયુનું વિઘટન કરી શકે તેવા
સૂક્ષ્મ જીવાણુઓનું સર્જન પણ કરેલું છે. આપણે જરૃર છે માત્ર એવા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓને
ઓળખી, અલગ તારવી તેનું સંવર્ધન કરી જમીનમાં વસતીમાં વધારવાથી મિથેન જેવા નકારાત્મક
વાયુુઓનું પ્રમાણ પર્યાવરણમાં ઘટાડી વાતાવરણનું જતન કરી શકાય. આવા સૂક્ષ્મ જીવાણુઓનું
અલગીકરણ કરવું તે એક પડકારરૃપ કાર્ય હોઈ વૈશ્વિક સ્તરે આ અંગે મર્યાદિત પ્રયાસો થયેલ
છે.
આણંદ
કૃષિ યુનિર્વિસટીના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા મિથેન વિઘટક સૂક્ષ્મ જીવાણુઓ અંગે
સંશોધન કરવા માટેનો પડકાર સ્વીકારી ડાંગરના ખેતરની માટીમાંથી મિથેન વિઘટક બેકટેરિયાનું
અલગીકરણ કરવામાં સફળતા મેળવી છે. વિભાગના વડા ડો. આર .વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ રીસર્ચ એસોસિએટ
ડો. યોગેશ્વરી કે ઝાલાએ પાંચ એવા બેકટેરિયાની જાત શોધી કાઢી છે કે જે હવામાંના મિથેનનું
વિઘટન કરી તેનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરે છે અને વાતાવરણમાં મિથેનનું પ્રમાણ ઘટાડે
છે. ઉપરોક્ત સંશોધન દરમિયાન મળેલ બેકટેરિયાની જાત જેવી કે બેસીલસ એરીયસ, સએઝોબિયમ,
બેસીલસ સટીલિસ, પેનીબેસિલસ ઈલીનોએન્સીસ તથા બેસીલસ મેગાટેરિયમમાં વિશ્વમાં પ્રથમ વાર
મિથેન વિઘટનનો ગુણધર્મ જોવા મળેલો છે કે જે ગુજરાત માટે ઘણા ગૌરવની વાત છે. તદુપરાંત
ઉપરોક્ત જણાવેલ સૂક્ષ્મ જીવાણુઓમાં છોડનો વિકાસ વધારી શકે તેવા એક અથવા વિવિધ ગુણધર્મો
જેવા કે નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવું, ફોસ્ફરસ તથા પોટાશને લભ્ય બનાવવો, વનસ્પતિ વૃદ્ધિવર્ધકો
જેવા કે ઇન્ડોલ એસિટીક એસિડનું ઉત્પાદન કરવું તથા છોડને રોગકારક ફૂગનું નિયંત્રણ કરવું
વગેરે જોવા મળેલું છે. દૃ
સંશોધનનાં
પરિણામો જણાવે છે કે ઉપરોક્ત જીવાણુઓમાં રહેલી નાઈટ્રોજન સ્થિરીકરણ કરવાની તથા અલભ્ય
ફોસ્ફરસ તથા પોટાશનું રૃપાંતર લભ્ય સ્વરૃપમાં કરવાની ક્ષમતાના કારણે ડાંગરની ખેતીમાં
વપરાતા નાઈટ્રોજન તથા ફોસ્ફરસયુક્ત રાસાયણિક ખાતરની ૨૫% સુધી બચત કરી શકાય છે. જેના
કારણે જમીનમાં જતા રાસાયણિક ખાતરનું પ્રમાણ ઘટાડીને જમીનનું પ્રદૂષણ પણ ઘટાડી શકાય
છે. ઉપરોક્ત સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ ડાંગરની ખેતીમાં કરવાથી વાયુ તથા જમીનનું પ્રદૂષણ
ઘટાડવાની સાથે સાથે પર્યાવરણનું જતન કરી શકાય છે.
બેક્ટેરિયા
હવામાંના મિથેનનો કાર્બન તરીકે ઉપયોગ કરી વૃદ્ધિ કરે છે
ડાંગરના
ખેતરમાં પાણી ભરેલું રહેતું હોવાથી ઓક્સિજનની ગેરહાજરીમાં સેન્દ્રિય ઘટકોનું વિઘટન
થતા મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. સંશોધન દરમિયાન કરવામાં આવેલા પ્રયોગોના આધારે ડો.
યોગેશ્વરી ઝાલાનાં જણાવ્યા મુજબ, ઉપરોક્ત બેકટેરિયા હવામાં રહેલા મિથેન વાયુનો કાર્બન
તરીકે ઉપયોગ કરી પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરી પોતાની સંખ્યામાં વધારો કરે છે. આ સૂક્ષ્મ
જીવાણુઓની અંદર તેવા જનીન રહેલા જોવા મળેલા
છે જે મિથેનનું વિઘટન કરવા માટે જવાબદાર ઉત્સેચકો જેવા કે મિથેન મોનોઓક્સિજીનેઝ તથા
મિથેનોલ ડીહાઈડ્રોજીનેઝનું ઉત્પાદન કરે છે જેના કારણે મિથેનનું વિઘટન કરી અને સૂક્ષ્મ
જીવાણુઓને પોતાની વૃદ્ધિ માટે વાપરી શકે છે. તદુપરાંત ઉપરોક્ત સૂક્ષ્મ જીવાણુઓની વનસ્પતિનો
વૃદ્ધિ અને વિકાસ વધારી શકે તેવા ઘટકોનું ઉત્પાદન કરવાની અદ્ભુત ક્ષમતા રહેલી છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment