મગફળીના
વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડા બાદ સીંગદાણાની સારી નિકાસ માંગથી ભાવમાં રૃ.૨૦૦નો ઉછાળો : ભાવ મણે રૃ.૧૦૦૦એ પહોંચ્યા : ખેડૂતો પકડ જમાવી રાખશે તો ભાવ મણે રૃ.૧૨૦૦એ પહોંચે
તેવી સંભાવના : ગત વર્ષની નુક્સાની સરભર કરવાનો ખેડૂતો પાસે મોકો આવ્યો : ૫૦ ટકા માલ
બજારમાં આવ્યો ઃ રાજ્યમાં ૧૧થી ૧૨ લાખ ટન મગફળીનું ખરીફમાં ઉત્પાદન થવાની સંભાવના : મગફળીની આવકમાં ગત વર્ષની તુલનાએ ૪૦ ટકાનો ઘટાડો
થયો : ૨૦૧૪-૧૫માં રવી વાવેતરનો આંક ૩.૯૭ લાખ હેક્ટરે પહોંચ્યો : ઉનાળુ વાવેતર પણ વધે
તેવી સંભાવના : સીંગદાણાની માંગ વધતાં ભાવમાં ઉછાળો
મગફળીના
ખેડૂતો માટે સારા દિવસો આવવાની સાથે ગત વર્ષની નુક્સાની પણ સરભર કરવાનો મોકો આવ્યો
છે. સીંગદાણાની સારી નિકાસ માંગ અને ઓછા ઉત્પાદનને પગલે ભાવમાં એક પખવાડિયામાં મણે
રૃ.૨૦૦નો ઉછાળો નોંધાયો છે. રાજ્યમાં ૧૧થી ૧૨ લાખ ટન એટલે કે ગત વર્ષથી અડધું ઉત્પાદન
આવે તેવી સંભાવના છે. બજારમાં ૫થી ૬ લાખ ટનનો મગફળીનો સ્ટોક આવ્યો હોવા છતાં ખેડૂતોએ
મગફળીના સ્ટોક પર પકડ જમાવવાની સાથે વિદેશમાં પણ સીંગદાણાની સારી નિકાસ માંગથી ભાવ
મણે રૃ.૧૦૦૦એ પહોંચ્યા છે અને રૃ.૧૨૦૦એ પહોંચે તેવી સંભાવના છે. રાજ્યમાં મગફળીના ભાવ
ઊંચકાતાં સીંગતેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. હવામાનની અનિયમિતતાને પગલે રાજ્યમાં
સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં મગફળીના ઉતારા ઓછા આવ્યા છે. મગફળીનું ખરીફમાં ૩૭.૨૫
લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૩૫ લાખ ટનની આસપાસ થવાની શક્યતા છે. દેશમાં મગફળીનું
રવી વાવેતર સરેરાશ ૪ લાખ હેક્ટરની આસપાસ રહેવાનો અંદાજ છે. છેલ્લા પંદર દિવસમાં સીંગદાણામાં
ટને રૃ.૧૦ હજારનો ઉછાળો આવ્યો છે
મ ગફળી
વિશ્વનો અને ખાસ કરીને ભારતનો મહત્ત્વનો તેલીબિયાં પાક છે. ગુજરાતમાં સૌથી વધુ મગફળીની
ખેતી થાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તો મગફળીની ખેતી આર્િથક જીવિકાનો મુખ્ય આધાર
છે. ગત વર્ષે ૨૦૧૩-૧૪માં દેશમાં મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થતાં મગફળીના ભાવોમાં ધરખમ
ઘટાડો થઈને નવેમ્બર, ૨૦૧૩માં મણના રૃ.૭૦૦ જેટલા થયા હતા. ખેડૂતોએ નાછૂટકે પણ ઓછા ભાવે
મગફળીનું વેચાણ કરી મગફળીમાં ખોટ ખાધી હતી. આથી ચાલુ વર્ષની ખરીફ ઋતુ દરમિયાન દેશમાં
મગફળી હેઠળનો વિસ્તાર ઘટીને ૩૭.૨૫ લાખ હેક્ટર થયો છે, જે ગત વર્ષ ૪૩.૧૯ લાખ હેક્ટર
હતો અને ઉત્પાદન પણ અંદાજે ૪૭ લાખ ટનની આસપાસ હતું. ચાલુ વર્ષે ૨૦૧૪-૧૫માં ગુજરાતમાં
(જૂનાગઢને બાદ કરતાં) વરસાદ એક મહિનો મોડો એટલે કે જુલાઈ, ૨૦૧૪ના ત્રીજા અઠવાડિયાંમાં
થયો હતો અને ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભેજની તીવ્ર
ખેંચ રહી છે. ઉપરાંત ઓક્ટોબર, ૨૦૧૪માં તાપમાન ઊંચું રહેતા પાક પરિસ્થિતિ પર તેની માઠી
અસર થઇ હતી.
ગત
વર્ષે ગુજરાતમાં મગફળીનું વાવેતર ૧૬.૬૦ લાખ હેક્ટરમાં થયું હતું જે ઘટીને ચાલુ વર્ષે
૨૦૧૪-૧૫માં ૧૨.૨૫ લાખ હેક્ટરમાં થયાનો અંદાજ છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને બાદ કરતાં
ઉત્પાદકતા ઘણી ઓછી રહેશે તેમજ રાજ્યમાં કુલ ઉત્પાદન ગત વર્ષે ૨૫ લાખ ટનની સામે આ વર્ષે
લગભગ ૧૩થી ૧૪ લાખ ટનની આસપાસ રહેવાનો કોઈટ દ્વારા અંદાજ વ્યક્ત કરાયો છે. જો કે ઉતારા
ઓછા રહ્યા હોવાનું પણ વેપારીસૂત્રો જણાવી રહ્યાં છે. ઉત્પાદન ગુજરાત રાજ્યના વપરાશ
માટે પૂરતું છે તેમજ મગફળીના ભાવ જે ઓગસ્ટ ૨૦૧૪માં મણના રૃ.૭૦૦ જેટલા હતા તે વધીને
નવેમ્બરમાં રૃ.૮૦૦ જેટલા થયા હતા. સરકારે ગત વર્ષ જેટલા જ આ વર્ષે લઘુતમ ટેકાના ભાવ
મણના રૃ.૮૦૦ નક્કી કર્યા છે.
દેશમાં
ચાલુ ખરીફ સીઝનમાં કુલ તેલીબિયાં પાકોનું વાવેતર ઘટીને ૧૭૮.૪૮ લાખ હેક્ટર થવાનો અંદાજ
છે. જે ગત વર્ષે ૧૯૪.૯૧ લાખ હેક્ટર હતું અને તેલીબિયાંનું કુલ ઉત્પાદન ગત વર્ષ કરતાં
અંદાજે ૧૫ ટકા જેટલું ઓછું રહેશે. વર્ષ ૨૦૧૪-૧૫માં ખાદ્યતેલની આયાત અંદાજે ૧૨૦ લાખ
ટન જેટલી રહેવાની સંભાવના છે. જોકે, હાલમાં વિદેશમાં સીંગદાણાની સારી નિકાસ માંગથી
મગફળીના ભાવમાં એક પખવાડિયામાં જ મણે રૃ.૨૦૦નો ઉછાળો આવ્યો છે અને ભાવ મણે રૃ.૧,૦૦૦એ
પહોંચ્યા છે. જો દાણાબર મગફળીની માંગ વધી તો હજુ પણ ભાવમાં વધારો થવાની સંભાવના છે.
૨૦૧૫માં સીંગદાણાની નિકાસમાં વધારો નોંધાયો છે. એપ્રિલથી
સપ્ટેમ્બર સુધીમાં સીંગદાણાની નિકાસ ૨.૨૦ લાખ ટન થઇ હતી. જે ગયા વર્ષે ૧.૬૦ લાખ ટન
હતી. ૨૦૧૩-૧૪માં સીંગદાણાની ૫.૦૯ લાખ ટન અને ૨૦૧૨-૧૩માં ૫.૩૫ લાખ ટન નિકાસ થઇ હતી.
સીંગદાણાની પશ્ચિમ એશિયાના દેશોમાં સારી માંગ હોવાથી આ વર્ષે દાણાની નિકાસ વધે તેવી
સંભાવના છે. ૨૦૧૧-૧૨માં સૌથી વધુ સીંગદાણાની નિકાસ ૮.૩૨ લાખ ટન થઇ હતી. આ વર્ષે ઓછા
ઉત્પાદન વચ્ચે માંગ સારી હોવાથી સીંગદાણાની નિકાસ સાડા પાંચ લાખ ટનની આસપાસ રહેવાની
સંભાવના છે. ખેડૂતો મગફળીનો સ્ટોક કરી મે સુધી વેચાણ કરશે તો સારા ભાવ મેળવી શકશે.
રવી
સીઝનમાં વાવેતરમાં વધારો : મગફળીના સારા ભાવની અસર મગફળીના રવી વાવેતર પર પણ પડી છે.
મગફળીના વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો છે. ગત રવી સીઝનમાં મગફળીના ઓછા ભાવને
પગલે ખેડૂતોએ રવી વાવેતર ટાળ્યું હતું. ગત વર્ષે ૧ જાન્યુઆરી સુધીમાં દેશમાં મગફળીનું
વાવેતર ૩.૬૭ લાખ હેક્ટર અને ૨૦૧૨-૧૩માં ૪.૨૦ લાખ હેક્ટર હતું. જ્યારે ૨૦૧૪-૧૫માં વાવેતરનો
આંક ૩.૯૭ લાખ હેક્ટરે પહોંચ્યો છે. છેલ્લા એક જ સપ્તાહમાં ૪૦ હજાર હેક્ટરમાં વાવેતર
વધ્યું છે. રવી સીઝનમાં સૌથી વધુ વાવેતર દેશમાં તેલંગણામાં ૧.૨૫ લાખ હેક્ટરમાં થયું
છે. રવી સીઝનમાં ગુજરાતના ખેડૂતો વાવેતર ટાળતા હોય છે. મગફળીના સારા ભાવ રહ્યા તો ઉનાળામાં
ગુજરાતમાં થતું મગફળીનું વાવેતર ઊંચકાય તેવી સંભાવના છે. ઉનાળામાં પિયતની સુવિધા ધરાવતા
ખેડૂતો મગફળીનું વાવેતર વધારે તેવી શક્યતા છે. રવી સીઝનમાં સરેરાશ વાવેતર વિસ્તાર ૮.૭૦
લાખ હેક્ટર છે. જેમાં હવે ધીમેધીમે ઘટાડો થતો જાય છે અને વાવેતર વિસ્તાર ઘટીને ૪ લાખ
હેક્ટરની આસપાસ થઇ ગયો છે. એટલે કે ખેડૂતો છેલ્લાં પાંચ વર્ષમાં રવી વાવેતરમાં ઘટાડો
કરતા ગયા છે.
સીંગતેલના
ભાવ બે વર્ષમાં સૌથી વધુ : હાલમાં સીંગતેલની પીક સીઝન ચાલી રહી છે, પરંતુ ઓછા ઉત્પાદન
અને સીંગદાણાની પ્રબળ માંગને પગલે ગુજરાતમાં
સીંગતેલના ભાવ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. ખેડૂતોએ મગફળીમાં પકડ રાખતાં મગફળીના
સ્ટોકનો અભાવ છે. જેથી ભાવમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં ૧૫ કિલોના તેલના ડબાનો ભાવ
રૃપિયા ૧૬૦૦થી ૧૬૫૦એ પહોંચ્યા છે. ડબામાં ડિસેમ્બર બાદ ભાવમાં ૧૬૦નો વધારો નોંધાયો
છે. સીંગતેલના ઉત્પાદકોના અંદાજ અનુસાર તેલના ડબાનો ભાવ બે મહિનામાં રૃ.૧૮૦૦એ પહોંચે
તેવી સંભાવના છે. હાલમાં ૨૫થી ૩૦ હજાર ગૂણી ( એક ગૂણી એટલે ૩૫ કિલો) બજારમાં આવક આવી
રહી છે. જે ગત વર્ષ કરતાં ૪૦ ટકા ઓછી છે. સી ના અંદાજ અનુસાર દેેશમાં ૨૦૧૪-૧૫માં ૨.૪૦
લાખ ટન સીંગતેલનું ઉત્પાદન રહેશે. ગયા વર્ષે સીંગતેલનું ઉત્પાદન ૪.૧૦ લાખ ટન રહ્યું
હતું, એટલે કે ૧.૭૦ લાખ ટનનો ઘટાડો નોંધાશે. મગફળીના અભાવે સપ્તાહમાં મિલો પણ ત્રણ
દિવસ પિલાણ કરી રહી છે. દૃ
ખરીફ
મગફળીના ઉત્પાદનનો અંદાજ
રાજ્ય ૨૦૧૪-૧૫ ૨૦૧૩-૧૪
ગુજરાત ૧૪.૪૦ ૨૫
મહારાષ્ટ્ર ૧.૬૦ ૧.૭૫
તેલંગણા
્આંધ્રપ્રદેશ ૩.૮૦ ૬.૦૦
તમિલનાડુ ૨.૦૦ ૧.૭૦
કર્ણાટક ૩.૧૦ ૩.૫૦
મધ્યપ્રદેશ
છત્તીસગઢ ૨.૦૦ ૧.૭૦
રાજસ્થાન ૬.૫૦ ૫.૨૦
પંજાબ,
હરિયાણા, યુપી ૦.૮૦ ૦.૮૦
ઓરિસ્સા ૧.૦૦ ૧.૦૦
અન્ય ૦.૫૦ ૦.૪૦
કુલ ૩૫.૭૦ ૪૭.૧૫
No comments:
Post a Comment