- વરસાદના
અભાવે ઘાસચારાની તંગી છતાં દેશનું દૂધ ઉત્પાદન જળવાઇ રહ્યું
- ગુજરાત
દૂધના ઉત્પાદનમાં ચોથા ક્રમે
- દૂધના
ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત
અને પંજાબ મોખરે
- ગોવામાં
શ્વેતક્રાંતિઃ દૂધ ઉત્પાદન એક વર્ષમાં ૨૦ ટકા
વધ્યું
- ૬ ટકાના
દરે ગુજરાતમાં વિકસતો જતો દૂધ ઉત્પાદનનો વ્યવસાય
- ૨૨
મિલિયન ટન દૂધના ઉત્પાદન સાથે ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ
- ૨૧૦મિલિયન
ટન દૂધની જરૃરિયાત ૨૦૨૧-૨૨માં ભારતમાં ઊભી
થશે
- ૧૫૦મિલિયન
ટન દૂધની જરૃરિયાત ૨૦૧૬-૧૭માં ભારતમાં ઊભી
થશે
- ૧૨૮મિલિયન
ટન હાલમાં ભારતમાં દૂધનો વપરાશ
- ભારતમાં
હાલમાં દર વર્ષે ૫ મિલિયન ટન વધારો
દેશના કેટલાક રાજ્યોમાં દુષ્કાળને કારણે ઘાસચારો અને
પાણીની ખેંચ હોવા છતાં પણ આ વર્ષે દૂધના ઉત્પાદનમાં ૪ ટકાનો વધારો નોંધાયો છે તેમ કૃષિમંત્રી શરદ પવારે જણાવ્યું હતું. ૨૦૧૧-૧૨માં
દૂધનું ઉત્પાદન હાલના સમયમાં ૧૨૭.૯ મિલિયન ટન હતું જ્યારે હાલમાં ૧૩૩.૭ મિલિયન ટન થયું
છે. ચાલુ વર્ષે દેશમાં વરસાદની અનિયમિતતાને પગલે પશુઓ માટેના લીલા ઘાસચારાની અછત ઊભી
થાય તેવા સંજોગો જોતા દેશમાં દૂધનું ઉત્પાદન ઘટવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી, જો કે હાલમાં ઘાસચારાની
પશુઓ માટેના તંગી નહી હોવાનું કૃષિમંત્રીએ જણાવ્યું હતું.
પ્રાપ્ત
માહિતી અનુસાર હાલમાં ૬૨૦ મિલિયન ટન ઘાસચારો દેશમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘાસચારાની
માંગ અને પુરવઠા વચ્ચે તફાવત ન સર્જાય તે માટે રાજ્યોને પણ ઘાસચારા વિકાસ સહાય હેઠળ
વાવેતર વધારવા જણાવવામાં આવ્યું છે. દેશમાં દૂધના ઉત્પાદનની સ્થિતિ જોઇએ તો ૧૭૦ દૂધ
ઉત્પાદન કો. યુનિયન અને ૧૫ કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૂધનું એકત્રીકરણ
કરવામાં આવે છે. ગુજરાતમાં
અમૂલ જી.સી.એમ.એમ.એફ, આંધ્રપ્રદેશમાં વિજયા, પંજાબમાં વેરકા, રાજસ્થાનમાં સરસ, કર્ણાટકમાં
નંદિની અને કેરાલામાં મિલ્મા તેમજ કોલ્હાપુરમાં ગોકુલ નામના દૂધ ફેડરેશનોનો સમાવેશ
થાય છે.
ગુજરાતમાં
ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાથી ગુજરાતે
પ્રતિદિન દૂધ ઉત્પાદનમાં પંજાબને પણ પાછળ રાખી દેશમાં ચોથો ક્રમાંક મેળવ્યો હતો. જાન્યુઆરી
માસમાં ગુજરાતમાં દૂધનું ઉત્પાદન પ્રતિદિવસ ૨૬૯ લાખ કિલોગ્રામ જ્યારે પંજાબનું ૨૬૧ લાખ કિલોગ્રામ હતું. રાજ્યના
દૂધ સંઘ જીસીએમએમએફેે ગત વર્ષે દિવસનું ૧૬૪ લાખ કિલોગ્રામ દૂધનું
એકત્રીકરણ કરીને વિક્રમ કર્યો હતો. હાલમાં ૧૪૦ લાખ લિટર દૂધનું એકત્રીકરણ કરે
છે. જીસીએમએમએફ રાજ્યના ૧૭ દૂધસંઘો ઉપરાંત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન , ઉત્તરપ્રદેશ
અને બિહારમાંથી પણ દૂધનું એકત્રીકરણ કરે છે. સીઝનમાં બનાસ દૂધ સંઘે રેકર્ડબ્રેક ૩૫
લાખ કિલોગ્રામ દૂધનું એકત્રીકરણ કર્યું હતું.
એક માહિતી મુજબ દેશમાં ૨૦૧૬-૧૭માં ૧૫૦ મિલિયન ટન
દૂધની જરૃરિયાત ઉભી થશે આથી પશુપાલનનો વિકાસ થાય અને દૂધ ઉત્પાદન વધે તે જરૃરી પણ છે.
ગુજરાતની વાત કરીએ તો હાલમાં દૂધની આવકોનું પ્રમાણ જળવાઇ રહેતા ર્વાિષક ૬ ટકાના દરે
દૂધનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. દાયકામાં દૂધના ભાવમાં પણ લિટરે રૃપિયા ૨૦થી વધીને
રૃપિયા ૪૫નો ભાવ થતાં પશુપાલકો પણ દૂધના આ વ્યવસાયમાં વધુ રસ લેવા માંડયા છે.
ગુજરાતમાં ફેડરેશન દ્વારા ૨૦૧૧-૧૨માં ૩.૮૮ બિલિયન લિટર દૂધનું
એકત્રીકરણ કરવામાં આવ્યું હતું જેમાં રોજનું દૂધનું એકત્રીકરણ ૧૩.૬૭ મિલિયન લિટર હતું. ગોવામાં છેલ્લા એક વર્ષમાં શ્વેતક્રાંતિ સર્જાઇ
છે. ગોવામાં ૨૦૧૧-૧૨માં દૂધનું ઉત્પાદન ૪૦ હજાર લીટર હતું ૨૦૧૩માં હાલમાં ૬૮ હજાર લીટર
દૂધનું એકત્રીકરણ થઇ રહ્યું છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment