રાજ્યમાં
ખેતઓજારોનું માર્કેટ જોર પકડશેઃ ૨૦૧૦ સુધીમાં માત્ર ૨ કરોડ સહાય ચૂકવવામાં આવી : ૨૦૧૨-૧૩માં ૨૮૫ કરોડ સબસિડી ચૂકવાશેઃ ગત વર્ષે આશરે સવા કરોડથી બે કરોડના એક એવા ૫૧
ખેત ઓજારો ખેડૂતોએં મંડળી રચી ખરીદ્યાં ઃ ૧૧ હજાર રોટાવેટરની ખેડૂતોએ સબસિડીનો લાભ
લઇ ખરીદી કરીઃ ગુજરાતમાં અંદાજિત ૪૦૦૦ કરોડનું માર્કેટ
રાજ્યમાં
ખેતીવાડીક્ષેત્રે પ્રગતિ માટે કૃષિ યાંત્રિકીકરણ એ આજની તાતી જરૃરિયાત છે. રાજ્યની
કૃષિ પ્રગતિમાં સિંચાઇ, બિયારણ, ખાતર અને ટેકનોલોજી સાથે ખેત ઓજારોનો પણ મહત્ત્વનો
ફાળો છે.ખેત
ઓજારોનું બજાર આજે રૃપિયા ૪,૦૦૦ કરોડને આંબી ગયું છે. બે વર્ષ અગાઉ રાજ્ય સરકાર તરફથી
માત્ર બે કરોડની સબસિડી ચૂકવાતી હતી. પણ છેલ્લાં બે વર્ષમાં સરકારે એકાએક સહાયમાં ૧૪૦
ટકાનો વધારો કરી રાજ્યમાં નવી યોજનાઓ અંતર્ગત સબસિડીઓ જાહેર કરી ૨૦૧૦-૧૧માં ૨૧૦ કરોડની
સહાય ચૂકવતા ખેતઓજારોના માર્કેટમાં જોમ આવ્યું છે. આ વર્ષે પણ ૨૮૫ કરોડની ખેતઓજારો
પર સબસિડી ચૂકવાય તેવો અંદાજ છે. આ આંક દર્શાવે છે કે રાજ્યમાં કૃષિક્ષેત્રે ખેતઓજારોનું
પ્રમાણ વધી રહ્યું છે.
રાજ્ય
કૃષિ ક્ષેત્રે નવી પેઢીએ પગરવ માંડતા યુવાન ખેડૂતો
દેશ-વિદેશની ટેકનોલોજી ઘર આંગણે લઈ આવ્યા છે. સરકારની વિવિધ રોજગારી યોજનાઓને પગલે
ખેતમજૂરોની સંખ્યામાં ઘટાડો થવાથી ઓછા સમયમાં, ઓછા ખર્ચે જમીનની ઉત્પાદક્તા વધારવા,
ફળદ્રુપતા જાળવવા આધુનિક ખેત ઓજારો આજની તાતી જરૃરિયાત છે. રાજ્ય સરકાર પણ કૃષિ ક્ષેત્રે
મશીનોનો વ્યાપ વધારી ઉત્પાદક્તા અને ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ લાવવા જાગૃત બની છે.
સરકારની જાગૃતિનો એ બાબત પરથી ખ્યાલ આવી શકે છે કે ૨૦૦૯-૧૦ સુધી ખેડૂતોને ખેતી સંબંધિત
વિવિધ ખર્ચમાંથી રાહત અપાવવા માત્ર બે કરોડ સુધીની જ સહાય ચૂકવાતી હતી. જ્યારે આજે
ખેત ઓજારોની ખરીદી પર સરકારી સહાયનો આંકડો ૨૮૫ કરોડને આંબી ગયો છે.
અગાઉના વર્ષોમાં ખેત ઓજારોની ખરીદી થતી ન હતી તેવું
નથી. પરંતુ અગાઉના સમયમાં કૃષિમાં મશીનીકરણનો અર્થ ટ્રેક્ટર અથવા થ્રેસરની ખરીદી સુધી
મર્યાદિત હતો. આજે વેરાન અને ઉજ્જડ જમીનને ખેતીલાયક બનાવવાથી લઈને વાવેતર, કાપણી અને
કાપણી બાદની કામગીરીઓ માટેના મશીનો બજારમાં ઉપલબ્ધ છે. વધુમાં છેલ્લા કેટલાક સમય સુધી
સરકાર મોટાભાગે ટ્રેક્ટરની ખરીદી પર જ સબસિડી ચૂકવતી હતી.
કેન્દ્ર સરકારની આરકેવીવાય યોજના હેઠળ ખેડૂતોને
ટ્રેક્ટરની ખરીદી પર સહાય ચૂકવાતી હતી. જો કે, ૨૦૧૦-૧૧માં કૃષિક્ષેત્રમાં પ્રગતિને
ધ્યાને લઇ રાજ્ય સરકારે હાથ ધરેલી નવી યોજનાઓ અંતર્ગત ૨૧૦ કરોડની સહાય ચૂકવાઇ છે. જેમાં
૭૫ કરોડની માતબર રકમ માત્ર ટ્રેક્ટર પર જ ચૂકવાઇ છે. ખેડૂતોએ ગત વર્ષે ૬૦ હજારથી વધુ
ટ્રેક્ટરની ખરીદી કરી છે. જ્યારે આ જ પ્રકારે રાજ્યમાં મોટાં ઓજારોમાં ૫૧ સુગર કેન
પ્લાન્ટર ખેડૂતો દ્વારા સહકારી મંડળીઓ થકી ખરીદાયાં છે. જેમાં પણ ૨૪ કરોડથી વધુની સબસિડીનો
ખેડૂતોએ લાભ લીધો છે.
આ જ પ્રકારે રોટાવેટર અને સ્પ્રે પંપની ખરીદી પણ
ખેડૂતોએ મોટાપાયે કરી છે. તો રાજ્યમાં કાપણી માટે ઉપયોગી એવા કમ્બાઇન હાર્વેસ્ટર પણ
ખેડૂતો દ્વારા ખરીદાયાં છે. ૨૦૧૨-૧૩માં હાલમાં ખેડૂતોને ખેત ઓજારો પર સબસિડી ચૂકવવા
૨૮૫ કરોડની જોગવાઇ કરાઇ છે, પરંતુ ખેત ઓજારોની વ્યાપક ખરીદીને જોતાં આ આંક પણ ૩૦૦ કરોડ
સુધી પહોંચી જાય તેવી શક્યતા રાજ્યના ખેતીવાડી વિભાગનાં સૂત્રો જણાવી રહ્યાં છે.
આ આંક
ફક્ત રાજ્ય સરકાર દ્વારા ચૂકવાયેલી સબસીડીના આધારે છે. સમગ્ર ગુજરાતમાં ટ્રેક્ટરનું
જ માર્કેટ રૃ. ૨૨૦૦ કરોડથી વધુનું હોવાનું મનાય છે. રાજ્યમાં ટ્રેક્ટર સિવાયના ખેત
ઓજારોના વેચાણમાં પણ નોંધપાત્ર ખરીદીને ધ્યાનમાં લેતાં રાજ્યમાં ટ્રેક્ટર, થ્રેસર,
પ્લાઉ, રોટાવેટર, કમ્બાઈન હાર્વેસ્ટર સહિતના કૃષિ ખેતઓજારોનું બજાર રૃ. ૪,૦૦૦ કરોડથી
વધુ હોવાનું ચિત્ર ઉપસ્યું છે તથા આ બજાર ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે.
ઓજાર વેચાણ
સબસિડી
એમબી
પ્લાઉ ડિસ્ક હેરો ૨૮૩૭ ૩.૯૧ કરોડ
સીડ
કમ ર્ફિટલાઇઝર ડ્રીલ ૧૫૯૩ ૨.૩૨ કરોડ
રોટાવેટર ૧૧૭૫૦
૩૩ કરોડ
પેડી
રિપર ૧૨૪ ૪૫ લાખ
પોટેટો
પ્લાન્ટર ૧૬૯ ૨૪ લાખ
ઝીરો
ટીલ સીડ કમ ડ્રીલ ૭૩ ૧૧ લાખ
પાવર
થ્રેસર ૧૯૩૯ ૨.૨૯ કરોડ
પંપસેટ ૧૧૭૩૯
૧૪.૨૪ કરોડ
પ્લાન્ટ
પ્રોટેક્શન ઓજાર ૪૫૨૩૫ ૬.૩૩ કરોડ
કમ્બાઇન
હાર્વેસ્ટર ૨૬ ૭૫ લાખ
લેસર
લેન્ડ લેવલર ૪૫ ૮૪ લાખ
સુગર
કેન હાર્વેસ્ટર ૫૧ ૨૪ કરોડ
ટ્રેક્ટર ૧૫૫૮૧ ૭૫ કરોડ
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment