Tuesday, 24 September 2013


ખાંડ મિલોને ઉત્તરપ્રદેશમાં  રૃ.૩૦૦૦ કરોડનું નુકસાન

૨૦૧૨-૧૩ વર્ષના ખેડૂતોને ૨૮૦૦ કરોડ ચૂકવવાના પણ બાકી : ખાંડના ઉત્પાદનનો ખર્ચ વધારે આવતો હોવાથી યુ.પીમાં ખાંડ મિલોને થતું નુક્સાન

દેશમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. દેશમાં ખાંડનું ૨૪૦થી ૨૫૦ લાખ ટન ઉત્પાદન થાય છે. દેશમાં ચાલુ વર્ષે પણ ૨૫૦ લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા હોવાની સાથે ખાંડનો ૮૦ લાખ ટનનો કેરીફોરવર્ડ સ્ટોક હોવાથી દેશ પાસે ૩૩૦ લાખ ટનનો સ્ટોક રહેશે. દેશમાં ખાંડની જરૃરિયાત પણ ૨૨૫ લાખ ટન હોવાથી ચાલુ વર્ષે ખાંડની નિકાસના સારા સંજોગો છે. કેન્દ્ર સરકારે શેરડી પર એસએ પી ૨૧૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે. હાલમાં શેરડીની કિંમત અને ખાંડના ભાવ વચ્ચે અસમતુલા હોવાથી ઉત્તર પ્રદેશમાં ચીનની મિલોની હાલત કફોડી થઇ ગઇ છે. ૨૦૧૨-૧૩ના વર્ષમાં જ ઉત્તર પ્રદેશમાં ચીનની મિલોએ રૃપિયા ૩૦૦૦ કરોડનંુ નુકસાન સહન કરવું પડયું છે. જેનું મુખ્ય કારણ ખાંડનો ઉત્પાદન ખર્ચ છે. પરિણામે મિલોએ શેરડીના ભાવ ખાંડના ભાવ સાથે જોડવાની માંગણી કરી છે. ખાંડની મિલોને નુકસાનને પરિણામે ખેડૂતોને ચૂકવવાના થતા ૨૮૦૦ કરોડ રૃપિયા પણ બાકી રહી ગયા છે.

રાજ્યના મિલમાલિકોએ એક મહિના બાદ શરૃ થતા ૨૦૧૩-૧૪ના માર્કેટિંગ વર્ષમાં શેરડીના ભાવ રૃપિયા ૨૪૦ પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં અસમર્થતા બતાવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આ વર્ષે ૨૮૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે. ઉત્તર પ્રદેશના સુગર કમિશનરને યુપી સુગર મિલ એસોસિયેશને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ૨૦૧૨-૧૩ના વર્ષમાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૨૦૦ની આવક સામે ઉત્પાદન ખર્ચ રૃપિયા ૩૬૦૦ રૃપિયા થયો છે. પરિણામે સુગર ઇન્ડસ્ટ્રીઝને ચાલુ વર્ષે રૃપિયા ૩૦૦૦ કરોડનું નુકસાન થયું છે જેમાં કો. ઓપરેટિવ સેકટરનો પણ સમાવેશ થાય છે. ઓક્ટોબરથી શેરડીની સીઝન શરૃ થાય છે ત્યારે બહાર આવેલી આ વિગતોએ શેરડીની ખેતી કરનાર ખેડૂતોમાં હલચલ મચાવી દીધી છે.

મિલ એસોસિયેશને ઉત્તર પ્રદેશ સરકારને રંગરાજન કમિટીની શેરડીની કિંમતો ખાંડ સાથે જોડવાની ભલામણ ધ્યાને લેવાની અપીલ કરી છે. ઇસ્માના ડાયરેક્ટર જનરલ અવિનાશ વર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો ખાંડ અને શેરડીના ભાવમાં કોઇ જોડાણ નહીં થાય તો આગામી દિવસોમાં બેન્કો સુગર ફેક્ટરીઓને લોન આપવાનું બંધ કરી દેશે. ઉત્તર પ્રદેશમાં ખાંડ મિલોને ઉત્પાદન ખર્ચ વધારે આવે છે. જેનું મુખ્ય કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થતી એસએપી કેન્દ્રની એસએપી કરતાં વધારે હોય છે. ઉત્તર પ્રદેશ દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરે છે. ૨૦૧૨-૧૩માં ૨૫૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું જેમાં એકમાત્ર ઉત્તર પ્રદેશમાંથી જ ૭૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment