Saturday, 9 February 2013

ગ્રીનહાઉસમાં એડવાન્સ પ્લાસ્ટિક ફિલ્મ ખેડૂતો માટે લાભદાયી



પ્લાસ્ટિકને એન્ટિ ડસ્ટ રાખવા માટે સાદા પાણીથી સાફ કરવું જરૃરીઃ  પ્લાસ્ટિકના કોન્ટેક્ટ પોઈન્ટમાં વોટરકલરથી પેઈન્ટ કરવું જરૃરી

ગ્રીનહાઉસમાં ફિલ્મ પસંદ કરવામાં માર્ગદર્શન ખૂબ જ જરૃરી છે, કારણ કે ગ્રીનહાઉસની સફળતા અને નિષ્ફળતાનો ખૂબ જ મોટો આધાર ફિલ્મની પસંદગી  પર રહેલો છે. ગ્રીનહાઉસમાં ફિલ્મને સમજતાં પહેલાં સૂર્યપ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ લાઈટ અને ઇન્ફ્રા રેડ અંગે જાણકારી હોવી જરૃરી છે.
રાજ્યમાં ગ્રીનહાઉસ ક્ષેત્રે  ડીફ્યુઝ લાઈટવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ લાભદાયી :  ગ્રીનહાઉસમાં પ્લાસ્ટિક પર સુર્યપ્રકાશની   સીધી અસર પડે છે. ઇન્ફ્રા રેડ સૂર્યપ્રકાશની જે પણ ગરમી પડે છે તે પૃથ્વી પરથી અવકાશમાં પાછી ધકેલાય છે. જેના કારણે પૃથ્વી પરના જીવજંતુ વનસ્પતિ અને મનુષ્યોને ગરમીનો અનુભવ થાય છે. સામાન્ય રીતે આપણે બધા જોઈએ છે તે વિઝિબલ લાઈટ છે, પરંતુ સૂરજના પ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ પ્લાસ્ટિકના દુશ્મન નંબર ૧ છે. જે પ્લાસ્ટિકની આવરદાને ઘટાડી નાખે છે. બીજું કે  પ્લાસ્ટિકમાં લાઈટ ડીફ્યુઝન પણ મહત્ત્વની બાબત છે. પીળા બલ્બમાંથી જે પ્રકાશ મળે છે તે સીધી લાઈટ છે જ્યારે ટયુબમાંથી જે પ્રકાશ ફેલાય છે તે ડીફ્યુઝ લાઈટ છે. ગ્રીનહાઉસમાં મોટે ભાગે પારદર્શક પ્લાસ્ટિક ખાસ કાંઈ કામનું નથી.
ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી સૂર્યપ્રકાશ અને ગરમી વધુ પડે છે આથી પ્લાસ્ટિકમાં ડીફ્યુઝ લાઈટવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે વિસ્તારોમાં  ઠંડી વધારે પડે છે ત્યાં ગ્રીનહાઉસમાં કલીન પ્લાસ્ટિક વધુ ઉપયોગી છે.

પ્લાસ્ટિક એન્ટિસલ્ફર હોવું જરૃરી
ગ્રીનહાઉસમાં પ્લાસ્ટિકનો જે રંગ પસંદ કરો તે તેની જરુરીયાત મુજબ જ હોય તે જરૃરી છે. પીળા, સફેદ, કાળા, લીલા પ્લાસ્ટિકની પસંદગીનો આધાર ગ્રીનહાઉસમાં પાક કયો છે અને વેરાયટી શું છે તથા શાનું ઉત્પાદન મેળવવાનું છે તે પણ મહત્ત્વની બાબત છે. ગ્રીન હાઉસ માટેની પ્લાસ્ટિક ફિલ્મ ખરીદો તે એન્ટિસલ્ફર હોય તે જરૃરી છે. સલ્ફરથી પ્લાસ્ટિક બગડે છે. ૧૨૦૦થી ૧૫૦૦ પીપીએમ સલ્ફરની નકકી કરવામાં આવેલી મર્યાદા છે.

પ્લાસ્ટિકને સાફ કરવાથી ૩૦ ટકા વધુ મળતું ઉત્પાદન : 

ગ્રીનહાઉસમાં એન્ટિડસ્ટ ફિલ્મ પણ હોય છે. જ્યારે ડ્રિપ અંદર હોય ત્યારે એન્ટિડસ્ટ બહારના ભાગે હોય છે. ઇન્સ્ટોલેશન વખતે ઇનસાઈડ અને આઉટસાઈડનું ધ્યાન રાખવું જરૃરી છે. પ્લાસ્ટિકને એન્ટિડસ્ટ રાખવા માટે સાદા પાણીથી સાફ કરવું જરૃરી છે. પ્લાસ્ટિકને સાફ નહીં કરવાથી ૩૦ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે. ગ્રીનહાઉસમાં પ્લાસ્ટિકને કોન્ટેક્ટ પોઈન્ટમાં વોટરકલરથી પેઈન્ટ કરવું જરૃરી છે. પ્લાસ્ટિકને બહારની તરફ પેઈન્ટ કરો. આના માટે ઓઈલ કલરનો ઉપયોગ કરવો નહીં.

ગ્રીનહાઉસમાં જી.આઇ. પ્રોફાઇલથી પ્લાસ્ટિકને નુક્સાન થવાનો ભય
ગ્રીનહાઉસમાં હાલમાં ખેડૂતો જી.આઇ. પ્રોફાઇલનો ઉપયોગ કરી રહ્યા છે. સારી એસેસરીઝ ખેડૂતોના ગ્રીનહાઉસનું આયુષ્ય વધારે છે. ખેડૂતો ગ્રીનહાઉસ બનાવતા સમયે ધ્યાન રાખશે તો ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે. ખેડૂતો જી.આઇ પાઇપનો ઉપયોગ કરતા હોવાથી કાટ લાગવાનો ભય રહે છે. પરિણામે પ્લાસ્ટિક પણ ફાટી જતું હોય છે. ખેડૂતોએ પીવીસી કોટેડ સ્પ્રિંગમાં પણ ખાસ ધ્યાન રાખવાની જરૃરિયાત છે. સ્પ્રિંગ કાટ ખાઇ જતાં પ્લાસ્ટિક ફાટી જવાનો ભય રહે છે. 
(ગ્રીનહાઉસમાં પ્લાસ્ટિક ક્ષેત્રના સચોટ ઉપયોગ અંગેના જાણકાર રાજીવ રોયના પ્રેઝન્ટેશનના આધારે)

ગ્રીનહાઉસમાં યુવી બ્લોકિંગ મહત્ત્વનું 

ગ્રીનહાઉસ  પ્લાસ્ટિક ફિલ્મમાં સૌથી મહત્ત્વની બાબત હોય તો તે યુવી બ્લોકિંગ છે. યુવીનાં કિરણોને બહાર જ રોકવાં જરૃરી હોય છે. આધુનિક પ્લાસ્ટિકમાં આ પ્રકારની સગવડ હોય તે જરૃરી છે. જેનાથી જીવાતો ઓછી સક્રિય રહે છે. યુવી પ્લાસ્ટિકના ઉપયોગથી એફિડનો ૧૦૦ ટકા, સફેદ માખીનો ૧૦ ટકા અને થ્રિપ્સનો ૧૦ ટકા જેટલો કંટ્રોલ થાય છે. જીવાત ઉપરાંત ગ્રીનહાઉસમાં વિઝિબિલિટીનું ધ્યાન રાખવાથી ફુગજન્ય રોગોનો ઉપદ્રવ ઓછો થાય છે.

ગ્રીનહાઉસમાં આધુનિક ટેકનોલોજીઃ એન્ટિ ડ્રિપ


ગ્રીનહાઉસમાં પ્લાસ્ટિકમાં હવે એન્ટિ ડ્રિપ સિસ્ટમ આવશેે. હવામાંનો ભેજ જ્યારે સેટ થઈ જાય છે ત્યારે બહારનું તાપમાન ઓછુ થઈ જાય છે અને અંદર વધુ રહે છે. જ્યારે પ્લાસ્ટિક પર બાઝેલો પાણી સ્વરૃપનો ભેજ સવારમાં પાકના છોડ પર પડે છે. સવારથી બપોર સુધી સૂર્યનાં કિરણો ત્રાંસાં હોય તેવા સમયે પાણીનાં ટીપાં સૂર્યપ્રકાશને રિફ્લેક્ટ કરે છે. આથી સૂર્યપ્રકાશ ન મળવાથી ઉત્પાદન પર અસર થાય છે. આવી જ રીતે એન્ટિમીસ્ટ ફિલ્મ પાણીના બુંદને જામવા દેતી નથી. જ્યાં સતત  તડકો-છાયો, ધુમ્મસ છવાયેલો રહેતો હોય અને વાતાવરણમાં પાણીના કણ જોવા મળતા હોય ત્યાં ઉપયોગી છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment