બાજરીમાં
દાણા અવસ્થાએ નુકસાન થવાની ભીતિ : ડાંગરના પાકને ફાયદો થશે : રાજ્યમાં ૮૪ લાખ હેક્ટરમાં
વાવેતર ઃ વરસાદે ખરીફ વાવેતરને બે તબક્કામાં વહેંચતાં પાકમાં ક્યાંક નુક્સાન તો ક્યાંક
ફાયદો : કઠોળ, તલ અને મગફળીના પાક માટે કાચું સોનું વરસ્યું : કપાસ, દિવેલા અને શાકભાજી
પાકમાં નુકસાનની આશંકા : વરસાદ એક સપ્તાહ જારી રહેવાની સાથે વાદળછાયું વાતાવરણ સર્જાય
તો જ નુક્સાનની ભીતિ : બાજરીમાં હાલમાં અરગટ, બ્લાઈટ, કુંતલ અને અંગારિયો જેવા રોગ
આવવાની સંભાવના : કપાસમાં ફૂલભમરી ખરી પડી
વરસાદે
ખરીફ સીઝનના વાવેતરને બે તબક્કામાં વહેંચી દેતાં જૂનમાં સમયસર ૧૨ લાખ હેક્ટર વિસ્તારમાં
વાવેતર કરાયેલો પાક પાકવાની અવસ્થાએ હોવાથી વરસેલા વરસાદથી થોડા અંશે નુક્સાનની અસર
થઈ છે, પરંતુ ૪૨ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર માટે વરસાદ આશીર્વાદરૃપ સાબિત થયો છે.
સતત વરસાદ અને વાદળછાયું વાતાવરણ જ ખરીફ પાકને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ હવે ટળી
જતાં વરસાદ ખરીફ પાકને રાજ્યોમાં ફળ્યો છે. મધ્ય અને ઉ.ગુજરાતમાં ખેતરોમાં પાણી ભરાવાને
પગલે ખરીફ વાવેતરને થોડા અંશે નુક્સાનીના અહેવાલો છે, પરંતુ રાજ્યમાં સૌથી વધુ વાવેતર
થાય છે તેવા સૌરાષ્ટ્ર અને કચ્છમાંં ખરીફ પાકો માટે વરસાદ ફાયદાનો સોદો સાબિત થયો છે.
પાકમાં રોગ-જીવાત આવવાની સંભાવના વધુ હોવાથી ખેડૂતો રોગ-જીવાત રોકવાના સમયસર ઉપાયો
અજમાવશે તો ખરીફ ખેતીમાંથી સારું ઉત્પાદન મેળવી શકશે. વરસાદથી તેલીબિયાં, કઠોળ અને
ધાન્યપાકોને ફાયદો થયો છે તો કપાસ, દિવેલા અને શાકભાજી પાકોમાં નુક્સાન પહોંચ્યું હોવાની
વિગતો છે.
ખ રીફ
પાકોનું વાવેતર પૂર્ણ થઇ ગયા બાદ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ વરસતાં ખેડૂતો
માટે ક્યાંક કહીં ખુશી કહીં ગમનો માહોલ છે. વરસાદે ક્યાંક પાકને નુક્સાન પહોંચાડવાની
સાથે ફાયદો પણ કરાવ્યો છે. અહીં વરસાદનું સરવૈયું રજૂ કરાવ્યું છે.
કપાસમાં
ભારે વરસાદ થાય તો જ નુકસાન કપાસનું
રાજ્યમાં આ વર્ષે રેકોર્ડબ્રેક વાવેતર ૩૦.૦૨ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદનમાં
પણ વધારો થવાની સંભાવના છે. કપાસ અને વરસાદની સ્થિતિ અંગે કપાસ સંશોધન કેન્દ્રના સંશોધન
વૈજ્ઞાાનિક ડો. ખાનપરાએ જણાવ્યું હતું કે, જૂનમાં વાવેતર કરાયેલો કપાસ હાલમાં ફ્લાવરિંગ
સ્ટેજમાં છે. જુલાઇ બાદ વાવેતર થયેલો કપાસના વાવેતર વિસ્તારમાં હાલમાં ચાંપવા એટલે
કે ફૂલભમરી બેસવાનું સ્ટેજ આવેલું છે. હાલમાં વરસાદને પગલે ફૂલભમરી ખરી પડતી હોવાની
ખેડૂતો બુમરાણો મચાવતા હોય છે, પરંતુ ફૂલભમરી ખરીને તાપ પડે તુરંત જ ફરી બંધાઇ જશે
તેની સીધી અસર ઉત્પાદનને કરશે નહીં. હાલમાં આ વરસાદ કપાસના પાકને ફાયદાકારક છે. જો
ખેતરોમાં પાણી ભરાઇ ગયાં હોય તેવા વિસ્તારમાં કપાસના પાકને થોડું નુકસાન થઇ શકે અથવા
ભારે વરસાદ વરસે તો નુકસાનની સમસ્યા સર્જાઈ શકે છે. આમ છતાં ઉ. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં
કપાસમાં નુક્સાનના અહેવાલ છે.
બાજરીનો
મોટા ભાગનો પાક દૂધિયા દાણાની અવસ્થાએ
ગુજરાતમાં
બાજરીનો ખરીફ વાવેતર વિસ્તાર ૩.૫૫ લાખ હેક્ટર છે. બાજરી એ ખરીફ સીઝનમાં વાવેતરમાં ચોખા
પછીનો રાજ્યમાં સૌથી મોટો ધાન્યપાક છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બાજરીનું વાવેતર
થાય છે. ચાલુ વર્ષે મોડા વરસાદને પગલે બાજરીનું ૧ સપ્ટેમ્બર સુધીમાં માત્ર ૧.૭૭ લાખ
હેક્ટરમાં વાવેતર થયું છે. બાજરીમાં જૂન પૂર્વે વાવેતર કરાયેલી બાજરી હાલમાં દાણાની
અવસ્થાએ જ્યારે જુલાઈ બાદ રાજ્યમાં વાવેતર કરાયેલી બાજરીનો પાક દૂધિયા દાણાની અવસ્થાએ
પહોંચ્યો છે.
બાજરીમાં
હાલમાં અરગટ, બ્લાઈટ ( પાનનો ગેરુ), કુંતલ (ભૂકી) અને અંગારિયો જેવા રોગ આવવાની સંભાવના
છે. જૂનમાં વાવેતર કરાયેલી બાજરી હાલમાં દાણા અવસ્થાએ હોવાથી દાણા ઊગી જવાની સમસ્યા
સર્જાવાની અને પવનથી પડી જવાની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે. અત્રે નોંધવું ઘટે કે,
ચાલુ સીઝનમાં જૂનના અંત સુધીમાં ૮,૪૦૦ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું. હાલમાં
વાતાવરણ હવામાનવાળુ હોવાથી પાકમાં રોગ-જીવાત આવવાની સંભાવના હોવાનું બાજરી સંશોધન કેન્દ્રના
વૈજ્ઞાાનિક ડો. કે.ડી. મૂંગરાએ જણાવ્યું હતું.
જૂનમાં
વાવેતર કરાયેલા પાકોમાં નુકસાનની સંભાવના
ગુજરાતમાં
કઠોળ પાકોનું ૫.૧૧ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાં આ વર્ષે વાવેતર ઘટીને ૩.૭૮ લાખ
હેક્ટર થયું છે. ખરીફ સીઝનમાં કઠોળ પાકોમાં મગ, અડદ અને તુવેર પાકોનું વાવેતર થાય છે.
આ વર્ષે મોડા વરસાદને પગલે વાવેતર બે તબક્કામાં વહેંચાઈ ગયું છે. જૂનમાં
વાવેતર કરાયેલા કઠોળ પાકો હાલમાં શીંગ અવસ્થાએ છે. જ્યારે કઠોળ પાકોની મોડી વાવણી કરાયેલા
પાકો સૂયા અવસ્થામાં છે. હાલમાં વરસાદથી કઠોળ પાકોને ફાયદો થયો છે. વધુ વરસાદ હોય ત્યાં
શીંગો ખરી પડવાની સંભાવના છે, પરંતુ આ સ્થિતિ ઘણા ઓછા વિસ્તારમાં હશે. જૂન પૂર્વે રાજ્યમાં
ખરીફ પાકોનું માત્ર ૧૨,૬૦૦ હેક્ટરમાં જ વાવેતર થયું હતું. સૌરાષ્ટ્રમાં તુવેરનો પાક
તો આંતરપાક તરીકે લેવાતો હોવાથી હાલમાં આ પાકોમાં નુકસાનની સંભાવના નહીંવત્ છે. દૃ
તલના
પાક માટે વરસાદ ફાયદાકારક
તેલીબિયાં
પાક ગણાતા તલનું રાજ્યમાં મોટાપાયે ખરીફ સીઝનમાં વાવેતર થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી
તલના સારા ભાવ મળતાં ખેડૂતોે આ વર્ષે વાવેતર વધાર્યું છે. રાજ્યમાં તલનું ૧.૨૦ લાખ
હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાંથી જૂનના અંત સુધીમાં ૫ હજાર હેક્ટરમાં વાવેતર થયું
હતું. જ્યારે કુલ વાવેતર ૧.૪૧ લાખ હેક્ટરમાં થયું છે. આમ, વાવેતર મોટાભાગે જુલાઇ અને
ઓગસ્ટ માસમાં થયું છે. જૂન માસમાં વાવેતર થયેલો પાક હાલમાં પાકવાની અવસ્થાએ હોવાનું
તલ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો. બી. વી. રાદડિયાએ જણાવ્યું હતું. તલમાં જુલાઈ બાદ
વાવેતર કરાયેલો પાક હાલમાં બૈઢાની અવસ્થાએ છે. ક્રાંતિક તબક્કાએ તલના પાકમાં પિયતની
ખાસ જરૃરિયાત વચ્ચે સારા વરસાદથી તલના પાકને ફાયદો થયો છે. ઊંચા વાવેતર બાદ તલની સ્થિતિ
સારી રહેતાં તલનું ઉત્પાદન વધે તેવી સંભાવના છે.
મગફળીમાં
દાણા ભરાવાની અવસ્થામાં ફાયદો
મગફળી
એ સૌરાષ્ટ્રનો મુખ્ય તેલીબિયાં પાક છે. રાજ્યમાં ૧૫ લાખ હેક્ટરથી વધુમાં મગફળીનું વાવેતર
થાય છે. વરસાદના બે તબક્કાથી જૂનમાં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ વાવેતર શરૃ કરતાં
આ પાક હાલમાં ૧૫ દિવસમાં જ પાકવાની અવસ્થાએ છે. જો વરસાદનું પ્રમાણ ઘટે તો આ પાક સારો
ઊતરે તેવી સંભાવના છે. જૂનમાં રાજ્યમાં મગફળીનું ૪.૧૮ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું
હતું. ત્યારબાદ ૧૦ લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલો પાક ડોડવાની અવસ્થામાં છે. ડોડવા મગફળીમાં
ઝીણા, મોટા હોવા છતાં હાલમાં વરસાદથી દાણા ભરાવામાં ડોડવા એ મહત્ત્વનો ભાગ ભજવે છે.
હાલમાં વરસેલો વરસાદ મગફળીના ખેડૂતો માટે ઘણો ફાયદાકારક છે. આ મગફળી એક મહિના બાદ કાઢવાની
ખેડૂતો તૈયારી કરશે. વરસાદ ભારે રહે તો મગફળીના પાકમાં નુકસાન થવાની સંભાવના છે, પરંતુ
ગત સપ્તાહે વરસેલા વરસાદે મગફળીના પાકને ફાયદો કરાવ્યો હોવાનું મગફળી સંશોધન કેન્દ્રના
વૈજ્ઞાાનિક ડો. ધડૂકે જણાવ્યું હતું.
ડાંગરમાં
વરસાદ સપ્તાહ રહે તો જ નુકસાન
રાજ્યમાં
ખરીફ વાવેતરમાં ધાન્ય પાક ગણાતા ડાંગરનું સરેરાશ ૭.૩૬ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે.
ડાંગરનો પાક દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મોટાપાયે થાય છે. રાજ્યમાં ચાલુ ખરીફ
સીઝનમાં ૭.૫૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ડાંગરનો પાક હાલમાં કંટી બંધાવાની અવસ્થાએ
છે. આ સમયે પાકને પિયતની ખાસ જરૃરિયાત રહેતી હોય છે. વરસાદ વરસતાં ખેડૂતોને પિયતનો
ફાયદો થવાની સાથે પાકને પણ પૂરતું પાણી મળી ગયું છે. હાલના તબક્કે એમ કહી શકાય કે વરસાદ
ડાંગરના પાક માટે ફાયદાનો સોદો સાબિત થયો છે. વરસાદ અને હવામાન વાળું વાતાવરણ એક સપ્તાહ
સુધી રહે તો જ ડાંગરના પાકને હાલના તબક્કે નુકસાન જવાની શક્યતા છે.
ઉ.ગુજરાતમાં
કપાસ અને દિવેલાને ભારે નુક્સાન
ભાદરવા
મહિના દરમિયાન ખાબકેલા ૬થી ૯ ઈંચ વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં કપાસ, દિવેલા તેમજ
ઘાસચારા સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ અતિવૃષ્ટિને કારણે એક પખવાડિયા
અગાઉ કૃષિક્ષેત્રોમાં લહેરાતા પાકોને કારણે આશાવાદી બનેવા ખેડૂતોમાં નિરાશાની લાગણી
ફેલાઈ છે. ખેડૂતોએ મોંઘા બિયારણ ખર્ચી વાવેતર કરેલા દિવેલાના પાકનો સફાયો થઈ ગયો છે.
વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે કપાસનાં
પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કપાસના વિકસિત છોડવા પર બેઠેલી બાજ ખરી પડી છે
અને છોડવા ધરાશાયી થઈ ગયા છે. દીપાવલી પર્વ પૂર્વે કપાસના પાકના ઉત્પાદનની ખેડૂતોની
આશા પર પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત, તાજેતરમાં જ વાવણી કરેલી જુવારનો પાક કહોવાઈ
ગયો છે અને કઠોળનાં ઉત્પાદન માં પણ નુક્સાનની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. નિષ્કર્મ સાફ
છે, અતિભારે વરસાદે સૌથી મોટો આફટર શોક ખેડૂતોને આપ્યો છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment