ભાવ
મણે રૃપિયા ૧૦૦૦થી પણ વધે તેવી શક્યતા : આવક પર બજારનો આધાર
સ મગ્ર
દેશમાં મેઘરાજાના આગમન સાથે લસણ બજારમાં લાલચોળ તેજી જોવા મળી છે. ચોમાસુ બેસી જતા
લસણની માંગમાં વધારો થતા છેલ્લા એક અઠવાડિયામાં લસણના ભાવમાં ૨૦ કિલો દીઠ રૃપિયા ૨૦૦નો
વધારો થયો છે. ટ્રેડર્સોનું કહેવું છે કે લસણના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ
છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ગોંડલ, રાજકોટ, જામનગર અને જેતપુરમાં લસણની આવકો અત્યારે
આવી રહી છે. આ ચારેય સેન્ટર ઉપર સારી ક્વોલિટીનાં લસણના ભાવ મણના ૮૦૦થી ૧૦૦૦ ચાલી રહ્યા
છે. ટ્રેડર્સોના મતે વરસાદ પડવાથી સાઉથની માંગ ખૂલી રહી છે. ખેડૂતો પણ હવે બિયારણ માટે
રાખેલું લસણ બજારમાં વેચાણ કરે તેવી શક્યતાઓ ઘટી ગઈ છે. ચોમાસું મોડંું બેઠું હોવાથી
નવી સીઝનમાં લસણનું વાવેતર ઓછું થાય તેવી સંભાવનાઓ છે. મધ્યપ્રદેશમાં અત્યારે આવકો
એકદમ ઓછી છે. પરિણામે લસણના ભાવમાં ઉછાળો રહ્યો છે. જો હજુ પણ ૨૦૦ રૃપિયાનો વધારો થાય
તો સ્ટોકિસ્ટોની વેચવાલી આવી શકે છે. વરસાદ ખેંચતા સાઉથનાં તમામ રાજ્યો અને યુ.પી-બિહારની
માંગ પણ વધી છે પરિણામે સપ્તાહમાં ૨૦૦ રૃપિયાનો વધારો થયો છે. દેશમાં અત્યારે સૌરાષ્ટ્રમાં
જ સારી ક્વોલિટીનું લસણ હોવાથી સાઉથની માંગ વધારે પ્રબળ બની છે. આગામી દિવસોમાં આવકો
ઘટી અને માંગ રહી તો ભાવ રૃ.૧૦૦૦ને આંબે તેવી શક્યતા છે.
વેપારીઓનું
કહેવું છે કે ચાલુ વર્ષે પાક ઉતારો ઓછા આવ્યા છે. જો વરસાદ સારો થઈ જાય તો નવી સીઝનમાં
દિવાળી પછી વાવેતર વખતે બિયારણની માંગ સારી નીકળી શકે છે. પરિણામે લાંબાગાળે લસણમાં
તેજીનો માહોલ જળવાઈ રહે તેવી શક્યતાઓ પણ રહેલી છે. ઉલ્લેખનીય છે કે બાગાયત વિભાગના
બીજા અંદાજ મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૫,૦૦૦ હેક્ટરમાં લસણનું વાવેતર કરવામાં
આવ્યું છે અને કુલ ૨,૫૦,૦૦૦ ટન ઉત્પાદન રહેવાનો અંદાજ છે. આ સિવાય દેશમાં લસણનું સૌથી
વધારે ૬૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં મધ્યપ્રદેશમાં વાવેતર કરવામાં આવ્યું છે અને ૨.૭૦ લાખ
ટન ઉત્પાદન રહેવાનો અંદાજ છે. રાજસ્થાનમાં ૫૫,૦૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે
ઓરિસ્સા અને ઉત્તરપ્રદેશમાં પણ લસણનું મોટાપાયે વાવેતર કરાયું છે. આમ, વર્ષ ૨૦૧૩-૧૪માં
દેશમાં કુલ ૨૩.૮ લાખ હેક્ટર વિસ્તારમાં લસણનું વાવેતર નોંધાયું છે અને કુલ ઉત્પાદન
૧૨ લાખ ટનથી પણ વધારે રહેવાનો સામાન્ય અંદાજ મુકવામાં આવ્યો છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment