પાકોએ
ઉત્પાદનના અને ભાવોએ તૂટવાના રેકોર્ડ તોડયા
વિદાય
લેતા વર્ષ ૨૦૧૪માં દેશમાં અલનીનોની અસર હેઠળ ઓછા વરસાદ વચ્ચે પણ પાકોએ ઉત્પાદનના અને
ભાવોએ તૂટવાના રેકોર્ડ તોડયા છે. ધાન્ય પાકોનું રેકોર્ડબ્રેક ૨૬૩૨ લાખ ટન, બાગાયતી
પાકોનું ૨૮૦૭ લાખ ટન અને કઠોળનું ૧૮૦ લાખ ટન ઉત્પાદન થયું હતું. તો સામે કપાસ, મગફળી,
શેરડી, ડુંગળી, કેરી, મરચાં અને ટામેટાંના ઓછા મળતા ભાવોની ભવાઈ વર્ષભર ગુંજતી રહી
છે. ભાવો મેળવવા ખેડૂતોએ આંદોલનનો રાહ અપનાવવો પડયો છે, પરિણામે ખેડૂતો માટે આ વર્ષ
'કહીં ખુશી કહીં ગમ' જેવું સાબિત થયું છે. દેશમાં આ વર્ષે ખેડૂતો માટે સારી બાબતો એ
પણ છે કે, ખેડૂતોને આઠ લાખ કરોડ રૃપિયાની ધિરાણ ક્રેડિટ મળવાની સાથે, સોઇલ હેલ્થકાર્ડ,
સૂક્ષ્મ સિંચાઇ જેવી યોજનાનો દેશભરમાં અમલ થયો છે. રાજ્યમાં પણ ગ્રીનહાઉસ, ખેતઓજાર
અને પ્લાસ્ટિક મલ્ચમાં એમ્પેનલની જોગવાઇઓ દાખલ કરાઇ છે. રાજ્યમાં કપાસના ભાવમાં ઉહાપોહ
બાદ ખેડૂતો માટે સરકારે રૃ. ૧૧૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment