૮૯ ક્લસ્ટર બનાવી રાજ્યની ચારેય કૃષિ યુનિ. દ્વારા પાક ઉત્પાદનનો નક્કી કરાતો ખર્ચ : ટેકાના ભાવ અને બેંક સહાયના નિર્ણયો પણ પાક ઉત્પાદનના ખર્ચને આધારે નક્કી થાય છે : ૨૦૧૩-૧૪માં મગફળીનો હેક્ટર દીઠ રૃપિયા ૬૦થી ૬૫ હજાર અને કપાસનો ૭૫થી ૮૦ હજાર ખેતી ખર્ચ નક્કી થયો : નાના, સીમાંત, મધ્યમ અને મોટા ખેડૂતોના અલગ અલગ વિભાગ બનાવી ખેડૂતને થતો ખર્ચ નોંધી રખાય છે : ખેડખર્ચ, બિયારણ, વાવણી, નીંદામણ, આંતરખેડ, પિયત, કાપણી, ખાતર અને મજૂરીના ખર્ચનો પણ થતો સમાવેશ
દેશના
૬૦ ટકા લોકો સીધી કે આડકતરી રીતે કૃષિક્ષેત્ર પર નિર્ભર છે. ગુજરાતનાં ૧૮ હજાર ગામડાંમાં
રહેતા ૫૦ લાખથી વધુ ખેડૂતોની મહેનત થકી આજે ગુજરાત
એ કૃષિક્ષેત્રમાં પ્રગતિના પંથે છે. રાજ્યના ખેડૂતો માટે હાલમાં સૌથી મોટી સમસ્યા હોય
તો ખેતીમાં વધતો જતો ખેતીખર્ચ છે. આ ખર્ચને આધારે ટેકાના ભાવ, બેંક સહાય અને ખેડૂતોનું
આર્િથક ભવિષ્ય નક્કી થતું હોય છે. રાજ્યનાં ૮૯ ગામના ખેડૂતો જ ગુજરાતભરના ખેડૂતોનું
ભવિષ્ય નક્કી કરે છે. ૮૯ ક્લસ્ટરના આધારે જ રાજ્યનો કૃષિ વિભાગ પાક ઉત્પાદનનો ખર્ચ
નક્કી કરે છે. જે ખેડૂતોને મુખ્ય પાકની ખેતીમાં થયેલા ખર્ચને આધારે આખરે રાજ્યના મુખ્ય
પાકોનો ખેતીખર્ચ નક્કી કરાય છે. અર્થાત્ રાજ્યમાં પાક ઉત્પાદનનો ખર્ચ એ ૮૯ ગામના ખેડૂતોને
થયેલા ખેતીખર્ચને આધારે નક્કી થાય છે. આ જ ખેતીખર્ચને આધારે જ ગુજરાતના ખેડૂતોનું ભવિષ્ય
નક્કી થાય છે. રાજ્યની ચારેય કૃષિ યુનિ.ના ઇકોનોમી વિભાગ દ્વારા નક્કી કરાતા પાક ઉત્પાદન
ખર્ચને આધારે નિર્ણયો લેવાતો હોવાથી એમ કહી શકાય કે ૧૮ હજાર ગામડાંના ખેડૂતોનું આર્િથક
ભવિષ્ય ૮૯ ગામના ખેડૂતો નક્કી કરે છે
રા
જ્યમાં ૧૮ હજાર ગામડાંમાં રહેતા ૫૦ લાખથી વધુ ખેડૂતોનો મુખ્ય વ્યવસાય આજે પણ ખેતી છે.
ગુજરાતના કૃષિક્ષેત્રનો વિકાસ આ ખેડૂતોને આભારી છે. રાજ્યમાં સૌથી વધુ વિકાસ બાગાયતી
ખેતીનો થયો છે. ખેડૂતો માટે ખેતી સાથે સૌથી વધુ મહત્ત્વનું પાક ઉત્પાદનના ખેડૂતોને
મળતા ભાવ છે. ભાવ જ ખેડૂતોનું આર્િથક ભવિષ્ય નક્કી કરતા હોય છે, પરંતુ રાજ્યમાં કે
દેશમાં ખેડૂતો ખેત ઉત્પાદીત માલના કે સંલગ્ન ચીજવસ્તુઓના ભાવ નક્કી કરી શકતા નથી એ
જ મોટી કમનસીબી છે. ખેડૂતોના પાક ઉત્પાદનના ભાવ વેપારી અને આયાત-નિકાસના આંક પરથી નક્કી
થતા હોય છે.
ખેડૂતોને
પાક ઉત્પાદનમાં થતા ખેતીખર્ચના આધારે સરકાર ટેકાના ભાવ પણ નક્કી કરતી હોય છે. ખેડૂતને
પાકના પૂરતા ભાવ ન મળે ત્યારે ટેકાના ભાવ જ ખેડૂત માટે એકમાત્ર સહારો બનતા હોય છે.
આ ટેકાના ભાવ પણ ખેતીખર્ચને આધારે નક્કી થાય છે. ખેતીખર્ચ કેવી રીતે નક્કી થાય તેની
વિગતો જાણવી ખેડૂતો માટે ખૂબ જ જરૃરી છે. ગુજરાતમાં પાક ઉત્પાદનનો ખર્ચ રાજ્યની ચારેય
કૃષિ યુનિ.ના ઇકોનોમી વિભાગ દ્વારા ફિલ્ડ રિપોર્ટને આધારે તૈયાર કરાતા આંક મુજબ કૃષિ
વિભાગ નક્કી કરે છે. જેની વિગતો કેન્દ્રીય કૃષિ વિભાગને મોકલી આપવામાં આવે છે. રાજ્યમાં
પાક ઉત્પાદન ખર્ચ નક્કી કરવા માટે ૮૯ ક્લસ્ટર એટલે કે ૮૯ ગામના ખેડૂતોને થતા ખેતીખર્ચને
આધારે નક્કી થાય છે. કૃષિ યુનિ.ના ઇકોનોમી વિભાગ દ્વારા ખેતી મદદનીશ નક્કી કરાતા હોય
છે. જે ખેતી મદદનીશો ગામડાંઓ ખૂંદીને ખેડૂતો નક્કી કરતા હોય છે. આ ખેતમદદનીશ દ્વારા
નક્કી કરેલા ખેડૂતનો નાનામાં નાનો ખેતી ખર્ચ નોંધી રાખે છે. રાજ્યની ચારેય કૃષિ યુનિ.ના
ઇકોનોમી વિભાગ દ્વારા રાજ્યભરમાં ઝોન પ્રમાણે અને પાક પ્રમાણે ખેડૂતો નક્કી કરાતા હોય
છે. એમાં એક જ પાકના ખેતીખર્ચને નક્કી કરવા માટે પણ ખેડૂતોના અલગ અલગ વિભાગ પાડવામાં
આવે છે. જેમાં નાના, સીમાંત, મધ્યમ અને મોટા એમ ખેડૂતોના અલગ અલગ વિભાગ બનાવી ખેતીમાં
થતાં ખર્ચની નોંધ રખાય છે. આ તમામ ખેડૂતોને ખેતીમાં થતા અલગ અલગ ખર્ચની છણાવટ કરી આખરે
સરેરાશ ખેતીખર્ચ નક્કી થતો હોય છે, કારણ કે મોટા ખેડૂત કરતાંં નાના અને સીમાંત ખેડૂતને
ખેતીખર્ચ વધારે થાય છે. રાજ્યમાં સૌથી વધુ નાના અને સીમાંત ખેડૂતો હોવાથી ખેતીખર્ચમાં
નાના અને સીમાંત ખેડૂતોને થતો ખેતીખર્ચ પણ સામેલ કરાય છે. આમ, અલગ અલગ યુનિ. પાક પ્રમાણે
આખરે પાક ઉત્પાદનનો ખર્ચ નક્કી કરી કૃષિ વિભાગને મોકલી આપતી હોય છે. પાક ઉત્પાદનનો
ખર્ચ ખેડૂતો માટે એટલા માટે અગત્યનો છે કે આ ખર્ચને આધારે જ ટેકાના ભાવ નક્કી થતા હોય
છે.
૨૦૧૩-૧૪માં
મુખ્ય પાકોનો નક્કી કરાયેલો
ખેતીખર્ચ
પાક ખર્ચ
મગફળી ૬૦થી ૬૫ હજાર
બાજરી ૩૫થી ૩૬ હજાર
ડાંગર ૫૦થી ૫૫ હજાર
કપાસ ૭૫થી ૮૦ હજાર
તલ ૨૫થી ૨૭ હજાર
તુવેર ૩૫થી ૪૦ હજાર
એરંડા ૪૫થી ૫૦ હજાર
ડુંગળી ૧.૩૦ લાખથી ૧.૪૦ લાખ
લસણ ૧.૦૫ લાખ
બટાટા ૧.૦૦ લાખથી ૧.૧૦ લાખ
ખેતીખર્ચમાં
કયા પ્રકારના ખર્ચનો સમાવેશ
પાક
ઉત્પાદનમાં દિનપ્રતિદિન ખેતીખર્ચ વધતો જાય છે. ખેતીમાં અત્યાધુનિક ટેકનોલોજીના વપરાશ
બાદ તો હવે ખેતીખર્ચ અને આવકના આંક સરભર થવા લાગ્યા છે. ખેડૂતો ટેકાના ભાવ ઓછા અપાતા
હોવાની દર વર્ષે બૂમરાણ મચાવતા હોય છે, પરંતુ ટેકાના ભાવ દેશના ખેડૂતોને થતા ખેતીખર્ચના
આધારે નક્કી કરાતા હોય છે. ગુજરાતમાં પણ પાક ઉત્પાદનનો ખર્ચ રાજ્યની ચાર કૃષિ યુનિ.ના
ઇકોનોમી વિભાગ દ્વારા નક્કી કરાય છે. જેમાં ખેતી મદદનીશને આધારે ખેડૂતો સાથે સહયોગ
રાખીને આખરે ખેતીખર્ચ નક્કી કરાતો હોય છે. જેમાં ખેતીમાં શરૃઆતમાં ખેડખર્ચ, બિયારણ,
વાવણી, નીંદામણ, આંતરખેડ, પિયત, કાપણી, ખાતર અને મજૂરીના ખર્ચનો સમાવેશ થાય છે. આ સિવાય
માલના વેચાણમાં ભાડાનો ખર્ચ, ઉતારવાનો ખર્ચ અને દલાલીનો ખર્ચ પણ સમાવી લેવામાં આવે
છે. આ ઉપરાંત ખેડૂતોએ પાક ઉત્પાદન માટે લીધેલી લોનનું વ્યાજ, ખેતઓજારોનો ઘસારો, જમીનનું
ભાડું, ખેડૂતોએ ખેતીમાં કરેલી જાત મહેનત અને મજૂરી ખર્ચને પણ ગણવામાં આવે છે. પ્રારંભથી
લઈને વેચાણ સુધીનો તમામ ખર્ચ ગણીને પાક ઉત્પાદનનો સરેરાશ ખર્ચ કાઢવામાં આવે છે.
રાજ્યમાં
પાક ઉત્પાદન ખર્ચ અભ્યાસની યોજનામાં પસંદગી પામેલા ક્લસ્ટર
જૂનાગઢ
કૃષિ યુનિર્વિસટી
(જૂનાગઢ
ઝોન)
ક્રમ કાર્યમથક
૧ ગોવિંદપુર
૨ કેરીયાનાગસ
૩ ટીંબી
૪ ડુંગર
૫ શાખપુર
૬ ગાધકડા
૭ અમરાપુર
૮ ચમારડી
૯ વાળુકડ
૧૦ બુધેલ
૧૧ પાટણા(ભાલ)
૧૨ મોટાઆસરણા
૧૩ તલગાજરડા
૧૪ સણોસરા
૧૫ લાઠીદડ
૧૬ હર્ષદપુર
૧૭ જસાપર
૧૮ અલીયા
૧૯ મજેવડી
૨૦ સનખડા
૨૧ મોણીયા
૨૨ જુથળ
૨૩ સરદારગઢ
૨૪ ગીરગઢડા
૨૫ બગવદર
૨૬ ખારચિયા
૨૭ તરવડા
૨૮ મોવિયા
૨૯ વીરનગર
૩૦ પાંચપીપળા
૩૧ વડગામ
૩૨ મયૂરનગર
૩૩ બાકરથળી
૩૪ સુદામણા
૩૫ જૂના દેવળિયા
૩૬ નવાગામ
૩૭ લીલાપુર
આણંદ
કૃષિ યુનિર્વિસટી (આણંદ ઝોન)
ક્રમ કાર્યમથક
૧ સિહુંજ
૨ સંઘાણા
૩ ઉદેલ
૪ તારાપુર
૫ સલુણ-તળપદ
૬ વડાતળાવ
૭ સહીજ
૮ લઢોદ
૯ મધવાસ
૧૦ અંબાવા
૧૧ જેકોટ
૧૨ હાંડોદ
૧૩ ઢોલર
૧૪ સેગવાચોકડી
૧૫ પાણીયા
૧૬ ડભાસ
૧૭ તગડી
નવસારી
કૃષિ યુનિર્વિસટી(નવસારી ઝોન)
ક્રમ કાર્યમથક
૧ ફલધરા
૨ પાનસ
૩ નાહુલી
૪ જામલપાડા
૫ લાખાવાડી
૬ ધમોડી
૭ ગડત
૮ સીમોન્દ્રા
૯ કબીરગામ
૧૦ પોમલાપાડા
૧૧ દેહલી
૧૨ ભદામ
૧૩ કેશવાણ
૧૪ ત્રાલસા
સરદાર
કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિર્વિસટી (સરદાર કૃષિનગર ઝોન)
ક્રમ કાર્યમથક
૧ ભાન્ડુ
૨ ચડાસણા
૩ કમલીવાડા
૪ સઇજ
૫ તાજપુર
૬ ગોરલ
૭ બેરણા
૮ લીમડીયા
૯ થોળ
૧૦ ખોરડા
૧૧ આડેસર
૧૨ આંબરડી
૧૩ દેવ
૧૪ મીઠા
૧૫ અમીનપુર
૧૬ ફલુ
૧૭ મેડા
૧૮ નાંદોતરા
૧૯ કુંવારા
૨૦ લવાણા
૨૧ લીહોડા
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment