ગુજરાતમાં
કપાસની હવે આવક વધવાની સંભાવના : ભાવ વધવાની નહીંવત્ શક્યતાથી ખેડૂતોને સંગ્રહ માથેે
પડશે : ડિસેમ્બરના અંત સુધીમાં ૩૮.૪૬ લાખ ગાંસડી કપાસ બજારમાં આવ્યો : સીસીઆઇ ભાવમાં
ઘટાડો અટકાવવા માર્ચ સુધી ૬૦ લાખ ગાંસડી કપાસની ખરીદી કરશે : દેશમાંથી રૃની ૯૦ લાખ
ગાંસડી નિકાસ થવાની સંભાવના : દેશમાં આ વર્ષે પણ મીલોની માંગ ૨૭૫ લાખ ગાંસડી રહેવાની
સંભાવના : આંધ્રપ્રદેશ અને તેલંગણામાં કપાસના
ભાવ ટેકાના ભાવથી પણ નીચા ચાલતાં હોવાથી ખેડૂતો માટે સીસીઆઇ જ એકમાત્ર આધાર : સીસીઆઇએ
સૌથી વધુ કપાસની ખરીદી ૨૭ લાખ ગાંસડી આંધ્ર અને તેલંગણામાંથી કરી : ગુજરાતમાં સીસીઆઇનાં
૬૫ સેન્ટરોમાંથી ૧૫ સેન્ટરો પર કપાસની નહીંવત્ આવકનો સ્ત્રોત : ગુજરાતમાંથી માત્ર ૨.૨૫
લાખ ગાંસડીની ખરીદી થઈ શકી : ઉત્તરાયણ પૂરી થતા કપાસની આવક વધે તેવી સંભાવના : સીસીઆઇ પણ ૪૩ લાખ ગાંસડી કપાસ બજારમાં ઠાલવે તેવી
શક્યતા : ચીનની કોટનનીતિમાં ફેરફારથી નિકાસ માંગ ઓછી હોવાથી ભાવ નહીં ઊંચકાય તેવો અંદાજ
કપાસના
રેકોર્ડબ્રેક વાવેતર અને ઉત્પાદન બાદ ભાવ ન મળતા હોવાના મામલે ગુજરાતના ખેડૂતોએ આંદોલનનો
માર્ગ અપનાવ્યો હતો. આજે પણ કપાસના ભાવનો કકળાટ રાજ્યમાં ચાલુ છે. ગુજરાતમાં કપાસના
ભાવ ટેકાના ભાવની આસપાસ ચાલી રહ્યા હોવાથી ખેડૂતો ભાવ ઊંચકાશે તેવી આશાએ કપાસનો સંગ્રહ
કરીને બેઠા છે. દેશમાં ૧૧મી જાન્યુઆરી સુધીમાં ૧૬૮ લાખ કપાસની ગાંસડીનો માલ બજારમાં
આવ્યો છે. ગુજરાતમાં ગયા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં ૪૬.૧૯ લાખ ગાંસડી કપાસ બજારમાં
આવવાની સામે આ સીઝનમાં ૩૮.૪૬ લાખ ગાંસડી કપાસ જ બજારમાં આવ્યો છે. એટલે કે ખેડૂતોએ
સારા ભાવની આશાએ કપાસનો સ્ટોક કર્યો છે. જોકે, વિશ્વબજારમાં ઓછી માંગથી કપાસના ભાવ
ઊંચકાય તેવી શક્યતા નહીંવત્ હોવાથી હવે ખેડૂતો ઉત્તરાયણ પૂરી થતાં બજારમાં માલ ઠાલવે
તેવી સંભાવના છે. જેમાં ખેડૂતોને સંગ્રહ માથે પડે તેવી સંભાવના છે.
દે
શ માટે ગૌરવ લેવા જેવી બાબત ખેડૂતોને રડાવી રહી છે. કપાસમાં આ વર્ષે ભારત વિશ્વમાં
સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બની જશે, પરંતુ ઓછી નિકાસ માંગ અને વધુ ઉત્પાદનથી ઓછા ભાવથી
ખેડૂતો બૂમરાણો પાડી રહ્યા છે. આમ, કપાસનું વધુ ઉત્પાદન ખેડૂતો માટે મુસીબતનું કારણ
બની ગયું છે. ગુજરાતમાં તો ખેડૂતો રસ્તા પર ઊતરી કપાસના મણે રૃ.૧૨૦૦થી ૧૫૦૦ના ભાવની
માંગણી કરી રહ્યા છે. હાલમાં બજાર ટેકાના ભાવની આસપાસ ચાલી રહ્યું હોવાથી સીસીઆઇ દ્વારા
કપાસની ખરીદી શરૃ કરાઇ હતી. આમ છતાં ૧૨૫ લાખ ગાંસડી ઉત્પાદન સામે ૨.૨૫ લાખ ગાંસડીની
ખરીદી કરાઈ છે. રાજ્યમાં હાલમાં ખેડૂતો કપાસનો સ્ટોક કરીને બેઠા હોવાથી ઉત્તરાયણ બાદ
કપાસનું બજાર વધુ ઘટે તેવી સંભાવના છે. કપાસના
ભાવ વધે તેવી નહીંવત્ શક્યતાથી સ્ટોક કરનાર ખેડૂતોની સારા ભાવની આશા આ વર્ષે પૂરી થાય
તેવાં કોઈ એંધાણ નથી. સીસીઆઈની
૪૩ લાખ ગાંસડી રૃની ખરીદીઃ કપાસના ઘટતા જતા ભાવને પગલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
દ્વારા એમએસપીથી ઓક્ટોબર ૨૦૧૪થી રૃની ખરીદી શરૃ કરાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં ૪૩
લાખ ગાંસડી રૃની ખરીદી કરાઈ ચૂકી છે. સીસીઆઇના આંક અનુસાર સૌથી વધુ રૃની ખરીદી આંધ્રપ્રદેશ
અને તેલંગણાથી કરાઇ રહી છે. આમ છતાં હજુ પણ રૃના ભાવ ટેકાના ભાવથી પણ નીચા છે. સીસીઆઇ
દ્વારા આંધ્રપ્રદેશ અને તેલંગણામાંથી કપાસની લગભગ ૨૭ લાખ ગાંસડીની ખરીદી કરાઇ છે. મહારાષ્ટ્રમાંથી
૭ લાખ ગાંસડી, ગુજરાતમાંથી ૨.૨૦ લાખ ગાંસડી જ્યારે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાંથી
૨ લાખ ગાંસડી રૃની ખરીદી કરાઇ છે. અમેરિકા સ્થિત ઇન્ટરનેશનલ એડવાઇઝરી કમિટીના અંદાજ
અનુસાર ચીનની કમજોર આયાત અને વિશ્વમાં રૃના રેકોર્ડબ્રેક ઉત્પાદનથી રૃના ભાવ ટેકાના
ભાવથી નીચા ગયા છે અને ભાવ વધવાની સંભાવના નહીંવત્ છે. દેશમાં ધીમેધીમે કપાસનો વપરાશ
ઘટી રહ્યો છે. ૨૦૧૪માં રૃનો વપરાશ ૪ ટકા ઘટયો હતો. ૨૦૧૪-૧૫ની આ સીઝનમાં ભારત ચીનને
પછાડી રૃના ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.
આંધ્ર
અને તેલંગણામાં રૃના ભાવ ટેકાથી નીચા : સીસીઆઈ દ્વારા આંધ્રપ્રદેશ અને તેલંગણામાંથી
૨૭ લાખ ગાંસડી રૃની ખરીદી સામે ગુજરાતમાંથી માંડ ૨.૨૦ લાખ ગાંસડીની ખરીદી બાબતે ગુજરાત
કોટન જિનિંગ એસો.ના દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં કપાસના
ભાવ ટેકાના ભાવથી પણ નીચા ચાલી રહ્યા છે. ખેડૂતો માટે સીસીઆઈ જ એકમાત્ર આધાર હોવાથી
મોટાભાગના ખેડૂતો સીસીઆઇ દ્વારા જ કપાસનું વેચાણ કરે છે. ગુજરાતમાં સ્થિતિ ઊલટી છે.
રાજ્યમાં ખેડૂતો નાછૂટકે જ સીસીઆઇના સેન્ટરમાં કપાસના વેચાણ માટે જાય છે. રાજ્યમાં
જિનિંગ ફેક્ટરીઓ દ્વારા ઊંચા ભાવે બજારમાંથી કપાસની ખરીદી કરાતી હોવાથી ખેડૂતો સીસીઆઇમાં
વેચાણ માટે જતા નથી. હાલમાં ખેડૂતો પ્રતિ મણે રૃ.૧૨૦૦ના ભાવ મેળવવા માટે આંદોલનો કરી
રહ્યા છે. ગુજરાતમાં રૃના ભાવ ટેકાના ભાવની આસપાસ ચાલી રહ્યા છે. જ્યારે આંધ્ર અને
તેલંગણાના ખેડૂતો માટે સરકાર દ્વારા રૃની ખરીદીના વિકલ્પ સિવાય બીજો કોઇ વિકલ્પ ન હોવાથી
સીસીઆઇ પણ રૃની ખરીદી સાઉથમાંથી મોટાપાયે કરે છે.
સીસીઆઈ
પણ કપાસ વેચવા બજારમાં આવશે :ઉત્તરાયણ બાદના સમયમાં વધુ આવક અને સીસીઆઇના વેચાણથી
ભાવમાં વધુ કડાકો થાય તેવી સંભાવના છે. દેશમાં ૪૦૦ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન થવાની
સંભાવના વચ્ચે ૧૧મી જાન્યુઆરી સુધીમાં દેશમાં ૧૬૮ લાખ ગાંસડી બજારમાં આવી ગઇ છે. હવે
ધીમે ધીમે બજારમાં કપાસની આવક વધશે. હાલમાં ઓછી નિકાસ માંગથી ભાવમાં વધારો થાય તેવી
નહીંવત્ સંભાવના છે. આ વર્ષે રૃની નિકાસ ૯૦ લાખ ગાંસડી થવાની સંભાવના છે. ખેડૂતોની આવક બજારમાં આવે તે સમયે જ
સીસીઆઇ પણ ૪૩ લાખ ગાંસડી બજારમાં વેચવા કાઢે તેવી સંભાવનાથી ભાવમાં વધારો થાય તેવી
સંભાવના નહીંવત્ છે. સીસીઆઇએ ઊંચા ભાવે ખેડૂતો પાસેથી રૃની ખરીદી કરી હોવાથી સીસીઆઇ
પણ નુકસાન ન જાય તેવી ગણતરી માંડી રહી છે. જોકે, સીસીઆઇ દ્વારા ઇઓક્શનના આધારે રૃનું
વેચાણ કરવા ટેકસટાઇલ મિનિસ્ટ્રી પાસે પરવાનગી માંગી છે. જે મંજૂર થઇ ગઇ હોવાની શક્યતાથી
આગામી દિવસોમાં બજારમાં સીસીઆઇ પણ કપાસના વેચાણમાં ઝંપલાવે તેવી સંભાવના છે. દૃ
સીસીઆઈ
માર્ચ સુધી ૬૦ લાખ ગાંસડી કપાસ ખરીદશે
દેશમાં
હાલમાં ઓછા ભાવને પગલે રૃના ભાવમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, પરંતુ ઉત્તરાયણ બાદના
સમયગાળામાં હવે ધીમે ધીમે રૃની આવક વધે તેવી સંભાવના છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ
ભારતમાંથી રૃની આવક વધવાની સંભાવના છે. ખેડૂતો હાલમાં સારા ભાવની આશાએ કપાસનો સ્ટોક
કરીને બેઠા છે. જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી બજારમાં આવે તેવી સંભાવના છે. દેશમાં
આ સીઝનમાં ૨૫ લાખ ગાંસડી કપાસની નિકાસ થઇ છે. આ નિકાસ ખાસ કરીને બાંગ્લાદેશ, પાકિસ્તાન
અને વિયેતનામમાં થઇ છે. ઉત્તરાયણ બાદ સારા ભાવની આશાએ ખેડૂતોએ રૃનો સ્ટોક કરી રાખ્યો
હોવાથી હવે ધીમેધીમે બજારમાં રૃની આવક વધશે. સીસીઆઇએ મહારાષ્ટ્રમાં કપાસની ખરીદી માટે
૬૭ સેન્ટરો ખોલ્યાં હતાં. જ્યારે મહાકોટ દ્વારા પણ ૧૦૦ સેન્ટરો ખોલી આઠ લાખ ક્વિન્ટલની
ખરીદી કરાઇ છે. ખાનગી ખરીદદારો પણ મહારાષ્ટ્રમાંથી ૩૯ લાખ ક્વિન્ટલ રૃની ખરીદી કરી
ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં ૪૦૦ લાખ ક્વિન્ટલ રૃનું ઉત્પાદન થવાની શક્યતા છે. જેમાંથી
અત્યારસુધીમાં ૨૫ ટકા રૃની ખરીદી થઇ છે. સીસીઆઇ દેશભરમાંથી માર્ચ સુધીમાં ૬૦ લાખ ગાંસડીની
ખરીદી કરે તેવી સંભાવના છે. કપાસની ખરીદીમાં આંધ્રપ્રદેશ અને તેલંગણાનો હિસ્સો ૫૦ ટકા
છે. ગુજરાતમાં કપાસના ભાવ ટેકાના ભાવની આસપાસ હોવાથી ખેડૂતો બૂમરાણો મચાવી રહ્યાં છે,
પરંતુ સીસીઆઇનાં સેન્ટરો પર રૃના વેચાણ માટે જતા ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. રાજ્યમાં
૬૩ ખરીદ કેન્દ્રોમાંથી ૧૫માં તો કોઇ પ્રકારની કામગીરી થઇ જ રહી નથી. ગુજરાતમાં સંકર
કપાસની સૌથી વધુ આવક થાય છે. આગામી દિવસોમાં પણ ટેકાના ભાવે ગુજરાત અને મહારાષ્ટ્રમાં
નહીંવત્ ખરીદી થાય તેવી સંભાવના છે.
૯૦
લાખ ગાંસડી નિકાસ થશે
દેશમાં
કપાસનો શરૃઆતનો સ્ટોક ૩૨ લાખ ગાંસડી છે અને ઉત્પાદન ૪૦૦ લાખ ગાંસડી થવાની સંભાવના છે.
આ સિવાય દેશમાં સારી ક્વોલિટીના ૭ લાખ ગાંસડી રૃની આયાત થવાની સંભાવના છે. આમ, દેશમાં
કુલ ૪૩૯ લાખ ગાંસડી રૃનો સ્ટોક થવાની સંભાવના છે. દેશમાં આ વર્ષે પણ મિલોની માંગ ૨૭૫
લાખ ગાંસડી રહેવાની સંભાવના છે. જ્યારે સરેરાશ
દેશમાં વપરાશ ૩૧૧ લાખ ગાંસડી રહેશે. જ્યારે કપાસની આવક ૪૩૯ લાખ ગાંસડી રહેશે. દેશમાં
આ વર્ષે ઓછી નિકાસ માંગ છતાં ૯૦ લાખ ગાંસડી રૃની નિકાસ થવાની શક્યતા છે.
કપાસનું
સરવૈયું
૨૦૧૪-૧૫ ૨૦૧૩-૧૪
શરૃઆતનો
સ્ટોક 3૨.૦૦ ૪૦.૦૦
ઉત્પાદન ૪૦૦.૦૦ ૩૯૮.૦૦
આયાત ૭.૦૦ ૧૦.૮૦
કુલ
આવક ૪૩૯.૦૦ ૪૪૮.૮૦
માંગ
મિલોની
માંગ ૨૭૫.૦૦ ૨૬૬.૦૦
નાની
મિલોની માંગ ૨૬.૦૦ ૨૪.૮૮
મિલો
સિવાયની માંગ ૧૦.૦૦ ૮.૦૦
કુલ
માંગ ૩૧૧.૦૦ ૨૯૮.૮૮
નિકાસ ૯૦.૦૦ ૧૧૭.૯૨
અંતિમ
સ્ટોક ૩૮.૦૦ ૩૨.૦૦
નોંધ : સીસીઆઇના આંક લાખ ગાંસડીમાં છે.
કપાસનો
વાવેતર વિસ્તાર અને ઉત્પાદન
રાજય ૨૦૧૪-૧૫ ૨૦૧૩-૧૪
વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
પંજાબ ૪.૫૦ ૧૪.૦૦ ૫૨૯ ૫.૦૫ ૨૧.૦૦ ૭૦૭
હરિયાણા ૬.૩૯ ૨૫.૦૦ ૬૬૫ ૫.૬૬ ૨૪.૦૦ ૭૨૧
રાજસ્થાન ૪.૧૬ ૧૭.૦૦ ૬૯૫ ૩.૦૩ ૧૪.૦૦ ૭૮૫
કુલ ૧૫.૦૫ ૫૬.૦૦ ૬૩૩ ૧૩.૭૪ ૫૯.૦૦ ૭૩૦
ગુજરાત ૩૦.૦૬ ૧૨૫.૦૦ ૭૦૭ ૨૬.૯૧ ૧૨૪.૦૦ ૭૮૩
મહારાષ્ટ્ર ૪૧.૯૨ ૮૫.૦૦ ૩૪૫ ૩૮.૭૨ ૮૪.૦૦ ૩૬૯
મધ્યપ્રદેશ ૫.૭૯ ૧૮.૦૦ ૫૨૮ ૬.૨૧ ૧૯.૦૦ ૫૨૦
કુલ ૭૭.૭૭ ૨૨૮.૦૦ ૪૯૮ ૭૧.૮૪ ૨૨૭.૦૦ ૫૩૭
તેલંગણા ૧૬.૫૧ ૫૦.૦૦ ૫૧૫ -- -- --
આંધ્રપ્રદેશ ૭.૩૬ ૨૭.૦૦ ૬૨૪ ૨૨.૬૯ ૭૮.૦૦ ૫૮૪
કર્ણાટક ૭.૬૦ ૨૮.૦૦ ૬૨૬ ૫.૯૪ ૨૩.૦૦ ૬૫૮
તમિલનાડુ ૦.૭૦ ૫.૦૦ ૧૨૧૪ ૧.૩૯ ૫.૦૦ ૬૧૨
કુલ ૩૨.૧૭ ૧૧૦.૦૦ ૫૮૧ ૩૦.૦૨ ૧૦૬.૦૦ ૬૦૦
ઓરિસ્સા ૧.૨૫ ૪.૦૦ ૫૪૪ ૧.૩૪ ૪.૦૦ ૫૦૭
અન્ય ૦.૩૧ ૨.૦૦ ૧૦૯૭ ૦.૩૩ ૨.૦૦ ૧૦૩૦
કુલ ૧૨૬.૫૫ ૪૦૦.૦૦ ૫૩૭ ૧૧૭.૨૭ ૩૯૮.૦૦ ૫૭૭
નોંધ : વાવેતર હેક્ટરમાં ઉત્પાદન લાખ ગાંસડીમાં અને ઉત્પાદકતા કિલોમાં છે.
છેલ્લાં
બે વર્ષની રૃની આવકના અંદાજ
૨૦૧૪-૧૫* ૨૦૧૩-૧૪
આવકના અંદાજ આવકના અંદાજ
ક્રમ રાજ્ય કુલ
આવક ૧૧-૧-૧૫ કુલ આવક ૧૧-૧-૧૪
૧ પંજાબ ૧૪.૦૦ ૮.૦૨ ૨૧.૦૦ ૬.૨૧
૨ હરિયાણા ૨૫.૦૦ ૧૩.૪૧ ૨૩.૦૦ ૬.૦૬
૩ રાજસ્થાન ૧૭.૦૦ ૧૧.૩૮ ૧૪.૦૦ ૩.૪૭
કુલ (૧+૨+૩) ૫૬.૦૦ ૩૨.૮૧ ૫૮.૦૦ ૧૫.૭૪
૪ ગુજરાત ૧૨૫.૦૦ ૩૮.૪૬ ૧૨૦.૦૦ ૪૬.૧૯
૫ મહારાષ્ટ્ર ૮૫.૦૦ ૨૮.૨૯ ૮૪.૦૦ ૩૦.૦૬
૬ મધ્યપ્રદેશ ૧૮.૦૦ ૮.૫૫ ૧૯.૦૦ ૯.૨૦
કુલ (૪+૫+૬) ૨૨૮.૦૦ ૪૧.૦૪ ૨૨૩.૦૦ ૫૬.૪૭
૭ આંધ્રપ્રદેશ ૫૦.૦૦ ૧૩.૨૪ ૭૬.૦૦ ૩૪.૦૨
૮ તેલંગણા ૨૭.૦૦ ૩૩.૭૯ -- --
૯ કર્ણાટક ૨૮.૦૦ ૧૧.૪૩ ૨૨.૦૦ ૧૨.૪૫
૧૦ તમિલનાડુ ૫.૦૦ ૦.૦૦ ૫.૦૦ ૦.૨૪
કુલ (૭+૮+૯) ૧૧૦.૦૦ ૫૮.૪૦ ૧૦૩.૦૦ ૪૬.૭૧
૧૧ ઓરિસ્સા ૪.૦૦ ૦.૮૬ ૪.૦૦ ૧.૩૩
૧૨ અન્ય ૨.૦૦ ૦.૮૮ ૨.૦૦ ૧.૦૫
કુલ ૪૦૦.૦૦ ૧૬૮.૩૧ ૩૯૦.૦૦ ૧૬૨.૯૦
નોંધ : આવકના અંદાજો લાખ ગાંસડીમાં છે. સીસીઆઈના ૧૧ જાન્યુઆરીના રિપોર્ટને આધારે.
No comments:
Post a Comment