Monday, 16 February 2015

ખેડૂતો સાવધાન : જમીનને ઝેરી બનતી અટકાવો


ગુજરાતમાંથી ખેતપેદાશોના લેવાયેલાં સેમ્પલોમાંથી ૪૩ સેમ્પલોમાં જંતુનાશકોનું ભયંકર પ્રમાણ જોવા મળ્યું : મહિલાઓએ સૌથી વધુ કાળજી લેવાની જરૃર  : શાકભાજી અને મસાલાપાકોમાં સૌથી વધુ ઝેર :  દેશમાં જંતુનાશકોના સરવેમાં ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું : ગુજરાતમાંથી બે લેબોરેટરી દ્વારા સેમ્પલોની ચકાસણી :  આણંદ કૃષિ યુનિ.ની લેબોરેટરી દ્વારા ગુજરાતના ડાકોર, ખંભાત, આણંદ, બરોડા અને ભરૃચમાંથી ૮૪૩ સેમ્પલો લેવાયાં : દેશભરમાં શાકભાજી, ફળ, મસાલા, ચોખા અને ઘઉંં સહિતની ચીજવસ્તુઓના લેવાયેલાં ૧૬,૭૯૦ સેમ્પલમાંથી ૫૦૯ સેમ્પલમાં જંતુનાશક દવાઓનું પ્રમાણ વધારે જોવા મળ્યું

'જંતુનાશકો' નામ સાંભળીને રસોઇ કરતી ગૃહિણીઓ શાકભાજી અને ફળ પાકને એકના બદલે બે વાર પાણીથી સાફ કરે છે. પાકમાં હવે વધુ ઉત્પાદન મેળવવાની ખેડૂતોની ઘેલછા એ હદે વકરી છે કે પાકમાં જંતુનાશકોનું પ્રમાણ વધ્યું છે. ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના એક સરવે પ્રમાણે દેશમાં ૧૬,૭૯૦ ખેત ઉત્પાદનોના લેવાયેલાં સેમ્પલોમાં ૫૦૯ સેમ્પલમાં જંતુનાશકોનું પ્રમાણ ભયંકર જોવા મળ્યું છે. આ સરવેમાં ગુજરાત પણ બાકાત નથી. દેશમાં ગુજરાત જંતુનાશકોના અવશેષો મળવાના પ્રમાણમાં ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં લેવાયેલાં ૮૪૩ સેમ્પલોમાં ૪૩ સેમ્પલોમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ગુજરાતના ખેડૂતો સૌથી વધુ જંતુનાશકોનો ઉપયોગ મસાલા અને શાકભાજીના પાકોમાં કરે છે. ગુજરાતની બે લેબોરેટરીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી લેવાયેલાં સેમ્પલોનો ટેસ્ટ કરાયો હતો. જો આ સ્થિતિ અટકાવવી હશે તો ખેડૂતોએ સચેત બની ઓર્ગેનિક ખેતીનો વિકલ્પ અપનાવવો પડશે.  


ત મે ભોજનમાં ખાઈ રહેલા શાકભાજી, ફળ કે ધાન્ય પાકો ઝેરી તો નથીને આ સવાલ દરેકના મનમાં ઉદ્ભવતો હોય છે. ખાદ્ય પદાર્થોમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ ન વધે અને તેને રોકવાના પ્રયાસના ભાગરૃપે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દર વર્ષે સરવે કરે છે. ૨૦૧૩-૧૪ના વર્ષના સરવેનો અહેવાલ હમણાં જ બહાર પડયો જેમાં શાકભાજી, ફળ, મસાલા, ચોખા અને ઘઉં સહિતની ચીજવસ્તુઓનાં દેશભરમાં ૧૬,૭૯૦ સેમ્પલ લેવાયાં હતાં જેમાં ૫૦૯ સેમ્પલમાં જંતુનાશક દવાઓનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. સરકારના અહેવાલ મુજબ ખેડૂતોએ ચોમાસામાં શાકભાજીમાં આવતી રોગજીવાતને રોકવા માટે જંતુનાશકોનો વપરાશ વધાર્યો હોવાની વિગતો બહાર આવી છે. જંતુનાશક દવાઓને નિયંત્રણમાં લેવા માટે ૨૦૦૫થી આ સરવે કરવામાં આવે છે. આ સેમ્પલો વિવિધ શહેરનાં રિટેલ અને જથ્થાબંધ બજારમાંથી લેવામાં આવ્યાં હતાં અને ૨૫ જેટલી લેબોરેટરીમાં ટેસ્ટ કરાયાં હતાં શાકભાજીનાં કુલ ૭૫૯૧ સેમ્પલમાંથી ૨૨૧ સેમ્પલમાં દવાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. જ્યારે ૨૨૩૫ ફળોના સેમ્પલમાંથી ૩૬ સેમ્પલમાં દવાઓનું વધારે પ્રમાણ હોવાનું બહાર આવ્યું છે. ફળોમાં દ્રાક્ષના પાકમાં સૌથી વધુ દવાનું પ્રમાણ મળી આવ્યું છે. ઘઉંનાં ૮૨૩ સેમ્પલમાંથી ૩૯ અને ચોખાના ૮૮૬ સેમ્પલમાંથી ૭૩ સેમ્પલમાં દવાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. આમ, હાલમાં ગુજરાતના લોકો ખોરાક મારફતે ધીમું ઝેર પધરાવી રહ્યા છે. આજે જંતુનાશકોનું પ્રમાણ અટકાવવા ખેડૂતો સજીવ ખેતી તરફ વળી રહ્યા છે. સજીવ ખેતી એ જ જંતુનાશકોનું પ્રમાણ ઘટાડવાનો સૌથી ઉત્તમ ઉપાય છે, પરંતુ પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થવાના ડરથી ખેડૂતો જંતુનાશકોનો ઉપયોગ વધારી રહ્યા છે.
હવામાનમાં ફેરફાર થતાં જ ખેતીમાં જંતુનાશકોનું પ્રમાણ વધારે છે. કૃષિ વૈજ્ઞાાનિકો પણ ખેડૂતોને આ જ સલાહ આપે છે. આમ, રોગજીવાત આવતાં જ ખેડૂતો જંતુનાશક પાકમાં છંટકાવ કરવાનું પ્રમાણ વધારે છે. હાલમાં ખેડૂતો પાકમાં રોગ-જીવાતને રોકવા જંતુનાશકોનો છંટકાવ એ જ એકમાત્ર ઉપાય એમ સમજી રહ્યા છે. પરિણામે જ જંતુનાશક દવાઓનું માર્કેટ પણ વધી રહ્યું છે.
ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરાયેલો સરવે દર વર્ષે કરાય છે. હાલમાં પણ ગુજરાતમાં આણંદ કૃષિ યુનિ.ની લેબોરેટરી દ્વારા આ પ્રકારનો સરવે કરાઇ રહ્યો છે. ખેડૂતોએ પાકમાં જંતુનાશકોનું પ્રમાણ ઘટાડી અને ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવો એ જ સૌથી સર્વોત્તમ ઉપાય છે. ખેડૂતો જો આ જ પ્રકારે શાકભાજી અને મસાલાપાકોમાં જંતુનાશકોનું પ્રમાણ વધારશે તો લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થશે. નિકાસ બજાર એ ખેતી માટે અગત્યનું છે. અઢી લાખ કરોડના નિકાસ બજાર પર પણ આ પ્રકારના સરવે રિપોર્ટ સીધી અસર કરી શકે છે. હાલમાં ઇયુ દ્વારા કેરી પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. જે માટે સરકારે પણ ઘણા પ્રયત્નો કર્યા છે. અપેડા દ્વારા યુરોપમાં આ માટે ૨૬ પેકહાઉસ ઊભાં કરાયાં છે. જ્યાં ચકાસણીના અંતે યુરોપમાં કેરીની નિકાસ કરી શકાશે. આમ, યુરોપમાં કેરીની નિકાસ વધે તે માટે પણ સરકાર પ્રયત્નો કરી રહી છે. જ્યારે ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવાની લાલચે જંતુનાશકોનું પાકમાં પ્રમાણ વધારી રહ્યા છે.
 શાકભાજીના પાકોમાં પણ યુરોપનો પ્રતિબંધ હોવાથી સરકાર આ પ્રતિબંધ હટે તે માટે પ્રયત્નો કરી રહી છે. મગફળીમાં પણ જંતુનાશકોનું પ્રમાણ વધુ જોવા મળતાં સીંગદાણાની નિકાસ માટે પણ અપેડાએ કેટલાક ખાસ નિયમો ઘડયા છે. આમ, સરકાર દ્વારા પણ જંતુનાશકોનું પ્રમાણ ઘટે તે માટે પ્રયત્નો કરાઇ રહ્યા છે. આમ છતાં એ બાબત એટલી જ સાચી છે કે, ખેતીમાં જંતુનાશકોનું પ્રમાણ વધી રહ્યું છે. ફિક્કીના એક અહેવાલ મુજબ કૃષિ રસાયણનો ઉદ્યોગ દર વર્ષે ૧૨-૧૩ ટકાના દરથી વધીને વર્ષ ૨૦૧૯ સુધીમાં ૭.૫ અબજ ડોલરે પહોંચશે. આમ, જંતુનાશકોનું પ્રમાણ વધ્યું છે. ખેડૂતો જો આ બાબતે જાગૃત નહીં થાય તો લોકોના સ્વાસ્થ્ય સાથે સીધાં ચેડાં થશે. સજીવ ખેતીના એક અહેવાલ અનુસાર દેશમાં સજીવ ખેતીનો વ્યાપ ઘટયો છે. દેશમાં ૫૦ લાખ હેક્ટરમાં જ સજીવ ખેતી થાય છે. એમાં સૌથી વધુ સજીવ ખેતી મધ્યપ્રદેશમાં થતી હોવાનો સરકાર દાવો કરી રહી છે. ગુજરાતમાં સજીવ ખેતીનો વ્યાપ નહીંવત્ માત્રામાં વધી રહ્યો છે એ કડવી વાસ્તવિકતા છે.



દેશમાં ત્રણ કૃષિ યુનિની. લેબોરેટરી દ્વારા નિયમિત થતો સરવે

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આણંદ કૃષિ યુનિ.ની લેબોરેટરી દ્વારા પણ ગુજરાતના ડાકોર, ખંભાત, આણંદ, બરોડા અને ભરૃચમાંથી ૮૮૨ સેમ્પલો લીધાં હતાં. જ્યારે આ જ પ્રકારે આણંદ કૃષિ યુનિની. લેબોરેટરીએ ૨૦૦૯-૧૨માં આણંદ, વડોદરા, પાદરા, નડિયાદ અને ભરૃચમાંથી સેમ્પલ લીધાં હતાં. ૨૦૧૩-૧૪માં લેવાયેલાં આ સેમ્પલોમાં ૩૯૨ શાકભાજીનાં,૧૦૩ ફળોનાં ૬૫ ચોખાનાં અને ૬૭ સેમ્પલો ઘઉંનાં લેવાયાં હતાં. જ્યારે ૬૬ સેમ્પલ કઠોળનાં ૬૬ મસાલાપાકનાં ૩૩ મરચાં પાઉડરનાં અને ૩૩ સેમ્પલ દૂધનાં લેવાયાં હતાં. આ ઉપરાંત આણંદ કૃષિ યુનિની લેબોરેટરીએ ૧૮ સેમ્પલ પાણીનાં પણ લીધાં હતાં. જેમાંથી ૪૨ સેમ્પલોમાં જંતુનાશકોનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. દેશમાં ત્રણ કૃષિ યુનિની. લેબોરેટરી નિયમિત આ પ્રકારના સરર્વે કરે છે. જેમાં આણંદ કૃષિ યુનિ.ની લેબોરેટરીનો પણ સમાવેશ થાય છે. દૃ



દેશભરમાં થયેલા સરવેનું પરિણામ

પાક                     સર્વે          અવશેષો
શાકભાજી            ૭૫૯૧     ૨૨૧
મસાલા               ૧૧૬૦     ૧૨૮
ચોખા                 ૮૮૬       ૭૩
ઘઉં                    ૮૨૩       ૩૯
ફળ                    ૨૨૩૫    ૩૬
ફિશ                   ૭૭૬       ૬
ચા                     ૧૬૭       ૪
કઠોળ                ૭૪૧       ૨
માંસ                  ૪૩૫       ૦
દૂધ                    ૪૪૭       ૦
પાણી                 ૧૫૨૯    ૦
કુલ                    ૧૬,૭૯૦   ૫૦૯
નોંધ : અવશેષોનું પ્રમાણ પીપીએમમાં છે.

ગુજરાતમાં થયેલા સરવેનું પરિણામ
પાક                   સેમ્પલ    જંતુનાશકોનું પ્રમાણ           
શાકભાજી            ૩૯૨                 ૧૪
ફળ                    ૧૦૮                 ૪
કઠોળ                 ૭૨                    ૦
ચોખા                 ૭૨                    ૧
ઘઉં                    ૭૨                    ૦
પાણી                 ૧૮                    ૦
મરચાં પાઉડર        ૩૩                    ૬
મસાલા               ૬૬                    ૧૭
દૂધ                    ૩૬                    ૦
કુલ                    ૮૪૩                 ૪૨
નોંધ :  અવશેષોનું પ્રમાણ પીપીએમમાં છે.

૨૦૧૯ સુધી ભારતીય કૃષિ રસાયણ ઉદ્યોગ વધશે

ભારતીય કૃષિ રસાયણનો ઉદ્યોગ દર વર્ષે ૧૨-૧૩ ટકાના દરથી વધીને વર્ષ ૨૦૧૯ સુધીમાં ૭.૫ અબજ ડોલરે પહોંચવાનું અનુમાન છે. હાલ વર્તમાન સમયમાં આ ઉદ્યોગ ૪.૨૫ અબજ ડોલરે છે. એગ્રો કેમિકલના એક રિપોર્ટ અનુસાર ભારતીય પાક સંરક્ષણ ઉદ્યોગ ચાલુ નાણાકીય વર્ષમાં ૪.૨૫ અબજ ડોલરનું થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં ૫૦ ટકા જેટલી નિકાસ પણ શામેલ કરવામાં આવી છે. એટલું જ નહી રિપોર્ટ અનુસાર પાક સંરક્ષણ ઉદ્યોગે મજબૂત વિકાસ કર્યો છે અને ૧૨થી ૧૩ ટકાના દરે દર વર્ષે વધીને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં તે ૭.૫ અબજ ડોલરે પહોંચવાની સંભાવના છે. આ ઉદ્યોગમાં ખાસ કરીને સૌથી વધારે કીટનાશકોની માંગ જોવા મળી હતી. જેનું લગભગ ૬૦ ટકા જેટલું યોગદાન રહેલું છે. જ્યારે કે ફંગીસાઈડ્સ અને ર્હિબસાઈડનું ક્રમશઃ ૧૮ ટકા અને ૧૬ ટકા જેટલું યોગદાન રહેલું છે. રિપોર્ટ અનુસાર ભારતનો પાક સંરક્ષણ ઉદ્યોગ જાપાન બાદ એશિયામાં બીજા નંબરે રહીને ૨૬,૦૦૦ કરોડ રૃપિયાનું બજાર ધરાવે છે. પ્રતિ હેક્ટરે ભારતમાં એગ્રો કેમિકલનો ૦.૬ ટકા જેટલો વપરાશ છે. જેની સામે યુકેમાં ૭ કિલો, જ્યારે ચીનમાં ૧૩ કિલો અને જાપાનમાં ૧૭ કિલો જેટલો વપરાશ રહે છે. પહેલાં ખેડૂતો દ્વારા ઓછી ખરીદી, માહિતીના અભાવ સહિત અન્ય કારણોસર ભારતમાં પેસ્ટીસાઈડ્સની ખરીદી ઓછી જોવા મળતી હતી. જો કે હવે ભારતીય પાક સંરક્ષણ ઉદ્યોગ વિકાસ કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન જર્નલ ઈકોલોજીના રિપોર્ટ અનુસાર મુખ્ય પાકોમાં બિનઉપયોગી કીટનાશકોનો વપરાશ કરવાથી ૧૭.૫ ટકાના દરે પાકની ઉપજ પર વર્ષ ૨૦૧૧ના અંદાજ અનુસાર ર્વાિષક ૯૦ હજાર કરોડ રૃપિયાનું નુકસાન થાય છે. દૃ

ગુજરાતમાં જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ (૨૦૧૩-૧૪)
સમય                    સેમ્પલનું સ્થળ      પાક               જંતુનાશક            અવશેષોનું            સ્ટાન્ડર્ડ
                                                                                                                     પ્રમાણ                 પ્રમાણ
એપ્રિલ                            આણંદ                 જીરું                        મેન્કોઝેબ               ૩.૧૪                 ૦.૫
એપ્રિલ                           આણંદ (બી)         મરચાંનો પાઉડર        એસીટામીપ્રિડ           ૦.૦૨                  ૦.૦૧
મે                                 ડાકોર                  લીલાં મરચાં           કાર્બેન્ડિઝીમ                ૧.૪૮                 ૦.૫
મે                                ખંભાત                 લીલાં મરચાં          એસીટામીપ્રિડ             ૦.૦૨                ૦.૦૧
જૂન                             ડાકોર                   ફ્લાવર                 ક્લોરોપાયરિફોસ           ૦.૭૩               ૦.૦૧
જૂન                             આણંદ                 દ્રાક્ષ                     બુપ્રોફેઝિન                 ૦.૨૩                ૦.૦૧
જૂન                             આણંદ                જીરું                     મેન્કોઝેબ                  ૬.૫૦                 ૦.૫
જૂન                            આણંદ (બી)         લાલ મરચું            ટ્રાયઝોફોસ                  ૦.૯૭                 ૦.૨
જૂન                            આણંદ (સી)         લાલ મરચું            ટ્રાયઝોફોસ                   ૧.૧૨                ૦.૨
જૂલાઇ                         આણંદ                જીરું                   મેન્કોઝેબ                    ૬.૬૫                 ૦.૫
જુલાઇ                         આણંદ (એ)         મરચાંનો પાઉડર     ટ્રાયઝોફોસ                  ૦.૫૬                 ૦.૨
જુલાઇ                        આણંદ (બી)         મરચાંનો પાઉડર     ટ્રાયઝોફોસ                  ૦.૮૩                 ૦.૨
જુલાઇ                       આણંદ (સી)         મરચાંનો પાઉડર     ટ્રાયઝોફોસ                  ૦.૮૦                 ૦.૨
ઓગસ્ટ                        ખંભાત                 કેપ્સિકમ             કાર્બેન્ડિઝમ                ૦.૭૨                ૦.૫
ઓગસ્ટ                         આણંદ                  દ્રાક્ષ                  બુપ્રોફેઝીન                   ૦.૦૩                 ૦.૦૧
ઓગસ્ટ                        અંકલેશ્વર            જીરું                    મેન્કોઝેબ                    ૦.૬૪                 ૦.૫
ઓગસ્ટ                        આણંદ                 જીરું                    મેન્કોઝેબ                   ૨.૭૬                 ૦.૫
સપ્ટેમ્બર                        ડાકોર                 ફ્લાવર                કાર્બેન્ડિઝમ                 ૦.૮૨                 ૦.૫
સપ્ટેમ્બર                       ખંભાત               કેપ્સિકમ             ક્લોરોપાયરિફોસ             ૦.૮૨                ૦.૫
ઓક્ટોબર                      ડાકોર                લીલાં મરચાં          ટ્રાયઝોફોસ                     ૦.૪૬                ૦.૨
ઓક્ટોબર                      ખંભાત              લીલાં મરચાં          ફિપ્રોનીલ ટી                  ૦.૦૩             ૦.૦૦૧
ઓક્ટોબર                     અંકલેશ્વર            લીલાં મરચાં          ટ્રાયઝોફોસ                    ૨.૧૬              ૦.૨
ઓક્ટોબર                       આણંદ                 જીરું                 મેન્કોઝેબ                      ૨.૬૨               ૦.૫
ઓક્ટોબર                       અંકલેશ્વર            જીરું                  મેન્કોઝેબ                    ૧.૭૦                    ૦.૫
નવેમ્બર                          ડાકોર                ટામેટાં              પ્યારક્લોસ્ટ્રોબીન              ૦.૦૩                 ૦.૦૧
નવેમ્બર                            આણંદ              જીરું                   મેન્કોઝેબ                  ૧.૩૭                       ૦.૫
નવેમ્બર                         અંકલેશ્વર            જીરું                 મેન્કોઝેબ                      ૧.૭૧                     ૦.૫
ડિસેમ્બર                        ખંભાત               લીલું મરચું            મોનોક્રોટોફોશ                 ૦.૪૧                 ૦.૨
ડિસેમ્બર                       આણંદ                  જીરું                   મેન્કોઝેબ                    ૦.૮૮                  ૦.૫
ડિસેમ્બર                     અંકલેશ્વર            જીરું                    મેન્કોઝેબ                     ૦.૭૭                   ૦.૫૫
જાન્યુઆરી                     ખંભાત               મરચાં                મોનોક્રોટોફોસ                 ૦.૩૧                   ૦.૨
જાન્યુઆરી                       આણંદ               જીરું                મેન્કોઝેબ                        ૦.૯૮                ૦.૫
જાન્યુઆરી                        અંકલેશ્વર          જીરું                  મેન્કોઝેબ                       ૦.૭૬               ૦.૫
ફેબ્રુઆરી                         ખંભાત         લીલું મરચું              ઇથિયોન                        ૧.૨૩                     ૧
ફેબ્રુઆરી                           આણંદ               દ્વાક્ષ            બુપ્રોફેઝિન                        ૦.૦૨              ૦.૦૧
ફેબ્રુઆરી                         આણંદ              જીરું                 મેન્કોઝેબ                        ૧.૩૭                ૦.૫ 
ફેબ્રુઆરી                         અંકલેશ્વર           જીરું                  મેન્કોઝેબ                     ૨.૧૬                 ૦.૫
માર્ચ                              અંકલેશ્વર            લીલું મરચું            મોનોક્રોટોફોસ               ૦.૮૯              ૦.૨
માર્ચ                               અંકલેશ્વર            ચોખા                બુપ્રોફેઝિન                   ૦.૦૬              ૦.૦૫
માર્ચ                                અંકલેશ્વર            જીરું                 મેન્કોઝેબ                       ૧.૧૨              ૦.૫
માર્ચ                               આણંદ                 દ્રાક્ષ                 ડિમેથોમોર્ફ                        ૦.૦૮           ૦.૦૫

માર્ચ                               આણંદ                   જીરું                મેન્કોઝેબ                           ૩.૨૦            ૦.૫

No comments:

Post a Comment