રૃના
ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર ૧ બનશે : ૨૦૧૪-૧૫માં રૃના ૧૪૨૮ લાખ ગાંસડી વૈશ્વિક વપરાશ સામે ઉત્પાદન ૧૪૮૧
લાખ ગાંસડી રહેશે : અલ નીનોને પગલે ભારતમાં રૃનું ઉત્પાદન ૩૭૦ લાખ ગાંસડી જ્યારે ચીનમાં
૩૫૨ લાખ ગાંસડી થશે : ચીનમાં રૃનું ઉત્પાદન ઘટવાનો ફાયદો ભારતને ફળશે : કપાસનું વૈશ્વિક ઉત્પાદન ૨ ટકા ઘટશે અને વપરાશ ૩ ટકા વધશે
દેશમાં
સફેદ સોનું ગણાતા કપાસની ખેતીનો વ્યાપ સતત વધતાં વિશ્વમાં રૃના ઉત્પાદનમાં બીજો ક્રમાંક
ધરાવતો ભારત દેશ ૨૦૧૪-૧૫માં પ્રથમ સ્થાન ગ્રહણ કરશે. ચીનની ૨૦૧૧ની કોટન પોલિસી અંતર્ગત
ચીની મિલોએ રૃનો વપરાશ ઘટાડતાં ચીનમાં આગામી વર્ષમાં ૩૫૨ લાખ ગાંસડી જ્યારે ભારતમાં
૩૭૦ લાખ ગાંસડી રૃનુંં ઉત્પાદન થશે. વિશ્વમાં અલ નીનોની શક્યતાથી કપાસનું વાવેતર સરેરાશ
રહેવાના અંદાજથી રૃનું ઉત્પાદન ૧૪૮૧ લાખ ગાંસડી જ્યારે વપરાશ ૧૪૨૮ લાખ ગાંસડી રહેશે.
ભારતમાં કપાસનું વાવેતર ૧૧૫ લાખ હેક્ટર અને રાજ્યમાં ૨૬થી ૨૭ લાખ હેક્ટર થતું હોય છે.
કપાસના ભાવ જળવાઈ રહેતાં ચાલુ ખરીફમાં પણ ખેડૂતો કપાસનું વાવેતર ઘટાડે તેવા સંજોગો
ઓછા હોવાથી બિયારણની માંગમાં પણ ૫ ટકાનો ઉછાળો આવ્યો છે.
વિ
શ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારત બીજું સ્થાન ધરાવે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો
ખરીફ સીઝનનો મુખ્ય પાક કપાસ છે. કપાસમાં અન્ય પાક કરતાં સારી આવક મળતી હોવાથી તેની
ખેતી વધી છે. ૨૦૧૩-૧૪માં કપાસનું દેશમાં ૩૭૬ લાખ ગાંસડીથી વધુ ઉત્પાદન થયું છે. હાલમાં
વિશ્વમાં ચીન એ કપાસના ઉત્પાદનમાં નંબર વનનું સ્થાન ધરાવે છે, પરંતુ ચીનમાં ૨૦૧૧ બાદ
કોટન પોલિસી બદલાવાની સાથે ચીની મિલોએ રૃનો વપરાશ ઘટાડતાં હવે ચીનમાં કપાસનું વાવેતર
ઘટી રહ્યું છે. જેના પગલે વર્ષ ૨૦૧૪-૧૫માં ભારત ચીન કરતાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન
કરતો દેશ બનશે. ભારતમાં વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૭૦ લાખ ગાંસડી રૃનુંં ઉત્પાદન થશે જ્યારે
ચીનમાં રૃનું ઉત્પાદન છ ટકા ઘટીને ૩૫૨ લાખ ગાંસડી રહેવાનો ઈન્ટરનેશનલ કોટન એડવાઈઝરી
કમિટીએ અહેવાલ રજૂ કર્યો છે.
એક
તરફ ભારતમાં કપાસના પાકને ખાસ કરીને નબળા હવામાનને કારણે અસર થઈ શકે છે. જો કે ચીનમાં
કપાસના ઉત્પાદનમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૮૪ લાખ ગાંસડી
કપાસના ઉત્પાદનની સામે વર્ષ ૨૦૧૪-૧૫માં ચીનમાં ૩૫૨ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થશે.
ચીનના ઝિન્જીયાંગ પ્રદેશ અને બહારના કેટલાંક પ્રાંતોમાં કપાસના ટેકાના ભાવ મર્યાદિત
કરાતા ઉત્પાદનના આંકમાં ઘટાડો પણ જોવાઈ શકે છે.
ચીનમાં
વર્ષ ૨૦૧૧માં રિઝર્વ પોલિસીને કારણે મિલોમાં કપાસના વપરાશમાં ૧૭ ટકાનો ઘટાડો નોંધાયો
હતો. વર્ષ ૨૦૧૦-૧૧માં ૯૬ લાખ ટન વપરાશ હતો, તેની સામે વર્ષ ૨૦૧૩-૧૪માં ૭૯ લાખ ટન કપાસનો
વપરાશ રહી ગયો હતો. જો કે વપરાશના આ ઘટાડાનો આંક વર્ષ ૨૦૧૪-૧૫માં પણ ઘટે તેવી શક્યતા
છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ચીનમાં કપાસના વપરાશમાં ૧ ટકાનો ઘટાડો નોંધાશે અને કુલ વપરાશ ૭૮
લાખ ટન રહેશે તેમ ઈન્ટરનેશનલ કોટન એડવાઈઝરી કમિટીનું માનવું છે. એપ્રિલ માસની શરૃઆતમાં
ચીન સરકાર દ્વારા શરૃઆતી હરાજીના ભાવ નીચા રાખવામાં આવ્યા હતા. જો કે આ તરફ કપાસના
સૌથી મોટા ગ્રાહક ગણાતા, ભારત, પાકિસ્તાન અને તુર્કીમાં વર્ષ ૨૦૧૪-૧૫માં મિલોમાં કપાસના
વપરાશમાં વૃદ્ધિ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
પંજાબ
કપાસના વાવેતર માટે એકર દીઠ રૃ. ૪૦૦૦ સબસિડી આપશે
અલ-નીનો
પ્રેરિત નબળા ચોમાસાની આગાહી નિમિત્તે ભરપૂર પાણીથી ઉત્પાદિત થતા ચોખાને બદલે રોકડિયો
પાક, કપાસના વાવેતર માટે વધુ જમીન ફાળવવા પંજાબ સરકારે ખેડૂતને એકર દીઠ રૃ. ૪૦૦૦ની
સબસિડી ઓફર કરી છે. નબળા ચોમાસે ખેતીનું વૈવિધ્યકરણ યોજના હેઠળ સરકારે પંજાબના પાંચ
જિલ્લાની ૧૫૦૦ એકર જમીનને આરંભમાં સપોર્ટ પૂરો પાડવાનું નક્કી કર્યું છે. અન્ય રાજ્યો
પણ આવી વૈવિધ્યકરણ અને સબસિડી યોજના ટૂંકમાં જાહેર કરે તેવી સંભાવના એગ્રી એનાલીસ્ટો
જોઇ રહ્યા છે. આ સબસિડી ઓછા વરસાદમાં ઝીંક ઝીલી શકે તેવા હાઇબ્રીડ બિયારણ ખરીદવા માટે
આપવામાં આવશે. આ નવી યોજનામાં પરંપરાગત રીતે એકર દીઠ ૧૦,૦૦૦ બિયાંના વાવેતરને બદલે
૩૩,૦૦૦ બિયાંનું વાવેતર કરી શકાશે. નવી પદ્ધતિના અમલથી ખેડૂતને ૩૦થી ૭૦ ટકાનો વધુ નફો
રળવાની તક મળશે. નવું બિયારણ, રૃ પાકવાની મુદતમાં એક મહિનાનો ઘટાડો સંભવિત બનાવશે.
ચીન
ખાસ કરીને બાંગ્લાદેશ, વિયેતનામ અને ઈન્ડોનેશિયામાંથી કપાસની આયાત કરીને પોતાની માંગ
સરભર કરશે : આઈસીએસીના
મતે વર્ષ ૨૦૧૪-૧૫માં વિશ્વમાં કુલ ૨૪૩ લાખ ટન કપાસનો વપરાશ થશે, જેમાં પાછલાં વર્ષ
કરતાં ત્રણ ટકાનો વધારો નોંધાશે. એક તરફ મિલોમાં વપરાશ વધશે, પરંતુ કપાસનું વૈશ્વિક
ઉત્પાદન ૨ ટકા ઘટશે અને કુલ ઉત્પાદન ૨૪૩ લાખ ટન થાય તેમ માનવામાં આવી રહ્યંુ છે. એટલે
વૈશ્વિક ઉત્પાદન અને વપરાશ બંનેમાં તફાવત પણ જોવા મળી શકે છે તેમ આઈસીએસીનું કહેવું
છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૮૭ લાખ ટન કપાસનો વૈશ્વિક વેપાર નોંધાયો હતો, જેની સામે વર્ષ ૨૦૧૪-૧૫માં
ઘટાડો થશે અને વૈશ્વિક વેપાર ૮૨ લાખ ટનનો રહેશે. ઉત્પાદનની સાથે સાથે ચીનમાં કપાસની
આયાતમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાઈ શકે છે. આઈસીએસીના મતે વર્ષ ૨૦૧૪-૧૫માં ચીન દ્વારા
૨૨ લાખ ટન કપાસની આયાત થઈ શકે છે, જે વર્ષ ૨૦૧૩-૧૪ કરતાં ૩૦ ટકા ઓછી રહેશે. ચીન દ્વારા
વર્ષ ૨૦૧૧-૧૨માં ૫૩ લાખ ટન કપાસની આયાત કરવામાં આવી હતી તેની સામે પણ ૬૦ ટકાનો ઘટાડો
જોવાઈ શકે છે. ચીન વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૪ લાખ ટન કપાસની આયાત કરી શકે છે. ચીન ખાસ કરીને
બાંગ્લાદેશ, વિયેતનામ અને ઈન્ડોનેશિયામાંથી કપાસની આયાત કરીને પોતાની માંગ સરભર કરશે.
ઉલ્લેખનીય છે કે, ચીન દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫માં થતી કપાસની આયાત વર્ષ ૨૦૧૩-૧૪ કરતાં ૧૩
ટકા વધારે રહેશે.
કપાસનું
વૈશ્વિક ઉત્પાદન
દેશ ૨૦૧૨-૧૩ ૨૦૧૩-૧૪
ચીન ૭૬ ૬૯
ભારત ૬૨ ૬૩
અમેરિકા ૩૭ ૨૮
પાકિસ્તાન ૨૦ ૨૦
બ્રાઝિલ ૧૩ ૧૬
ઉઝબેકિસ્તાન ૯ ૯
ઓસ્ટ્રેલિયા ૧૦ ૮
નોંધ : ઉત્પાદન અને વપરાશના આંક લાખ ટનમાં છે
કપાસનો
વપરાશ
દેશ ૨૦૧૩-૧૪
ચીન ૭૯
ભારત ૫૦
પાકિસ્તાન ૨૫
તુર્કી ૧૩
બ્રાઝિલ ૯
બાંગ્લાદેશ ૮
અમેરિકા ૪૬
બિયારણની
માંગ ગુજરાત, મહારાષ્ટ્રમાં વધશે
ગુજરાત
અને મહારાષ્ટ્રમાં ગત વર્ષે કપાસના બિયારણની માગમાં અનુક્રમે ઘટાડો થયા બાદ આ વર્ષે
ખરીફ વાવેતર માટેના બિયારણમાં ૫ ટકાનો વધારો થાય તેવી શક્યતા છે. ગયા વર્ષે આ બન્ને
રાજ્યોમાં કપાસની કેટલીક જમીન ખેડૂતોએ સોયાબીન અને મગફળીને ફાળવી દેતાં કપાસ વાવેતર
ઘટયું હતું. જોકે, મગફળીમાં ખેડૂતોને વ્યાપક નુક્સાન સામે કપાસમાં ફાયદો થવાથી આ જમીનમાં
કપાસનું વાવેતર થાય તેવી શક્યતા છે. ગયા વર્ષે બિયારણના વેચાણમાં નબળી માંગને પગલે
૪ કરોડ પેકેટ સ્ટોકમાં પડયાં રહ્યાં હતાં. જોકે બિયારણ ઉદ્યોગ કહે છે કે, પ્રીમિયમ
બિયારણનો કોઈ સ્ટોક વધ્યો નહોતો. દેશમાં વેચાતાં કુલ બિયારણમાંથી ૨૫ ટકાનું આંધ્રપ્રદેશમાં
વેચાણ થાય છે, આ વર્ષે પણ આ ટ્રેન્ડ જળવાઈ રહેશે. આરંભમાં નબળા વાવેતર બાદ સરેરાશ ૧૫
લાખ હેક્ટરની તુલનાએ ૨૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. નબળા ચોમાસાના વર્તારાને પગલે
કપાસનાં મૂળિયાં ઊંડે સુધી જમીનમાં ઊતરેલાં હોઈ તે લાંબો સમય સુધી પાણી વગર રહી શકે
છે. નોંધ : એક ગાંસડી એટલે 170 kg
No comments:
Post a Comment