Saturday, 23 March 2013

દેશમાં શાકભાજીનું 16૦૦ લાખ ટન ઉત્પાદન થશે


  • ગુજરાતમાં ૯૦ લાખ ટન શાકભાજીનું ઉત્પાદન થશે
  • રાજ્યમાં ૨૦૦૯-૧૦ પછી વાવેતરમાં એક લાખ હેક્ટરનો વધારો નોંધાતાં ઉત્પાદન ૧૦૦ લાખ ટને પહોંચી ગયું
  • રાજ્યમાં બટાટા, રીંગણ અને ડુંગળીનું સૌથી વધુ વાવેતર


દેશમાં ૯૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થતા શાકભાજી પાકના વાવેતરની સાથે ઉત્પાદનમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. શાકભાજી જીવનજરૃરિયાતની ચીજવસ્તુ હોવાની સાથે રોકડિયો પાક હોવાથી ખેડૂતોનું સૌથી વધુ શોષણ આ પાકમાં થાય છે. રાજ્યના મુખ્ય છ શાકભાજીનું રીટેલમાં અને ખેડૂતોના વેચાણમાં ૬૦૦૦ કરોડ રૃપિયાનો તફાવત છે.
 દેશમાં ૨૦૧૧-૧૨માં ૮૯.૮૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૧૫૬૩ લાખ ટન થયું હતું. ૨૦૧૨-૧૩ની સીઝનમાં શાકભાજીમાં અનુકૂળ હવામાન, સંજોગો અને વાવેતરમાં વધારો થતાં ઉત્પાદનમાં વધારો થશે. બટાટા, ડંુગળી અને લસણના ઉત્પાદનનો પ્રથમ અંદાજમાં દર્શાવેલો ઘટાડો ચોથા અંદાજ સુધી સુધરી જશે. ડુંગળીનું ઉત્પાદન ૧૭૪ લાખ ટન, લસણનું ૧૦થી ૧૨ લાખ ટન જ્યારે બટાટાનું ૪૨૦ લાખ ટન ઉત્પાદન થશે. આમ સરેરાશ ઉત્પાદનમાં ૧૦ ટકાનો વધારો થઇ ઉત્પાદન 16૦૦ લાખ ટન થશે એમ એનએચઆરડીએફના ડાયરેક્ટરે જણાવ્યું હતું. ગુજરાતમાં પણ ૨૦૧૧-૧૨માં ઉત્પાદન ૧૦૦ લાખ ટન રહ્યું હતું. જેમાં ઘટાડો નોંધાવાની શક્યતાની સાથે ઉત્પાદન ૯૦ લાખ ટનની આસપાસ રહેશે. આ વર્ષે રાજ્યમાં બટાટા, ડુંગળી અને લસણના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
દેશમાં શાકભાજીની ખેતી દિવસે ને દિવસે વધતી જાય છે. ૨૦૧૦-૧૧માં શાકભાજીનો વાવેતર વિસ્તાર ૮૪.૯૫ લાખ હેક્ટર હતો. જ્યારે ૨૦૧૧-૧૨માં ૯૦ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. આ જ પ્રકારે ગુજરાતની સ્થિતિ જોઇએ તો રાજ્યમાં ૨૦૦૯-૧૦માં ૪.૦૬ લાખ હેક્ટરમાં વાવેતર થતું જ્યારે ૨૦૧૧-૧૨માં વાવેતરનો આંક ૫.૧૭ લાખ હેક્ટરે પહોંચી ગયો છે.
 આમ છેલ્લાં બે વર્ષથી શાકભાજીનો વાવેતર વિસ્તાર પાંચ લાખ હેક્ટરની આસપાસ રહે છે, પરંતુ આ વર્ષે વાવેતરમાં થોડો ઘટાડો નોંધાવાની શક્યતા છે. ગત વર્ષે  રાજ્યમાં લસણનું વાવેતર ૩૯ હજાર હેક્ટરમાં  થયું હતું જ્યારે આ વર્ષે માત્ર ૯ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. આ જ પ્રકારે ડુંગળીનું વાવેતર પણ ૨૦૧૧-૧૨માં ૬૧ હજાર હેક્ટરમાં હતું પરંતુ આ વર્ષે માત્ર ૧૭ હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. બટાટામાં પણ ગત વર્ષની તુલનામાં સાત હજાર હેક્ટરમાં વાવેતર ઘટયું છે. પરિણામે ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાવાની શક્યતા છે. દેશમાં શાકભાજીની સ્થતિ અંગે નેશનલ ર્હોિટેકલ્ચર રિસર્ચ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર આર.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, શાકભાજી માટે  સારા હવામાન, ડ્રીપ ઇરિગેશન અને હાઇબ્રિડ જાતોના વાવેતરથી સતત ઉત્પાદન વધતાં આ વર્ષે  પણ ઉત્પાદનમાં વધારો નોંધાશે. ગુજરાતમાં પણ ડુંગળી અને લસણના વાવેતરમાં ઘટાડાના આંક અંગે તેમણે મતમતાંતર દર્શાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલમાં ભાવનગર અને મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની સારી આવક દર્શાવી રહી છે કે વાવેતરના ઘટાડામાં વધારે ગેપ નથી.
બટાટાઃ રાજ્યમાં બટાટાનું સૌથી વધુ વાવેતર ડીસા પંથકમાં થાય છે જ્યારે દેશમાં સૌથી વધુ વાવેતર ઉત્તરપ્રદેશમાં થાય છે.   જ્યાં ૫.૬૭ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. દેશમાં બટાટાનું કુલ વાવેતર ૨૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયું છે.   ગુજરાતમાં ગત વર્ષે ૮૦ હજાર હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૨૩ લાખ ટન થયું હતું જ્યારે દેશમાં ૪૧૪ લાખ ટન ઉત્પાદન થયું હતું.
ટામેટાં: ટામેટાંમાં આ વર્ષે સારા ભાવ ન રહેતાં ખેડૂતોએ નફામાં ખોટ ભોગવવી પડી છે. રાજ્યમાં ટામેટાંનું વાવેતર વધી રહ્યું છે. ટામેટાંમાં હાઇબ્રિડ જાતોનું વાવેતર વધતાં ખેડૂતોએ ટામેટાંની ખેતી વધારી છે. ૨૦૦૯-૧૦માં ટામેટાંનું ૩૩ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું જ્યારે ૨૦૧૧-૧૨માં વાવેતરનો આંક ૪૨ હજાર હેક્ટર થયો છે. દેશભરમાં પણ ૨૦૧૧-૧૨ની સીઝનમાં એક લાખ હેક્ટરમાં વાવેતરમાં વધારો થતાં ઉત્પાદનમાં ૧૮ લાખ ટનનો વધારો નોંધાયો છે.
ડુંગળી : દેશમાં ડુંગળીનું વાવેતર પણ ૧૦ લાખ હેક્ટરમાં થાય છે. જ્યારે ગુજરાતમાં ૬૦ હજાર હેક્ટરની આસપાસ વાવેતર રહેતું હોય છે. દેશમાં ૨૦૧૦-૧૧માં ડુંગળીનું ઉત્પાદન ૧૫૧ લાખ ટન થયું હતું જ્યારે ૨૦૧૧-૧૨માં ઉત્પાદન ૧૭૫ લાખ ટન રહ્યું હતું.
રીંગણઃ દેશમાં શાકભાજી પાકોમાં રીંગણ પાકનું પણ ઘણું મહત્ત્વ છે. સાત લાખ હેક્ટરમાં વાવેતર થતા આ શાકભાજીનું ઉત્પાદન ૨૦૧૧-૧૨માં ૧૨૬ લાખ ટન થયું હતું. ગુજરાતમાં પણ રીંગણનો વાવેતર વિસ્તાર ૭૦થી ૭૨ લાખ હેક્ટર છે. ૨૦૧૧-૧૨માં રીંગણનું ૧૨.૭૦ લાખ ટન ઉત્પાદન થયું હતું.

શાકભાજીના ઉત્પાદનનો દેશનો સિનારિયો
શાકભાજી                        ૨૦૧૦-૧૧                                 ૨૦૧૧-૧૨
પાક                        વાવેતર                     ઉત્પાદન              વાવેતર                ઉત્પાદન
રીંગણ                      ૬.૮૦                ૧૧૮                 ૬.૯૦               ૧૨૬
કોબીજ                   ૩.૬૯                ૭૯                    ૩.૯૦               ૮૪
ફ્લાવર                    ૩.૬૯                ૬૭                    ૩.૯૧               ૭૩
ઓકરા                    ૪.૯૮                ૫૭                    ૫.૧૮               ૬૨
ડુંગળી                   ૧૦.૬૪              ૧૫૧                 ૧૦.૮૭             ૧૭૫
બટાટા                    ૧૮.૬૩              ૪૨૩                 ૧૯.૦૭             ૪૧૪
ટામેટાં                     ૮.૬૫                ૧૬૮                   ૯.૦૭             ૧૮૬
કુલ                        ૮૪.૯૫              ૧૪.૬ કરોડ ટન     ૮૯.૮૯             ૧૫.૬ કરોડ ટન
નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે.
                          





 ૨૦૦૭-૦૮                     ૨૦૦૮-૦૯                         ૨૦૦૯-૧૦                              ૨૦૧૦-૧૧                           ૨૦૧૧-૧૨
પાક                   વાવેતર    ઉત્પાદન  ઉત્પાદકતા  વાવેતર ઉત્પાદન   ઉત્પાદકતા  વાવેતર  ઉત્પાદન    ઉત્પાદકતા     વાવેતર   ઉત્પાદન   ઉત્પાદકતા  વાવેતર    ઉત્પાદન   ઉત્પાદકતા
બટાટા                ૬૫        ૧૪.૯૩  ૨૨.૯૧     ૫૬        ૧૪.૪૮      -            ૬૦            ૧.૬૫        -                   ૬૫        -            ૨૮.૮૧      ૮૦        ૨૩.૯૫          ૨૯.૬૮ 
ડુંગળી                 ૮૪        ૨૨.૩૮  ૨૬.૫૫     ૫૭        ૧.૪૦        -          ૪૩ ૧૦.૭૮      -                   ૬૨        -           ૨૪.૪૨       ૬૧            ૧૫.૬૨          ૨૫.૪૮
રીંગણ                 ૫૫        ૯.૮       ૧૭.૬૯     ૬૨        ૧૦.૪૬      -            ૬૫            ૧૧.૪૩      -                   ૭૨        -            ૧૭.૧૭       ૭૩       ૧૨.૭૦          ૧૭.૩૯
કોબીજ               ૨૨        ૩.૯૬    ૧૭.૨૩     ૨૨        ૪.૦૪       -             ૨૫            ૪.૭૩        -                   ૨૮        ૫.૫૩            ૧૯.૬૩       ૨૮        ૫.૬૦           ૧૯.૮૮ 
ભીંડા                  ૪૧        ૩.૬૫    ૮.૮૨       ૪૪        ૪.૦૭       -             ૪૬            ૪.૬૬        -                   ૫૪        ૫.૯૫            ૧૦.૮૮       ૬૫      ૭.૧૭ ૧૦.૯૭ 
ટામેટાં                ૩૦        ૭.૩૯    ૨૪           ૩૦        ૭.૪૬       -            ૩૩ ૮.૪૧        -                   ૩૮        ૯.૭૮    ૨૫.૨૨       ૪૨            ૧૦.૯૨          ૨૫.૯૬
ફ્લાવર                ૧૭        ૩.૧૪    ૧૮.૦૮     ૧૮        ૩.૨૧       -            ૧૯ ૩.૫૬        -                   ૨૧        ૩.૮૪    ૧૮.૩૬       ૨૧            ૩.૯૦          ૧૮.૪૯ ૈગવાર                  ૨૪        ૧.૭૯    ૭.૩૭       ૨૫        ૧.૯૫       -            ૨.૭૭         ૨.૧૯        -                        ૩૦        ૨.૮૩    ૯.૧૬         ૩૭        ૩.૩૦           ૮.૮૯
ચોળા                 ૧૮        ૧.૬૮    ૮.૯૫       ૨૦        ૧.૭૯       -            ૨૧ ૪.૬૬        -                   ૨૩        ૨.૪૭    ૧૦.૩૫       ૨૭             ૨.૮૯           ૧૦.૪૯ વેલાવાળા શાક        ૪૦        ૪.૧૧    ૧૦.૧૫     ૪૨       ૫.૨૫      -              ૪૬ ૬.૬૩        -                   ૫૨        ૭.૬૬    ૧૪.૫૧        ૬૧     ૯.૨૭ ૧૫.૨૦
અન્ય                  ૧૦        ૧.૦૭    ૧૦.૭૬    ૧૧૨      ૧.૨૩       -            ૧૩ ૧.૬૧        -                   ૬.૬૨    ૯.૩૭    ૧૪.૧૫        ૧૯     ૫.૧૩       ૨૫.૭૦
કુલ                    ૪.૧૧    ૭૪.૦૨  ૧૭.૯૮    ૩.૯૪     ૬૮.૦૭     -            ૪.૦૬         ૭૨.૫૫       -                  ૫.૧૫    ૯૩.૬૦            ૧૮.૧૮       ૫.૧૭    ૧.૦૦            ૧૯.૪૨

નોંધ ઃ રાજ્યનું શાકભાજીનું નોંધાયેલું વાવેતર હજાર હેક્ટરમાં, ઉત્પાદન લાખ ટનમાં જ્યારે ઉત્પાદકતા કિલોદીઠ હેક્ટરમાં છે
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment