Friday, 15 February 2013

દેશમાં ધાન્ય પાકોના ઉત્પાદનમાં ૩.૫ ટકાનો ઘટાડો નોંધાશે



દેશમાં ૨૫૦૦ લાખ ટનથી વધુ ધાન્ય પાકોના ઉત્પાદનનો અંદાજઃ કઠોળનું ઉત્પાદન ૫ લાખ ટન વધ્યું

કેન્દ્ર સરકારે તાજેતરમાં કૃષિ ઉત્પાદનનોના જાહેર કરેલા અંદાજ અનુસાર  દેશમાં ધાન્ય અને કઠોળ પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો નોંધાશે. દેશમાં ૧ ફેબ્રુઆરી સુધીમાં ૬૧૬ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જે ગત વર્ષે ૬૧૫ લાખ હેક્ટર નોંધાયું હતું. આમ વાવેતરમાં વધારો નોંધાયો છે. અંદાજમાં શેરડીનું ઉત્પાદન વધ્યું છે તો કપાસ અને શણના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.
૨૦૧૨-૧૩ના વર્ષમાં ખરીફ પાકોમાં વરસાદની અનિયમિતતાને પગલે પાકોના ઉત્પાદનમાં તફાવત જોવા મળ્યો છે. જુલાઈ ૨૦૧૧થી જૂન ૨૦૧૨ના સમયગાળા દરમિયાન અનાજનું ઉત્પાદન ૨૫૯૩ લાખ ટન થયું હતું. આ વર્ષે ધાન્ય પાકોનું ઉત્પાદન વધે તેવા સંજોગો હતા, પરંતુ ખરીફ સીઝનમાં અનિયમિત વરસાદને પગલે ઉત્પાદનમાં ૩.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ છતાં  આ ઉત્પાદન પૂરતું હોવાનું કૃષિમંત્રીએ જણાવ્યું હતું.
ચોખાઃ ધાન્ય પાકોમાં ચોખાનું મસમોટું ઉત્પાદન થાય છે. ૨૦૦૮-૦૯માં ચોખાનું ઉત્પાદન ૯૯૧ લાખ ટન થયું હતું જેમાં હવે વધારો થવા લાગ્યો છે. ૨૦૧૧-૧૨માં ચોખાનું ઉત્પાદન ૧૦૫૩ લાખ ટન થયું હતું પરંતુ આ વર્ષે ૧૦૧૮ લાખ ટન ચોખાનું ઉત્પાદન થશે તેવો અંદાજ લગાવાયો છે. ઓછો વરસાદ છતાં ચોખાના ઉત્પાદને હજાર ટનનો આંક વટાવી દીધો છે.
ઘઉંઃ રવી સીઝનના મુખ્ય પાક ગણાતા ઘઉંનો સરેરાશ વાવેતર વિસ્તાર ૨૯૨ લાખ હેક્ટર છે. ચાલુ વર્ષે ૨૯૮.૧૯ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે અને  ઉત્પાદન ૯૨૩ લાખ ટન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે ગત વર્ષે  રેકર્ડબ્રેક ૯૪૦ લાખ ટન ઉત્પાદન થયું હતું. ઘઉંનું સરેરાશ ઉત્પાદન ૮૫૦ લાખ ટનથી ૯૦૦ લાખ ટન રહેતું હોય છે.
બાજરીઃ દેશમાં બાજરીનો પાક ત્રણેય સીઝનમાં લેવાતો પાક છે. ૨૦૧૧-૧૨માં બાજરીનું ઉત્પાદન ૧૦૦ લાખ ટન થયું હતું. ૨૦૧૦-૧૧માં પણ ઉત્પાદનનો આંક ૧૦૩ લાખ ટન રહ્યો હતો, પરંતુ ૨૦૧૨-૧૩ની સીઝનમાં બાજરીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાવાનો અંદાજ છે. કેન્દ્ર સરકારના બીજા અંદાજ અનુસાર દેશમાં બાજરીનું ઉત્પાદન ૮૧ લાખ ટન એટલે કે ગત વર્ષ કરતાં ૨૦ લાખ ટન ઓછું રહેશે.
કઠોળઃ દેશમાં કઠોળની જરૃરિયાત ૨૧૦ લાખ ટનની છે જ્યારે ઉત્પાદન ૧૫ લાખ ટનથી ૧૮૦ લાખ ટનની વચ્ચે થતું હોય છે. પરિણામે ગત વર્ષે  ૩૦ લાખ ટન કઠોળની આયાત કરવી પડતી હોય છે. દેશમાં કઠોળની જરૃરિયાત વધે છે સામે કઠોળનું ઉત્પાદન ન વધતાં કઠોળ પાકોને પ્રોત્સાહન આપવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા પ્રયાસો પણ જારી છે.  દેશમાં ૨૦૧૦-૧૧માં કઠોળનું ઉત્પાદન ૧૮૨ લાખ ટન થયું હતું જ્યારે ૨૦૧૧-૧૨માં ઉત્પાદનનો આંક ૧૭૦ લાખ ટન રહ્યો હતો. આમ ગત વર્ષે કઠોળનું ઉત્પાદન ઘટયું હતું, પરંતુ ચાલુ વર્ષે કઠોળનું ઉત્પાદન ૧૭૫ લાખ ટન થવાની સંભાવના છે.
કપાસઃ દેશમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. આ વર્ષે કપાસનું વાવેતર ૧૧૬ લાખ હેક્ટરમાં થયું હતું જ્યારે ગત વર્ષે વાવેતરનો આંક ૧૨૧ લાખ હેક્ટર હતો. દેશના રૃની માંગ દિનપ્રતિદિન વિદેશમાં વધતાં ખેડૂતો મોટાપાયે હવે કપાસનું વાવેતર કરે છે. 
કપાસનું ૨૦૦૯-૧૦માં ઉત્પાદન ૨૨૦ લાખ ગાંસડી હતું જ્યારે ૨૦૧૦-૧૧માં ૩૩૦ લાખ ગાંસડી રહ્યું હતું, પરંતુ ૨૦૧૧-૧૨ની સીઝન કપાસના માટે સારી રહેતાં ઉત્પાદન ૩૫૨ લાખ ગાંસડી રહ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે ઉત્પાદન ૩૩૮ લાખ ગાંસડી થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

કૃષિ પાકોનું ઉત્પાદન અને ૧૨-૧૩ના વર્ષનો અંદાજ
   પાક                ૨૦૦૮-૦૯     ૨૦૦૯-૧૦  ૨૦૧૦-૧૧    ૨૦૧૧-૧૨   ૨૦૧૨-૧૩        
ચોખા                 ૯૯૧.૦૮       ૮૯૦.૮      ૯૯૫.૮       ૧૦૫૩.૧      ૧૦૧૮.૦
ઘઉં                    ૮૦૬.૮         ૮૦૮.૮      ૮૬૮.૭       ૯૪૦.૮           ૯૨૩.૦
જુવાર                 ૭૨.૫           ૬૭.૦        ૭૦.૦         ૬૦.૧              ૫૨.૬
બાજરી   ૮૮.૯            ૬૫.૧        ૧૦૩.૭       ૧૦૨.૮            ૮૧.૫
મકાઇ              ૧૯૭.૩             ૧૬૭.૨        ૨૧૭.૩      ૨૧૭.૬          ૨૧૦.૬
ધાન્યપાક ૪૦૦.૫          ૩૩૫.૫        ૪૩૪.૦                  ૪૨૦.૪          ૩૮૪.૭
તુવેર                  ૨૨.૭            ૨૪.૬        ૨૮.૬         ૨૬.૫              ૨૭.૫
ચણા                  ૭૦.૬            ૭૪.૮        ૮૨.૨         ૭૭.૦              ૮૫.૭
અડદ                  ૧૧.૭            ૧૨.૪        ૧૭.૬         ૧૭.૭              ૧૭.૪
મગ                    ૧૦.૩            ૬.૦૯        ૧૮.૦         ૧૬.૩              ૧૨.૭
કુલ કઠોળ ૧૪૫.૭         ૧૪૬.૬       ૧૮૨.૪       ૧૭૦.૯          ૧૭૫.૮
કુલ અનાજ          ૨૩૪૪.૭                   ૨૧૮૧.૧     ૨૪૪૪.૯     ૨૫૯૩.૨      ૨૫૦૧.૪
સોયાબીન            ૯૯.૧           ૯૯.૬         ૧૨૭.૪      ૧૨૨.૧            ૧૨૯.૬
કપાસ                 ૨૨૨.૮         ૨૪૦.૨       ૩૩૦.૦      ૩૫૨.૦            ૩૩૮.૦
શણ                   ૧૦૩.૭         ૧૧૮.૨      ૧૦૬.૨       ૧૧૪.૦         ૧૧૧.૩
શેરડી                  ૨૮૫૦.૩                   ૨૯૨૩.૦     ૩૪૨૩.૮                 ૩૬૧૦.૪       ૩૩૪૫.૪
નોંધઃ દેશમાં ઉત્પાદનના આંક લાખ ટનમાં છે.

 દેશમાં વાવેતરના આંક 

પાકનું નામ  ૨૦૧૨-૧૩      ૨૦૧૧-૧૨
ઘઉં            ૨૯૮.૧૯        ૨૯૮.૬૧           
ડાંગર          ૨૦.૯૯          ૨૩.૯૭
ધાન્યપાક    ૬૨.૧૫           ૫૯.૯૯
કઠોળ         ૧૪૮.૧૩        ૧૪૭.૪૨
રાયડો         ૬૭.૨૩          ૬૫.૮૦
મગફળી      ૮.૭૫                        ૭.૬૬
સનફ્લાવર  ૫૦૧૨                        ૪.૪૩   
ચણા         ૯૪.૭૮           ૮૯.૯૨
તેલીબિયાં   ૮૭.૯૨            ૮૫.૯૫
કુલ           ૬૧૬.૭૫         ૬૧૫.૫૩

નોંધઃ દેશમાં વાવેતરના આંક લાખ હેક્ટરમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment